ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય…..?કાવ્ય


ના રે ના ભાઇ  તારો ને મારો મેળ ક્યાં ખાય…..?કાવ્ય
==================================
શુક્ર્વારના રોજ “ગોદડિયા ચોરા”માં રજુ થશે…..   
                      ” ડબડબ ને કચકચ “
આપ સહુને થશે કે આ વળી   ” ડબડબ ને કચકચ ” શું છે ?
આપ ગોદડિયા ચોરાની મુલાકાતે જશો ત્યારે રહસ્ય પરથી
પડદો ઉચકાશે …તો  માણો ચોરાની ચર્ચા…….
http://www.godadiyochoro.wordpress.com/
==================================
રોજ રાત્રે સપનામાં આવી ને વીંટળાઇ જાય છે
ને જ્યારે સામે મળે છે ત્યારે  શરમાઇ જાય છે
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય.?
તારો  મારો બાપ જબ્બર ને ગબ્બર રિયા છે
જાણે તુ દક્ષિણ કોરિયા ને હું ઉતર કોરિયા છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
તારું ને મારું આ નયન મિલન કેરુ ત્રાટક છે
જાણે તું  છે સિનેમા ને હું ભજવાતું નાટક છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
તું ભજવાયેલું ફરી ભજવાય કોર્ટમાં એ સિનેમા છું.
જ્યારે સંસદ ને વિધાનગૃહમાં ભજવાતું હું નાટક છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય. ?
રોજ બરોજ એકમેકને ગાળો ભાંડતા રહીએ છીએ
ફર્ક છે એટલો આપણામાં તું યુપીએ ને હું એનડીએ છું
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
આપનાં લેખો કાવ્યો  ગઝલો ગીતો લય ને છંદબધ્ધ છે
ગોદડિયાનાં ગીતો કાવ્યો ને વાર્તામાં ગપ્પાં જથ્થાબંધ છે
ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?
==================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

4 thoughts on “ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય…..?કાવ્ય

  1. ક્યા બ્બાત !

    (ભલે) ગોદડિયાનાં ગીતો કાવ્યો ને વાર્તામાં ગપ્પાં જથ્થાબંધ છે,
    પણ એમાં સચ્ચાઈ, સાદગી, રમુજ ને દેશપ્રેમ અકબંધ છે.
    ના રે ના ભાઇ તારો ને મારો મેળ ક્યાં ખાય ?

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s