Monthly Archives: જુલાઇ 2013

આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય


આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય

=====================================

4 Bloggers- Friends- Half Photo

હેજી અમે ગયાતા રાધા રમણ કેરા આંગણે રે લોલ

નીરખી એનું રુપ મનમંદિરીયું આનંદ માણે રે લોલ

અષાઢ સુદી ચોથ ને જુલાઇ ચોદ રવિવાર રે લોલ

જાગૃતિ અને સંજય કેરી ભક્તિ ભાવનાં પુર રે લોલ

પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ

ને  હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ

આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ

બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ

==============================

સ્વપ્ન જેસરવાકર

ક્યાં કોઇ પુછે છે ? …કાવ્ય


ક્યાં કોઇ પુછે છે ? …કાવ્ય
======================
પહેરાવી દીધો હાર ગુલાબનો એમને
ને મહેણાં ટોણાંના કાંટા કેવા ખુંચે છે
મદ મસ્ત થઇને એ મહાલે છે એ કેવા
અમને કેમ છો તમે એવુંય ક્યાં પુછે છે
કાળઝાળ ગરમીથી તપી રહી છે ધરતી
ઝરમર વરસતો વરસાદ એને સીંચે છે
નથી યાદ આવતો અવિનાશ સુખ શમણે
દેખાય બરબાદી ત્યારે જ એને પુંજે છે
ચમક્તા ઝબુકતા તારલાને જ સહુ પુજે
ખરી પડતા તારલાને ક્યાં કોઇ પુછે છે ?
========================
મુલાકાત લ્યો>>>>>http://www.14gaam.com/gujarati-poem.htm
સ્વપ્ન જેસરવાકર

પ્રાણજી બની ગયા નિષ્પ્રાણ…શ્રધ્ધાંજલિ….કાવ્ય.


પ્રાણજી બની ગયા નિષ્પ્રાણ…શ્રધ્ધાંજલિ….કાવ્ય.

======================================================================

જીવતા જાગતા જીવને શોભાવે એવું હતું આપનું નામ

ચિત્રપટ કેરા રુપેરી પડદે આપે કર્યું છે અનેરું જ કામ

વિલન કેરા પાત્રમાં આપના પ્રવેશે સિનેમાગૃહ સુમસામ

ચરિત્ર વેશે આપ પધાર્યા તો  પ્રેક્ષકો કરતા હતા સલામ

હાસ્યના જ્ઞાન ગમ્મત કેરા સિનેમાગૄહે વસુલ થાયે દામ

અલગ અલગ વેશ પરિધાન કર્યા પણ ના થયા બદનામ

રુપેરી “દુનિયા”માં” શહીદ” થઇને “ઉપકાર” કર્યો “ગુમનામ “

“મધુમતિ”કાજે “હલાકુ” બની “જંજીર” તોડી “જોની મેરા નામ”

===========================================================

મુલાકાત લ્યો>>>>>http://www.14gaam.com/gujarati-poem.htm

સ્વપ્ન જેસરવાકર

રથે ચડ્યા રણછોડ…..કાવ્ય.


રથે ચડ્યા રણછોડ…..કાવ્ય.

===================================

 હે વાલા આપ હર વર્ષે  રથે ચડો છો રણછોડ

નિત્ય નિયમ આપનો ના થાય એમાં બાંધછોડ

બે બંધુ ને બહેની સાથે નગરજનો દર્શન દેશે

નગર કેરી પરિક્રમ્મા કરી ખબર અંતર પુછશે

જાંબુ કાકડી કેરી દાડમ સાથે પ્રસાદમાં મગ

ભક્તોજનો ઉમટશે ન મળે જગા માંડવા પગ

નિજ મંદિરથી પ્રસ્થાન બપોરે મોસાળે આરામ

ભારતીય સંસ્કૃતિમાં ભાઇ બહેનની પુંજાનું નામ

કેટલીય વાર આપ રથે ચડયા ધર્મ રક્ષાને કાજ

અષાઢી બીજના રથે ચડો દો ભકત દર્શન આજ

============================

મુલાકાત લ્યો>>>>>http://www.14gaam.com/gujarati-poem.htm

સ્વપ્ન જેસરવાકર

ચતુર્થમ વર્ષમ પ્રવેશમ


ચતુર્થમ વર્ષમ પ્રવેશમ

===================================

આદરણીય વડિલ પથદર્શક ભાઇ બહેનો વહાલા વાચકો આપ સૌના

સાથ સહકાર અને  માર્ગદર્શનની છત્રછાયામાં ભાંખોડિયાં ભરતું

                            ” પરાર્થે સમર્પણ “

આજે તેનાં તૃતિય વર્ષ પુરાં કરી ચતુર્થ વર્ષમાં પ્રવેશ કરે છે.

વીતેલાં વર્ષોમાં આપના દ્વારા મળેલ સહકાર સલાહ ને સુચનો થકી

                           “પરાર્થે સમર્પણ “

આટલી ઉંચાઇએ પહોચ્યું છે તે બદલ સહુનો ખુબ આભાર …વંદન…

આગામી વર્ષોમાં આપનો આવો અનન્ય સાથ સહકાર મળતો રહેશે

એવી અભિલાષા.

 

કૃતિઓ>>>>>>> ૪૩૫

ભાવ પ્રતિભાવ>>>૪૨૬૨

આંગણિયે પગરવ>>> ૨,૪૩,૭૨૪

 

નોંધ>>>


હમણાં થોડી તકલીફ્ને કારણે આપ સહુના બ્લોગ દર્શને આવી શક્યો નથી

ને હજુ થોડા સમય ના આવી શકું તો મને વિશાળ દિલથી માફ કરશો.

===================================

સ્વપ્ન જેસરવાકર