” આમને ઓળખી બતાવો “


”  આમને ઓળખી બતાવો ” 


=============================================


મિત્રો વિચાર વિમર્શ અને જ્ઞાનના  આ બ્લોગ કુંભમાં આપની સમક્ષ  ૨૦૧૩ના

વર્ષાગમને તેર પ્રશ્નો રજુ કરું છું

       

              ”  આમને ઓળખી બતાવો ” 

જે કોઈ મિત્ર ઓળખે તેમના બ્લોગનું નામ આપે પ્રતિભાવમાં જણાવવાનું રહેશે.

આપનું નામ અને આપના બ્લોગનું નામ હવે પછીની પોસ્ટમાં રજુ કરીશ.

પ્રેમે આવકારીએ વર્ષ બે હાજર તેર


બ્લોગ મિત્રો પર વર્ષે અનેરી  મહેર


એ ઝળકે જગ આકાશે મળે આવકાર


ને  મા શારદાના આશિષ વર્ષે અપાર

સર્વે બ્લોગર મિત્રોને સન ૨૦૧૩ના નુતન વર્ષાભિનંદન .


છેલ્લા એક માસથી કોપ્યુટર ટળી ગયા હતા મતલબ કે રિસાઈ ગયા હતા.


હમણાં જ  મારા પુત્રે કામચલાઉ કામ કરતુ કરી આપ્યું છે.


ઘણા સમયથી આપ સર્વે મહાનુભાવોના બ્લોગ પર આવી શક્યો નથી તો માફ કરશોજી


====================================================

(૧)

ઉલેચી અંધારાને ગામડાં ઝળહળતાં કર્યા


ક્યારેક ડાકોર તો થર્મલ ને ગાંધીનગરે ફર્યા


માંડી પગરણ બ્લોગ જગતમાં આભલા ભર્યા


વાર્તા લેખ ચિત્રો કાવ્ય સાથે ઈ બુકે ઝળક્યા


================================

                     

(૨)

છે શહેર રંગીલું ને વસ્યું છે નદીકાંઠે જ તાપી


સ્વાદમાં ખાણીપીણીને કોઈ જ  ના શકે માપી


વહે છે નદી ને હાજર છે ઘૂઘવતો એવો સાગર


કોઈએ સરોવર રચ્યું ને સાહિત્યનો ભર્યો ગાગર


================================

(૩)

ભુલાવી હર દુખ દર્દને કાયમ એ હસતા  રહ્યા


સ્વભાવે વિનોદી લેખ કાવ્યમાં  વિહરતા રહ્યા


જીવનના પ્રેરક પ્રસંગો સાથે સમજાવતા જ રહ્યા


મનન  ચિંતન સાથે હાસ્ય દરબારે ચમકતા રહ્યા


==================================

(૪)

જન્મ દિને  કે પુણ્ય તિથીએ  કાયમ સમરતા રહ્યા


સુવિચાર વાર્તા કે કાવ્ય તણો ટહુકો દેતા  જ રહ્યા


ડોક્ટર તણો છે જીવડો પણ  માનવતાને  મહેકાવતા


શીતળ ચાંદની જેવો અમૃતનો ધોધ વહેવતા રહ્યા


====================================

(૫)

સંત ને ભક્તોની વાણી સાથે જીવન પ્રસંગો વર્ણવતા


લખાણ સ્વનું ને અન્યને મોકલી  સન્માન અપાવતા


મોહમયી નગરીમાં ઉછરી એન્જીનીયર પદવી પામતા


હમણાં  વસ્યા છે વિદેશ પણ ભારતીય સંસ્કૃતિ ના ભૂલતા


========================================

(૬)

જન્મભૂમિ સત્ય અહિંસા ને સત્યાગ્રહની ભેટ આપનારના ગામની


કર્મભૂમિ બનાવી છે ગરવો  ગઢ  ને હાક વાગે છે જ્યાં  સાવજની


ચારધામ કે જ્યાં વસે સંત સુરા માયાળુ મલક એવાની થાય યાત્રા


હામ હૈયામાંપ્રેમ ભર્યા શબ્દો સાથે સાહિત્ય સંગમની ભરપુર માત્રા


==========================================

(૭)

હે રાજ ગયાં રજવાડાં ગયાં ના રહ્યા ગઢ કે ના રહ્યા દરબાર


બ્રહ્મ મંડળમાં જોડાઈ ગયો છે  વિવિધ જ્ઞાતિનો સમૂહ અપાર 


પ્રભુ જેના વિના પ્રસાદ કે ભોજન ના ગ્રહે એવો  તુલસીનો સાર


કર્મે ડોક્ટર બન્યા પણ હસવા હસાવવાનો ભરપુર ભર્યો ભંડાર


===========================================

(૮)

છે શબ્દોના ઈશ ને કોઈની વાત ના માની લખે લેખનો સાર


પ્રતિભાઓને ચમકાવતા નવોદિતો માટે છે એ જ્ઞાન ભંડાર


એન્જીનીયર પદવી પામી સાથે સાહિત્યનો સાધ્યો સહકાર


કદી નહિ પારકા કાયમ લાગે પોતીકા એ સાહિત્યનો રણકાર


=====================================

(૯)

યુદ્ધ કેરા મેદાનમાં થાય હાર જીતના જ લેખાં જોખાં


વૈચારિક ને વિશ્વનીય મુદ્દાઓને મુલવે કામ અનોખાં


જ્યાં નવી જર્સી પહેરી લોક ફરે ને ગજવે છે  ગુજરાત


રાજાઓના સિંહ છે ને  સત્ય વાતનું કેરું પીરસે ઝવેરાત


=====================================

(૧૦)

  ફોટોગ્રાફીની અનેરી કળા શીખવે ને માણે એનાં મૂલ


સોરઠ છોડી વાપી વસ્યો ને ઇણે ન્યાંય ખીલવ્યાં ફૂલ


મજાની વાતો એની હરેકને જીગરજાન બની આપે તાળી


કેમેરાની કરામતનો રસિયો  જાણે ઈદ પર આવી દિવાળી


====================================

(૧૧)

ભાવોને સમજાવી સમય થકી પીરસે ભાણાં ભાતભાતનાં


બ્લોગ પ્રતિભાવ  અનોખો અનેરો વિચારો જાત જાતના


વસે પરદેશે પણ ભક્તિ ભાવ  ગઝલ ને ગીતોનો વૈભવ


હર બ્લોગરને પોતીકા માની સોહાય  અનુભવની સૌરભ


====================================

(૧૨)

બરાબરનું છે ગુજરાત ને  અનુભવની વહે છે  સરવાણી


અનુભવ સિદ્ધ વાતો જેની વ્યાકરણ પણ વિચારે વાણી


વયસ્ક છતાંએ કહેવાય યુવાન
પ્રભુનામ પણ  ભળ્યું છે


વતન વહાલપ જેનું એ ગામે  ક્રિકેટ જગતમાં નામ રળ્યું છે


=====================================

(૧૩)

દેશ પરદેશ ઘણું ફર્યાને  શીખી લીધી જુદી જુદી ભાષા


જુવાન હૈયાને પણ શરમાવે એવી એની છે પરિભાષા


જીવનના ઝંઝાવાતો કદીય નથી એમને ધર્યા ધ્યાને


ઝરણાં ને પશુ પક્ષીઓને પંપાળી બાંધ્યા પ્રેમ બંધને


===================================

સ્વપ્ન જેસરવાકર

14 thoughts on “” આમને ઓળખી બતાવો “

  1. ગોવિંદજી
    નવા વર્ષના વધામણાં સરસ પોસ્ટની કર્યા છે. જો કે મારો બ્લોગ નથી એટલે થોડા ઘણા બ્લોગમાં પોસ્ટ વાંચું છું.
    પણ એટલો બધો રસ લઇ પરિચય કેળવ્યો નથી . હવે આ પોસ્ટ વાંચ્યા પછી બ્લોગના વિષે ગંભીરતાથી વિચારવું પડશે.

    મથાળું ” કોણ બનેગા બ્લોગપતિ ” રાખવા જેવું હતું.

    Like

  2. ગોવિંદ કાકા
    દર વર્ષે પછી તે ગુજરાતી નવું વર્ષ હોય કે ખ્રિસ્તી નવું વર્ષ હોય આપના બ્લોગમાં નવીનતા અને વૈવિધ્ય પૂર્ણ
    લેખ કે કાવ્ય અથવા અન્ય પોસ્ટ રજુ કરો છો.
    આવી અવનવી પોસ્ટો દ્વારા આપ નુતન વર્ષને વધવો છો તે બદલ ખુબ જ ધન્યવાદને પત્ર છો.
    મારા નુતન વર્ષના સાલ મુબારક અને નમસ્કાર

    Like

  3. શ્રીમાન. ગોવિંદભાઈ

    કદાચ બ્લોગ નીચે મુજબ હોય શકે……!

    1. આકાશદીપ

    2. શિક્ષણ સરોવર

    3. વિનોદ વિહાર

    4. ચન્દ્રપુકાર

    5.

    6. વાચનયાત્રા

    7. ડૉ. રાજેન્દ્રભાઈ

    8.

    9.

    10. શકિલ મુન્શીનો બ્લોગ

    11. દાદીમાની પોટલી 12.

    13. જુ’ ભાઈ

    Like

Leave a reply to pragnaju જવાબ રદ કરો