પોંક પોચો ને લોચો….કાવ્ય


પોંક પોચો ને લોચો….કાવ્ય

===========================================

સૂરત શહેરની સ્થાપનાને ૫૦૦ વર્ષ થયાં એ નિમિત્તે સૂરતની સેવાભાવી
સંસ્થા ” સંજીવની ગ્રુપ” દ્વારા ચિત્રકળા ફોટોગ્રાફી અને કાવ્ય સ્પર્ધા યોજાઇ
હતી એમાં કાવ્ય સ્પર્ધામાં ” શિક્ષણ સરોવર “ના સર્જક શ્રી કિશોરભાઇ પટેલ
દ્વારા !…જય જય સુરત નગરી…!
કાવ્યનું લેખન કરવામાં આવેલું તેમાં તેમની પસંદગી પ્રથમ દશ નંબરમાં
આવેલી. શ્રી કિશોરભાઇ પટેલને “સંજીવની ગ્રુપ” દ્વારા ટ્રોફી એનાયત
કરવામાં આવી ચાલો શ્રી કિશોરભાઇને શબ્દ પુષ્પ ગુચ્છ દ્વારા વધાવીએ.
http://shikshansarovar.wordpress.com/

========================================

 

(રાગ- તમે કિયા તે ગામનાં ગોરી રાજ…અચકો મચકો કારેલી)

=========================================

સૂરત શહેરને પાંચસો વરસ થયાં રાજ….પોંક પોચો ને લોચો

પંદરસો તેરમાં એ તો વસ્યું હતું રાજ……પોંક પોચો ને લોચો

એતો વસ્યું છે તાપી કેરા કિનારે રાજ…..પોંક  પોચો ને લોચો

અંગ્રેજોએ ત્યાં તો કોઠી સ્થાપી રાજ…....પોંક પોચો ને લોચો

એ  હીરા બજારનું હબ કહેવાય રાજ…….પોંક પોચો ને લોચો

જરીકામનો જબરો ઝળકાટ જ રાજ…….પોંક પોચો ને લોચો

એમ્બ્રોયડરીનો તાજ બાદશાહ રાજ…….પોંક પોચો ને લોચો

કવિ શ્રી નર્મદને ભગવતી શર્મા રાજ…...પોંક પોચો ને લોચો

ખમણી મુરબ્બા ઘારીનો સ્વાદ રાજ…….પોંક પોચો ને લોચો

સુરત શહેરને ગજાવતી પ્રતિભા રાજ……પોંક પોચો ને લોચો

સૂરત સંજીવની ગ્રુપ દ્વારા યોજાય રાજ…પોંક પોચો ને લોચો

ચિત્ર ફોટોગ્રાફી ને કાવ્ય હરિફાઇ રાજ….પોંક પોચો ને લોચો

વયસ્ક છતાંય કહેવાય કિશોર  રાજ…….પોંક પોચો ને લોચો

એ તો શિક્ષણ સરોવરનો ધામી રાજ…….પોંક પોચો ને લોચો

સૂરત શહેર જીલ્લા કાવ્ય સ્પર્ધા રાજ…….પોંક પોચો ને લોચો

એકસો પચાસ પ્રતિસ્પર્ધી હતા રાજ…….પોંક  પોચો ને લોચો

એકથી દશમાં નંબર કિશોરનો રાજ …….પોંક  પોચો ને લોચો

મલી ટ્રોફી આઇ લવ સૂરતની રાજ…..….પોંક પોચો  ને લોચો

હરખ્યાં મિત્ર મંડળ કેરાં હૈયા રાજ……….પોંક પોચો ને લોચો

આપો અભિનંદન કેરાં ઓથાર રાજ………પોંક પોચો ને લોચો

=========================================

સ્વપ્ન જેસરવાકર ….https://swapnasamarpan.wordpress.com/

Advertisements

8 thoughts on “પોંક પોચો ને લોચો….કાવ્ય

 1. ભાઈશ્રી. ગોવિંદભાઈ પટેલ

  આપે તો મારા માટે આખો દિવસ વેડફી નાંખીને સુંદર રચના

  બનાવી મને સજાવી, ધજાવી, શણગારી દીધો

  ભાઈ આટલો બધો પ્રેમ વરસાવી દીધો

  એક સગા ભાઈ કરતાં આપે તો મને મહત્વ

  આપી દીધુ

  ચાલો કોઈ જન્મ જ્ન્મોનો નાતો હશે તો આ બધુ થઈ શકે,

  ભગવાનની કૃપા વિના આ સંબંધો પણ શક્ય નથી.

  આપનો ખુબ ખુબ આભાર

  Like

  1. મનનીય શ્રી કિશોરભાઇ

   આપે જે કાવ્ય રચ્યું ને પસંદગી પામ્યું અને આપ ટ્રોફીના હક્દાર બન્યા

   તે પ્રસંગને બિર્દાવવો એ મિત્રની ફર્જ છે અને મેં એ નિભાવી છે એમાં

   સરા કામને વખાણવુ એ આપણી સંસ્ક્રુતિ છે.

   આપના શુભેચ્છા ભર્યા શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   Like

 2. હુરટી નથ એટલે તમારા ભાવની દિલી કદરદાની નથી કરી શકતો. ક્ષમાયાચના.
  ‘પોંક પોચો ને લોચો’ … ની જગ્યાએ ‘પોંક પોચો ને ખાંડવી’ રાખો તો ..

  ‘અચકો મચકો કારેલી’ ના લયની થોડીક વધારે નજીક થાય !

  Like

  1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા

   પહેલાં આપે સુચવ્યા મુજબ ઘણઈ મિઠાઈ ને વાનગી લખી પણ સુરતનો લોચો પ્રખ્યાત છે

   ઘણા એને લોચાવાળુ શહેર કહે છે એટલે લોચો શબ્દ વાપર્યો છે.

   આપના શુભેચ્છા ભર્યા શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

   Like

 3. સૂરત શહેર જીલ્લા કાવ્ય સ્પર્ધા રાજ…….પોંક પોચો ને લોચો

  એકસો પચાસ પ્રતિસ્પર્ધી હતા રાજ…….પોંક પોચો ને લોચો

  એકથી દશમાં નંબર કિશોરનો રાજ …….પોંક પોચો ને લોચો

  મલી ટ્રોફી આઇ લવ સૂરતની રાજ…..….પોંક પોચો ને લોચો

  હરખ્યાં મિત્ર મંડળ કેરાં હૈયા રાજ……….પોંક પોચો ને લોચો

  આપો અભિનંદન કેરાં ઓથાર રાજ………પોંક પોચો ને લોચો

  Wah !
  Khush Kabari ….KishorbhaiNe ABHINANADAN.
  Govindbhai….Thanks for informing of the Event via this Kavya Post.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s