મનાવો પછી રોજ હોળી મજેથી
=============================================================================================
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની
એક સ્વરચિત રચના પ્રસ્તુત કરું છું
===========================
(ભૂજંગી)
કરીને ભલે કાષ્ટ ભેળા બધેથી,
જલાવો તમે આજ હોળી મજેથી,
ઉડાડો ગુલાલો અને રંગ બીજા,
અને માનજો બાળી નાખી બુરાઈ.
ભલે છેતરાઓ તમારી જ જાતે,
નથી નાશ પામી બુરાઈ જરાએ,
હજીતો વધારે વધે છે બુરાઈ,
હજી આજ લોકો રહ્યા છે લુટાઈ.
હજી ટેક્ષ ચોરો મજાથી ફરે છે,
અને ભ્રષ્ટ નેતા હજીયે હસે છે;
ગરીબો તણા ભાગના ખાઈ નાણા,
હજી પ્રહલાદના બાપ છૂટા ફરે છે.
કરો નાશ આ દાનવોનો પહેલા,
પછી છો ઉડાડો થઈ રંગ-ઘેલા;
રંગો મુખ કાળા ધુતારા જનોના,
મનાવો પછી રોજ હોળી મજેથી.
રચનાકાર=-પી. કે. દાવડા
========================
સંકલન=સ્વપ્ન જેસરવાકર