અશોકે કર્યા છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય


અશોકે કર્યા  છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય
==================================================
                   શ્રી અશોક મોઢવાડિયા
“વાંચન યાત્રા “ના બ્લોગાધિપતીનો જન્મ દિન ૯-૫-૨૦૧૩ના
રોજ છે તો ચાલો કાવ્ય પુષ્પ દ્વારા વધામણાં દઇએ .
=============================================
હે ગઢ જુનાણે વાગ્યાં છે ઢોલ અશોકે કર્યા છે છેંતાલીસ  ગોલ
અખાત્રીજે રુડી શરણાઇ વાગે જયારે ઉતરે કેસર કેરીનો મોલ
દામોદર કુંડ ઉપરકોટ નવઘણ કુવો ને છે જ્યાંઅડીચડી વાવ
ગરવા ગિરનારે મા અંબાનાં બેસણા ને ગુરુ દત્રાતયના ભાવ
ના  કદી શોક તણો અણસારો હંમેશ હસતા ગમતાનો વરતારો
એવા ગુણનો ગુણિયલ અશોક છે પિતા મહેરામણજીનો પ્યારો
ગરજે ગિરનાર ને મહેંકે બોગનવેલ જ્યાં સાવજડા દેતા ત્રાડો
મહેર એકતા હોય કે કોઇ બ્લોગરને મુસીબતે આપે સાથ રુપાળો
ના શોક ના રોક ના કોઇ ટોક જુનાગઢે જનારને દેતો આવકારો
જુગ જુગ જીવો રાય અશોકજી ગોદડિયાજીના વહાલને સ્વીકારો
=====================================
સ્વપ્ન જેસરવાકર

18 thoughts on “અશોકે કર્યા છેંતાલીસ ગોલ …જન્મ દિન વધામણાં..કાવ્ય

 1. અશોકભાઈની મહેક તેમના ઉમદા વિચાર વૈભવથી અમે દૂર દેશાવરમાં પણ ઝીલીએ છીએ. જન્મદિને અંતરની ખૂબખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   બસ આપના અનરાધાર વરસતા પ્રેમ ને શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

   આદરણીય શ્રી અશોક્ભાઇનો પરગજુ સ્વભાવ એક મિશાલ છે

   Like

 2. ઉત્સાહના પર્યાય એવા શ્રી અશોકભાઈના જન્મ દિન પ્રસંગે આપેલ કાવ્યાંજલિ ખુબ ગમી .

  ભાઈશ્રી અશોકભાઈને જન્મ દિવસના અભિનંદન અને અનેક શુભેચ્છાઓ .

  Like

 3. અશોકભાઈ, સૌથી પહેલા તો જન્મદિવસની વધાઈ અને ઢેર સારી શુભેચ્છાઓ.
  ગોવિંદભાઈએ ભૂલથી તમારી ઉમ્મરમાં ૧૦ વર્ષ ઉમેરી દીધા એનો અર્થ તમારા આયુષ્યમા ૧૦ વર્ષ ઉમેરાઈ ગયા. હવે ૧૧૦ તો પાકા જ !!!
  સસ્નેહ,
  દાવડા

  Like

 4. ખુબ ખુબ આભાર ગોવિંદભાઈ.
  આપનો સ્નેહ છે જે અમ જેવા મિત્રોને માટે આવા રૂડાં શબ્દો આપની કલમે પ્રગટાવે છે.
  આદરણિય કિશોરભાઈનો પણ આભાર.
  (નમ્રસુધારો: મને હજુ માત્ર ૪૬ જ થયા ! એટલે કે, ’અભી તો મૈં જવાન હું’ 🙂 )

  Like

  1. આદરણીય શ્રી અશોકભાઇ,

   આપનુ લખાણ વંચાણે લઇ યોગ્ય સુધારો કરવામાં આવ્યો છે. (સરકારી ફાઇલોના લખાણ જેમ )

   બસ આજ રીતે ખુબ આગળ વધો ને નામના મેળવો એવા અંતરના આશિર્વાદ

   આપના સ્નેહ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s