” બની આઝાદ ” ગગને વિહરીએ…કાવ્ય
==================================
આદરણીય વડિલો મિત્રો ને બહેનો……
ગુજરાતી બ્લોગ જગતમાં ઘેઘુર વડલા સમાન આદરણીય શ્રી
સુરેશભાઇ જાનીની કલમે આલેખાયેલ એક નવી શ્રેણી…….
” બની આઝાદ” વાંચવા અવશ્ય મુલકાત લો…..
http://gadyasoor.wordpress.com/bani_azad/
==================================
(રાગઃ ક્યા ખુબ લગતી હો…ફિલ્મ- ધર્માત્મા)
======================================================
ઘેઘુર વડલો ગાજે છે નવતર વિચારો વાજે છે
ગદ્યાસુરમાં તો અનુભવ કેરી વાણી વાગે છે…ઘેઘુર વડલો.
જીવન જીવવાની કળાએ ઘુમો… હો ઘુમો
ને અનુભવના વિચારોને ચુમો…હો ચુમો
બની આઝાદ ને મનડું મારા તારામાં ઝુમે છે…ઘેઘુર વડલો.
આઝાદ બનવાના ખ્યાલ છે અનેરા…હો અનેરા
નિર્મળ રહીને હસતાં જીવજો ભલેરા…હો ભલેરા
નવી શક્તિ ને નવા રસ્તે એ પોતીકાં લાગે છે…ઘેઘુર વડલો.
સુર ઇશના વિચારોના સુર રેલાયા…હો રેલાયા
બની સુંદર શબ્દો કાગળે લહેરાયા…હો લહેરાય
ને દેશ પરદેશથી વાચકો તો ગદ્યાસુર દોડે છે…ઘેઘુર વડલો.
આકાશદીપે આવકારી અજવાળ્યા…હો અજવાળ્યા
વિનોદ વિહારે પણ એને વખાણ્યા…હો વખાણ્યા
દાવડાજી તો મિત્ર મંડળને મેઇલ મોકલે છે…ઘેઘુર વડલો.
હાલો હાલોને મુલાકાતે જ જઇએ…હો જઇએ
સ્વપ્ન સેવી જાગૃતિને ભરી લઇએ…હો લઇએ
“બની આઝાદ” વિશાળ ગગને વિહરે છે….ઘેઘુર વડલો .
==================================
સ્વપ્ન જેસરવાકર .
શુક્ર્વારે ” ગોદડિયા ચોરા”માં રજુ થશે…..