Monthly Archives: મે 2013

સમાચાર તડતડિયાં


સમાચાર તડતડિયાં
=======================================
શુક્રવાર ૩૧- મે- ૨૦૧૩ના રોજ ગોદડિયા ચોરામાં રજુ થશે…
      ”  ફિક્સીંગ ફિક્સીંગ રમીએ “
http://www.godadiyochoro.wordpress.com/
================================================
ભારતીય મૂળના શ્રીનિવાસન અમેરિકામાં જજ બન્યા ( સમાચાર)
બોલો પરદેશની ધરતી પર શ્રીનિવાસન જજ બન્યા…ને
ભારતની ધરતી પર શ્રીનિવાસન નિર્લજ બન્યા….ભારતીય ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ.
દુનિયાને ભારત નબળું લાગે છે કારણ કે મનમોહનસિંહ ઢીલા છે : મુલાયમસિંહ (સમાચાર)
હવે સોનિયાજી તેમજ સહકાર આપતા આપના જેવા પક્ષો શાંતિથી વિચારવા દે
તો જ સબળા બને ને ?
નવાઝ શરીફ પકિસ્તાનના વડા પ્રધાન બન્યા. (સમાચાર)
લ્યો પાકિસ્તાનની પ્રજા પણ શરીફોને નવાજે છે !
લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે. (સમાચાર)
લ્યો નદીઓ સુકાઇ રહી છે પણ નેતાઓની નાડિયો ભ્રષ્ટાચાર ને કૌંભાંડોથી ઉભરાઇ રહી છે .
ભારત અને સાઉદી અરબે સંયુક્ત રીતે આતંકવાદનો વિરોધ કરવાનું નક્કી કર્યું. (સમાચાર)
લ્યો લાદેનની જન્મભુમીની શાહુડી હવે અરબની જન સંખ્યાને અણિયાળાં પિંછાંથી ગોદા મારશે.
વ્યક્તિ મહાન નથી પક્ષ મહાન છે. શંકરસિંહ વાઘેલા (સમાચાર)
લ્યો બાપુને બ્રહ્મ જ્ઞાન લાધ્યુ. અરે ખજુરાહોના વા-ઘેલા અઢાર વર્ષ પહેલાં આ જ્ઞાન કેમ ના લાધ્યું.!
નૌઆખલીનાં તોફાનોએ ગાંધી બાપુને રડાવ્યા હતા.(સમાચાર )
નકસલીઓએ ગાંધી બાપુના ભક્તોને (કોંગ્રેસી) રડાવ્યા
=======================================================
સ્વપ્ન જેસરવાકર

માંગીલાલ ઓર મેંને…કવિતા


માંગીલાલ ઓર મેંને…કવિતા
===============================================
મોતીલાલ અને માંગીલાલ બે નેતાઓ ચુંટણી માટે ટિકિટ માગે છે એમાં
મોતીલાલને ટિકિટ મળે છે અને ચુંટણીમાં હારી જવા સાથે ડિપોઝીટ ગુમાવે
છે તો કોઇ કહે છે કે, જનતાએ આપને હરાવ્યા તો ખરા પણ જનતાનો આભાર
તો માનો .
કવિવર શ્રી માણિક વર્માજીની કલમે આલેખાયેલ અવનવાં અનોખાં ને કદીયે
કોઇએ ના ઉચ્ચાર્યાં હોય એવાં  લાજવાબ સંબોધનો જ્યારે હારેલા નેતા ઉચ્ચારે
છે ત્યારે એવી મજાની હાસ્યની રંગત જામે છે કે કવિ શ્રી માણિક વર્માજીની કલમને
ધન્યવાદ આપવા જ ઘટે.
==================================================
લોકતંત્રકે લુચ્ચોં દગાબાજ તુચ્ચોં
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હરિજન
જબ હમ હાર ગયે તો કાયકા ઇલેક્શન
ભીતરઘાતીયોં જયચંદકે નાતીયોં
તુમને અંગુરી પીકે અંગુઠા દીખાયા હૈ
આજ મુજકો નહીં મીની મહાત્મા ગાંઘીકો હરાયા હૈ
હમારી હાર બીબીસી લંડનસે બ્રોડકાસ્ટ કરવાઇ
ઓર યે ખબર આજ તક કીસી અખબારમેં નહીં આઇ
દેશકો આઝાદી કિન્હે દીલાઇ…..માંગીલાલ ઓર મેંને…(૧)
ગુલમચો ગુલામસે મતદાતા બને તો બુધ્ધિ ચકરાઇ
હમારે ચેહરે પર સુખા ઓર તુમ્હારે ચેહરે પર મલાઇ
પશુ મેલેકે પોસ્ટરો ભુલ ગયે વો દિન
જબ જંગલમેં ઉછલ કુદ કરતે થે
આસમાન ધરતી પર ધરતે થે
અરે લંગોટી લપેટના ભી  ઢંગસે નહિ આયા
તુમકો બંદરસે આદમી કિસને બનાયા…માંગીલાલ ઓર મેંને …(૨)
અંધેરોંકી અવૈધ સંતાનોં હમને તુમ્હેં નૈ રોશનીમેં ખડા કિયા
ઓર હમીકો અંધેરેમેં ચુના લગા દિયા
દુશ્મનકો વોટ ઓર હમકો ટાટા
એક ગાલપે ચુંબન ઓર એક ગાલપે ચાટા
બહોત અચ્છે અબ ખા લો રબડીકે લચ્છે
યે મુંહ ઓર રસ ગુલ્લા કેસરીયા દુધકે પુલ્લે
ઉપરસે ગાંજેકી ચિલમ
ભગવાન કસમ તુમકો યે દિન કીસને દીખાયે…માંગીલાલ ઓર મેંને(૩)
કાયરતાકે કુકડ મુરતો  તુમસે તો બેહતરીન તુમ્હારા બાપ થા
પીછલા ચુનાવ ઇસીને મુજે જિતાયા થા
અરે પેટી લેકે એસા ભાગા કિ આજતક ઘર નહીં આયા
હમને ભી એડી ચોટીકા જોર લગાયા
ઓર ઇસકો શિખંડી પુરસ્કાર કિસને દીલવાયા…માંગીલાલ ઓર મેંને...(૪)
ગીદડકે આખરી અવતારો યે રાજનીતી તુમહારી સમજમેં ક્યું નહી આતી
સત્તા કીસીકી ભી હો જનતા હંમેશાં સતાયી જાતી હે
અરે ખુન હંમેશાં ગરીબોંકા બહા
ઓર યે ચાર જનોંકે સામને કીસને કહા…માંગીલાલ ઓર મેંને…(૫)
ઝાંસીકી રાની કોન થા
પુરા પંડાલ મૌન થા
એક મતદાતા બોલા ઝાંસીકી રાની થા નહિ થી
નેતા ફોરન ઘુમકર બોલે
યે બુધ્ધિ તુમકો કીસને દી…માંગીલાલ ઓર મેંને…(૬)
કાલીદાસકે કલ્લુઓ કભી ખોલા હૈ વો ઇતિહાસકા સુનહરા પન્ના
જબ ભગતસિંહને અસમબ્લીમેં બમ્બ ફોડા
સારે દેશકો જગાયા
હમારે શરીરમેં  ભી એસા કરંટ આયા
યે દેશ પર મર મિટને કે લિયે
એક દરજન બચ્ચે કીસને પેદા કિયે…માંગીલાલ ઓર મેંને…(૭)
કામદેવકી કાર્બન કોપીયો
ક્યા તુમ ઓર ક્યા તુમહારી ઓખાત
અરે જીસ દિનથી તુમહારી સુહાગ રાત
ઓર અંધેરેમેં દીખતી નહીં થી તુમ્હારી લુગાઇ
તબ બીજલીકી બતી કીસને પહુંચાઇ...માંગીલાલ ઓર મેંને…(૮)
દુનિયાકે સારે દેશ હમસે જ્યાદા તરક્કી કર રહે થે
ઉનકે નાઝ નખરે હમેં ખલ રહે થે
અરે હમને ભી એસા દાવ મારા કિ સબ પે પડ ગયે ભારી
સાલોંસે ઇતના કરજા લિયા કિ વો ખુદ હો ગયે ભિખારી
પીટ ગયા સબકા દિવાલા
ઓર યે તરક્કીકા નયા ફોર્મ્યુલા કિસને નિકાલા…માંગીલાલ ઓર મેંને…(૯)
રેગીસ્તાનકે ઠુંઠો સુખેકા મઝા તુમને ચખા
ઓર સંતોષી માતાકા વ્રત હમારી પત્નીને રખા
એક હી ઉપવાસમેં જિંદગી ભારી હો ગઇ
સુબહ તક રામ દુલારી થી સામકો રામ પ્યારી હો ગઇ
ચલી ગઇ સારી જવાની લે કે
ઓર બુઢાપેમેં યે દિન કીસને દેખે….માંગીલાલ ઓર મેંને…(૧૦)
ઓર માંગીલાલ તું તુને  દેશકો ક્યા દીયા
જો કુછ દીયા વો તો મેંને દીયા
ખટિયા તેરી ભી ખડી હે બુન લે
ઓર જાતે જતે એક શેર સુન લે
કિ તુજસે કોઇ ગીલા નહીં હે આસ્તિનકે સાંપ
હમસે હી તુજસે  ખૂન પીલાતે નહી બના..કિ હમસે હી તુજસે  ખૂન પીલાતે નહીં બના.
===============================================
મુલાકાત લ્યો>>>>>http://www.14gaam.com/gujarati-poem.htm
રચયિતા– કવિવર શ્રી મણિક વર્માજી
સંકલન- સ્વપ્ન જેસરવાકર

પાણીના પરપોટા…કાવ્ય


પાણીના પરપોટા…કાવ્ય 
=======================================================
 ચાલો માણીએ આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની રચના.
====== ગોદડિયો ચોરામાં માણો આજે શુક્ર્વારે========
… ……….” પાડાઓ ગયા ક્યાં “?
http://www.godadiyochoro.wordpress.com/
 
પાણીના પરપોટા
==========================================================
ભાઈ રે મારા, આ બ્લોગ બધા છે પાણીના પરપોટા,
મશરૂમની જેમ ફૂટી નીકળ્યા, કોઈ નાના કોઈ મોટા….ભાઈ રે મારા
કૈક  જણાએ ચાલુ  કીધા, કોઈ  નાના   કોઈ  મોટા,
ખરા બ્લોગ તો ચાલી નીકળ્યા બંધ પડી ગ્યા ખોટા…ભાઈ રે મારા
અક્ષરનાદ  ને રીડ ગુજરાતી, નામ  થયા છે  મોટા,
ટહુંકા  કરતી  જયશ્રી ભક્તા, જડે  ના  એના  જોટા….ભાઈ  રે મારા
ફેસબુક  ને  ગુગલગ્રુપના  વ્યાપ  થયા  છે  મોટા,
બ્લોગ  હજારના  ધાડાને પડે  હવે વાંચકોના તોટા… ભાઈ  રે મારા
જાગો ઊઠો, કામ કરો  જેણે, નામ કર્યા  છે  મોટા,
વેબ  જગતનું માપ અપનાવી ફેર કરો જેમા ત્રોટા…. ભાઈ  રે  મારા
=======================================
 રચયિતા= શ્રી પી.કે.દાવડા
સંકલન=સ્વપ્ન જેસરવાકર

અશોકે કર્યા છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય


અશોકે કર્યા  છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય
==================================================
                   શ્રી અશોક મોઢવાડિયા
“વાંચન યાત્રા “ના બ્લોગાધિપતીનો જન્મ દિન ૯-૫-૨૦૧૩ના
રોજ છે તો ચાલો કાવ્ય પુષ્પ દ્વારા વધામણાં દઇએ .
=============================================
હે ગઢ જુનાણે વાગ્યાં છે ઢોલ અશોકે કર્યા છે છેંતાલીસ  ગોલ
અખાત્રીજે રુડી શરણાઇ વાગે જયારે ઉતરે કેસર કેરીનો મોલ
દામોદર કુંડ ઉપરકોટ નવઘણ કુવો ને છે જ્યાંઅડીચડી વાવ
ગરવા ગિરનારે મા અંબાનાં બેસણા ને ગુરુ દત્રાતયના ભાવ
ના  કદી શોક તણો અણસારો હંમેશ હસતા ગમતાનો વરતારો
એવા ગુણનો ગુણિયલ અશોક છે પિતા મહેરામણજીનો પ્યારો
ગરજે ગિરનાર ને મહેંકે બોગનવેલ જ્યાં સાવજડા દેતા ત્રાડો
મહેર એકતા હોય કે કોઇ બ્લોગરને મુસીબતે આપે સાથ રુપાળો
ના શોક ના રોક ના કોઇ ટોક જુનાગઢે જનારને દેતો આવકારો
જુગ જુગ જીવો રાય અશોકજી ગોદડિયાજીના વહાલને સ્વીકારો
=====================================
સ્વપ્ન જેસરવાકર

ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય…..?કાવ્ય


ના રે ના ભાઇ  તારો ને મારો મેળ ક્યાં ખાય…..?કાવ્ય
==================================
શુક્ર્વારના રોજ “ગોદડિયા ચોરા”માં રજુ થશે…..   
                      ” ડબડબ ને કચકચ “
આપ સહુને થશે કે આ વળી   ” ડબડબ ને કચકચ ” શું છે ?
આપ ગોદડિયા ચોરાની મુલાકાતે જશો ત્યારે રહસ્ય પરથી
પડદો ઉચકાશે …તો  માણો ચોરાની ચર્ચા…….
http://www.godadiyochoro.wordpress.com/
==================================
રોજ રાત્રે સપનામાં આવી ને વીંટળાઇ જાય છે
ને જ્યારે સામે મળે છે ત્યારે  શરમાઇ જાય છે
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય.?
તારો  મારો બાપ જબ્બર ને ગબ્બર રિયા છે
જાણે તુ દક્ષિણ કોરિયા ને હું ઉતર કોરિયા છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
તારું ને મારું આ નયન મિલન કેરુ ત્રાટક છે
જાણે તું  છે સિનેમા ને હું ભજવાતું નાટક છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
તું ભજવાયેલું ફરી ભજવાય કોર્ટમાં એ સિનેમા છું.
જ્યારે સંસદ ને વિધાનગૃહમાં ભજવાતું હું નાટક છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય. ?
રોજ બરોજ એકમેકને ગાળો ભાંડતા રહીએ છીએ
ફર્ક છે એટલો આપણામાં તું યુપીએ ને હું એનડીએ છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
આપનાં લેખો કાવ્યો  ગઝલો ગીતો લય ને છંદબધ્ધ છે
ગોદડિયાનાં ગીતો કાવ્યો ને વાર્તામાં ગપ્પાં જથ્થાબંધ છે
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
==================================
સ્વપ્ન જેસરવાકર