ઉમંગનો જ અવસર છે… કાવ્ય


 

 ઉમંગનો જ અવસર છે કાવ્ય


=================================


આદરણીય વડીલો વહાલા  ભાઈઓ અને બહેનો


આપ સહુને તેમજ આપના કુટુંબી જનોને………


દીપાવલીની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન


=====================================

(હરિના નામનો હો એક જ આધાર છે… ભજન )


================================દીપાવલી તો આનંદ ઉત્સવનો તહેવાર છે


ઉત્સવનો તહેવાર રે  ઉમંગનો જ  અવસર છે


રંગોમાં રંગ ભરશું ને આંગણીયાં સજાવશું


અંતરમાં સાથીયા કંડારશું રે  ઉમંગનો જ અવસર છે


ગણેશ સરસ્વતી ને લક્ષ્મી કેરા પૂજન કરશું


કુટુંબના કેકારવ ગજવશું રે  ઉમંગનો જ અવસર છે


વર્ષનું સરવૈયું  કાઢશું ને હિસાબો જ માંડશું


કેટલાં માનવતાનાં કામ રે ઉમંગનો જ  અવસર છે


સરવાળા તો સ્નેહના ને  બાદબાકી વેરઝેરની  


ગુણોનો કરીશું ગુણાકાર રે ઉમંગનો જ  અવસર છે


ઝગમગ ઝગમગતા દીવડાનો પ્રકાશ રેલાવશું


અભિનંદનનાં ઓવારણાં રે ઉમંગનો જ  અવસર છે


===================================


સ્વપ્ન જેસરવાકર

Advertisements

22 thoughts on “ઉમંગનો જ અવસર છે… કાવ્ય

 1. સરવાળા તો સ્નેહના ને બાદબાકી વેરઝેરની

  ગુણોનો કરીશું ગુણાકાર રે ઉમંગનો જ અવસર છે
  ………………………………………….
  સપરમે દિવસે સબરસ જેવી , વિચાર માધુર્યથી ભરપૂર,

  આ કવિતા ખૂબ જ ગમી ગઈ. દિવાળીનો ઉજાશ આપના

  સંસારમાં ઝગમગે એવી શુભેચ્છા…શ્રી ગોવિંદભાઈ અને સવિતાબેન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઈ, ( આકાશદીપ)
   આપના ઉત્સાહને ઉમંગ ભર્યા સંદેશને આ નવલા દિવસોમાં વધાવી લીધો ને આપના આશીર્વાદ મળ્યા.એ જ અમારું અહો ભાગ્ય
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 2. Re: ઉમંગનો જ અવસર છે… કાવ્ય ..દીપાવલી શુભ કામના

  Hide Details

  FROM:

  Pravinkant Shastri

  TO:

  Govind Patel

  Message flagged
  Monday, November 12, 2012 5:02 AM

  ઉમંગના મહાસાગરમાં હંમેશા ભરતીનો ઉછાળો રહ્યા કરે એ જ શુભકામના.

  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ તથા ઘરના સર્વે

  સુંદર રચના

  આપને અને આપના પરિવારને સુરતથી કિશોરભાઈ પટેલ પરિવારની

  ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ,

  આવનાર વર્ષ આપના પરિવાર માટે સુખ, સમૃધ્ધિ અને શાંતિ લઈને આવે

  એવી અનેક અનેક શુભકામનાઓ

  Like

  1. આદરણીય વડીલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન,
   .આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર.
   આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
   નુતન વર્ષાભિનંદન

   Like

  1. આદરણીય શ્રી અતુલભાઈ,
   આગંતુક આવ્યા છે આંગણે રે એ ઉમંગનો અવસર છે .
   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર.
   આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
   નુતન વર્ષાભિનંદન

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s