હોળી આવી છે…કાવ્ય


હોળી આવી છે…કાવ્ય

=============================================================

Colorful Fun Filled Wishes For Holi.

                                             (  આભાર ગુગલ દેવ )

========================================

ગુજરાતી બ્લોગ જગતના આદરણીય  વડીલો વહાલા મિત્રો

 

 બહેનો વાચક મિત્રો તેમજ ભવ્ય ભારતના જન જન માનવ

 

 સમુદાય ને હોળી – ધૂળેટીની રંગ ભરી શુભ કામના

 

=====================================

 

હોળી આવી છે આવી છે હોળી આવી છે

રંગો સાથ આનંદ ઉમંગનો આભાસ લાવી…હોળી આવી છે.

ધાણી ચણા ખજુરની મોસમ આવી

ઘેરૈયાઓની ટોળીએ જાજમ બિછાવી

હોળીનો પૈસો આપોને એ  આહલેક જગાવી…હોળી આવી છે.

મોર પોપટ સંગ કોયલડી જ ટહુકી

ફાગણના ફાગ ખેલવા પ્રકૃતિ ઝબકી

આંબલિયાની ડાળે મજાની કેરીઓ ઝુલાવી…હોળી આવી છે.

ચીન પિચકારી બજારોમાં ઠલાવાઇ

સ્વદેશી વસ્તુની ભાવનાઓ ભુલાઇ

વિદેશી વસ્તુઓની ઘેલછા મનમાં સમાવી…હોળી આવી છે.

અબીલ ગુલાલ ને કેસુડાને ખુબ છાંટો

અંગોને ભિંજવી લઇ લો આનંદ મોટો

હોળીકામાં વ્યસન કામ ક્રોધને દો જલાવી…હોળી આવી છે.

ગોકુળ વૃંદાવન ભકતો  આનંદે નાચે

કિશન કનૈયો રાધા સંગ રંગમાં રાચે

ડાકોરને માર્ગે જય રણછોડ કેરી ધુન ગાજી…હોળી આવી છે

ભાવ પ્રતિભાવ કેરી પિચકારીઓ વાગે

રંગ રંગીલાં હોળી ગીતો હર બ્લોગે રાચે

બ્લોગ જગતે કાવ્ય ગીતોની ભરમાર આવી…હોળી આવી છે

====================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

12 thoughts on “હોળી આવી છે…કાવ્ય

 1. શ્રી ગોવિંદભાઈ…વ્રજની હોળી જેવા જ રંગોમાં આપે રંગી દીધા.

  ડાકોરનો રસ્તો અને મંદિર ગુલાલે એટલું છવાઈ જાય છે ..તેની યાદ આપે આપી દીધી..હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

   આપના ગુલાલ દ્વારા રંગાયેલા અભુત પુર્વ શબ્દોએ અમારા આંગણાની રંગોથી રંગી દીધું

   આપના રંગ બેરંગી શબ્દોની માલા બદલ ખુબ જ આભાર

   Like

 2. આપના ઇ મૅઇલ બદલ ધન્યવાદ. મન વિચારે ચઢ્યું…

  અબીલ ગુલાલ ને કેસુડાને ખુબ છાંટો
  અંગોને ભિંજવી લઇ લો આનંદ મોટો
  હોળીકામાં વ્યસન કામ ક્રોધને દો જલાવી…હોળી આવી છે.
  ખૂબ સુંદર સંદેશ બદલ ધન્યવાદ
  ;…થી વધુ લોકોને ઝેરી રંગની અસર થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  ભોગ બનેલાઓમાં વધુ કરીને બાળકોનો સમાવેશ થાય છે’ વિ સમાચારો વર્ષોથી હોળી ગાળામા આવતા જ
  રહે તો વર્ષોથી જે પ્રચાર/ વિનંતી કરીએ છીએ તે સ્વીકારીએ ઇકો ફ્રેંડલીહોળી..
  હોળી અને ધૂળેટીના રંગોત્સવની ઉજવણીમાં છૂટથી વપરાતા કેમિકલ મિશ્રિત રંગો ચામડીને હાનિકર્તા છે તેને બદલે હર્બલ રંગો વાપરવા હિ‌તાવહ છે.
  તેમજ પાણીનો બગાડ પણ ઓછો થાય છે.
  કેમિકલયુક્ત રંગોથી ચામડીના રોગ થાય છે. જ્યારે કેસૂડાના પાણીથી રંગે રમવાથી ચામડી ગૌર બને છે.કેસૂડો ઉપરાંત પલાસ અને ખાખરા જેવા વૃક્ષોના ફૂલોમાંથી કેસરી રંગ મળે છે. કપાસના ફૂલના અર્કમાં લીંબુનો રસ મેળવવાથી લાલ રંગ મળે છે. હળદરમાંથી ઘાટો પીળો રંગ મળે છે જેને સાબુના દ્રાવણ સાથે મિશ્રણ કરતા લાલ રંગ આપે છે. આવી તો અનેક વનસ્પતિ છે જેમાંથી પ્રાકૃતિક અને નિર્દોષ રંગ મળે છે જે સહેજ પણ નુકશાનકારક નથી.
  અબીલ-ગુલાલની સાથે સુકી હોલી.દાડમની છાલને સૂકવી, ખાંડીને શ્રેષ્ઠ પ્રકારનો સિલ્વર રંગ બને છે, રજકાના પાનમાંથી લીલો, પારિજાતમાંથી કેસરી રંગ, હરડેમાંથી પીળો રંગ, કાથામાંથી લાલ રંગ, ખાવાના સોડામાંથી પણ લાલ રંગ મળે છે. જાંબુમાંથી જાંબલી અને બીટમાંથી ગુલાબી રંગ મળે છે.
  પાણી બચાવવાના આ અભિયાનમાં અબીલ ગુલાલની સાથે સુકી હોળીનો ભાવ વ્યકત કરતાં સુંદર સ્લોગન
  ‘ હોલી મેં પાની કોન બહાયેંગે, પાની ભવિષ્યકે લીએ બચાયેંગે અગર એસે હી પાની ખત્મ હો ગયા તો કયાં આસું કી નદીયા બહાયેંગે ?
  હેપી સૂકી હોલી-

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેન,

   આપના દ્વાર પ્રકૃતિ દ્વારા ઉદભવતા અવનવા રંગો વિશે જાણી ખુબ જ નવું શિખવા મલ્યું

   આપે નાનાભાઇને આંગણે અબીલ ગુલાલનાં અમી છાંટણાં કરી અમ આંગણું પાવન કરી રંગોથી ભરી દિધું એ બદલ ખુબ ખુબ આભાર

   હોળી પર્વની શુભ કામના

   Like

 3. ગોવિંદભા,
  આઓ સખા, હોલી ખેલેંગે સંગ સંગ,
  સંગ સંગ નાચેગેં, ગાયેંગે સંગ સંગ,
  રંગ રંગ ભરકે પિચકારી ચલાયેંગે,
  હલ્લા મચાયેંગે, ભીગેંગે અંગ અંગ.
  હોલી મુબારક.
  શરદ.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s