પાણીના પરપોટા…કાવ્ય


પાણીના પરપોટા…કાવ્ય 
=======================================================
 ચાલો માણીએ આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની રચના.
====== ગોદડિયો ચોરામાં માણો આજે શુક્ર્વારે========
… ……….” પાડાઓ ગયા ક્યાં “?
http://www.godadiyochoro.wordpress.com/
 
પાણીના પરપોટા
==========================================================
ભાઈ રે મારા, આ બ્લોગ બધા છે પાણીના પરપોટા,
મશરૂમની જેમ ફૂટી નીકળ્યા, કોઈ નાના કોઈ મોટા….ભાઈ રે મારા
કૈક  જણાએ ચાલુ  કીધા, કોઈ  નાના   કોઈ  મોટા,
ખરા બ્લોગ તો ચાલી નીકળ્યા બંધ પડી ગ્યા ખોટા…ભાઈ રે મારા
અક્ષરનાદ  ને રીડ ગુજરાતી, નામ  થયા છે  મોટા,
ટહુંકા  કરતી  જયશ્રી ભક્તા, જડે  ના  એના  જોટા….ભાઈ  રે મારા
ફેસબુક  ને  ગુગલગ્રુપના  વ્યાપ  થયા  છે  મોટા,
બ્લોગ  હજારના  ધાડાને પડે  હવે વાંચકોના તોટા… ભાઈ  રે મારા
જાગો ઊઠો, કામ કરો  જેણે, નામ કર્યા  છે  મોટા,
વેબ  જગતનું માપ અપનાવી ફેર કરો જેમા ત્રોટા…. ભાઈ  રે  મારા
=======================================
 રચયિતા= શ્રી પી.કે.દાવડા
સંકલન=સ્વપ્ન જેસરવાકર

14 thoughts on “પાણીના પરપોટા…કાવ્ય

  1. અવલોકન, મૂલ્યાંનકન અને મર્મભરી મજાની કવિતા…આદરણીય દેવડા સાહેબની ગમી જાય એવી સુંદર રચના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. મધુરાધિપતિનું અખિલમ્ મધુર હોય છે તેમ ગોદડિયા બાપુનું બધું મધુ મધુ હોય છે…..આ ચોરો ભાઈચારા નામનો ચારો ચરવા માટેનું મજાનું સ્થળ છે…મારા જેવા ત્યાં નિયમિત ન આવી શકે એનો અફસોસ જ કરવો રહ્યો…..

    Like

  3. સમય બદલાય એમ બધું બદલાતું રહે છે . દાવડાજી કહે છે એમ ફક્ત બદલાવ જ શાસ્વત છે .

    જે સત્વશીલ હશે એ ટકશે . બાકી બધું સમયના સપાટામાં ખરી પડશે .આજે લોકોને બ્લોગ

    વાંચવાનો સમય નથી કે નથી ઈચ્છા . ડોલર કમાવામાં ગુજરાતી ભાષા ભુલાતી જાય છે .

    આ બધા બ્લોગ મોટે ભાગે ઉંમર લાયક નિવૃત ઘરડા માણસોથી જ ચાલતા હોય છે અને વંચાય છે .

    સબકો સન્મતિ દે ભગવાન . ગુજરાતી ભાષા અમર રહો .

    Like

    1. આદરણીય વડિલ . શ્રી વિનોદકાકા

      આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.સાથે લાખેણી વાતોનું સત્ય પ્રકાશ પાથરી ગયું

      મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે.

      આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  4. “આ બ્લોગ બધા પાણીના પરપોટા”ના શબ્દો સાથે એક કાવ્ય રચના.

    સુંદર અને અત્યારન બ્લોગ જગતને સત્યમાં દર્શન આપતી રચના !

    ગમી !

    >>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting all to Chandrapukar !

    Like

    1. આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ,

      આપનું આગમન અનેરો ઉત્સાહ પ્રેરી ગયુ.

      મુ. શ્રી દાવડા સાહેબની રચના પ્રેરણાત્મક હોય છે.

      આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.