Monthly Archives: જાન્યુઆરી 2013

જય હો મા ભોમકી…કાવ્ય


જય હો મા ભોમકી…કાવ્ય
=================================================
આજે ૩૦ મી જાન્યુઆરી એટલે કે ” શહીદ દિન “
આદરણીય પુજ્ય મહાત્મા ગાંધી બાપુનો નિર્વાણ દિન . આજના આ દિનને
દેશભરમાં” શહીદ દિન ” તરીકે ઉજવવામાં આવે છે.
આપણી આઝાદી માટૅ જાન ન્યોછાવર કરનાર શહીદો તેમજ આપણી આન બાન
ને શાન ખાતર કુરબાની આપનાર જવાંમર્દ જવાનોને કાવ્ય દ્વારા શ્રધાંજલિ અર્પીને
યાદ કરીએ.
જ્ય હિન્દ== જ્ય જવાન જય કિશાન== ભારત માતાકી જય== વન્દે માતરમ==
                    ( આભાર ગુગલજી )
( રાગ== આઓ બચ્ચો તુમ્હે દિખાઉ ….ફિલ્મ =જાગ્રુતિ )
 
==============================================
આઓ બચ્ચોં તુમ્હે સુનાઉ બાત મહાન હિન્દુસ્તાનકી
નિશદિન વંદી લલકાર લગાઓ  જય હો મા ભોમકી
યે અપના ગુજરાત દેખો સાબરમતીસે એક સંત બોલા થા
જિનકા સત્યાગ્રહ શબ્દ બન ગયા એક તોપકા  ગોલા  થા
બેરિસ્ટ્રરી છોડકર વીર વલ્લ્ભને ઉનકા સાથ ભી ઘોલા થા
જિનકી એક આવાજ સુનકર સારા બારડોલી ભી ડોલા થા
આઝાદીકી ઉષામેં જીસને બુની માલા એક હિન્દુસ્તાનકી…..નિશદિન..
યે હે પંજાબ આપના જહાંસે ઇન્કીલાબકા નારા ગુંજા  થા
જલિયાંવાલા બાગમેં ગોરોંને લાખોં ઇન્સાનોંકો  ભુંજા થા
ગોરોંકે જુલમકે હર ઘર ઘરમેં  ભભુકાતા એક શોલા થા
ભગતસિંગ સુખદેવ ખુદીરામને પહેના બસતીં ચોલા થા
હસતે હસતે ફાંસી ચઢ ગયે ઓર દી કુરબાની જાનકી…..નિશદિન
યુપીને દિયા હે હમેં અનમોલ પ્રધાનમંત્રીઓંકા મેલા થા
જવાહરને બનકર ચાચા બચ્ચોમે અમનકા રસ ઘોલા થા
ઇન્દિરાજીને ભી પાકિસ્તાનમેં બાંગ્લાદેશકા કિયા ગોલા થા
 કારગીલમેં ઘુસપેઠકો વાજપેયીજીને હથિયારોંસે તોલા થા
 શાસ્ત્રીજીને રખીથી  લાજ  હમારી આન બાન ઓર શાનકી…નિશદિન
 ગરમી શરદી ઓર બરસાત  સાથ બરફીલે તુફાનકો ઝેલા થા
વો સરહદ પર ઝુઝ રહે  ઓર દેશમેં  ઇદ દિવાલીકા મેલા થા
ગાંવ શહર પરિજનોસે દુર રહા જવાન સરહદ પર અકેલા થા
દેશકી રક્ષાકે કરનેવાલેં જવાનોકે પાસ રાયફલ ઓર થેલા થા
દેશકી રક્ષાકે લિયે કભી ના ફિકર કિ અપને માન સન્માનકી…નિશદિન
==========================================
સ્વપ્ન જેસરવાકર

રિસાયેલી પ્રેમિકા મળી ગઇ…કાવ્ય


રિસાયેલી પ્રેમિકા મળી ગઇકાવ્ય

==============================

મિત્રો ઘણા સમયથી ગુજરાતી લખાતું નહોતું આદરણીય વડીલ

શ્રી દાવડા સાહેબે લિંક મોકલી એટલે  લખાયું છે.  એમનો ખુબ જ

આભાર ………નમસ્તે ….

બીજું કે છેલ્લા ઘણા સમયથી મિત્રો સંદેશો મોક્લતા હતા કે ……

” ગોદડિયો ચોરો ” અલગ બ્લોગ બનાવો તો સળંગ હપ્તા વાંચી

શકાય  એટ્લે મે નવો બ્લોગ ૨૬ જાન્યુઆરિથી ચાલુ કર્યો છે.

http://godadiyochoro.wordpress.com

=================================

 

પત્નિ ગઇ પરદેશ ને જાણ્યુ કે બસ હવે મજો

જીવનમા આવી છે ગઇ વસન્ત કેરી જ રજો

એણૅ લીધી ટીકિટ હતી એરલાઇન્સ ઍમિરાત

મનેય લાગ્યુ કે હવે થઇ ચુઇમુઇની નિરાંત

મજાથી મળીશુ પ્રેમિકાને હવે આનંદથી

માણીશુ એના  પ્રેમાનંદને મનના ઉમંગથી

પ્રેમિકા ખુબ ગજબની નિકળી દૈ ગઇ હાથતાળી

ધુંધટ પટ ખોલી નિહાળી જરા મનભર તો

નખરાળી એ જાત જાતનાં નખરાં દેખાડૅ

ઘુંઘટ રેખામાં નોટ ફાઉન્ડનો નટખટ નાચ નચાવે

પ્રેમની પરિભાષાને બેડ રિક્વેસ્ટ કહીને તતડાવે

યાહુમા રોજ અટવાયા કર્યો ને ગુગલે ગગડાવ્યો

વર્ડ્પ્રેસમાં સફરે જવાનુ માંડી વાળવું પડયું છે દોસ્તો

અફ્સોસ કરી હુ મનને મનોમન રહ્યો હતો જ કોસતો


કઇંક બાધા આખડી રાખી ને મનાવતો જ રહ્યો એને

હવે રિસયેલી પ્રેમિકા પાછી મનભરીને મળી છે  હવે

==============================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…હત્તા ( ૭ ) મેરાથોન દોડ
ગોદડિયો ચોરોહત્તા ( ૭ ) મેરાથોન દોડ

====================================================

ગોદડીયો ચોરો

ઉતરાયણની મોસમ પુર બહારમાં ખીલી છે . આકાશમાં પતંગ રૂપી મિસાઈલોનું

યુદ્ધ જામ્યું હોય તેવો માહોલ છે. કોઈની પતંગ ચગી છે તો કોઈની કપાઈ  છે.

કોઈના હાથે તો કોઈના પગે દોરીના કાપા પડી જઈ ઉઝરડા પડી ગયા છે.

પાકિસ્તાનની અવળ ચંડાઈના પડઘા  ચોતરફથી ગાજી ગાજીને ઉઠી રહ્યા છે.

મોંન મોહન હરફ બોલતા નથી. લુંગીઓ નિવેદનો ફટકારે છે.


  કોંગ્રેસ કચ કચ  કરે છે ને ભાજપ ભડાકા મારે છે . “ સેનાના જવાનો ભારે ગુસ્સામાં

છે. લશ્કરી વડા અને હવાઈ દળના વડાનાં નિવેદનો જોરદાર છે.

ઠંડી પણ પતંગની માફક જોરશોરથી ચગી છે . લોકો તેનાથી બચવા તાપણાં

કે ગરમ ધાબળા કે વસ્ત્રો સાથે દોડની કસરત કરી રહ્યા છે .

કનું કચોલું અમારા ચોરામાં દોડતું પ્રવેશે છે ને પોકાર કરે છે જુઓ ભાઈ જુઓ આ

મેરાથોણની સવારી આવી પહોચી છે.

અહિયાં  ” મેરા થોણ “ શબ્દનો અર્થ આપને સમજાવી દઉં.

  ” મેરા હિન્દી શબ્દ છે જયારે થોણનો અર્થ થાણવું અર્થાત રોપવું ( વાવવું ) થાય છે.”

ખેતરની ચારે બાજુ વાડ હોય તેનાથી બે કે ચાર ફૂટ ચારેય બાજુ જગ્યા હોય તેને શેઢો કહેવાય.

  “આ શેઢા પર ઝાલર ( પાપડી ) ભીંડા વિગેરે થાણવામાં આવે છે . જથ્થાબંધ બીજને

વાવવામાં આવે તેને વાવણી જયારે એકાદ કે બે બીજ વાવે તેને થાણવું  કહેવાય.”

 (ચાર છ ઇંચ ઊંડો ખાડો  કરી બે કે ત્રણ બીજ નાખી માટી વાળી દેવી એટલે થાણવું )

મેં કહ્યું અલ્યા ગધેડા “મેરાથોણ”  નહિ ” મેરાથોન “

ખબર છે આ મેરાથોન નામ કેમ પડ્યું.

નારણ શંખ કહે હવે વાતમાં મોણ નાખ્યા વગર મેરાથોનનો અર્થ સમજાવ.

જુના સમયમાં ગ્રીક દેશને કોઈ દેશ સાથે યુદ્ધ થયેલું અને એમાં ગ્રીક સેનાનો વિજય થયો.

  “ગ્રીક સેનાનો એક સૈનિક જીતનો સંદેશ આપવા મેરાથોન ગામથી દોડતો ગ્રીકની રાજધાની

સુધી દોડતો ગયેલો અને સમાચાર આપેલા. આ સૈનિકની સમાચાર આપવાના સ્થળની કાયમી

યાદ આપવા મેરાથોન દોડનું આયોજન થયેલું ત્યારથી દુનિયામાં મેરાથોન દોડ યોજાય છે.

ત્યાજ ચંબુ કાકા કહે  ” ઓવે આપણે ત્યો મોદીજી , જયલલીતાજી , મુલાયમ , માયાવતી

શિવરાજસિંહ, જેટલીજી, અડવાણીજી સુષ્માજી ,રાહુલજી હંધાય મેરાથોન દોડે છે.”

મેં કહ્યું કાકા તમને એ નહિ સમજાય. લ્યો આ ઉખાણાનો જવાબ કહો.

“સાતવાર લઇ રહ્યા દોડ કેરી તાલીમ

જનતા માટે ક્યારેક બન્યા છે જાલિમ

ત્યાં  રહે છે આ દેશને મંડળના મુનિમ

એ જગ્યાએ પહોચવાની છે આ મુહિમ “બધાય માથું ધુણાવવા લાગ્યા એટલે મેં કહ્યું ભાઈ એતો.

” ૭ –  રેસકોર્સ રોડ …નવી દિલ્હી “….

.આપણા વડા પ્રધાનનું નિવાસ સ્થાન…સમજાયું.

” સેવન એટલે સાત … રેસ  એટલે દોડ…ને કોર્સ એટલે તાલીમ “

“હવે આ જગ્યાએ પહોચવું હોય તો દોડની તાલીમ તો લેવી જ પડે ને ?”

એટલે દેશના બધાયનેતાઓ આ જગ્યાએ પહોચવા માટે ” જનતા પાસે મેરાથોન દોડની

દોડ કરાવે  છે અને પોતાનું સ્થાન પાકું કરે છે.”

આમાં બે ફાયદા છે ” જનતા દોડે અને એવડા લીલી ઝંડી આપે કેમ કે તમાં તમારે દોડે રાખો

જ્યાં પહોચવાનું છે ત્યાં તો મારે જ જવાનું છે . “

જેમ જુના જમાનામાં દરવાજા તોડવા ઊંટનો ઉપયોગ થતો એમ દિલ્હીના દરવાજા ખોલવા

મેરાથોન દોડ દ્વારા જનતાને કાયમ દોડાવ્યે જ રાખે છે.

હાટકો====

નામની આગળ આવે છે ભાઈ દશકો

એનો એવો તો ભરી છે  ભાઈ  ભપકો

કહેવાય એને તો જનતા કેરો  રસ્તો

પણ જનતા માટે સહેજ નથી  સસ્તો

=====
======
=======
( લ્યો ત્યારે હાટકાના ઉખાણાનો જવાબ આપો ? )

======================================================


સ્વપ્ન જેસરવાકર

કભી થી…ના હે …ના હોગી…ગઝલ


કભી થીના  હેના હોગી….ગઝલ

========================================
ભૂત, વર્તમાન, ભવિષ્ય આમ ત્રણેય કાળને એક જગ્યાએ દર્શાવતું એક કાવ્ય
 
મધ્ય પ્રદેશના સુવિખ્યાત કવિ શ્રી માણેક વર્માજીની કલમે આલેખાયેલું છે .
જે આપની સમક્ષ પ્રસ્તુત  કરું છું.
આશા છે કે આપને ગમશે. આ મારી ૪૦૦ મી પોસ્ટ છે .
દરેક  બે લીટીમાં જુદા જુદા પ્રસંગોને  દર્શાવતું કાવ્ય ખરેખર અદભૂત તો છે જ
પણ સામાન્ય માનવીની  જીવન શૈલીના પ્રસંગો રજુ કરે છે.
====================================================
મુજે આપસે મહોબત ………કભી થીના હેના હોગી
મેરી એસી ખોટી કિસ્મત …..કભી થીના હેના હોગી
મેં ઉધાર લું કિસીસે ઓર ફિર ઉસે ચુકાઉં
એસી ખરાબ મેરી આદત….કભી થી….ના હે ….ના હોગી
મેં બના હું જબસે લીડર હુઈ ઇસ કદર ફજીહત
મેરે ઘરમે મેરી ઈજ્જત ….કભી થી …. ના હેના હોગી
તું અગર હોતા જાનવર તો તુજે સબ ખરીદ લેતે
યહાં આદમીકી કિંમત…..કભી થી ….ના હે….ના હોગી
મેં ગરીબ આદમી હું મુઝે ન્યાય કબ મિલા હે
મેરે વાસ્તે અદાલત ….. કભી થી ….ના હે …..ના હોગી
મેરે ગુલિસ્તાં કે હોઠોંસે છીન લે હસીં જો
કિસી બમમેં ઇતની તાકત..કભી થીના હે ….ના હોગી
કવિ ઓર ભી હેં યહાં લેકિન આપ જેંસા ” માણિક”
કભી દુસરે કવિકી શોહરત….કભી થીના હેના હોગી
=========================================
રચયિતા= આદરણીય શ્રી માણિક વર્માજી ( મધ્ય પ્રદેશ )
  સંકલન-     સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)


ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)
=====================================================
ગોદડીયો ચોરો
શિયાળાની હાડ ખખડાવતી ઠંડીમાં ચોરાની ચર્ચા ક્યારેક ગરમી લાવી દે છે.
આજે પણ ચોરામાં ચર્ચાનો મુદ્દો પાકિસ્તાન દ્વારા આપણા નવજવાનોની કરાયેલી
નિર્મમ હત્યા અને દેશભરમાં લોકજુવાળમાં જાગેલ આક્રોશનો હતો.
હું નારણ શંખ ગોરધન ગઠો કનું કચોલું અઠો બઠો જામેલા ત્યાં જ કોદાળાજી સાથે
નવીનતમ પ્રાણી પ્રવેશ્યું .
કોદાળોજી કહે  આ ” ચંબુ કાકા “છે   “ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા”
કોદાળો કહે આ ચંબુ કાકા ગામડાના રેવાશી ( રહેવાસી )છે પન અમેરિકા ઓસ્ટ્રેલીયા
કે ઈંગ્લેડના  પરધોન મંતરીને ( પ્રધાન મંત્રી) હલાહ (સલાહ) દે એવા છે
એ પોતાને ” સી. બી. આઈ .” કહેવડાવે છે . ” ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા “
ચંબુ કાકાએ બેઠક લેતા જ એમની ભાષામાં દુહો લલકાર્યો .
” બે લુંગી એક ચોરણો એક પેન્ટ ને એક પેરે હાડી
  ખરા ટોણે કોમ ના આવે ઉભા રે તાલિયો પાડી “
 ( ટોણે = ટાણે,,,, કોમ =કામ )
કો ( કહો ) જોય (જોઈ )  ચઈયે ( કંઈએ ) હમજાયું ( સમજાયું )
બધા બોચી ખણજોળવા લાગ્યા . ત્યાંજ એ બોલ્યા આ લ્યા શેરમાં ( શહેરમાં )  રઈ ( રહી)
ભની ( ભણી ) ગની ( ગણી ) મોટા થયા “તોય ડોબાના ડોબા જ રહ્યા “
“અલ્યા પેલો હિદ્મ્બરમ ( ચિદમ્બરમ)ને ઓલ્યો એથોની ( એ.કે .એન્થોની ) બે લુંગી.
ને ઓલ્યો મોહન ( મનમોહન ) ચોરણો, ઓલ્યો હિંદે ( શિંદે ) પેન્ટ ને હોનીયા ( સોનિયા) સાડી.”
ઓલ્યો પાકીસ્તોનીઓ  ( પાકિસ્તાની ) “મારા હાળા અવરચંદાં કરે સે ત્યોં  ઈવડા વાતો કરે છે “.
અલ્યા કોકની લાલ બાદુર ( લાલ બહાદૂર ) ને  એન્દીરાજી ( ઈન્દિરાજી) જેવી સાતી ( છાતી ) ને
પાકો વસવાસ ( વિશ્વાસ ) હોવો જોઈએ તો એમને ખબર પડે.
 ”  જમાઈ ભૂતનો મહેંદી  અશરફ ડફરફ  સાથે ના રહેશે કીયાંયની
ઉઠશે  આંધી હિન્દુસ્તાનમાંથી ને  પાકશે બીજી ઇન્દિરા ભવાની “
હમજાયું લ્યા આ એનદીરા બોન ( ઇન્દિરા બહેન ) જેવી ભવાની પરધોન મનતરી કોક આવશે
ત્યારે “જમાઈ ભૂતનો ( ઝરદારી ) મહેદી ( હીના રબ્બાની ) અશરફ ડફરફ ( રાજા પરવેઝ અશરફ )
પાકિસ્તાનના વડા પ્રધાન  સાથે કીયાંયની ( જનરલ કિયાની ) ક્યાંયના નહિ રહે.”
આ બે દાડા ( દિવસ ) ગતા ( ગયા ) અજુ ( હજુ ) તો રીપોટ ને વાતોના વડાં કરે છે “તાલી પાડુઓ “
આલ્યા બરધ્યા ( બળદિયા ) જો હરહદ ( સરહદ ) પર ” પેલા હૈદ (સઈદ ) હાફીઝ જો હરહદે આયો
( આવ્યો)
અતો ( હતો) તો એને ગોરી ( ગોળી ) કે એક રોકેટથી ઉડાઈ દીધો હોત તો કાયમની ઝંઝટ મટી જાત !”
કનું કચોલું કહે જયારે પાકિસ્તાનના પ્રમુખ, વડા પ્રધાન કે વિદેશ મંત્રી જયારે વાટાઘાટો માટે જયારે
ભારત આવે છે ત્યારે ” કાશ્મીરના અલગતાવાદી તત્વો જેવા કે હુરીયત કે બીજાની મુલાકાત લે છે.”
“ભારતના દોઢ ડાહ્યા નેતાઓ પાછા એ ભારતના જમાઈ રાજા હોય તેમ અજમેર, આગ્રા, લખનઉ
જેવા શહેરોમાં ફેરવે છે.”
મેં કહ્યું ભારતના નેતાઓએ એમને એવી તમાચ મારવી જોઈએ કે એમની નાની યાદ આવી જાય.
એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે “અહીં  વાતચીત માટે આવ્યા છો નહિ કે તમારા ચમચાઓની
જાનમાં. તમારે ફક્ત અમારી સાથે જ વાત કરવાની છે . બીજા કોઈને તમારે મળવાની જરૂર જ નથી .
વાતચીતનો દોર કરવો હોય તો રોકાવ નહિ તો ધોયેલા મૂળા જેમ પાછા જાવ
આજના નેતાઓને “જેમણે ભારતની આન બાન શાનને સૂર્યની જેમ ચમકાવી અને પાકિસ્તાનને ૧૯૬૫ના
યુધ્ધમાં લાહોર સુધી ધૂળધાણી કરી નાખ્યું હતું તેવા ભારત ભડવીર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે
પુણ્ય તિથી છે તો આજના દિવસે અડગતા પૂર્વક નિર્ણય લઇ પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ.
શાસ્ત્રીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.”
આજના નેતાઓને ૧૯૬૭ માં રજુ થયેલી મનોજકુમાર દ્વારા દીર્ગદર્શિત ફિલ્મ ” ઉપકાર ” બતાવવી જોઈએ.
એમાં સ્વ.લાલ ભાદુર શાસ્ત્રીજીએ  સંસદમાં આપેલું વક્તવ્ય બતાવવું જોઈએ. એમાં શાસ્ત્રીજી કહે છે કે……….
” શાંતિકા મતલબ બુઝ્દીલી નહિ હો શકતા . હથીયારોકા જવાબ હથીયારોસે દિયા જાયેગા “
” હમ ઈંટકા  જવાબ પત્થરસે દેંગે લેકિન ભારતકી સાર્વભોંમિક્તાકો ઝુકને નહિ દેંગે “
આ શબ્દો હતા દેખાવમાં વામન પણ વિરાટ નિર્ણય શક્તિ ધરાવનાર સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીના .
અઠો કહે આલ્યા ભાજપ સતા પર હોત તો શું કરત .?
મેં કહ્યું ભાઈ એય સત્તા પર હતા ત્યારે ૨૦૦૧ માં સંસદ પર હુમલો થયો હતો
બસ  ” આરપારની લડાઈ આરપારની લડાઈ એમ બસ વાતો કરતા રહ્યા ને સતા રૂપી સ્વયંવરમાં એમની
સતા ૨૦૦૪ માં પાર થઇ ગઈ. મતલબ કે સતા વિહોણા થઇ ગયા.”
” સતા કિસીકી ભી હો લેકિન સતાયી જાતી તો આખિર જનતા હે “
ત્યાંજ ગોરધન ગઠો કહે અલ્યા આ વર્ષે પાકિસ્તાનમાં ચુંટણીઓ આવે છે એટલે ભારત સાથે અડપલાં
કરીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ચુંટણી જીતવી છે અને એમાં ભારત સરકાર સહયોગ કરી રહી હોય
એવું ય બને પછી જયારે ૨૦૧૪ માં ભારતમાં ચુંટણી આવે ત્યારે પાકિસ્તાન સહકાર આપે.
ભાઈ આ તો કારણ વગરનું રાજકારણ કહેવાય. ક્યારે કોણ ક્યાં ને કોની બાજુ તે કહેવાય નહિ.!!!!!!!!!
હાટકો–
મેરે  ગુલિસ્તાંકે હોઠોસે છીન લે હંસી જો ,
કિસી બમમેં ઇતની તાકત…… કભી ના થી …..ના  હે …… ના હોગી
=========================================================================
સ્વપ્ન જેસરવાકર

યે ખૂન ગરમ કયું હે ?…કાવ્ય


 

યે ખૂન ગરમ કયું હે ?…કાવ્ય


========================================


            આભાર ગુગલ મહારાજનો
============================================================================

હમણાં પાકિસ્તાન સૈન્યની બલુચિસ્તાન રેજીમેન્ટના


સૈનિકો દ્વારા સરહદ રેખા પાર કરી આપણા સૈન્યના 


બે બહાદુર જવાનો પાર હુમલો કરી તેમનું શર કલમ


કરી નાખનારું અમાનવીય કૃત્ય કર્યું છે

 

આખોય દેશ અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ આ કૃત્યને


વખોડી નાખ્યું છે . આપણા સતાધીશો બસ વાટાઘાટો અને


ચેતવણી આપવાથી બીજું કંઈ કરી શકતા નથી.


યોગાનુયોગ બે દિવસ પછી ૧૧ જાન્યુઆરીએ જેમણે પાડોશી


દેશને  યુધ્ધમાં ધૂળ ચટાવી પેટન્ટ ટેન્કોનું સ્મશાન બનાવી


દીધું હતું. એવા જવાંમર્દ સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની પુણ્ય તિથી


આવે છે. આપણી સરકાર શાસ્ત્રીજી અને ઈન્દિરાજી જેવું મજબુત


મનોબળ દાખવી આવું કૃત્ય કરનાર દેશને પાઠ ભણાવે એવી ઈચ્છા


દેશના હર અબાલ વૃદ્ધ અને યુવાનો બહેનો દાખવી રહ્યા છે.


===========================================


તેજ ચલતી હવા પંખીઓકે પંખ તોડ દેતી હે


ઉઠતી સમંદરોકી લહેરેં કિનારોંકો તોડ દેતી હે


થોડી તો શરમ કરો ઓ સિયાસી સતા કે ભેડિયો


વક્ત આને પર તવાયફ અપના ઘૂંઘરું તોડ દેતી હે  !!!!!!


==================================================


છાયા હુઆ સબકે દિલ પર યે માતમ કયું હે ?


આજ હમારે દિલમે ભર ગયા યે ગમ કયું હે ?


હે નાઝ હંમે વો જવાનકી કિંમત કમ કયું હે ?


હમને હસકર દિયા સબ કુછ વો યમ  કયું હે ?


પ્યારસે મિલતે ઉનકો ફિર યે જખમ કયું હે ?


સિયાસી ભેડીયો જાગો આપકો ભરમ કયું હે ?


યે સતાનેવાલેકો જવાબ દેનેમે શરમ કયું હે ?


મિટા દો નામોનીશાં તક યે શાંતિ ધરમ કયું હે ? 


યાદ કરો કુરબાનીયાં વો શહીદ જવાનો કી,


દિખાઓ શાસ્ત્રીજી ઇન્દિરા જેંસા યે ખૂન ગરમ કયું હે ?


===================================


સ્વપ્ન જેસરવાકર

લ્યો ત્યારે આ રહ્યા જવાબ …


     

“  આમને ઓળખી બતાવો “ ના

        લ્યો ત્યારે આ રહ્યા જવાબ …

======================================================

 

(૧)…. ” આકાશદીપ “…. શ્રી રમેશભાઈ પટેલ

 

ઉલેચી અંધારાને ગામડાં ઝળહળતાં કર્યા


ક્યારેક ડાકોર તો થર્મલ ને ગાંધીનગરે ફર્યા


માંડી પગરણ બ્લોગ જગતમાં આભલા ભર્યા


વાર્તા લેખ ચિત્રો કાવ્ય સાથે ઈ બુકે ઝળક્યા


================================

                     

(૨)… ” શિક્ષણ સરોવર “…શ્રી કિશોરભાઈ પટેલ

 

છે શહેર રંગીલું ને વસ્યું છે નદીકાંઠે જ તાપી


સ્વાદમાં ખાણીપીણીને કોઈ જ  ના શકે માપી


વહે છે નદી ને હાજર છે ઘૂઘવતો એવો સાગર


કોઈએ સરોવર રચ્યું ને સાહિત્યનો ભર્યો ગાગર


================================

 

(૩)….” વિનોદ વિહાર “ …શ્રી વિનોદભાઈ પટેલ

 

ભુલાવી હર દુખ દર્દને કાયમ એ હસતા  રહ્યા


સ્વભાવે વિનોદી લેખ કાવ્યમાં  વિહરતા રહ્યા


જીવનના પ્રેરક પ્રસંગો સાથે સમજાવતા જ રહ્યા


મનન  ચિંતન સાથે હાસ્ય દરબારે ચમકતા રહ્યા


==================================

 

(૪)… ” ચંદ્ર પુકાર “શ્રી ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

જન્મ દિને  કે પુણ્ય તિથીએ  કાયમ સમરતા રહ્યા


સુવિચાર વાર્તા કે કાવ્ય તણો ટહુકો દેતા  જ રહ્યા


ડોક્ટર તણો છે જીવડો પણ  માનવતાને  મહેકાવતા


શીતળ ચાંદની જેવો અમૃતનો ધોધ વહેવતા રહ્યા


====================================

 

(૫)….” દાવડા સાહેબ “…શ્રી પી. કે. દાવડા


સંત ને ભક્તોની વાણી સાથે જીવન પ્રસંગો વર્ણવતા


લખાણ સ્વનું ને અન્યને મોકલી  સન્માન અપાવતા


મોહમયી નગરીમાં ઉછરી એન્જીનીયર પદવી પામતા


હમણાં  વસ્યા છે વિદેશ પણ ભારતીય સંસ્કૃતિ ના ભૂલતા


========================================

 

(૬)…” વાંચન યાત્રા “…  શ્રી અશોકભાઈ મોઢવડીયા

 

જન્મભૂમિ સત્ય અહિંસા ને સત્યાગ્રહની ભેટ આપનારના ગામની


કર્મભૂમિ બનાવી છે ગરવો  ગઢ  ને હાક વાગે છે જ્યાં  સાવજની


ચારધામ કે જ્યાં વસે સંત સુરા માયાળુ મલક એવાની થાય યાત્રા


હામ હૈયામાંપ્રેમ ભર્યા શબ્દો સાથે સાહિત્ય સંગમની ભરપુર માત્રા


==========================================

 

(૭)….” હાસ્ય દરબાર “… શ્રી ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી

 

હે રાજ ગયાં રજવાડાં ગયાં ના રહ્યા ગઢ કે ના રહ્યા દરબાર


બ્રહ્મ મંડળમાં જોડાઈ ગયો છે  વિવિધ જ્ઞાતિનો સમૂહ અપાર 


પ્રભુ જેના વિના પ્રસાદ કે ભોજન ના ગ્રહે એવો  તુલસીનો સાર


કર્મે ડોક્ટર બન્યા પણ હસવા હસાવવાનો ભરપુર ભર્યો ભંડાર


===========================================

 

(૮)… ” ગદ્યસુર અને ગુજરાતી પ્રતિભા પરિચય”… શ્રી સુરેશભાઈ જાની

 

છે શબ્દોના ઈશ ને કોઈની વાત ના માની લખે લેખનો સાર


પ્રતિભાઓને ચમકાવતા નવોદિતો માટે છે એ જ્ઞાન ભંડાર


એન્જીનીયર પદવી પામી સાથે સાહિત્યનો સાધ્યો સહકાર


કદી નહિ પારકા કાયમ લાગે પોતીકા એ સાહિત્યનો રણકાર


=====================================

 

(૯)…” કુરુક્ષેત્ર “….શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલ

 

યુદ્ધ કેરા મેદાનમાં થાય હાર જીતના જ લેખાં જોખાં


વૈચારિક ને વિશ્વનીય મુદ્દાઓને મુલવે કામ અનોખાં


જ્યાં નવી જર્સી પહેરી લોક ફરે ને ગજવે છે  ગુજરાત


રાજાઓના સિંહ છે ને  સત્ય વાતનું કેરું પીરસે ઝવેરાત


=====================================

 

(૧૦)…” શકીલ મુન્શીનો બ્લોગ “…શ્રી શકીલભાઇ મુનશી

 

  ફોટોગ્રાફીની અનેરી કળા શીખવે ને માણે એનાં મૂલ


સોરઠ છોડી વાપી વસ્યો ને ઇણે ન્યાંય ખીલવ્યાં ફૂલ


મજાની વાતો એની હરેકને જીગરજાન બની આપે તાળી


કેમેરાની કરામતનો રસિયો  જાણે ઈદ પર આવી દિવાળી


====================================

 

(૧૧)…” નિરવ રવેના ભાવો “…શ્રીમતી પ્રજ્ઞાજુબહેન વ્યાસ

 

ભાવોને સમજાવી સમય થકી પીરસે ભાણાં ભાતભાતનાં


બ્લોગ પ્રતિભાવ  અનોખો અનેરો વિચારો જાત જાતના


વસે પરદેશે પણ ભક્તિ ભાવ  ગઝલ ને ગીતોનો વૈભવ


હર બ્લોગરને પોતીકા માની સોહાય  અનુભવની સૌરભ


====================================

 

(૧૨)…” નેટ ગુર્જરી “…શ્રી જુગલકીશોર વ્યાસ

 

બરાબરનું છે ગુજરાત ને  અનુભવની વહે છે  સરવાણી


અનુભવ સિદ્ધ વાતો જેની વ્યાકરણ પણ વિચારે વાણી


વયસ્ક છતાંએ કહેવાય યુવાન
પ્રભુનામ પણ  ભળ્યું છે


વતન વહાલપ જેનું એ ગામે  ક્રિકેટ જગતમાં નામ રળ્યું છે


=====================================

 

(૧૩)…” આતા વાણી “…શ્રી હિંમતલાલ જોશી

 

દેશ પરદેશ ઘણું ફર્યાને  શીખી લીધી જુદી જુદી ભાષા


જુવાન હૈયાને પણ શરમાવે એવી એની છે પરિભાષા


જીવનના ઝંઝાવાતો કદીય નથી એમને ધર્યા ધ્યાને


ઝરણાં ને પશુ પક્ષીઓને પંપાળી બાંધ્યા પ્રેમ બંધને


===================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…રમત રમાડે રાજનેતાઓ…


ગોદડિયો ચોરોરમત રમાડે રાજનેતાઓ

 

====================================================

ગોદડીયો ચોરો


૨૦૧૩ના નવા વર્ષનું આગમન થઇ ચુક્યું છે . ૨૦૧૨ની આગાહીઓ ગપગોળા


સાબિત થઇ ચુકી છે.


ગોદડિયા ચોરાની પ્રથમ સામાન્ય બેઠક ગાદલા તળાવના કિનારે મળી છે .


વિવિધ પાત્રો રૂમતાં ઝૂમતાં આલબેલ પોકારી આવી રહ્યા છે.


કોદાળોજી આવતાં જ કહે હાશ બચી ગયા ધરતી સહી સલામત રહી ગઈ માયા


કેલેન્ડરની અગમવાણી પ્રમાણે સહેજે ના ડગી.


ત્યાં જ કનું કચોલું હતુતુ હતુતું કરતુ પ્રવેશ્યું.


નારણ શંખ કહે અલ્યા તું એકલો એકલો કેમ હતુતું હતુતું રમે છે ?


કચોલું કહે આ રસ્તામાં આવતો હતો તો છોકરાઓ હતુતું હતુતું રમતા હતા. એટલે


મને એ યાદ રહી ગયું . “અલ્યા ગોદડિયા બીજા ક્યાં દેશમાં હતુતું રમતું હશે” ?


મેં કહ્યું ” ભારત પાકિસ્તાન અને બંગલા દેશ સિવાય ક્યાંય નહિ !”


ગોરધન ગઠો કહે ત્યારે બીજા દેશમાં શું રમતું હશે . ચાલ આજે “રમત પુરાણ” સંભળાવ.


મેં કહ્યું ચાલો આજે ” રમત પુરાણ “ નું ચલક ચલાણું રમીએ.


એક વાર દુનિયાના દેશોએ ભગવાન પાસે જુદી જુદી રમતોની માગણી મૂકી .


ભગવાનની સાથે સહાયકમાં નારદજી હતા.


ભગવાને કહ્યું કે આપના દેશના દરેક પક્ષના આગેવાનોનું મંડળ  લઈને આવવું .


દરેક દેશો પોતાના દેશના હરેક પક્ષના આગેવાનો લઈને ભગવાન પાસે પહોચી ગયા.


ભગવાને કહ્યું આપે એકાદ બે કે ત્રણ મુખ્ય રમતોની પસંદગી કરવાની બીજી રમતો ગૌણ


રહેશે.


ભગવાને જુદી જુદી રમતોની યાદી રજુ કરી .


ભગવાન બોલ્યા  લ્યો આ યાદીમાંથી જોઈએ તે  રમતો લઇ લ્યો.


અમેરિકાએ બાસ્કેટ બોલની રમત પસંદ કરી લીધી .


નારદજી કહે અલ્યા બાસ્કેટ બોલની રમત જ કેમ ?


અમેરિકનો કહે બધું અમારી બાસ્કેટમાં જ રહે માટે . અમને અમારાં બાસ્કેટ ભરવો બહુ શોખ.


” અમેરિકા એમ વિચારે છે કે દુનિયા આખી અમારી બાસ્કેટમાં જ રહે. દુનિયાનું બધું અમારી


બાસ્કેટમાં જ રહે કોઈને જોઈએ તો અમે જ બાસ્કેટમાંથી આપીએ “


ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા બહુ જ ઝેરીલા એટલે એમણે ક્રિકેટની રમત લઇ લીધી.


નારદજી કહે અલ્યા ધોળિયાઓ ક્રિકેટની રમત જ કેમ ?


જુઓ અમે દુનિયા પર રાજ્ય કરીએ છીએ એટલે બેટ સ્ટમ્પ હથિયાર તરીકે અને બોલ ગોળા કે


ગોળી તરીકે ચાલે . ” હથિયારનું હથિયાર અને રમતની રમત “


” ઇંગ્લેન્ડવાળાએ બેટ અને સ્ટમ્પથી  ગુલામ બનાવેલ પ્રજાને ઝૂડી અને બોલની જેમ ગોળ


ગોળ ફેરવી રનના ઝુમલા જેમ ગોટોવાળીને દુનિયાના દેશોની સંપતિ ઘર ભેગી કરી “


  મેક્સિકન પ્રજાએ  બુલ ફાઈટ ( આખલા આગળ લાલ કપડું લઇ દોડવું ) માગી લીધી.


નારદજી કહે અલ્યા બુલ ફાઈટની રમત જ કેમ ?


મેક્સિકનો કહે ” અમે દેખાવે જ આખલા જેવા છીએ અને આખલાની જેમ હર સમયે કૈક ને કૈક


ચાવતા જ હોઈએ છીએ “.


મેક્સિકોમાં  દેશમાં આખલાની જેમ નેતાઓ લડે છે અને રાજ કરે છે


ફ્રાંસ જર્મનીએ હોકીની રમત માગી લીધી .


નારદજી કહે અલ્યા હોકીની રમત જ કેમ ?


ફ્રાંસ અને જર્મની ના નેતાઓ કહે ” અમને તો ફક્ત સતા સુંદરીમાં વધુ રસ  છે.”


( યાદ કરો ફ્રાન્સના બુલોસ્કની રાષ્ટ્રપતિ જેમણે ૭૫ વર્ષે એક ૨૫ વર્ષની મોડેલ સાથે લગ્ન કર્યા )


” એટલે એમને એમની આદત મુજબ હોકીની રમત માગી જેટલા ગોલ કરવા હોય એટલા કરાય “


ચીના સામ્યવાદની વિચારસરણી દ્વારા રંગાયેલ દેશ છે


એના નેતાઓએ કરાટેની રમત માગી લીધી


નારદજી કહે અલ્યા બુચિયાઓ કરાટેની રમત જ કેમ ?


જુઓ ” ચારદજી ચાઉ ચાઉ પરજાને દાબમાં રાખવા નેતાઓએ કરાટેની રમત શીખવી જરૂરી છે .”


” ચાઈના જેવા દેશે પ્રજાને કચડવા અને મારવા જેવી કરાટેની રમત માગી લીધી “

આરબ દેશો ભેગા થઈને સફેદ ડ્રેસ અને પાઘડી પહેરીને ગયેલા .


આરબ દેશોના નાના મોટા ઘણા દેશો હોઈ તેમના એક શેખ સરદારના નેતૃત્વ હેઠળ બધા ગયેલા.


દેખી મેં “અબ્દુલ સાલેમ કબ્દુલ કાલેમ નાતિ મેં સબકે પ્રતિનિધિમેં આતી હમકુ રમત ભૂત ભાતી “


 “મેં રમત માગને આતી દેખો હમકો કોનસી રમત ફાલવાતી નહિતર મેં પાછી ચલી જાતી”


નારદજીએ આરબોને કહ્યું ” તમારી પરદેશમેં ના જંગલ ના ઘાટી વહી રેત રહી આતી જાતી “


” એટલી તમકુ  ઊંટ દોડ ફાલવાતી તમકુ  ઊંટ બહુ ભાતી ઇસકે લિયે ઊંટ દોડ તમકુ ભાગમે આતી “


“સફેદ કપડામાં રેતીમાં ઢંકાઈ જાવ તો ઊંટના રંગને ઓળખી તમને રેતીમાંથી બહાર કાઢી શકાય .”


એટલે આજકાલ તેલના કુવામાંથી તેલ કાઢે છે અને ઊંટો દોડાવે છે .


ભારત પાકિસ્તાન અને બંગલા દેશમાં ઘણા બધા પક્ષો અને “એવાજ કે નકલમાં અક્કલ નહિ એવા “


નેતાઓ પહોચી ગયેલા . બધાય ચર્ચા કરીને જ ગયેલા એમને ત્રણ રમતો માગી .


” હતુતું ….. ખોખો….લંગડી


નારદજી કહે ભૈલા ત્રણ રમતો જ શા માટે ?


હતુતું== ત્રણેય દેશોમાં “નેતાઓ ચૂંટાઈ ગયા પછી જનતાને હતુતું… હતુતું… હતુતું …..કરાવે છે.”


બીજું કે ” હતુતુમાં સામી ટીમના માણસને પગ જાલી પછાડવાનો  હોય છે તેમ અહીં સતા માટે સામેના


પક્ષને પછાડવાનો .”


લંગડી ==  “પ્રજાના ટેક્ષના પૈસે ભાડા ભથ્થાં અને ભ્રષ્ટાચાર  કરી પ્રજાને લંગડી બનાવી  દેવાની  “


ખોખો== “ચુંટાયા પછી નેતાઓ અને પક્ષો પાંચ વર્ષ સુધી પ્રજાને વાયદા વચનોની ખોખો રમાડે છે.”

હાટકો=


રમત રમાડે પ્રજાને આ નેતાઓ


પ્રજાને  શું  સમજે છે  એ ઘેટાઓ


વખત આવશે અમારો ઓ ટેટાઓ


ફોડી ધુમાડા કાઢીશું તમારા બેટાઓ


===========================================================


સ્વપ્ન જેસરવાકર

” આમને ઓળખી બતાવો “


”  આમને ઓળખી બતાવો ” 


=============================================


મિત્રો વિચાર વિમર્શ અને જ્ઞાનના  આ બ્લોગ કુંભમાં આપની સમક્ષ  ૨૦૧૩ના

વર્ષાગમને તેર પ્રશ્નો રજુ કરું છું

       

              ”  આમને ઓળખી બતાવો ” 

જે કોઈ મિત્ર ઓળખે તેમના બ્લોગનું નામ આપે પ્રતિભાવમાં જણાવવાનું રહેશે.

આપનું નામ અને આપના બ્લોગનું નામ હવે પછીની પોસ્ટમાં રજુ કરીશ.

પ્રેમે આવકારીએ વર્ષ બે હાજર તેર


બ્લોગ મિત્રો પર વર્ષે અનેરી  મહેર


એ ઝળકે જગ આકાશે મળે આવકાર


ને  મા શારદાના આશિષ વર્ષે અપાર

સર્વે બ્લોગર મિત્રોને સન ૨૦૧૩ના નુતન વર્ષાભિનંદન .


છેલ્લા એક માસથી કોપ્યુટર ટળી ગયા હતા મતલબ કે રિસાઈ ગયા હતા.


હમણાં જ  મારા પુત્રે કામચલાઉ કામ કરતુ કરી આપ્યું છે.


ઘણા સમયથી આપ સર્વે મહાનુભાવોના બ્લોગ પર આવી શક્યો નથી તો માફ કરશોજી


====================================================

(૧)

ઉલેચી અંધારાને ગામડાં ઝળહળતાં કર્યા


ક્યારેક ડાકોર તો થર્મલ ને ગાંધીનગરે ફર્યા


માંડી પગરણ બ્લોગ જગતમાં આભલા ભર્યા


વાર્તા લેખ ચિત્રો કાવ્ય સાથે ઈ બુકે ઝળક્યા


================================

                     

(૨)

છે શહેર રંગીલું ને વસ્યું છે નદીકાંઠે જ તાપી


સ્વાદમાં ખાણીપીણીને કોઈ જ  ના શકે માપી


વહે છે નદી ને હાજર છે ઘૂઘવતો એવો સાગર


કોઈએ સરોવર રચ્યું ને સાહિત્યનો ભર્યો ગાગર


================================

(૩)

ભુલાવી હર દુખ દર્દને કાયમ એ હસતા  રહ્યા


સ્વભાવે વિનોદી લેખ કાવ્યમાં  વિહરતા રહ્યા


જીવનના પ્રેરક પ્રસંગો સાથે સમજાવતા જ રહ્યા


મનન  ચિંતન સાથે હાસ્ય દરબારે ચમકતા રહ્યા


==================================

(૪)

જન્મ દિને  કે પુણ્ય તિથીએ  કાયમ સમરતા રહ્યા


સુવિચાર વાર્તા કે કાવ્ય તણો ટહુકો દેતા  જ રહ્યા


ડોક્ટર તણો છે જીવડો પણ  માનવતાને  મહેકાવતા


શીતળ ચાંદની જેવો અમૃતનો ધોધ વહેવતા રહ્યા


====================================

(૫)

સંત ને ભક્તોની વાણી સાથે જીવન પ્રસંગો વર્ણવતા


લખાણ સ્વનું ને અન્યને મોકલી  સન્માન અપાવતા


મોહમયી નગરીમાં ઉછરી એન્જીનીયર પદવી પામતા


હમણાં  વસ્યા છે વિદેશ પણ ભારતીય સંસ્કૃતિ ના ભૂલતા


========================================

(૬)

જન્મભૂમિ સત્ય અહિંસા ને સત્યાગ્રહની ભેટ આપનારના ગામની


કર્મભૂમિ બનાવી છે ગરવો  ગઢ  ને હાક વાગે છે જ્યાં  સાવજની


ચારધામ કે જ્યાં વસે સંત સુરા માયાળુ મલક એવાની થાય યાત્રા


હામ હૈયામાંપ્રેમ ભર્યા શબ્દો સાથે સાહિત્ય સંગમની ભરપુર માત્રા


==========================================

(૭)

હે રાજ ગયાં રજવાડાં ગયાં ના રહ્યા ગઢ કે ના રહ્યા દરબાર


બ્રહ્મ મંડળમાં જોડાઈ ગયો છે  વિવિધ જ્ઞાતિનો સમૂહ અપાર 


પ્રભુ જેના વિના પ્રસાદ કે ભોજન ના ગ્રહે એવો  તુલસીનો સાર


કર્મે ડોક્ટર બન્યા પણ હસવા હસાવવાનો ભરપુર ભર્યો ભંડાર


===========================================

(૮)

છે શબ્દોના ઈશ ને કોઈની વાત ના માની લખે લેખનો સાર


પ્રતિભાઓને ચમકાવતા નવોદિતો માટે છે એ જ્ઞાન ભંડાર


એન્જીનીયર પદવી પામી સાથે સાહિત્યનો સાધ્યો સહકાર


કદી નહિ પારકા કાયમ લાગે પોતીકા એ સાહિત્યનો રણકાર


=====================================

(૯)

યુદ્ધ કેરા મેદાનમાં થાય હાર જીતના જ લેખાં જોખાં


વૈચારિક ને વિશ્વનીય મુદ્દાઓને મુલવે કામ અનોખાં


જ્યાં નવી જર્સી પહેરી લોક ફરે ને ગજવે છે  ગુજરાત


રાજાઓના સિંહ છે ને  સત્ય વાતનું કેરું પીરસે ઝવેરાત


=====================================

(૧૦)

  ફોટોગ્રાફીની અનેરી કળા શીખવે ને માણે એનાં મૂલ


સોરઠ છોડી વાપી વસ્યો ને ઇણે ન્યાંય ખીલવ્યાં ફૂલ


મજાની વાતો એની હરેકને જીગરજાન બની આપે તાળી


કેમેરાની કરામતનો રસિયો  જાણે ઈદ પર આવી દિવાળી


====================================

(૧૧)

ભાવોને સમજાવી સમય થકી પીરસે ભાણાં ભાતભાતનાં


બ્લોગ પ્રતિભાવ  અનોખો અનેરો વિચારો જાત જાતના


વસે પરદેશે પણ ભક્તિ ભાવ  ગઝલ ને ગીતોનો વૈભવ


હર બ્લોગરને પોતીકા માની સોહાય  અનુભવની સૌરભ


====================================

(૧૨)

બરાબરનું છે ગુજરાત ને  અનુભવની વહે છે  સરવાણી


અનુભવ સિદ્ધ વાતો જેની વ્યાકરણ પણ વિચારે વાણી


વયસ્ક છતાંએ કહેવાય યુવાન
પ્રભુનામ પણ  ભળ્યું છે


વતન વહાલપ જેનું એ ગામે  ક્રિકેટ જગતમાં નામ રળ્યું છે


=====================================

(૧૩)

દેશ પરદેશ ઘણું ફર્યાને  શીખી લીધી જુદી જુદી ભાષા


જુવાન હૈયાને પણ શરમાવે એવી એની છે પરિભાષા


જીવનના ઝંઝાવાતો કદીય નથી એમને ધર્યા ધ્યાને


ઝરણાં ને પશુ પક્ષીઓને પંપાળી બાંધ્યા પ્રેમ બંધને


===================================

સ્વપ્ન જેસરવાકર