ધન્ય ધન્ય ઓ મેવાડના ધણી…..કાવ્ય


ધન્ય ધન્ય ઓ મેવાડના ધણી…..કાવ્ય

=============================================

 મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ આઝાદીની અમરકથા !
દેશની આઝાદીના તમે તરુણ તપસ્વી બની રહો !

             (ગુગલજીનો આભાર )

===============================================

 ધન્ય ધન્ય ઓ મેવાડના ધણી

તે તો ખુમારીની ઇમારતો ચણી

વતન કાજે ઝુમ્યો તું અપરંપાર

આઝાદીના ખેલ્યાં યુધ્ધ અપાર

નેક ટેક અડગતાનો બન્યો શિરમોર

હજારોના સૈન્ય સામે તું એકલવીર

આજ જન્મદિને સમરીએ મહાવીર

જુગ જુગ જીવો માનવ કેરા ઉર

=====================================

સ્વપ્ન જેસરવાકર

=========================================

આ લેખ  ” ગુજરાત સમાચાર “ નો કોલમ લેખ

” ઇંટ અને ઇમારત “ ના સૌજન્ય થકી

============================================

મહારાણા પ્રતાપની જન્મ જયંતીએ આઝાદીની અમરકથા !

દેશની આઝાદીના તમે તરુણ તપસ્વી બની રહો !જિંદગી બસ મૌત કો તરસતી હૈ

મૌત ભી કહાં સસ્તી મિલતી હૈ,

જિંદગી કી દુઆ માંગતે થે બરાબર,

અબ મૌત કી મુનાયતે (પ્રાર્થના) કર રહે હૈ.

સત્તરમી સદીનું એક સવાર. અરવલ્લીની આભ અડતી ટેકરીઓ. પ્રભાતનો સૂર્ય ધીરે ધીરે

આકાશમાં આવી રહ્યો છે. પાસે જ ઉદયસાગરનાં ઉંડા જળ લહેરી રહ્યાં છે.

એ સાગરના કાંઠે એક શિવાલય છે. શિવાલયના પ્રાંગણમાં એક સભા મળી છે.
એ સભા મેવાડના વીરોની છે. એમાં રજપૂત અને ક્ષત્રિયો છે, અફઘાન સરદાર હકીમ સૂર

પઠાણ અને ભીલોના સરદાર પણ છે. બધા વીરો ભગવાન શિવને ઘૂંટણિયે પડયા છે.

ધીરે ધીરે હર હર મહાદેવ પોકારી રહ્યા છે. મહારાણા પ્રતાપ રુદ્રદેવ પાસે માગી રહ્યા હતા કે

લોહી ભલે વહી જાય પણ આ મેવાડી વીરોનું માથુ કદી નમે નહીં.
રાણા પ્રતાપે ઉત્સાહમાં આવીને કહ્યું, ”પ્રતાપના નેકટેક વખણાય છે પણ એ તમારા બળ પર,

તમારી સહાય પર આધારિત છે. પ્રતાપ કદી દુશ્મનોને નહિ નમે, પણ આપણા વહાલા

વતનની દશા જોઈ મારું હૈયું ચિરાઈ જાય છે. આખો દેશ બે-ચિરાગ છે. ખેતરોમાં હળ ચાલતા નથી.

ગૌચરોમાં ગાયો ચરતી નથી. બધું નાશ પામ્યું છે. માત્ર આપણી આઝાદીની ભાવનાને લેશ

પણ ધક્કો વાગ્યો નથી. આ આપણું પ્યારું વતન જ્યાં બાપ્પા રાવળ, હમીર ચક્રવર્તી, રાણા

સમરસિંહ ને રાણા સંગ જેવા પ્રતાપી અને પવિત્ર રાજાઓ થઈ ગયા. પદ્મિની જેવી પતિવ્રતા

ને પન્ના જેવી વફાદાર દાસીઓ થઈ ગઈ, એ વતનની ધૂળમાટીના તિલક કરીએ !”
રાણા પ્રતાપે આગળ કહ્યું, ”આઝાદી પવિત્ર વસ્તુ છે, ને એનો ઉપાસક તપસ્વી હોય છે.

પ્રતિજ્ઞાા કરો કે આઝાદી હાંસલ નહિ થાય ત્યાં સુધી સોનારૃપાના થાળમાં સ્વાદિષ્ટ જમણ જમીશું નહિ.

”રાણા પ્રતાપે આગળ ચલાવ્યું ”બોલો, પલંગના પોઢણ ને હીરચીરના ઓઢણ અમને નહિ ખપે.”
મેવાડી વીરો ગર્જ્યા ઃ ”ભૂમિ પર દર્ભવાળી પથારી અમારું પોઢણ હશે. ગરીબોના કાંબળા અમારું ઓઢણ હશે.”
રાણા પ્રતાપે ગર્જીને કહ્યું, ”શાબાશ મારા વીરો ! કહો ને, મોત સુધી પરદેશીઓની ગુલામી નહિ સ્વીકારીએ

અને અક્ષર ચિહ્ન તરીકે દાઢી મૂછનો એક પણ વાળ ઓછો નહિ કરાવીએ.

ટૂંકમાં દેશની આઝાદીના તમે બધા તરુણ તપસ્વી હશો.”
મેદની બોલી ઃ ”મંજૂર ! મંજૂર ! શિર માગશો ત્યારે હર એક મેવાડી હોંશથી સગે હાથે ઉતારી આપશે.”
મહારાણા પ્રતાપ આગળ બોલ્યા, ”બોલો, માતૃભૂમિ મેવાડનો જય ! આપણે આપણી આઝાદી કોઈને આપવી નથી.

કોઈની આઝાદી આપણે લેવી નથી. આઝાદી જીવનનો પ્રાણ ને આત્માનો રંગ છે.

બોલો, સહુની આઝાદી સહુને મુબારક હો !”
સરદારોએ તલવારો કાઢી. હવામા ઊંચી વીંઝી, ને પાછી નીચી નમાવી, ભગવાનની હાજરીમાં શપથ લીધા.

હર હર મહાદેવના પોકારો થઈ રહ્યા. આ પોકારો હજી પૂરા શમ્યા ન શમ્યા ને હલ્દી ઘાટીના

મેદાન પર સળવળાટ શરુ થઈ ગયો. ૧૯૭૬ની ૨૧મી જૂનનો એ દિવસ હતો. દિલ્હીપતિ

અકબરનો શારજાદો સલીમ ચતુરંગી સેના લઈને મેદાને પડયો સાથે યુદ્ધકળામાં નિપૂણ રાજા માનસિંહ મદદે આવ્યો.

દરિયા જેવું લશ્કર બંનેની સાથે હતું. મેદાનમા લડાઈના શંખ ફૂંકાયા, પણ હાલ હવાલ

થયેલા મેવાડ પાસે લશ્કરનો તૂટો હતો. હથિયારોનો તૂટો હતો, મદદગારોનો તૂટો હતો.
સૌ વાતની અછત હતી; એક વાતની છત હતી અને તે આઝાદી માટે પ્રાણ આપનાર થોડા પણ સાચા વીરોની !

મહારાણા પ્રતાપ મેદાને સંચર્યા. સાથે બાવીસ હજાર રજપૂત વીરો આઝાદીનો જંગ ખેલવા આવ્યા.

સહુએ કેસરિયા વાઘા સજ્યા હતા.
રાણા પ્રતાપે પોતે જ યુદ્ધનો આરંભ કર્યો. શત્રુરૃપી વાદળોમાં વીજળી પડે એમ તૂટી પડયો.

ખેડૂત મોલ લણે એમ દુશ્મનોના મસ્તકો કાપવા માડયા. એમના ચેતક ઘોડાએ ને એમની

બેધારી તલવારે કમાલ કરી. સલીમના હાથી પર હલ્લો બોલાવી દીધો. પણ સલીમ હાથીના હોદ્દામાં છુપાઈ ગયો, હોદ્દો વજ્રનો હતો.
બાદશાહી લશ્કર વિશાળ હતું ને રજપૂત વીરો ગણતરીના હતા. રજપૂત વીરો પણ ઝૂકવા માંડયા.

ધીરે ધીરે રાણા પ્રતાપ એકલા પડતા ગયા. શત્રુઓએ આ તકનો લાભ લીધો. રાણાજીને ઘેરી લીધા.

તેમના પર તાકીને શસ્ત્રોના ઘા કરવા લાગ્યા. રાણાજી પાછો પગ મૂકે એમ નહોતા

પણ તેથી શું ? આટલા મોટા દળ સામે ગણ્યા-ગાંઠયા માણસો શું કરી શકે ? ને મહારાણા મરાય તો ?
આઝાદીનો સૂરજ સદાને માટે અસ્ત થાય ! આઝાદીની અણનમ ધજા ધૂળમાં રોળાય.

દેશભક્ત બિદાસિંહ ઝાલાએ કટોકટીની પળ ઓળખી. એણે રાણાજીના મસ્તક પર રહેલું છત્ર

ખેંચીને પોતે ધારણ કરી લીધું ને રાણા પ્રતાપને વિનંતી કરી ઃ

”મેદાન છોડી જાઓ. દેશની આશાઓને ફરી બળ આપો.”

 શત્રુઓએ ઝાલાપતિને રાણા પ્રતાપ સમજી ઘેરી લીધા. ઝાલાપતિએ ધમાસાણ યુદ્ધ ખેલ્યું ને ત્યાં વીરગતિ પામ્યા.
રાણા પ્રતાપની સંગમાં ચેતક ઘોડો હતો. મેવાડની ભૂમિ એવી હતી કે ત્યાંના નર-નાર શું, પશુ

પણ આઝાદીના ઉપાસક હતા ચેતક માનસિંહના હાથી પર ધસી ગયો હતો. એ તલવારથી

ઘાયલ તો. પરિસ્થિતને પારખી ચેતક કૂદ્યો.

એક છલાંગ, બે છલાંગ ને થોડી છલાંગોએ મેદાનની બહાર નીકળી ગયો.

રાણા પ્રતાપના દેહમાંથી રુધિરની ધારાવાડીઓ વહેતી હતી.
આખું રણમેદાન લડાઈમાં મશગૂલ હતું, પણ છ આંખોએ રાણા પ્રતાપને નાસતા જોયા હતા.

બે મોગલ સિપાઈઓ હતા. એક રાણા પ્રતાપના પચીસ ભાઈઓમાંનો એક ભાઈ શક્તિસિંહ હતો.

રાણા પ્રતાપ જીવતા કે મરેલા પકડાય તો બાદશાહ ઇનામોથી ન્યાલ કરી દે !

પણ હંમેશા કાયમી જેમ નસીબ આડે આવે તેમ – વચમાં આડી એક નદી આવી.
રાણા પ્રતાપનો ચેતક ને મોગલ સિપાઈઓ બંને ઘોડા અટકીને ઊભા રહ્યા. પણ વાહ રે ચેતક

એ દશ ડગલા પાછળ હઠયો, ને એક છલાંગે નદી પાર કરી ગયો. સિપાઇઓ ઘોડાં દોરીને નદી ઉતરવા લાગ્યા,

પણ વાહ રે કુદરત ! વાહ તારી કરામત ! રાણા પ્રતાપનો ઘોડો પગ ભાંગવાથી જમીન પર

પડયો ને પળવારમાં મૃત્યુ પામ્યો ! રાણા પ્રતાપ પગપાળા બની ગયા.
સિપાઈઓ તાનમાં આવી ગયા. હવે રાણો ભાગી ભાગીને કેટલો ભાગશે ?

આજ નસીબના દરવાજા ખૂલી ગયા. બાદશાહ હોદ્દા, ખિતાબ ને સોનામહોરોથી મઢી દેશે !

બંને સિપાઈઓ નદી ઉતર્યા. રાણાજીનો પીછો પકડયો, પણ ત્યાં તેમની ગરદનો પર કોઈની તલવાર પડી ! અલ્લાહો બિલકુવ્વત ! બંનેના માથા પૃથ્વી પર દડી પડયા !
રાણા પ્રતાપે આ જોયું. તે ઊભા રહી ગયા ને બોલ્યા, ”ઓળખ્યો તને ભાઈ શક્તિ !

નિરાંતે ચાલ્યો આવ. બીજા કોઈના હાથે મરવા કરતા ભાઈના હાથે મરવું ભલું છે.

લઈ જા મારું મસ્તક, અકબર તને માલામાલ કરશે !”
શક્તિસિંહે રક્ત ટપકતી તલવાર ફેંકી દીધી દોડયો. ભાઈના પગમાં પડી ગયો ને બોલ્યો ઃ

”મોટા ભાઈ ! મને માફી આપો. હું તમારી કિંમત ન સમજ્યો, આઝાદીના સૂર્ય !

પાછળ મોગલ દળ આવે છે. એવું ન થાય કે આઝાદીનો સૂર્ય આથમી જાય,

ને ગુલામીની અવસ્થા ચારે તરફ પથરાઈ જાય.”

રાણા પ્રતાપ બોલ્યા ઃ ‘શક્તિ ! મારા જીવનમાં જીવવા જેવું કાંઈ નથી.

મેં હજારો વીરોને મોતને ઘાટ ઉતાર્યા !’
શક્તિસિંહ બોલ્યા ઃ ”મહારાજ ! માણસ જે જન્મ્યો એ મરવાનો તો છે.

આવું આઝાદી માટેનું મોત ક્યારે મળવાનું હતું ? પથારીએ પડીને રજપૂત મરતો નથી.”
રાણા પ્રતાપ બોલ્યા ઃ ”મેં મેદાનમાં પીઠ બતાવી. સાચો રજપૂત કદી પીઠ બતાવે નહિ. હું નાસીપાસ થયો.”

શક્તિસિંહ બોલ્યો ઃ ”સત્યનો રાહ અનેક અવરોધોથી ભરેલો હોય છે. આઝાદી ખુદ એક ભાવના છે.

એ ભાવનાનો દીવો બળે છે ત્યાં સુધી હાર જીતની કોઈ ગણતરી નથી. મોટા ભાઈ ! મારો ઘોડો લો !”

પ્રતાપ કહે ઃ ”અને તો તારું શું થાય ? મોગલો તને દગાખોર માને તને સજા કરે.”

શક્તિસિંહ બોલ્યો ઃ ”મહારાજ ! જેણે પોતાની આઝાદીને દગો દીધો એ દગાખોર કહેવાય તો એમાં નવાઈ શી ?ને દગાખોરને સજા થાય તો એમાં અચરજ પણ શું ?”
રાણાજી બોલ્યા ઃ ”શક્તિ ! શક્તિ ! મારા ભાઈ ! તું કેટલો નિખાલસ છે ! હું નહિ નાસી છૂટું”

શક્તિસિંહ જોરથી બોલ્યો, ”એકલિંગજીની આણ છે. આઝાદીની કસમ છે. આપ નાસી છૂટો.

આપ છો ત્યાં સુધી મેવાડ સૌભાગ્યવંતુ છે. ધૂળની ડમરી ઊડી રહી છે. સિપાઈઓ નજીકમાં છે.”
રાણા પ્રતાપ ઘોડે ચડયા. ઘોડો પણ જાણે અસવારને ઓળખી ગયો. આઝાદી હવામાં સોડાય છે,

જાનવર પણ પારખે છે. ઘોડો થોડીવારમાં રાણાજીને લઈને અદ્રશ્ય થઈ ગયો.
મોગલ સેના આવી પહોંચી. પૂછ્યું ઃ ”ક્યાં ગયો ગુનેગાર ?”
શક્તિસિંહે નિર્ભય થઈને જવાબ વાળ્યો ઃ ”આ રહ્યો ગુનેગાર.”
મોગલ સેનાપતિ બોલ્યો ઃ ”તમે નહિ રાણા પ્રતાપની વાત કરું છું.”
શક્તિ હસીને બોલ્યો ઃ ”અરે ! રાણાજીએ તો બંને સૈનિકોની કતલ કરી મને ચત્તોપાટ કરી નાખ્યો,

ને મારો ઘોડો લઈ નાસી છૂટયા. જબ્બર આદમી !”
રાજા માનસિંહ આગળ આવ્યો ને આવેશમાં બોલ્યો, ”રાણો પ્રતાપ જબ્બર આદમી, પણ તું જૂઠો આદમી !”
શક્તિએ કહ્યું ઃ ”જરૃર ! હર એક વિશેષણને હું અને તમે લાયક છીએ, બાકી આઝાદીના સૂરજની મેં જે થોડી ઘણી સેવા કરી એનો મને હર્ષ છે. જય મા ભોમ !”
માનસિંહ ગુસ્સે થઈને ચાલ્યો ગયો. શક્તિસિંહ હસતો હસતો વિદાય થયો.

આઝાદીનો આથમવા આવેલો સૂરજ વણઆથમ્યો રહ્યો. આઝાદીની ઉષાના એંધાણ આકાશે નોંધાણા એ સંવત ૧૬૩૨.

એ માસ શ્રાવણ. એ તિથિ સુદ સાતમ એ દિન ઘડી જગતને માટે સંદેશરૃપ છે.
આગામી ૧૧મી જૂન એટલે જેઠ સુદ ત્રીજના દિવસે દેશ આખો આ અટંકી આઝાદી વીરની જન્મજયંતી ઉજવીને આઝાદીના તપ અને તમન્નામાં નવો પ્રાણ પૂરશે.

10 thoughts on “ધન્ય ધન્ય ઓ મેવાડના ધણી…..કાવ્ય

  1. एक हिंदी कविके भाव चडचेतक पर तलवार उठा रखता था भूतल पानी को वैरिन के
    सर काटकाट राणा प्रताप सफल करता था जवानी को

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s