Monthly Archives: એપ્રિલ 2013

તારો મારો ક્યાં મેળ…કાવ્ય


તારો મારો ક્યાં મેળ…કાવ્ય
============================================
શુક્ર્વાર તા. ૨૬ એપ્રિલના રોજ સ્વપ્ન કથામાં વાંચો..>>>>>>>
 “ગોદડિયો ચોરો… કોન્સ્યુલેટે ચડ્યો ચોરો “!!!!!!!!
ડિયર સર …. “અમારા હિન્દુસ્તાનના પ્રથમ એન.આર.આઇ એવા જ
 પરમ રામ ભક્ત હનુમાન દાદાનો જન્મ દિન ગુરુવારે  ને ૨૫ એપ્રિલે છે
 તો અમોને આપ એ દિને વિસા માટૅ ઇન્ટરવ્યુંમાં બોલાવો એવી વિનંતિ છે
 જેથી અમે ગોદડીયા ચોરાવાળા પણ હનુમાન દાદાની જેમ પરદેશનો કુદકો
 લગાવી શકીયે.”
 લ્યો ચાલો ત્યારે ” ગોદડિયા ચોરા”ની સાથે ત્યાં સવાલ જવાબની જામતી
 રમુજના રણકાર સાંભળવા માટે હાલો હાલો ને >>>>>>>>>>>>
http://www.godadiyochorowordpress.com/
=========================
તારો મારો ક્યાં મેળ…કાવ્ય
=======================================
તારો મારો ક્યાંમેળ પ્રિયે,તું ને હું બહુ અલગ છીયે
 તું ચંદનકાષ્ટની પ્રતિમા છે, હું તો બાવળનો કાંટો છું,
તું   પૂનમની  ચાંદની  છે,  હું  તો  ડામરનો  છાંટો  છું,
તારો મારો ક્યાં મેળ પ્રિયે ,તું ને હું બહુ અલગ છીયે.
 
તું   ધનવાનની  બેટી  છે, હું  સંતાન ગરીબ તણું,
તું  દૂધ મલાઈ ખાનારી, હું  દાળ રોટી પામું તો ઘણું,
તારો મારો ક્યાં મેળ પ્રિયે, તું ને હું બહુ અલગ છીયે.
 
તું મહેલોમાં રહેવા વાળી, પણ હું ચાલીનો નિવાસી છું,
તું  આસમાનમાં ઉડનારી, ને હું  રસ્તાનો પ્રવાસી છું,
તારો મારો ક્યાં મેળ પ્રિયે,  તું ને હું બહુ અલગ છીયે.
 
તો શીદ સપનામાં આવે છે, આવીને કેમ સતાવે છે?
એકલો મુજને મેલી દે, જેમ  છીયે  એમ જ ઠીક છીયે,
તારો  મારો  ક્યાંમેળ  પ્રિયે, તુંને  હું  બહુઅલગ  છીયે.
================================
 રચયિતા==પી. કે. દાવડા
 સંકલન= સ્વપ્ન જેસરવાકર

દાવડાની બ્લોગયાત્રા…કાવ્ય


દાવડાની બ્લોગયાત્રા…કાવ્ય
================================
 શુક્ર્વારે ” ગોદડિયા ચોરા”માં વાંચો
    ” ઉપાડવા કોને ? “
http://www.godadiyochoro.wordpress.com/
=================================
દાવડાની બ્લોગયાત્રા………..
બ્લોગે  બ્લોગે ફરતો હતો, દાવડા  કંઈ પણ ભરતો હતો,
ભરત સૂચકનો સાથ મળ્યો, દાવડા બ્લોગમા રસ્તે પડ્યો.
‘ગોવિંદ’ની ત્યાં થઈ પહેચાણ, નિવડી એ સોનાની ખાણ,
કિશોરભાઈ એ કર્યા વખાણ, ભરતા રહ્યા દાવડાનું  ભાણ.
બ્લોગમા  જે ત્રણ  બેનો મળી, સીમા, પારૂ, પ્રજ્ઞા વળી,
અલકા  ને  પ્રજ્ઞાજુ ભળ્યા, દાવડાને  આશીર્વાદ મળ્યા.
બ્લોગમાંથી પછી મળ્યા સુરેશ, દાવડાને આવ્યો આવેશ,
સુરેશ થકી મળ્યા વલિભાઈ, તુરતમાં એ થઈ ગ્યા ભાઈ.
બ્લોગમા ચંદ્ર, રાત્રિ મળ્યા, રમેશ, વિનોદ એમા ભળ્યા.
અશોકભાઈને જુગલકિશોર, દાવડા થઈ ગયો ભાવવિભોર,
મનમા આવે એક  વિચાર, આવા  મિત્રો  તો  બેડો પાર.
આતાજી પણ સાથી થયા, દાવડાના ઓરતા  પૂરા થયા.
“દાવડા “પૂછે  એક સવાલ, બ્લોગને તેં શું  આપ્યો માલ?
બદલામા બ્લોગે કરી કમાલ, સદમિત્રોનો આપ્યો  ફાલ.
========================================
રચયિતા-પી.કે.દાવડા
સંકલન= સ્વપ્ન જેસરવાકર

હૃદયે રહેજો…ગરબો


હૃદયે રહેજો…ગરબો
================================================================
મિત્રો ચૈત્રી નવરાત્રિની શરુઆત થઇ ગઇ છે ચાલો ગાંધીધામ ( કચ્છ)થી
આદરણીય પરમ ભક્તરાજ શ્રી કેદારર્સિંહજીના ગરબાને માણીએ.
ગરબાના અંતે તેમના બ્લોગની લિંક અને મેઇલ એડ્રેસ આપેલ છે.આપ
એમના શબ્દોને વધાવતો સંદેશ મોકલશો એવી વિનંતી…..
==========================================
હૃદયે રહેજો…ગરબો
==========================================
 
અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો…..
 
મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો…
 
ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિ વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો…
 
દેવી દયાળ તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભુલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો…
 
આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન “કેદાર” પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો… 
રચયિતા :કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧૯૪૨૬૧૪૦૩૬૫
======================================================
 સંકલન= સ્વપ્ન જેસરવાકર

દાવડા ભગતનાં ગપ્પાં…..કાવ્ય


દાવડા ભગતનાં ગપ્પાં…..કાવ્ય
============================
” હવે હાલો ને આ મેઇલની મોસમ આવી ચઢી
 દાવડા ભગતની રચનાઓ પરાર્થે સમર્પણે મઢી”
“બ્લોગર તું ખાતું ખોલાવ દાવડાજીની બેંકમાં
પ્રતિભાવની ડિપોઝીટ કરાવ દાવડાની બેંક્માં”
==============================
 
બ્લોગ જગતની એવી વાત, લેખક  પોતે તંત્રી આપ,
દસ  જણાને  લીંક મોકલે, ત્યારે બે ત્રણ કોમેન્ટ મળે,
દાવડા બ્લોગના કેવા હાલ, સારી હતી જેની ગઈકાલ.
 
ઈંટરનેટની જૂઓ કમાલ, સૌ કોઈ જાણે સૌના હાલ,
એક બીજાના કરી વખાણ, સૌ ભરતા પોતાનું ભાણ,
દાવડા  સૌની  સાથે  રહે, કોઈ  એનું ના વાંકું  કહે.
 
ફેસબુક  ને ગુગલ ગ્રુપ, જાણે મળતું સ્વાદિસ્ટ સુપ,
હાય હલોનો ત્યાંવ્યહવાર, વિના પૈસાનો  કારોબાર,
દાવડા  જેમ દારૂનું વસન, ફેસબુકનું  એવું  ટશન.
 
કોઈનું  માથું કોઈનું  ધડ, ફોટોશોપનું  એવું  ઘડતર,
કોઈની પણ બદનામી થાય, કોને જઈને કહેવા જાય?
દાવડા  ઈંટરનેટથી   દૂર  રહેવામા ફાયદા ભરપૂર.
 
દાવડા ગુગલની જુઓ કમાલ, ચપટી વગાડો હાજર માલ,
સૌના  જાંગીયા  ગંજીના રંગ,  ગુગલ  જાણે  તંતો  તંત,
જીપીએસ પણ કમાલ જ કરે, બસ કહી દો તો પહોંચાડે ઘરે.
 
બે ડોકટર બ્લોગોમાં ફરે, પ્રિસ્ક્રીપ્શન નહિં સાહિત્ય ભરે,
એક  ચલાવે હાસ્ય દરબાર,  બીજા ચલાવે ચંદ્ર પૂકાર,
ડોકટર જો સાહિત્ય કરે, તો દાવડા શું પ્રિસ્ક્રીપ્શન ભરે?
================================
 
રચયિતા–પી.કે.દાવડા
સંકલન- સ્વપ્ન જેસરવાકર

નોરતાં ની રાત…ગરબોનોરતાં ની રાત…ગરબો

==========================================

મિત્રો ચૈત્રી નવરાત્રિની શરુઆત થઇ ગઇ છે ચાલો ગાંધીધામ ( કચ્છ)થી

આદરણીય પરમ ભક્તરાજ શ્રી કેદારર્સિંહજીના ગરબાને માણીએ.

ગરબાના અંતે તેમના બ્લોગની લિંક અને મેઇલ એડ્રેસ આપેલ છે.આપ

એમના શબ્દોને વધાવતો સંદેશ મોકલશો એવી વિનંતી…..

=========================================

 

આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં

ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા…

 

આશાપૂરા માં મઢ થી પધાર્યાં,   આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં

                                                 હૈયે મારે હરખ ન માય…

 

સોળે શણગાર માં ને અંગે શોભે,   રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે

                                        મુખડું માં નુ મલક મલક થાય…

 

ભાવ જોઇ ને ભક્ત જનો નો,  છૂપી શક્યો નહિ નેહ જનની નો

                                     અંબા માં ગરબા માં જોડાય…

 

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે

                                                 તાલી દેતી ત્રિતાલ…

 

દીન “કેદાર” ની માં દેવી દયાળી,  દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી

                                                રમશું ને ગાશું સારી રાત…

 

કેદારસિંહજી મે. જાડેજા

 

ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

 

kedarsinhjim@gmail.com 

 

kedarsinhjim.blogspot.com

 

==============================================

સંકલન== સ્વપ્ન જેસરવાકર

બ્રેકઅપ…કાવ્ય


બ્રેકઅપ…કાવ્ય 
===============================
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની એક અન્યય રચના
આપ સહુના ચરણ કમળમાં ધરું  છું આશા છે કે આપને ગમશે.
આપની અનન્ય પ્રતિભાવ સરખા સંદેશની રસીદ શ્રી દાવડા
સાહેબના ખાતે જમા લેવાશે…………….
==================================
બ્રેકઅપ
===================================
તમે   કહો  ને  અમે  ન કરીએ, એવું  બને  જ કેમ?
સદા   તમોને  રાજી  કરવા, એ  જ  અમારી   નેમ.
દિવસરાત  અર્પણ છે  તમને,  છતાં કરો છો વહેમ?
તમે   ભલે ના  સમજી શકતા, અમે  કર્યો  છે પ્રેમ.
તમે  કહો તો  સૂરજ  ઊગે,  તમે  કહો  તો રાત પડે,
દિવસ-રાતના  ભેદ  તમારી  પાસે  અમને  નહિં નડે;
છતાં  તમારા શંકીલા મનમા   શાને  ખોટી છાપ પડે?
આવું   માનસ  હોય  તમારું, ગાડી  પાટે  કેમ  ચડે?
બદલો  માનસ હવે  તમારું, નહિં  તો અંતર  કેમ  મળે,
અહીં  પ્રેમના  મોજા  ઉછળે, તમને  ના કંઈ સમજ પડે,
આ છેલ્લો છે   યત્ન અમારો, એમા જો કંઈ પણ ન વળે,
સારૂં  થાસે “બ્રેકઅપ” કહીને, બેઉ પોત-પોતાને માર્ગ પડે.
=====================================
રચયિતા–પી. કે. દાવડા
સંકલન– સ્વપ્ન જેસરવાકર

ફજેતીની શરુઆત થઇ હશે…કાવ્ય


ફજેતીની શરુઆત થઇ હશે…કાવ્ય
==========================
 જગમાં જ્યારે લગ્ન જીવનની વાત થઇ હશે
ત્યારે માનવીની પનોતીની શરુઆત થઇ હશે
મળી નહિ હોય કોઇ જ્યોતિષીને દક્ષિણા મોટી
એ દિનથી સાડાસાતીની શરુઆત થઇ હશે
વાયા વાયરા ને ખીલી ઉઠ્યું હશે  ઉપવન
ત્યારથી જગમાં પ્રકૃતિની શરુઆત થઇ હશે
કનડતાં જ હશે ખુદનાં બાળકો મા બાપને
ત્યારથી જ આપવીતીની શરુઆત થઇ હશે
કદીયે સાચાં ના પડે ને ચર્ચા થાય ચારેકોર
એ દિ ‘સ્વપ્ન ‘ની ફજેતીની શરુઆત થઇ હશે
==========================
સ્વપ્ન જેસરવાકર

મારા સાહિત્યના પ્રયોગો…પી.કે.દાવડા


મારા સાહિત્યના પ્રયોગો…પી.કે.દાવડા
===================================
“કચ્છમાં છે એક સ્થળ ખાવડા તે પ્રદેશના વતની દાવડા
મોહમયી મુંબાઇના વાસી હાલ બન્યા છે ફ્રિમોન્ટ રહેવાસી
કહે અનુભવના બે બોલ એ શબ્દો બની જાય છે અનમોલ “
========================================
મિત્રો આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની એક મજાની રચના છે.
આશા છે કે આપને ખુબ ગમશે .
========================================
(ગંગ, કબીર, રહીમ, અખો અને લોક સાહિત્યની નકલ કરવાના પ્રયોગો)
(ગંગ)
જે બ્લોગમા દાવડા લખે, પછી બીજા બ્લોગ જૂઓ ન જૂઓ,
લેખ દાવડાના વાંચ્યા પછી તમે આખી રાત સુવો ન સુવો.
(કબીર)
દાવડા આ સંસારમાં સૌ  ને મળજો  ગલે,
ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલે.
પણ  વાત આ મારી,  ગાંઠ બાંધજો  ભલે
સુંદર નારીના  રૂપમા નારાયણ  નહિં મલે.
(રહીમ)
દાવડા જીભને બાવરી  કહી ગઈ સરગ પાતાળ
તે  બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ.
(અખો)
બ્લોગર તારી  છે આ  મજા, કોણ ચોર ને કોને સજા?
લખે કોણ ને કોનું નામ, રોટલા ખા ટપટપનું શું કામ?
લખનારાને પ્રતિભાવ ચાર, કોપી કરનારને મળતા બાર.
સારા લેખને પ્રતિભાવ ચાર, સુંદર મુખડું પ્રતિભાવ બાર,
લેખ  ચડે  કે  ફોટો ચડે?  દાવડા  બ્લોગનું  કહેવું  પડે,
વાંચનારાને   બેઉ ગમે, પણ કારણ શું એ  કહેજો  તમે. 
ખંજવાળી  દે મારી પીઠ  તો હું ખંજવાળું તારી પીઠ,
બ્લોગોમાં છે આ વ્યહવાર, દાવડા દીઠો મેં વારંવાર,
લેખ ગમે તે વાંધો નહિં, પ્રતિભાવ સારો આપવો સહી.
પગાર નથી એક પણ પાઈ, બની ગયો તોપણ સિપાઈ,
કોઈ જો કોપી-પેસ્ટ જ કરે, તે આગળ જઈ ફરિયાદ કરે,
દાવડા આવા  મિત્રો હોય, તો શત્રુ રાખી  કરે શું કોય?
 (લોક સાહિત્ય)
બ્લોગર બ્લોગમા પેશીને, સમય કરીશના વેસ્ટ,
સાથી  તારા  ત્રણ છે,  માઉસ,  કોપી ને  પેસ્ટ.
ભલું થજો આ બ્લોગનું, છાપ્યું  મારો  લવારો,
બ્લોગ વિના આ લખવાને મારો નથી કોઇ આરો.
                   -પી. કે. દાવડા
===============================
(આ પ્રયોગોમાં કોપી/પેસ્ટ કરતાં વધારે ઉચ્ચ કક્ષાની ટેકનીકનો ઉપયોગ કરવામા આવ્યો છે.)
રચનાકાર= શ્રી પી. કે . દાવડા સાહેબ.
સંકલન= સ્વપ્ન જેસરવાકર