એ જ સાચો કાયદો….તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)


 

એ જ સાચો કાયદોતુલસી વિવાહ  (કટાક્ષ કાવ્ય)

============================================================

 

 એ જ સાચો કાયદો તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)

=======================================================================

 

દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય

 

લક્ષ્મી વર પરણશે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય

 

સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ  તો  દ્વીપત્ની પદ  સોહાય

 

દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય

 

નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય

 

હવે સમય ઘણો ઓછો રહ્યો કૈક નવા રસ્તાઓ  વિચારાય

 

સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું  હવે  શો કરવો  ઉપાય

 

વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય

 

વિચારે   ચઢી  વિચરણ કરતા  સામેથી નારદજી  ભટકાય

 

નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય

 

શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય

 

“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય

 

નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય

 

શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય

 

કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહી કયાંક દેખાય

 

નહિતર ‘સ્વપ્ન’ને પૂછી જોઈએ કયાંકથી  સરનામું મળી જાય

 

=======================================

 

સ્વપ્ન જેસરવાકર 

Advertisements

8 thoughts on “એ જ સાચો કાયદો….તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)

 1. શ્રીમાન. ગોવિંદભાઈ

  આ નેતાઓના

  તો સ્વાર્થના વાયદાને

  સ્વાર્થના કાયદા રે ભાઈ,

  કોને થશે એનાથી ફાયદા રે

  આપણે જ થઈશુ બધાથી અલાયદા રે
  ……..!

  Like

 2. Re: એ જ સાચો કાયદો….તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય

  Hide Details

  FROM:

  Pravinkant Shastri

  TO:

  Govind Patel

  Message starred
  Thursday, November 29, 2012 1:33 AM

  “જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” વાહ ભઈ વાહ…..બીલકુલ સાચી વાત…जरूरत होगी तो मैं मुरारीसे महम्बद बन जाउंगा.

  Pravin Shastri.

  http://pravinshastri.wordpress.com

  Like

 3. અહો !
  “જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” — વાહ ! તો હવે નારદજીએ પણ નેતાઓને શોધવા નીકળવું પડ્યું એમ ને ! અને ’સ્વપ્નજી’, નારદજી પૂછવા આવે તો કૃપયા અમારું સરનામું ન જ આપતા ! અમારે હજુ નેતા પણ નથી થવું અને ’ઉપર’ પણ નથી જવું !!! 🙂
  મજા આવી. સ_રસ કટાક્ષ કાવ્ય. ધન્યવાદ.

  Like

  1. આદરણીય વડીલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન,
   ભારતમાં કાયદા સામાન્ય પ્રજાજન માટે જ છે રાજકારણીઓ માટે નહિ.
   એ તો બધા ગંગાજલ છાંટી પવિત્ર થયેલા છે
   આપના આશીર્વાદ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s