ના લાવશો વિદેશી વઉ….હાસ્ય કવિતા


ના લાવશો વિદેશી વઉ….હાસ્ય કવિતા

==================================

૨૨ માર્ચ ૨૦૧૩ ને શુક્ર્વારે ” ગોદડિયા ચોરા” માં
    ”  કાળસંગનો ખરઘોડો ”   
http://www.godadiyochoro.wordpress.com/
===================================
                        આભાર ગુગલ દેવ
==================================================
અલ્યા હોંભરો ને જવાનિયા  તમને હાચી  વાત કઉ
મારું માનો તો ભઇલા તમે  ના લાવશો વિદેશી વઉ
 
અને લાવીએ તો શું થાય……..>>>>>>>>>>>>>>>>>>
 
 
પીઝા પાસ્તા બર્ગર બરીટો ને સેન્ડવીચે ધ્યાન બઉ
રોટલા રોટલી હાંડવો ખીચડી ઢોકળી તો ના હું ખઉ…ન લાવશો.
બીન્સ પોટેટો ચિપ્સ રાઇસ ચીઝ ને ભાવે બટર પાંઉ
કોદરી બાજરી બંટી બાવટો ના હમજે ડાંગર કે ઘઉં…ના લાવશો.
છાસ માખણમાં હમજે નહિ ને કોકાકોલા પીએ બઉ
ગાયની જેમ આખો દા’ડો ચાવ્યા કરે ચીગમ  ચાંઉ…ના લાવશો.
ચણિયા ચોળી પોલકાં ના ફાવે કહે પેન્ટ પહેરી લઉં
દિવાળી હોળી ન હમજે એને વેલેન્ટાઇન વા’લું બઉ…ના લાવશો.
કાશી દ્વારકા મથુરા મેલે પડતું  ના જુવે એ લખનઉ
ગોદડિયાજી કહે ગુરુ પરતાપે એ જાયે પેરિસ મકાઉ…ના લાવશો.
======================================
સ્વપ્ન જેસરવાકર …

પરાર્થે સમર્પણ….>>>>>>>>>>>>>>>>>>>>

https://swapnasamarpan.wordpress.com/

25 thoughts on “ના લાવશો વિદેશી વઉ….હાસ્ય કવિતા

  1. શ્રીમાન ગોદડીયા મહારાજ,
    તમારી કવિતાની વાત હાચી પણ હવે છોકરાનો છોકરો માંને તો ને? અત્યારે તો તેરનો થયો છે. આગે આગે ગોરખ જાગે, આપણેય જોવા જીવતા રહીએ તો છે ને ?
    ગુણવંતભઈના ઝાઝા કરીને રાંમ રાંમ.🙏

    Like

  2. શ્રીમાન. ગોવિંદભાઈ

    દેશી છોડીને લોકો વિદેશી વહુને પસંદ કરે છે,

    પન્નીને હારા પહતાય વળી કોઈને

    ન કહેવાય અને ન રહેવાય

    લોકો હારા હજમતા જ નથી. ( જરા અટ્ટપટ્ટુ ભાષા – જોડણીની ભુલો હાથે લખેલી છે.)

    અમારી હુરતી ભાહામાં બૌ મજા પડે ભાઈ

    ખાવામાં હારા હમજે પન પણવામાં તો હમજે જ નહિ, ભૈ

    સરસ રચના…..!

    Like

    1. માનનીય કિશોરભાઇ

      પન્ની ને પહતાય એમ અમેય પહતાયા સીએ એટલે જ આ વિદેહી વૌના ખયાલ મનમાં

      ચોગ્ગ છ્ક્કાની જેમ ઉઠે છે પણ મારો હાળો કેચ ઝીલૈ જાય છે.

      વ્યસતામાંથી સમય કાઢી પધાર્યા એ બદલ આભાર

      Like

    1. આદરણીય શ્રી અશોક્જી

      આ એક પ્રસંગમાં ગયા ને એક વયો વૃધ્ધ દાદાએ જે હૈયા વરાળ ઠાલવી એનું પ્રતિબિંબ પાડ્યું છે.

      પણ મનમાં ઊડે એવી ઇચ્છ ખરી કે લાવો આ હવાદ્ય કરી લૈએ.

      જો ઇલોરીબોન હીલ્લોરી હીલ્લોરી ગાતાં જો તૈયાર થાય તો બંદા એક સેકંડ્નોય વચાર નો કરે.

      માળું વાલું પરધોન પતિ તો કેવાઇયે ને ઇય વળી અમેરિકાના !!!!!!!!!!!!!!!

      આપના અનહદ વરસતા આશિર્વાદ સંદેશના પરિપાક રુપે આવી પ્રેરણા મળે છે.

      આપનો ખુબ ખુબ આભાર ..

      Like

  3. ગોવિંદભાઈ તમોએ વિદેશી વહુનું સરસ કાવ્ય રચી દીધું .

    આપણી પેઢીએ તો આપણાં માં-બાપે જે દેશી વહુ નક્કી કરી એની સાથે સુખે-દુખે જિંદગી પૂરી કાઢી
    પણ નવી પેઢી જેને વિદેશી વહુના અભરખા હોય છે એણે તમારું આ કાવ્ય વાંચીને પાઠ લેવા જેવો ખરો .

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

      આ એક પ્રસંગમાં ગ્યા ને એક વયો વૃધ્ધ દાદાએ જે હૈયા વરાળ ઠાલવી એનું પ્રતિબિંબ પાડ્યું છે.

      આપના અનહદ વરસતા આશિર્વાદ સંદેશના પરિપાક રુપે આવી પ્રેરણા મળે છે.

      આપનો ખુબ ખુબ આભાર …વંદન

      Like

  4. અલ્યા હોંભરો ને ગોવિંદભા તમને હાચી વાત કઉ
    મારું માનો તો ભઇલા ના લાવશો દેશી કે વિદેશી વઉ.

    પીઝા પાસ્તા બર્ગર બરીટો ને સેન્ડવીચ માંગે આજની વહુ
    આપણે હાલે રોટલા રોટલી કે હાંડવો ખીચડી થઈ ગઈ બહુ.
    બીન્સ પોટેટો ચિપ્સ ચીઝ એને ભાવે ને કમાવા આપણે જવુ.
    આપણે તો હાલે કોદરી કે બાજરી કે પછી બાફેલા ચણાને ઘઉ
    દેશી વિદેશી શોખ બધા સરખા ને કોકાકોલા પીએ એ બઉ
    આપણે એક કપ ચાય પીવા હારુ ભેંસ બાંધવા શું કામ જવુ.
    ચણિયા ચોળી પોલકાં કે મિડી-મીનીના ચક્કરમા પડવું ન બહુ.
    શાને સળગાવવી હોળી જીગરમાં, શાંતિને મોજમાં રહેતાં જવું
    કાશી કે કેથરીન, લાગે કાળી કે ધોળી પણ અડતાં દાઝી જવુ.
    સાદડિયાજી કહે ગુરુ પરતાપે કે દેશીવિદેશી નારીથી આઘા રહેવુ.
    શરદ.

    Like

    1. આદરણીય વડિલ શ્રી શરદભાઇ,

      આપ છો નામે શરદ પણ વસંતમા અમ આંગણે પધાર્યા

      દેશી વિદેશી કાળી ધોળીની શીઘ્ર કવિતાનાં ગાણાં ગાયાં

      વા હે રે વાહ કવિરાજ શ્રી શરદભાઇ ….જય હો…જય હો

      Like

      1. ગોવીંદભાઈ;
        ભઈસાબ કંઈ વાંક ગનો? આ માણહને માથે શીદને આટલાં શિંગડા પૂછડા લગાડો? (આદરણીય.., વડીલ્ …કવિરાજ…, શ્રી….) “શરદ” કાના માતર વગરનુ હુ ખોટું સે?
        શરદ.

        Like

      2. ગવિંદભાઈ;
        સાઈઠે બુધ્ધી નાઠે હજી માંડ છ મહિના થયા છે. હજી અડધાવાળ કાળા અને અડધા ધોળા છે અને અડધા ધોળાને કલપ કરી કાળા કરું છું. હજી કાન માંડમાંડ કાકા શબ્દથી ટેવાતા થયા હતા ત્યાં પૌત્રો દાદા કહેવા માંડ્યા છે અને તેમા કોઈ પાછા વડીલ જેવા સંબોધનો કરે તે ભેગું લાગે કે આ કલપનો ખર્ચો ખાડે ગયો.
        સારું ભાયા, હવે એપ્રિલથી કલપના ખર્ચા પર કાપ. જોકે હવે આમય કોઈ આવક રહેવાની નથી એટલે ખર્ચાઓ પર કાપ મુક્યે જ છુટકો છે..
        શરદ.

        Like

  5. શ્રી ગોવિંદભાઈ..મજાનું મર્મભર્યું હાસ્ય કવન…મજાલાવી દીધી..પરદેશી લાડીની વાતુકરી.

    અમે જરા દેશી લાડીની વાત માંડીએ..

    …………………….

    હવે તો દેશી વહુનેય પીઝાનો લાગ્યો ચટકો

    એમને પણ ગમે સ્વિઝરલેન્ડનો ભપકો

    કહે રઘુરાય આજે સીતાનોય મોટો લટકો

    કહે તુલસીદાસ ..બોલો દેશી પરદેશી વહુની.. જયજય ને ઝટકો.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      વાહ દેશી વહુ ના લટ્કા ઝટકા જોશભેર ઝાબ્ક્યા છે ને !

      બસ આવી ક્રુપા દ્રષ્ટિ વરસાદ વરસાવો છો એ જ મરે માટે ખુબ અગત્યનુ છે.

      આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  6. અમારા સ્નેહી કહે છે વિદેશી વસ્તુઓ અને વિદેશી વહુંથી સાવધાન
    …. વહુ પોતાના સસૂરાલના સામાનને પોતાના પીયરમાં મોકલી રહી છે.

    Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન

      ગયા શનિ- રવિ એક પ્રસંગમાં જવાનું થયું ત્યા એક વડીલ વયો વ્રુધ્ધ દાદાએ જે હૈયા વરાળ ઠાલવી.

      એમની વેદનાની વરાળ સાથે અશ્રુ વહી ગયાં તે જોઇ મને એ પ્રશ્ન વિશે વિચારી લખવાની ને એમની

      વાતોને વાચા આપવાના આશયથી કાવ્ય રચ્યું છે.

      આપે પ્રતિભાવમા દર્શાવેલ એકે એક શબ્દ તેમની વાણીમાં પ્રગટ થતો હતો.

      આપ જેવા વડીલોના પ્રેમ ભર્યા આશિર્વાદ થકી આવું લખવની પ્રેરણા મળે છે

      બસ આવો અનહદ પ્રેમનો વરસાદ વરસાવતા રહેશોજી

      આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશ કાકા,

      આપ જેવા વડીલોના પ્રેમ ભર્યા આશિર્વાદ થકી ગમે ત્યાં બેસવાનૂ થાય તે મંજુર છે

      બસ આવો અનહદ પ્રેમનો વરસાદ વરસાવતા રહેશોજી

      આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

      Like

  7. શ્રી ગોદડીયાજી,

    હારુ થયું કે ધ્યાન દોર્યું. જો કે અમે તો અહીં એક દેશી વહુથી ધરાઈ ગીયા છીએ અને હવે આ જલમમાં તો પુન:લગ્ન કરવાનો કોઈ અભરખો નથી તેથી વિદેશી વઉ થી આ જલમે તો અમે વંચિત રહી જવાના. જો કે બીજા જુવાનીયાઓ અને ગલઢેરાઓનું કઈ કેવાય નઈ હો.

    Like

    1. આદરણીય શ્રી અતુલભાઇ,

      “આગંતુક આવ્યા અમ આંગણે નાચી ઉઠ્યો મન મોર

      ભલે પધાર્યા જાની સાહેબ આપ પરાર્થે સમર્પણ ઘેર”

      આપના પ્રેમ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.