દાવડાની બ્લોગયાત્રા…કાવ્ય


દાવડાની બ્લોગયાત્રા…કાવ્ય
================================
 શુક્ર્વારે ” ગોદડિયા ચોરા”માં વાંચો
    ” ઉપાડવા કોને ? “
http://www.godadiyochoro.wordpress.com/
=================================
દાવડાની બ્લોગયાત્રા………..
બ્લોગે  બ્લોગે ફરતો હતો, દાવડા  કંઈ પણ ભરતો હતો,
ભરત સૂચકનો સાથ મળ્યો, દાવડા બ્લોગમા રસ્તે પડ્યો.
‘ગોવિંદ’ની ત્યાં થઈ પહેચાણ, નિવડી એ સોનાની ખાણ,
કિશોરભાઈ એ કર્યા વખાણ, ભરતા રહ્યા દાવડાનું  ભાણ.
બ્લોગમા  જે ત્રણ  બેનો મળી, સીમા, પારૂ, પ્રજ્ઞા વળી,
અલકા  ને  પ્રજ્ઞાજુ ભળ્યા, દાવડાને  આશીર્વાદ મળ્યા.
બ્લોગમાંથી પછી મળ્યા સુરેશ, દાવડાને આવ્યો આવેશ,
સુરેશ થકી મળ્યા વલિભાઈ, તુરતમાં એ થઈ ગ્યા ભાઈ.
બ્લોગમા ચંદ્ર, રાત્રિ મળ્યા, રમેશ, વિનોદ એમા ભળ્યા.
અશોકભાઈને જુગલકિશોર, દાવડા થઈ ગયો ભાવવિભોર,
મનમા આવે એક  વિચાર, આવા  મિત્રો  તો  બેડો પાર.
આતાજી પણ સાથી થયા, દાવડાના ઓરતા  પૂરા થયા.
“દાવડા “પૂછે  એક સવાલ, બ્લોગને તેં શું  આપ્યો માલ?
બદલામા બ્લોગે કરી કમાલ, સદમિત્રોનો આપ્યો  ફાલ.
========================================
રચયિતા-પી.કે.દાવડા
સંકલન= સ્વપ્ન જેસરવાકર
Advertisements

12 thoughts on “દાવડાની બ્લોગયાત્રા…કાવ્ય

 1. આદરણીય દાવડા સાહેબની આ રંગીલી કૃતિમાં હૈયાં જ રંગાઈ ગયાં…મિત્રાનંદે.

  વધુ એક રચના ઈ મેલથી મળી.

  શ્રી ગોવિંદભાઈની નિખાલસતા ને શ્રી દાવડા સાહેબે અક્ષરાકૃતિમાં મઢી છે. વતન પ્રેમ અને ભાવ ઉમળકો એટલે જ ‘સૌના લાડિલા સ્વપ્ન’

  આપને ખોબલે અભિનંદન ..શ્રી દાવડાસર …અમારા વતી આ મોંઘેરી ઊર્મિઓ વહાવવા માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  pkdavda@gmail.com

  ગોવિંદ પટેલ….

  જેસરવામાં જન્મીને, અમેરિકા પહોંચ્યો નરબંકો,

  માતૃભાષાની સેવા કરવા, વગાડ્યો એણે ડંકો;

  બ્લોગે બ્લોગે ફરી ફરીને કાવ્યો સુંદર આપ્યા,

  લોકોને પણ લખવા પ્રેરી, ઈનામ એણે સ્થાપ્યા.

  ગુજરાતીનું ગૌરવ રાખવા દેશ અને દુનિયામા,

  “સ્વપન” નામ ધરીને એણે પ્રણ લીધું રૂદિયામા.

  ઝંડા વહેંચ્યા, પુસ્તક વહેંચ્યા, વહેંચી એણે છાશ,

  સૂરજબાનું નામ રહે બસ એક જ મનમાં આશ.

  સૂરજબાના નામે ગામમાં કન્યાશાળા સ્થાપી,

  પુસ્તક, નોટબુક, કપડા સાથે ચપલ સુધ્ધા આપી.

  મોટેલમા એ કરે નોકરી, દિલના છતાંયે મોટો,

  શોધ્યા છતાંયે મળ્યા મને નહિં, એના જેવા જોટો.

  -પી. કે. દાવડા

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ, ( આકાશદીપ)

   આપના શુભ સંદેશ સાથે આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની શુભાષીશનાં ઓવારણાં બદલ

   હુ આપ બંન્ને મહનુભાવો સમક્ષ નત મસ્તક વંદન કરું છું

   Like

 2. બ્લોગમાંથી પછી મળ્યા સુરેશ, દાવડાને આવ્યો આવેશ,

  સુરેશ થકી મળ્યા વલિભાઈ, તુરતમાં એ થઈ ગ્યા ભાઈ.

  બ્લોગમા ચંદ્ર, રાત્રિ મળ્યા, રમેશ, વિનોદ એમા ભળ્યા.

  Read the post….Very happy.
  Liked it !
  Question is raised by Davadaji……It can be answered only by deep thinking !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s