લઇ જાજો સત્તા કેરા ધામમાં…કાવ્ય


લઇ જાજો સત્તા કેરા ધામમાં…કાવ્ય

=========================================

( રાગ = એક અરજી અમારી સુણો શ્રી નાથજી…)

============================================================

એક અરજી મારી સુણો મતદારજી

 

લઇ જાજો મને  ગાંધીનગર ગામમાં

 
ગાધીનગર ગામમાં ને સત્તા કેરા ધામમાં…એક અરજી.

 

હરે આપ તો છો મારા જ   બેલી

 

ના મેલશો મનેય  જરા હડસેલી

 

આવી ઉભો છું હવે આપના સહારે 

 

મતદારજી  લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી.

 

થઇ હશે મારાથી ભૂલો એ કબૂલું

 

હાથ જોડી વિનવું કરો ને ભલું

 

આપને દારૂ રોકડા ચવાણું મોકલાવું

 

મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી .

 

સગાં સ્નેહી કહે ગામમાં નથી ગમતું

 

બધાનું મન સત્તાની ખુરશીમાં ડોલતું

 

આપ સર્વે  મારા વડીલ ને સ્નેહી બંધુ

 

મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી.

 

આપ સવે પાસે બસ એટલું જ યાચું

 

એક મત મને આપજો એટલું  માગું

 

આપના એક મતથી થાય ભલું મારું

 

મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી

========================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

14 thoughts on “લઇ જાજો સત્તા કેરા ધામમાં…કાવ્ય

 1. વાહ વાહ …ગોવિંદભાઇ…. નમસ્કાર… સરસ સાંપ્રત ઇલેક્શન માહોલને લઇને લખેલી રચના ગમી …કટાક્ષ પણ સરસ … એક વિનંતી ઉપર બધા મિત્રોને મોકલેલો સંદેશ મને નહી મોકલો તો ચાલશે…..નવા વર્ષના અભિનંદન…..

  Like

 2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  ભારતના કેટલાક નેતાઓ તો આયા રામ ગયા રામ ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો જેવી થશે.

  ” દિશા પણ બદલો અને દિશા પણ બદલો.”

  રચના ઘણું બધુ કહી જાય પણ આ જમાનામાં નેતાઓ પાસે સમય જ ક્યાં છે, ભાઈ મારા

  Like

 3. શ્રી ગોવિંદભાઈ ,

  ભારતમાં હાલ ચૂંટણીની મોસમ ફૂલબહારમાં ખીલી છે એના માહોલમાં તમારું આ ગીત સુંદર
  કટાક્ષની જબાનમાં ઘણું કહી જાય છે .

  હાથ જોડી વિનવું કરો ને ભલું

  આપને દારૂ રોકડા ચવાણું મોકલાવું

  ભારતના રાજકારણને તમે નજરે નિહાળ્યું છે એનો અનુભવ આ કાવ્યમાં જણાઈ આવે છે .

  એકંદરે આખું ગીત માણવાની ખુબ મજા આવી ગઈ .અભિનંદન .

  Like

 4. સત્તા, સુંદરી અને નાણાંનો સમન્વય કેવા અનિષ્ટો સર્જે છે તે બાબત આદિકાળથી જાણીતી છે..
  ત્રણેના સમન્વયના પરિણામે રાજનીતિમાં ભૂકંપ સર્જાય છે.
  ત્યારે
  પરમાત્માની સત્તા કોઈની શરણાગતિ સ્વીકારતી નથી.
  * એની સત્તામાં પક્ષપાતરહિતતા છે. * એ સત્તા વ્યાપક છે અને તેને કશા અવલંબનની કે શાધનની જરૂર પડતી નથી. *
  ત્યાં આગ્રણ નથી,હકુમત ચલાવવાનો …..

  Like

 5. મતદારજી લઇ જાજો સત્તા કેરા ધામમાં…એક અરજી
  Govindbhai,
  It’s the Election time in India….Gujarat.
  Keshubhai wants the GADI….Narendrabhai has kept the GADI for many years & Keshubhai is angry but as a Politician he is smiling to get the VOTES.
  All say & do anything to get the VOTES.
  Nice Katax !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s