આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય


આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય

=====================================

4 Bloggers- Friends- Half Photo

હેજી અમે ગયાતા રાધા રમણ કેરા આંગણે રે લોલ

નીરખી એનું રુપ મનમંદિરીયું આનંદ માણે રે લોલ

અષાઢ સુદી ચોથ ને જુલાઇ ચોદ રવિવાર રે લોલ

જાગૃતિ અને સંજય કેરી ભક્તિ ભાવનાં પુર રે લોલ

પધાર્યા આકાશદીપ પ્રેમ થકી એ પ્રકાશતા રે લોલ

ને  હરખથી આનંદ-વિનોદ મિત્રો મહાલતા રે લોલ

આ ગોદડિયે વડિલોને નમી પામી ધન્યતા રે લોલ

બ્લોગ જગતની ચર્ચા ને પ્રસાદી આરોગતા રે લોલ

==============================

સ્વપ્ન જેસરવાકર

17 thoughts on “આકાશદીપ અજવાળે આનંદ વિનોદ…કાવ્ય

  1. આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

   હા એક યાદગાર પ્રસંગ . ત્રણ વિશાલ વડ્લાની છાંયમાં એક બાળક (ગોવિંદ)

   આપ જેવા વડિલોના આશિર્વાદ થકી ભાંખોડીયાં ભરી રહ્યો છે.

   આપના ઉત્સાહપ્રેરિત સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

  1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

   શ્રી વિનોદકાકા અને શ્રી આનંદરાવ અને શ્રી રમેશભાઇનું મિલન મારા માટે નસિબવંતુ બન્યુ.

   આપનાં તાદ્ર્શ્ય દર્શન પવિત્ર શ્રાવણ માસમાં રાધાકૃષ્ણ સન્મુખ થ્યાં એ બદલ ખુબ ભગ્ય્શાળી છું

   આપનો શુભ સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   શ્રી વિનોદકાકા અને શ્રી આનંદરાવ અને શ્રી રમેશભાઇનું મિલન મારા માટે નસિબવંતુ બન્યુ.

   આપ પણ કેલિફોર્નિયાવાસી જ છો.

   આપનો ખુબ આભાર

   Like

 1. વિનોદભાઇનો વિચાર, મોઘેરું મિલન મંદિરે અને મને પેલી પંક્તિ યાદ આવી ગઇ….’તારી વેણીમાં ચાર ચાર (સાહિત્ય પ્રેમીઓના) ફુલ!!
  વિનોદભાઇ તો ઘરના, આનંદરાવને તો હું મલ્યો છું, રમેશભાઇને મલ્યો નથી પણ ફોન પર એક્વાર વાત કરી છે, ગોવિંદભાઇ એકલા જ મારા માટે અજાણ્યા હતા કે જેમની સાથૅ ફોટાની ઓળખ આજે થઇ.
  એક પંથ અને ત્રણ કાજ;મિલન, મંદિર અને મહાપ્રસાદ!
  છેલ્લે, તસ્વીરકારની કરામત નજરે પડી/નોધાઇ. ફરીથી શાંતિથી જોશો તો એ કલાકાર અને એની કલાને જોઈ શકશો.
  સમાચારથી આનંદ થયો.
  ચીમન પટેલ “ચમન”

  Like

  1. આદરણીય વડીલશ્રી ચિમનભાઇ

   આપ સરીખા સાહિત્યના હિમશિખરો એવા વડિલના લેખ મેં ૧૯૯૧-૯૨માં અમેરિકામાં નયા પડકારમાં વાંચેલ

   ત્યારથી મલવાની તાલાવેલી જાગેલી ઘણા પ્રયત્નો છ્તાં આપનો સંપર્ક ના થઇ શક્યો પણ આખરે આપ મારે

   આંગણે પધાર્યા ને શબ્દ પુષ્પ દ્વારા પાંખડીયો વેરી જેથી બ્લોગ ધન્ય બની ગયો

   આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય વડીલશ્રી વિનોદકાકા

   આપ સરીખા સાહિત્યના હિમશિખરો એવા વડિલો શ્રી વિનોદકાકા અને શ્રી આનંદરાવ અને શ્રી રમેશભાઇનું મિલન મારા મટે નસિબ્વંતુ બન્યુ.

   આપનો ખુબ આભાર

   Like

 2. શ્રીજી ચરણે , સત્સંગ , પ્રસાદી અને આદરણીય વિનોદભાઈનાં તેડાં..શ્રી ગોવિંદભાઈ અનેશ્રી આનંદરાવનો ભાવ ઉમળકો..એ સઘળાએ, સંધ્યા સુવર્ણ જેવી છાયા વેરી ગઈ.

  શબ્દોની આ પુષ્પાંજલિએ મઘમઘતા કરી દીધા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આપ સાથે વડિલો એવા શ્રી વોનોદકાકા અને શ્રી આનંદરાવનું મિલન મારા મટે નસિબ્વંતુ બન્યુ.

   આપનો ખુબ આભાર સાથે ફોટા મોકલવા માટે ધન્યવાદ

   Like

  1. આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,

   સાહિત્ય પ્રેમીઓના મિલનમાં ઘેઘુર વડ્લાનો આશિર્વાદ એક દિવસ જરુર મલશે.

   આપના આશિર્વાદ રુપિ સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s