લઇ જાજો સત્તા કેરા ધામમાં…કાવ્ય
=========================================


( રાગ = એક અરજી અમારી સુણો શ્રી નાથજી…)
============================================================
એક અરજી મારી સુણો મતદારજી
લઇ જાજો મને ગાંધીનગર ગામમાં
ગાધીનગર ગામમાં ને સત્તા કેરા ધામમાં…એક અરજી.
હરે આપ તો છો મારા જ બેલી
ના મેલશો મનેય જરા હડસેલી
આવી ઉભો છું હવે આપના સહારે
મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી.
થઇ હશે મારાથી ભૂલો એ કબૂલું
હાથ જોડી વિનવું કરો ને ભલું
આપને દારૂ રોકડા ચવાણું મોકલાવું
મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી .
સગાં સ્નેહી કહે ગામમાં નથી ગમતું
બધાનું મન સત્તાની ખુરશીમાં ડોલતું
આપ સર્વે મારા વડીલ ને સ્નેહી બંધુ
મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી.
આપ સવે પાસે બસ એટલું જ યાચું
એક મત મને આપજો એટલું માગું
આપના એક મતથી થાય ભલું મારું
મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી
========================================
સ્વપ્ન જેસરવાકર
Like this:
Like Loading...