ગોદડિયો ચોરો..નિવેદનીયો અન્નકૂટ..હાસ્ય કથા


ગોદડિયો ચોરોનિવેદનીયો અન્નકૂટહાસ્ય કથા


=======================================================


દિવાળીના દીપોની હારમાળા સાથે ફટાકડાની ધૂમ આખા શહેરમાં મચી હતી.


લોકોના હૈયામાં  આનંદ ઉત્સાહનું મોજું લહેરાતું હતું.


મોંઘવારીની મોંકાણ કેટલાય પરિજનોને અકળાવી રહી છે.


બળુકા બાળ સાહેબ ઠાકરેને  તબિયતનો તવેથો ઉપર નીચે કરાવી રહ્યો છે.


“જબ તક જાન હે ” ને ” સન ઓફ સરદાર ” નાણાંકીય મોરચે લડી રહી છે.


ગોદડિયો ચોરો દિવાળીના ફટાકડાની મઝા માણતો જામ્યો છે.


હું નારણ શંખ ગોરધન ગઠ્ઠો અઠો બઠો કનું કચોલું ને ભદો ભૂત જામ્યા છીએ.


ત્યાં જ કૂદતો હાંફતો ને દોડતો કોદાળો પ્રવેશ કરે છે ને કહે છે …………..


” અલ્યા ગોદડિયા આ બધાય મંદિરોમાં અન્નકૂટ ભરાય છે ને લોક દર્શને ઉમટે છે


તો આપણા ચોરે અન્નકૂટ કેમ નહિ ? જો આપણે નવતર જાતનો અન્નકૂટ ભરવો છે “


અમે સહુ વિચારમાં પડી ગયા કે કોદાળાજીની વાત અગત્યની છે !


ત્યાં જ મેં કહ્યું લ્યા આપણે ” મા ચુંટણી દેવીને નિવેદનીયો અન્નકૂટ ધરાવીએ “


કનું કચોલું કહે હવે ફોડ પાડને  આ કેવો નવો ને બધાથી અલગ અન્નકૂટ છે.


ચાલો મા ચુંટણી દેવીની અર્ચના પૂજા કરીને મીઠાઈઓ ને પકવાન ધરાવીએ.


બસ પછી તો અમે જુદા જુદા પકવાન અને ફરસાણ માડીને ચરણે ધર્યા.


સુંદર મજાની થાળીઓ સજાવી ભાવ ને હેતના મિશ્રણથી અમે અન્નકૂટ ભર્યો.


” દિગ્ગી ફરસાણ ”    ” મોદી મઠ્ઠો ”  ” અર્જુન અડદીયું ”   “ગરબડકરી ગોટા “


” શંકર સુખડી ”  ” કેજરી કચોરી ”  ” મનમોહન મિઠાઈ”” બેની બરફી ”  


” ફળદુ  ફાફડા ” ” વિઠ્ઠલ વેઢમી  ”  ” શ્રીપ્રકાશ શીખંડ ” ” પવાર પૂરી ”


” માયા મગસ ” ” સોનિયા સુતરફેણી ”  ” રાહુલ રસગુલ્લા ” ” કટિયાર કઢી “


“નરહરિ નાન ” ” મણીશંકર મગફળી ”
” હરામ જુઠ મલાઈ “  ભાગવત મોહનથાળ “

અને   છેલ્લે સર્વે ભોજન પાચન માટે સ્પેશ્યલ ”  વૈદ્ય ચૂર્ણ ફાકી “


જનતા  ચુંટણી માની આરતી કરી પ્રસાદ આરોગી વિનંતી કરતાં કહેવા લાગી

 

” હે ગોદડિયા ગુરુ મહારાજ કૃપા કરીને આ અન્નકૂટ વાનગીઓનું વિસ્તૃત વર્ણન કરો “

 

“ભક્ત જનો એવમ  વ્હાલા ચુંટણી રસિયા નિવેદનોના શોખીન ગુણીજનો “.


આજે તમને હું જુદા જુદા નિવેદનીયા વ્યંજનોનું મહત્વ સમજાવું છું

” દિગ્ગી  ફરસાણ “ આ એક ચટપટી વાનગી છે જુદી જાતના ફરસાણ જુદો જુદો સ્વાદ


આપે  છે એમ દરેક બાબતમાં આ ફરસાણ જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવે છે અને


ભોજન ના હોય તો ફરસાણ પણ ભૂખ મટાડે એવું આ ચટપટીયુ ફરસાણ છે. આ ફરસાણ


ક્યારેક ગમ્મત કે ક્યારેક મોંકાણનો અનેરો સવાદ ધરાવતું અનેરું ફરસાણ છે

” મોદી મઠો ”   આ મઠો ખાટો મીઠો ને તીખો મરચા જેવો છે. મઠા સાથે કોઈક જ ફરસાણ


ભળે પણ એમાં પલળી જાય તો ફસાણનું અસ્તિત્વ જ ના રહે. પચાસ કરોડની ગર્લ ફ્રેન્ડ


જોયા પછી એ મઠાને ગલગલીયા ઉપડ્યા છે એટલે એ હજાર કરોડની ખોળે છે.


જો આ મઠો કોઈની નીચેથી કે ઉપરથી પસાર થાય તો પાપડ પાપડી રોટલી કે ભાખરી


અથવા નાન ને પલાળી નકામી કરી દે છે .એવાં કેટલાય વ્યંજનો નકામાં થઇ ગયાં છે.


મઠો હઠીલો ને અહમવાળો ને પહેરવેશોનો શોખીન છે. સાદાઈ બિલકુલ ભુલાવી દીધી છે.

” અર્જુન અડદીયું “ આ મિઠાઈ કચ્છની ધરતી જેવી કઠણ છે . એ ખાય તેને સ્વાદ તો આવે


પણ ભલભલાને પચે તો પચે. આ અડદિયાએ ઘણા ગ્રુપોને એકત્ર કરવમાં મહત્વની ભૂમિકા


ભજવી છે અડદિયા અને મઠાને આંખો લડે છે .ઘણા પ્રયત્નો છતાં મઠાને અદડીયુ ગાંઠતું નથી


અડદિયાએ  પોતાના રથ પર ધજા ફરકતી જોઈ એમાં હનુમાનજી બેઠેલા જોયા એટલે એમને


બંદર યાદ આવી ગયો અને બંદરને બંદર કહી દીધો.

” ગડબડકરી ગોટા “ આ નાગપુરથી સ્પેશ્યલ આવેલા લોટમાંથી બનેલા છે. આ ગોટા ખાધા


પછી મરચું ને મસાલાને લીધે જીભ સિસકારા  મારે એમાં જીભ લપસી જાય પછી એ જીભને


શું બોલવું ભાન ના રહે ને દાઉદ કે સ્વામી વિવેકાનંદજીમાં ફેર ના લાગે એવા ગડબડકરી છે.

” શંકર સુખડી “  આ દુધનો પાસ ભેળવ્યા વગરની બનેલી છે જો કે એમાં મીઠાઈનો કોઈ જ


વાંક નથી પણ આર.એસ.એસ , જનસંઘ,ભાજપ , રાજપ એમ જુદી જુદી ઘંટીનો લોટ હોય


પછી પંજા એટલે કે કોંગ્રેસની ઘંટીમા બરાબર પીસયો ના હોઈ કડક લાકડા જેવી બની ગઈ છે.


જે ચવાય નહિ અને જોર કરે તો દાંત  તૂટી જાય . કડકાઈ જેવા નિવેદનોનું પડ જામી ગયું છે .

” કેજરી કચોરી “ આમાં લીલા લીલવા, લસણ, ધાણા, ને મરચું ભરેલું હોય એટલે જયારે ખાઈએ


ત્યારે તીખી તમતમતી ને સ્વાદિષ્ટ લાગ્યા જ કરે. કરચોરી વિભાગમાં હતા એટલે કચોરીનું સારું


એવું જ્ઞાન ધરાવે છે.

” મોહન મિઠાઈ “  આ મિઠાઈ ઓછી સુગરની છે . એટલે સામાન્ય માનવી કે ડાયાબીટીશવાલા


કોઈ પણ ખાઈ શકે છે. તેનું બોક્સ આકર્ષક અને ભૂરા કલરની દોરીથી કાયમ બાંધેલું હોય છે.


મોહન મીઠાઈનું બોક્સ કાંઈ સામાન્ય બોક્સ નથી એને રિમોટથી ખોલ બંધ કરવું પડે છે.

” બેની બરફી “ આ બરફી સીધે સીધી ગળી જવાય એવી સીધી નથી. જુનીને જાણીતી છે અને


સમાજવાદી રંગે પણ રંગાયેલી છે એટલે સામાન્ય રકમ તો એમની ગણતરીમાં આવતી જ નથી .


આ બરફી લાખોમા નહિ  પણ કરોડો અબજોમાં વેચાય તેવી અનમોલ છે.

” ફળદુ ફાફડા “ આ ફાફડા બધાયને ગમે છે પણ ફાફડા કોઈક વાર સ્વાદના સટાકામા એવા વાંકા


ચુંકા વળી જાય છે કે ફાફડા બનાવવા વપરાતો લોટ જે પકવે છે તેમને એટલેકે ખેડૂતોને  આપઘાત


કરવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તેમની પડખે રહી આશ્વાસન આપી સરકારની કે પક્ષની


જવાબદારી લેવાને બદલે એમનાં એવાં કેવાં નસીબ એવું નિવેદન ઠબકારે એવા આ ફાફડા છે.


પણ ચુંટણી પછી આ ફાફડા  ક્યાંય  ખોવાઈ જશે કે ખબર નહિ પડે.  ૨૦૦૨ પછી પ્રદેશ પ્રમુખ


રાજેન્દ્રસિંહ રાણા ને ૨૦૦૭ પછી પરસોતમ રૂપાલા ખોવાઈ ગયા તેમ ખોવાઈ જશે.

” વિઠ્ઠલ વેઢમી “ આ વેઢમી આમ તો બહુ મીઠ્ઠી છે. ખેડૂતો ને  ગામડાના લોકો માટે સારું કાર્ય કરે છે.


કન્યા કેળવણી ને કન્યાદાનના કાર્યક્રમો કરે છે .પેલા પ્રખ્યાત ભજનની  જેમ હમણાં ઝળકી ગયા.


” વિઠ્ઠલ  વિઠ્ઠલ  વિઠ્ઠલા  ભાઈ  વિઠ્ઠલા , ટોલ ટેક્ષ  બુથે દીઠેલા “


સિક્યુરીટી ગાર્ડે રોકેલા ત્યારે બંદુક સાથે દેખેલા…ભાઈ વિઠ્ઠલા “

” શ્રીપ્રકાશ શીખંડ “ ઉતર પદેશમાંથી આવેલો આ શીખંડ ખાટો મીઠ્ઠો છે. આ જયસ્વાલ છે કે


“જ્યાં એક સવાલ” . એને નવી જૂની કરવાના બહુ શોખ છે . નારી અપમાનનો આ કીડો છે.

” પવાર પૂરી “ આ પૂરી ગોળ છે બધાયમાં ભળે એવી .દાળ ભાત, કઢી ભાત અને વઘારેલી ખીચડી


એમ બધાયમાં ચાલે એમ રાજ્ય દેશ, ક્રિકેટ વાયદા વેપાર ભ્રષ્ટાચાર એમ બધે ચાલે એવી છે.

” માયા મગસ “ આ મગસ  ક્યારેક મીઠું લાગે ક્યારેક કડવું લાગે . સત્તા લેવા મીઠી વાતો કરે પણ


સત્તા જતી રહે તો મતદારોને પણ ગાળો ભાંડે એવું લપસણું મગસ છે.

” સોનિયા સુતરફેણી “ આ સુતરફેણી ઝીણા ઝીણા તાંતણા વળી છે લાંબા રેસા મિઠાઈ મગસ પૂરી


સુખડી અડદીયુ  બધાંય જોડે મેળ રાખે છે ને રેસાથી બધાયને જોડાયેલા રાખે છે.


( મનમોહન, શંકરસિંહ , અર્જુન મોઢવડીયા, માયાવતી, મુલાયમ શરદ પવાર )

” રાહુલ રસગુલ્લાં”  આ રસ અને ગુલ્લાં ભેગાં થયાં છે પણ બિહાર ઉતર પ્રદેશમાં રસ ઉડી ગયો ને


ગુલ્લાં એકલાં રહી ગયાં છે.  એટલે સૂકાં ગુલ્લાંને  કોઈ દીકરી દેતું જ નથી.!

” કટિયાર કઢી “  આ કઢી જાડી પાતળી થયા કરે છે . આ કઢીનો ભાવ કોઈ પૂછતું નથી. એટલે


લવારામાં જીભ ફસકી જાય છે તો જે રામનો નારો લગાવતા હતા એ રામને ને સીતાને ભાંડે છે.


જેમ કપિની પુંછ કટી એમ એમના દિમાગની નસ કટી છે એટલે મિત્રો કહે છે   “યાર આ કટી “


એટલે જ બોલવામાં વિનય નથી રહ્યો.

” નરહરિ નાન “ આ નાન છેલ્લા  કેટલાય સમયથી સુકાઈ ગઈ છે . વિધાનસભા કે ગુજરાત


ક્રિકેટ એસોશિયનમાય આ નાન કોઈનેય  મીઠી લાગી નથી.

” મણીશંકર મગફળી “  આ મગફળી પાક પણ  છે. મગફળી પકવતા પ્રદેશમાં પણ એક નટરાજની


જુદી જુદી મુદ્રાઓના નૃત્યને લલકાર્યું હતું.

” હરામ જુઠ મલાઈ “ આ મલાઈ જુઠ્ઠું અને જોરથી વારંવાર બોલવાના મુદ્દાને વળગી રહી છે . નામ


ભગવાનનું પણ કાર્ય પૈસા માટે ગમે તેવા કેસ લડવાનું. આના (રામ ) નામ આગળ ‘ હ ” લગાવી


હરામ બોલાવવું જોઈએ.  આ મલાઈ સમયે સમયે વફાદારીના ગુણ બદલે છે. રામ સારા પતિ ના હતા.


તો ભાઈ તું ક્યાં સારો છું . ઇન્દિરાજીના ખૂનીના કેસ લડ્યો છું. કોઈકના ચમચા બનવાનો અનેરો


ગુણ ધરાવે છે. કે પછી કોઈ વડાપ્રધાન થાય તો તને કોઈક ખાતાનો મંત્રી બનાવે એટલા માટે તું


ચમચાગીરી કરે છે કે શું ?

” ભાગવત મોહનથાળ” આ નાગપુરમાં બનતો એક સંસ્થાનો મોટામાં મોટો થાળ છે. મરક મરક


હસતો થાળ છે. ભાગવત કથામાં મોહનનાં ગુણગાન ગવાય જયારે અહિ મોહન પોતે ભાગવત કરે છે.


સાદાઈ સેવા સંસ્કારના ગુણો છોડી  મદ, મોહ અને મેવામાં રાચતા એમના સેવકોને ટપારવા કરતાં


એની વાહ વાહ થાય તેવી કથાનું મનન કરે છે.

” વૈદ્ય ચૂર્ણ ફાકી “ અન્નકૂટનું મીઠાઈને ફરસાણથી ભરપુર ભોજન આરોગીએ તો આફરો ચઢે કે પછી


ગેસ થાય તેનાથી બચવા આ ચૂર્ણ કે ફાકી સરસ અને સચોટ અસર કરે છે.


મદ મોહ માયા ને મેવા સાથે ઉચ્ચ પદો પર  પહોંચવા જુદા જુદા પેંતરા અજમાવતી વ્યક્તિઓને સચોટ


ભાન કરવતી વૈદ્ય સાહેબની ફાકીએ ભાજપને ગુજરાતથી ગંગટોક અને નાગપુરથી નવી દિલ્હી સુધી


એવો ગેસનો છુટકારો કરાવી દીધો કે જ્યાં ને ત્યાં ધડાકા ભડાકા થવા લાગેલા. કેટલાક તો ડાહી માના


દીકરા જેવી વાતોનાં વડાં કરવા બેસી ગયેલા.  વૈદ્ય ચૂર્ણ  ફાકીએ ભાજપમાં ભૂકંપ સરજી દીધેલો.હાટકો-


જે કહ્યું માને વિધાતાનું એ હું નહિ


આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહિ


મેં  મુકદરથી ઘણુય મેળવ્યું છે અહીં


જાય ખાલી હાથ પેલો સિકંદર હું નહિ


=========================================================


સ્વપ્ન જેસરવાકર

Advertisements

8 thoughts on “ગોદડિયો ચોરો..નિવેદનીયો અન્નકૂટ..હાસ્ય કથા

 1. Re: ગોદડિયો ચોરો..નિવેદનીયો અન્નકૂટ..હાસ્ય કથા
  Hide Details

  FROM:

  Prahladbhai Prajapati

  TO:

  Govind Patel

  Message flagged
  Friday, November 16, 2012 3:46 AM

  very nice chhapn bhog maa vpraati ketkik mithaaionu aabehub vrnan ,

  aabadhi mithio jo bhegi thaay to shu thaay ? bhagvaanano

  uddhaar thaay ke nahi ? ahi bhagavaan etle aam aadmi
  i

  P. P. Prajapati

  Proprietor
  +91 93270 05315

  Like

  1. આદરણીય શ્રી પ્રહલાદભાઈ,
   જો આ બધી મીઠાઈઓ ભેગી થાય તો ભગવાન એટલે કે કોમન મેનનો ઉદ્ધાર ના થાય પણ
   આપણે સ્વીસ બેંકમાં ના જવું પદે મારા વા’લા આંદામાન નિકોબારમાં જ બેંક આ ટોળકી
   ઉભી કરી દે. એટલે સામાન્ય જનતાનો નહિ પણ એમના સાસુ સસરા સાળા સાળી બહેન બનેવી
   ભાઈ ભાભી ભત્રીજા અને એમની અંગત ટોળકીનો ઉદ્ધાર થઇ જાય.
   આપના સુંદર સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 2. Re: ગોદડિયો ચોરો..નિવેદનીયો અન્નકૂટ..હાસ્ય કથા
  Hide Details

  FROM:

  Pravinkant Shastri

  TO:

  Govind Patel
  KAMLESH patel SHAHPUR
  KETAN TIVEDI
  68 More…

  Message flagged
  Friday, November 16, 2012 5:09 AM

  ગોવિંદભાઈ!!!!!!

  મારો ડાયાબિટિસ હમણાં હમણાં વાંદરાની જેમ ઉપર નીચે કૂદે છે તેમાં તમે તેને દારુ પીવડાવી નિસરણી આપી.

  મારો ડાયાબિટિસ તમને થેન્ક્યુ કહે છે.

  પ્રવીણ શાસ્ત્રી.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s