” બની આઝાદ ” ગગને વિહરીએ…કાવ્ય


” બની આઝાદ ” ગગને વિહરીએ…કાવ્ય

==================================

આદરણીય વડિલો મિત્રો ને બહેનો……

ગુજરાતી બ્લોગ જગતમાં ઘેઘુર વડલા સમાન આદરણીય શ્રી

સુરેશભાઇ જાનીની કલમે આલેખાયેલ એક નવી શ્રેણી…….

” બની આઝાદ” વાંચવા અવશ્ય મુલકાત લો…..

http://gadyasoor.wordpress.com/bani_azad/

==================================

(રાગઃ ક્યા ખુબ લગતી હો…ફિલ્મ- ધર્માત્મા)

======================================================

ઘેઘુર વડલો ગાજે છે નવતર વિચારો વાજે છે

ગદ્યાસુરમાં તો  અનુભવ કેરી વાણી  વાગે છે…ઘેઘુર વડલો.

જીવન જીવવાની કળાએ ઘુમો… હો ઘુમો

ને અનુભવના વિચારોને  ચુમો…હો ચુમો

બની આઝાદ ને મનડું મારા તારામાં ઝુમે છે…ઘેઘુર વડલો.

આઝાદ બનવાના ખ્યાલ છે અનેરા…હો અનેરા

નિર્મળ રહીને હસતાં જીવજો ભલેરા…હો ભલેરા

નવી શક્તિ ને નવા રસ્તે એ પોતીકાં લાગે છે…ઘેઘુર વડલો.

સુર ઇશના વિચારોના સુર રેલાયા…હો રેલાયા

બની સુંદર શબ્દો કાગળે લહેરાયા…હો લહેરાય

ને દેશ પરદેશથી વાચકો તો ગદ્યાસુર દોડે છે…ઘેઘુર વડલો.

આકાશદીપે આવકારી અજવાળ્યા…હો અજવાળ્યા

વિનોદ વિહારે પણ એને વખાણ્યા…હો વખાણ્યા

દાવડાજી તો મિત્ર મંડળને મેઇલ મોકલે છે…ઘેઘુર વડલો.

હાલો હાલોને મુલાકાતે જ જઇએ…હો જઇએ

સ્વપ્ન સેવી જાગૃતિને ભરી લઇએ…હો લઇએ

“બની આઝાદ” વિશાળ ગગને વિહરે છે….ઘેઘુર વડલો .

==================================

સ્વપ્ન જેસરવાકર .

 

શુક્ર્વારે ” ગોદડિયા ચોરા”માં રજુ થશે…..

 

‘” કઢીચટ્ટો કાળસંગ ”

Advertisements

8 thoughts on “” બની આઝાદ ” ગગને વિહરીએ…કાવ્ય

 1. વાહ! કેટલી સાર્થક ને સુંદર કલ્પના…ઘેઘુર વડલો.

  શ્રી ગોવિંદભાઈ તમારી મોરલીયા મધુરી મધુરી.

  શ્રી સુરેશભાઈના અજવાળે આપણે સહુ..’આઝાદ’ના ઓવારણાં ઝીલીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન,

   આપે ભાવ ભર્યા સંદેશ રુપી અબીલ ગુલાલ અમ આંગણે વેરાયાં

   આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s