લ્યો ત્યારે આ રહ્યા જવાબ …


     

“  આમને ઓળખી બતાવો “ ના

        લ્યો ત્યારે આ રહ્યા જવાબ …

======================================================

 

(૧)…. ” આકાશદીપ “…. શ્રી રમેશભાઈ પટેલ

 

ઉલેચી અંધારાને ગામડાં ઝળહળતાં કર્યા


ક્યારેક ડાકોર તો થર્મલ ને ગાંધીનગરે ફર્યા


માંડી પગરણ બ્લોગ જગતમાં આભલા ભર્યા


વાર્તા લેખ ચિત્રો કાવ્ય સાથે ઈ બુકે ઝળક્યા


================================

                     

(૨)… ” શિક્ષણ સરોવર “…શ્રી કિશોરભાઈ પટેલ

 

છે શહેર રંગીલું ને વસ્યું છે નદીકાંઠે જ તાપી


સ્વાદમાં ખાણીપીણીને કોઈ જ  ના શકે માપી


વહે છે નદી ને હાજર છે ઘૂઘવતો એવો સાગર


કોઈએ સરોવર રચ્યું ને સાહિત્યનો ભર્યો ગાગર


================================

 

(૩)….” વિનોદ વિહાર “ …શ્રી વિનોદભાઈ પટેલ

 

ભુલાવી હર દુખ દર્દને કાયમ એ હસતા  રહ્યા


સ્વભાવે વિનોદી લેખ કાવ્યમાં  વિહરતા રહ્યા


જીવનના પ્રેરક પ્રસંગો સાથે સમજાવતા જ રહ્યા


મનન  ચિંતન સાથે હાસ્ય દરબારે ચમકતા રહ્યા


==================================

 

(૪)… ” ચંદ્ર પુકાર “શ્રી ડો. ચન્દ્રવદન મિસ્ત્રી

જન્મ દિને  કે પુણ્ય તિથીએ  કાયમ સમરતા રહ્યા


સુવિચાર વાર્તા કે કાવ્ય તણો ટહુકો દેતા  જ રહ્યા


ડોક્ટર તણો છે જીવડો પણ  માનવતાને  મહેકાવતા


શીતળ ચાંદની જેવો અમૃતનો ધોધ વહેવતા રહ્યા


====================================

 

(૫)….” દાવડા સાહેબ “…શ્રી પી. કે. દાવડા


સંત ને ભક્તોની વાણી સાથે જીવન પ્રસંગો વર્ણવતા


લખાણ સ્વનું ને અન્યને મોકલી  સન્માન અપાવતા


મોહમયી નગરીમાં ઉછરી એન્જીનીયર પદવી પામતા


હમણાં  વસ્યા છે વિદેશ પણ ભારતીય સંસ્કૃતિ ના ભૂલતા


========================================

 

(૬)…” વાંચન યાત્રા “…  શ્રી અશોકભાઈ મોઢવડીયા

 

જન્મભૂમિ સત્ય અહિંસા ને સત્યાગ્રહની ભેટ આપનારના ગામની


કર્મભૂમિ બનાવી છે ગરવો  ગઢ  ને હાક વાગે છે જ્યાં  સાવજની


ચારધામ કે જ્યાં વસે સંત સુરા માયાળુ મલક એવાની થાય યાત્રા


હામ હૈયામાંપ્રેમ ભર્યા શબ્દો સાથે સાહિત્ય સંગમની ભરપુર માત્રા


==========================================

 

(૭)….” હાસ્ય દરબાર “… શ્રી ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી

 

હે રાજ ગયાં રજવાડાં ગયાં ના રહ્યા ગઢ કે ના રહ્યા દરબાર


બ્રહ્મ મંડળમાં જોડાઈ ગયો છે  વિવિધ જ્ઞાતિનો સમૂહ અપાર 


પ્રભુ જેના વિના પ્રસાદ કે ભોજન ના ગ્રહે એવો  તુલસીનો સાર


કર્મે ડોક્ટર બન્યા પણ હસવા હસાવવાનો ભરપુર ભર્યો ભંડાર


===========================================

 

(૮)… ” ગદ્યસુર અને ગુજરાતી પ્રતિભા પરિચય”… શ્રી સુરેશભાઈ જાની

 

છે શબ્દોના ઈશ ને કોઈની વાત ના માની લખે લેખનો સાર


પ્રતિભાઓને ચમકાવતા નવોદિતો માટે છે એ જ્ઞાન ભંડાર


એન્જીનીયર પદવી પામી સાથે સાહિત્યનો સાધ્યો સહકાર


કદી નહિ પારકા કાયમ લાગે પોતીકા એ સાહિત્યનો રણકાર


=====================================

 

(૯)…” કુરુક્ષેત્ર “….શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલ

 

યુદ્ધ કેરા મેદાનમાં થાય હાર જીતના જ લેખાં જોખાં


વૈચારિક ને વિશ્વનીય મુદ્દાઓને મુલવે કામ અનોખાં


જ્યાં નવી જર્સી પહેરી લોક ફરે ને ગજવે છે  ગુજરાત


રાજાઓના સિંહ છે ને  સત્ય વાતનું કેરું પીરસે ઝવેરાત


=====================================

 

(૧૦)…” શકીલ મુન્શીનો બ્લોગ “…શ્રી શકીલભાઇ મુનશી

 

  ફોટોગ્રાફીની અનેરી કળા શીખવે ને માણે એનાં મૂલ


સોરઠ છોડી વાપી વસ્યો ને ઇણે ન્યાંય ખીલવ્યાં ફૂલ


મજાની વાતો એની હરેકને જીગરજાન બની આપે તાળી


કેમેરાની કરામતનો રસિયો  જાણે ઈદ પર આવી દિવાળી


====================================

 

(૧૧)…” નિરવ રવેના ભાવો “…શ્રીમતી પ્રજ્ઞાજુબહેન વ્યાસ

 

ભાવોને સમજાવી સમય થકી પીરસે ભાણાં ભાતભાતનાં


બ્લોગ પ્રતિભાવ  અનોખો અનેરો વિચારો જાત જાતના


વસે પરદેશે પણ ભક્તિ ભાવ  ગઝલ ને ગીતોનો વૈભવ


હર બ્લોગરને પોતીકા માની સોહાય  અનુભવની સૌરભ


====================================

 

(૧૨)…” નેટ ગુર્જરી “…શ્રી જુગલકીશોર વ્યાસ

 

બરાબરનું છે ગુજરાત ને  અનુભવની વહે છે  સરવાણી


અનુભવ સિદ્ધ વાતો જેની વ્યાકરણ પણ વિચારે વાણી


વયસ્ક છતાંએ કહેવાય યુવાન
પ્રભુનામ પણ  ભળ્યું છે


વતન વહાલપ જેનું એ ગામે  ક્રિકેટ જગતમાં નામ રળ્યું છે


=====================================

 

(૧૩)…” આતા વાણી “…શ્રી હિંમતલાલ જોશી

 

દેશ પરદેશ ઘણું ફર્યાને  શીખી લીધી જુદી જુદી ભાષા


જુવાન હૈયાને પણ શરમાવે એવી એની છે પરિભાષા


જીવનના ઝંઝાવાતો કદીય નથી એમને ધર્યા ધ્યાને


ઝરણાં ને પશુ પક્ષીઓને પંપાળી બાંધ્યા પ્રેમ બંધને


===================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

12 thoughts on “લ્યો ત્યારે આ રહ્યા જવાબ …

 1. આદરણીય શ્રી ગોવિંદભાઈ,રમેશભાઈ અને શ્રી વિનોદભાઈ પટેલ
  ડૂબ્યો ‘સ્વપ્ન’ માં ઝીલી ગોવિંદ.
  રમેશ પટેલ(આકાશદીપ)
  વિહારી ઘેલમાં છે વિનોદરાયજી…..
  Narenbhai and Dear Chandravadan who was in London….
  Thanks for your love and wish we meet soon this year.
  We were in LAX December 2nd to 11th with Family !!!!
  Will like to meet this year…Hope we have a rain Check!
  Dhavalrajgeera – (૭)….” હાસ્ય દરબાર “… શ્રી ડો. રાજેન્દ્રભાઈ ત્રિવેદી
  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  Like

 2. શ્રી ગોવિંદભાઈ ,

  તમે તમારી ઓળખ ઉપરની કાવ્ય માળામાં ન આપો પણ અમે એક મિત્ર તરીકે

  સૌજન્ય બતાવવાનું કેમ ચૂકીએ !

  હું જો કે તમારા જેવો સરસ ત્વરિત કાવ્ય રચયિતા નથી પણ પ્રયત્ન કરું છું .

  સ્વપ્ન નામ ધરી ગામજનો સાથે ચોરે આવી ચોવટ કરાવતા

  ભગવાનનું નામ છે એમનું, રાજકારણની વાતો સમજાવતા

  કુટુંબ વત્સલ ઘરના મોભી, મિત્રો સહિત સૌ પર પ્રેમ વરસાવતા

  એમના બ્લોગમાં લોક રંજન સામગ્રીથી સદા હાસ્ય વરસાવતા

  લ્યો ત્યારે કહી જ નાખું નામ એમનું – એ છે શ્રી ગોવિંદભાઈ યાને સ્વપ્ન જેસરવાકર

  Like

  1. આદરણીય વડીલ શ્રી વિનોદ કાકા,
   આપના મનની મોટપ માટે ખુબ જ ધન્યવાદ ….પણ…
   હજુ ” આમને ઓળખો ” એવા મહાનુભાવો જે સાસ્કૃતિક અને સાહિત્યની દ્રષ્ટિએ એક મોતીની માળા જેવા છે .
   એ કાવ્ય માળામાં હું તો એક નાનું અમથું ટપકું છું એટલે વડીલો અને મહાનુભાવો જયારે બિરાજે ત્યારે તેમની
   સમકક્ષ નહિ પણ નીચે બેસવું જોઈએ એવી મારી વિચારધારા છે .
   થોડી પંક્તિઓ આપે દર્શાવી પણ કાકાશ્રી હજુ મારે એ કક્ષાએ પહોચવાની વાર છે
   આપની લાગણી બદલ ખુબ આભાર..નમસ્કાર..વંદન
   બસ આપનો વ્હાલપ ભર્યો આશીર્વાદ રૂપી સંદેશ મળ્યો ખુબ ખુબ આભાર…નમન.

   Like

  1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
   આપની ધારણાઓ જવલ્લે જ ખોટી પડે.
   આપ તો બ્લોગ જગતના ભીષ્મ પિતામહ છો.
   આપના આશીર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

   Like

 3. આદરણિય ગોવિંદભાઈ. હવે એક મિત્રની થોડી ’હળી’ કરી જ લઉં !
  ક્ર્માંક ૧૦ વાળા ’દસ નંબરી’ની ઓળખમાં; “સોરઠ છોડી વાપી વસ્યો ને ઇણે ન્યાંય ખીલવ્યાં ફૂલ” – અહીં અંતે “ફૂલ”ને બદલે “ગુલ” હોત તો ઈવડા ઈને ખરો ન્યાય થાત ! 🙂

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s