ફજેતીની શરુઆત થઇ હશે…કાવ્ય


ફજેતીની શરુઆત થઇ હશે…કાવ્ય
==========================
 જગમાં જ્યારે લગ્ન જીવનની વાત થઇ હશે
ત્યારે માનવીની પનોતીની શરુઆત થઇ હશે
મળી નહિ હોય કોઇ જ્યોતિષીને દક્ષિણા મોટી
એ દિનથી સાડાસાતીની શરુઆત થઇ હશે
વાયા વાયરા ને ખીલી ઉઠ્યું હશે  ઉપવન
ત્યારથી જગમાં પ્રકૃતિની શરુઆત થઇ હશે
કનડતાં જ હશે ખુદનાં બાળકો મા બાપને
ત્યારથી જ આપવીતીની શરુઆત થઇ હશે
કદીયે સાચાં ના પડે ને ચર્ચા થાય ચારેકોર
એ દિ ‘સ્વપ્ન ‘ની ફજેતીની શરુઆત થઇ હશે
==========================
સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ફજેતીની શરુઆત થઇ હશે…કાવ્ય

  1. શ્રીમાન. ગોવિંદભાઈ

    ફજેતી પર રચના બનાવી દીધી

    વાહ ભાઈ વાહ

    ” વાયા વાયરા ને ખીલી ઉઠ્યું હશે ઉપવન

    ત્યારથી જગમાં પ્રકૃતિની શરુઆત થઇ હશે

    કનડતાં જ હશે ખુદનાં બાળકો મા બાપને

    ત્યારથી જ આપવીતીની શરુઆત થઇ હશે

    કદીયે સાચાં ના પડે ને ચર્ચા થાય ચારેકોર

    એ દિ ‘સ્વપ્ન ’ની ફજેતીની શરુઆત થઇ હશે.”

    Like

  2. કેટલા ઉજાગરા વેઠ્યા હશે ‘સ્વપ્ન’ એ

    ત્યારે આટલી લાલી પ્રભાતે છલકાઈ હશે.

    આપે કામ સાથે કલમને પ્રેમથી આવકારી છે અને એટલે જ આ તાજગી શબ્દોમાં રમે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      બસ કામ સાથે કલમને અપનાવવાનો સહયોગ ને હુંફ સાથે માર્ગદરશન કાયમ આપ દ્વારા પ્રાપ્ત થતું રહ્યું છે અને રહેશે.
      આપને વંદન સાથે નમસ્કાર ને આભાર

      Like

  3. જ્યારે ગોવિંદ પટેલ નવરાશે કમ્પ્યુટર લઈને બેઠા હશે

    ત્યારે એમની કલ્પનામાંથી આવું સરસ કાવ્ય જન્મ્યું હશે

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

      આપના સ્નેહ ભરપુર સંદેશ દ્વારા હરદમ એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

      આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર .

      Like

  4. મહિફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે
    મારા ગયા પછી જ, મારી વાત થઈ હશે.
    – કૈલાસ પંડિત
    એમનો પરિચય ડેટા ક્યાંયથી મળતો નથી. મેળવી આપો તો ખરા માનું.

    Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશ કાકા,

      આપના સુચનને માથે ચડાવી ગુજરાતમાં એક બે જણને વાત કરી છે .
      આપના શુભાષિશ બદલ ખુબ જ આભાર

      Like

  5. જ્યારે કોઈને આવ્યો હશે; આ બલોગનો વિચાર
    ત્યારે મજા સવારની આ, શરૂઆત થઈ હશે.

    Like

    1. આદરણીય વડિલ શ્રી સુરેશ કાકા,

      કેમ આ ગોદડિયાના ફજેતીના ફાળકામાં બેસવાની મજા પડી ને ?

      બસ આવા આપના પ્રેમ ભાવ વડૅ ભિંજાવાનો આનંદ અનેરો હોય છે.

      આપના શુભાષિશ બદલ ખુબ જ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s