તું તો પચાસમાં પેઠો…હાસ્ય કવિતા


તું તો પચાસમાં પેઠોહાસ્ય કવિતા

============================================

      આભાર ગુગલ મહારાજનો

==============================================

ઘણા ભણેલા ગણેલા ને ઉચ્ચ હોદ્દે બિરાજતા દરેક કાર્યમાં ટેન્ડરનો

મોહ રાખે છે પણ અમુક વ્યવહારુ પ્રસંગે આ પ્રક્રિયા હાસ્ય સર્જે છે .

લગ્ન પસંગે એક મહાશયના  આ પ્રક્રિયાને લીધે પચાસ વર્ષે પણ

પરણવાના ઓરતા કેવું હાસ્ય સર્જે છે….તે વાંચો.

================================================

માન્યું નહિ કોઈનું ને કેરિયર બનાવવા ઝઝૂમતો રહ્યો
વઘતી ગઈ ઉંમરને પૈસા બનાવવા માટે દોડતો રહ્યો
ચાલીસી વટાવી ગયો ને સરકારમાં ઉચ્ચ હોદે જ રહ્યો
દરેક વાતમાં ને કાર્યમાં હમેશાં ટેન્ડર ભરાવતો જ રહ્યો
આવી પહોચી લગ્ન જીવનની વાત તો ટેન્ડર  મંગાવ્યું
 
કેટલું ટકાઉ શો ભાવ તાલ કેવો છે માલ  બધું  જણાવ્યું
ખોલીને જ ટેન્ડરો વાંચી ચક્કરે ચઢ્યો શું છે આ બધું  તુત
જાણે બધાં યમરાજનાં સગાં શાને વળગ્યું પરણવાનું ભૂત
કરિયાણા કરતા કચકચ ને મંડપવાળા પડી ગયા મોંઘાં
વાજાં ને ઘોડા  ઘમ્મર ફેરવે એથી તો ગધેડાં પડે સોંઘાં
બૈરી માગે બાવન તોલા સોનું ને સાસુ તો માગે ફીઝ ગાડી
સસરાને તો સ્કુટર જોઈએ પરણવાનું તો માથે ટાલ દે પાડી
ના નથી મંજુર ટેન્ડર મુજને કહીને હું માથે હાથ દઈને બેઠો
બાપા કે’ ઓ અક્કલ વિનાના બળદીયા તું તો પચાસમાં પેઠો
==========================================
સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “તું તો પચાસમાં પેઠો…હાસ્ય કવિતા

  1. શ્રી હર્ષાબહેન,
   આપનો બ્લોગ એટલે કે ” જીવન સંધ્યાનો ઉજાસ ” પરાર્થે સમર્પણને આનંદના અજવાળે સ્પર્શી ગયો .
   આપના શબ્દો સાચા છે પહેલા મેં “લખવાનું મુકોને ” “કોટા વધારો વિઝામાં ” પ્રસ્તુત કરી છે.
   આપના શુભેચ્છા ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 1. Comment by P.K.Davda 38 minutes ago

  ના નથી મંજુર ટેન્ડર મુજને કહીને હું માથે હાથ દઈને બેઠો

  બાપા કે’ ઓ અક્કલ વિનાનાબળદીયા તું તો પચાસમાં પેઠો

  બહુ સરસ હાસ્યરસની કવિતા. હસવું હસાવવું તો કોઈ તમારી પાસેથી શિખે.

  ધન્યવાદ

  Like

 2. શ્રી ગોવિંદભાઈ,

  મજાનું વ્યંગ કવન. …જમાનો બદલાયો…પરણવાનું મૂર્હત ચૂક્યા એટલે
  એજ હાલ. ….બીજું કારણ કહું …

  આપે વર્ણવ્યું એવું આજે ‘પચાસમું બેઠું’ એવા ઘણા મૂરતિયા, કન્યાના અભાવે હાથવગા દેખાશે..જ્ન્મ રેસિયો બાબા/ બેબીનો ડગમગાવી દીધો,
  એનાં માઠાં ફળ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s