Monthly Archives: ઓગસ્ટ 2013

આશારામજી બન ગયે ફસારામજી…કાવ્ય


આશારામજી બન ગયે  ફસારામજી…કાવ્ય

=================================

આશારામ બને ફસારામ

પંદર દિવસે પકડ્યો જંજીરોમાં જકડ્યો

ભાગમભાગ કરતાં સુરત ઇંદોર રખડયો

પોલિસ જોધપુર બની ગઇ છે  શોધપુર

અડધી રાત અકડ્યો ને પોલિસે પકડ્યો

જર જમીન ને જોરુ વિલાસી  ભોગીરામ

અબ તો આશારામ બન ગયે હૈ ફસારામ

==============================

સ્વપ્ન જેસરવાકર

વાહ રે વાહ મનમોહનલાલજી


વાહ રે વાહ મનમોહનલાલજી

==========================================================================================

Manmohan_Singh_by_libran005

 

હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી

પણ હવે તો ……..ગાવું પડે…કે,

==============================================

ડિઝલ ડોલર  ને  ડુંગળી

વાહ રે વાહ મનમોહનલાલજી……

કોલસા કોમ્યુનિકેશન ને કટકી

વાહ રે વાહ  મનમોહનલાલજી……

રમણ ભમણ કરી રુપિયાની રેવડી

વાહ રે વાહ  મનમોહનલાલજી……

===========================

સ્વપ્ન જેસરવાકર

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં


 ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં
====================================================================

               (  ગુગલ મહારાજનો ખુબ આભાર )

મિત્રોને નટખટ નંદલાલના પ્રાગટ્ય પ્રસંગના હાર્દિક વધામણાં
==
==========================================================================
હાં રે ગોકુળમાં આજ દિવાળી
પ્રગટ થયા છે વનમાળી રે ( ૨ ) ગોકુળમાં…. હાં રે ગોકુળમાં આજ .
હે ઘેર ઘેરથી ગોપીઓ આવે
મનગમતા એ સાજ  સજાવે
હેજી ભક્તો તારા ગુણલા ગાવે રે (૨)ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે નામ પાડ્યું છે ગાયોના ગોવાળા
સહુના હૈયે ઉછળે હરખના ઉચાળા
હેજી  નીરખવાને નંદલાલા રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે ભક્તો અબીલ ગુલાલ  ઉડાડે
એતો મારગડે જ મટકી ફોડાવે
હેજી ગોરસ રસ ને રેલાવે  રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે ત્યાં તો ભીડ ભરાય છે ભારી
એતો નંદરાયના દરબારે સારી
હેજી નંદ ભુવન ગાજે ત્યારે રે  ( ૨ ) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે પારણીયે ઝૂલે છે નંદ બિહારી
એને ઝુલાવે છે નંદજીની નારી
હેજી ગોવિંદ જાયે બલિહારી રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
 
==================================================

સ્વપ્ન જેસરવાકર

ડુંગળી ડખા આરતી….. ( આરતી )


  ડુંગળી ડખા આરતી… ( આરતી )
======================================================================
મિત્રો મારી નાની દીકરીને ઓન લાઇન ટેસ્ટ આપવાનો હોઇ ઘણા
સમયથી નવીન કૃતિ કે ગોદડિયો ચોરો મુકી શક્યો નથી કે આપના
બ્લોગની મુલાકાત લઇ શક્યો નથી તે બદલ સર્વેની માફી ચાહું છું
======================================================================
જય ડુંગળી માતા  મૈયા જય ડુંગળી માતા 
 ડખાથી તમારા પોકાર પણ  જબરા પડતા …….જય.
ગરીબ તણી  છે કસ્તુરી તું તો  સહુને ભાવતી (૨)
ભજીયાની તો  સાથે (૨) ચટણીમાં વપરાતી……..જય  
પાઉં ભાજીમાં સોડમ તારી અનેરી   આવતી (૨) 
શાકમાં તો તારી(૨) બટાકા સાથે  જોડી  જામતી…જય  
પોકાર પડ્યો તારા નામનો દર બાર વર્ષે (૨)
અઠ્ઠાણુંમાં આગ લગાવી (૨)  અટલને ભરમાવી …જય
અજબ ગજબના  રંગ તારા કૈક  ધોળા ને રાતા (૨) 
અમીર ગરીબ સહુ  જ  (૨)  કચુમ્બરમાં જ ખાતા…જય
મોઘવારીમાં ચડી હડફટે મનમોહન તો મુઝાતા (૨)
નફફટ બની  ખેતી પ્રધાન (૨)  પવાર તો મલકાતા…જય
બિલ્ડરોની  યોજના ફ્લેટ સાથે ડુંગળીના મફત કટ્ટા (૨)
વેલેન્ટીન દિને  પ્રેમિકા  (૨) માંગશે  ડુંગળીના ગઠ્ઠા...જય
વાગે  ઢોલ ને શરણાઈ યુવાન હૈયા રહે છલકાતા (૨)
કરિયાવર ,મંગળફેરામાં (૨) ડુંગળી કેરા દાન દેવાતાં…જય
ડુંગળીના ડખા તણી આરતી જે કોઈ  ભાવથી ગાશે  (૨)
ગાયે ગોવિંદ ગમ્મતથી (૨)  આંખેથી પાણી  નીતરતા….જય
======================================================================
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

ફરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો… ( કાવ્ય)


ફરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો… ( કાવ્ય )

મારા પ્રિય ભારતીય જનો જય હિન્દ ….

આપણા દેશના આન બાન અને શાન સમા આપણા રાષ્ટ્રીય ધ્વજ

વિષે એક કાવ્ય રચ્યું છે આશા છે કે આપને  ગમશે. …

  

ગુજરાતી બ્લોગ જગતના લેખક વડીલો, મિત્રો,બહેનો તેમજ

ભારતીય ગણ તંત્રના જન જન  તમામને સ્વપ્ન જેસરવાકર તરફથી 

ભારતીય ગણતંત્ર દિનની શુભ કામના…..

 

જય જવાન… વંદે માતરમ …જય કિશાન…  ભારત માતા કી જય

===============================================

=============================================

ફરકતો રહે મરકતો રહે વિશાળ ગગને ત્રિરંગો

શાન કાજે જવાનોએ બલિદાનની ટોળી  બનાવી છે

 

રંગ  તારા અનોખા અને નિરાલા  લાગે હમેશાં

 

હર રંગમાં રંગાઈ જઈને ઈદ ને   હોળી  મનાવી છે

 

ઉગે દિનને રાત અનોખી  ભાત પાડી  જીવનમાં  

 

અમે પતેતી, ક્રિસમસ,પર્યુષણ,દિવાળી મનાવી છે

 

શાંતિ, હરિયાળી, બલિદાનની  ભાવના દિલમાં

 

અશોકચક્ર જેમ વિકાસ ગતિની  ગાડી દોડાવી  છે

 

સત્ય અહિંસા તણા છીએ સાચા સમર્થક હમેશાં

 

વખત આવ્યે દુશ્મનને કરડી આંખ જ  બતાવી છે

 

સહન કર્યા જુલ્મો ને કરી છે બલિદાનની સફર

 

દેશ ભક્તિ રંગ કેરી કસુંબલ મહેફિલ  જમાવી છે

 

ધ્યેય જીવનનું કાયમ છલકાશે આ આયખામાં

 

ભગત,સરદાર,સુભાષ,ગાંધીની યાદો સમાવી  છે

 

તુજ શાન કાજે મોત વહાલું કરવાને ક્ષણમાં

 

દેશદાઝ કેરી જ્યોત દિલમાં  કાયમ  જલાવી છે

 

=============================================

સ્વપ્ન જેસરવાકર