ડુંગળી ડખા આરતી….. ( આરતી )


  ડુંગળી ડખા આરતી… ( આરતી )
======================================================================
મિત્રો મારી નાની દીકરીને ઓન લાઇન ટેસ્ટ આપવાનો હોઇ ઘણા
સમયથી નવીન કૃતિ કે ગોદડિયો ચોરો મુકી શક્યો નથી કે આપના
બ્લોગની મુલાકાત લઇ શક્યો નથી તે બદલ સર્વેની માફી ચાહું છું
======================================================================
જય ડુંગળી માતા  મૈયા જય ડુંગળી માતા 
 ડખાથી તમારા પોકાર પણ  જબરા પડતા …….જય.
ગરીબ તણી  છે કસ્તુરી તું તો  સહુને ભાવતી (૨)
ભજીયાની તો  સાથે (૨) ચટણીમાં વપરાતી……..જય  
પાઉં ભાજીમાં સોડમ તારી અનેરી   આવતી (૨) 
શાકમાં તો તારી(૨) બટાકા સાથે  જોડી  જામતી…જય  
પોકાર પડ્યો તારા નામનો દર બાર વર્ષે (૨)
અઠ્ઠાણુંમાં આગ લગાવી (૨)  અટલને ભરમાવી …જય
અજબ ગજબના  રંગ તારા કૈક  ધોળા ને રાતા (૨) 
અમીર ગરીબ સહુ  જ  (૨)  કચુમ્બરમાં જ ખાતા…જય
મોઘવારીમાં ચડી હડફટે મનમોહન તો મુઝાતા (૨)
નફફટ બની  ખેતી પ્રધાન (૨)  પવાર તો મલકાતા…જય
બિલ્ડરોની  યોજના ફ્લેટ સાથે ડુંગળીના મફત કટ્ટા (૨)
વેલેન્ટીન દિને  પ્રેમિકા  (૨) માંગશે  ડુંગળીના ગઠ્ઠા...જય
વાગે  ઢોલ ને શરણાઈ યુવાન હૈયા રહે છલકાતા (૨)
કરિયાવર ,મંગળફેરામાં (૨) ડુંગળી કેરા દાન દેવાતાં…જય
ડુંગળીના ડખા તણી આરતી જે કોઈ  ભાવથી ગાશે  (૨)
ગાયે ગોવિંદ ગમ્મતથી (૨)  આંખેથી પાણી  નીતરતા….જય
======================================================================
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

18 thoughts on “ડુંગળી ડખા આરતી….. ( આરતી )

  1. કાંદાત્રસ્ત લોકોની કારમી વેદનાનો પડઘો કવિરાજે પાડ્યો છે. એ વ્યંગાત્મક સૂરતી રમુજનો આસ્વાદ માણ્યો. અને ગધેડે ગવાતી ડુંગળી આજ તિજોરીએ સંતાડવી પડે એવી નોબત આવી ગઇ છે. જો આ પરિસ્થિતિ ચાલી તો ચલણમાં રૂપિયાનું સ્થાન કાંદો પડાવી લેશે. એવો અણસાર આવી રહ્યો છે…….
    જય ડુંગળી માતા……..અને જય એના ભાવિક ભક્તો………જય….જય……

    Like

    1. આદરણીય વડિલ શ્રી હાસ્ય દરબારના દેવો

      મારા શબ્દોને આપના દરબારે સ્થાન આપવા બદલ આભાર

      આપ મારા આંગણિયે પધારી સંદેશ પુષ્પો વેરી અમને સરહ્યા તે ક્યારેય ભુલાશે નહિ.

      આપન પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી હાસ્ય દરબારના દેવો

      મારા શબ્દોને આપના દરબારે સ્થાન આપવા બદલ આભાર

      આપન પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  2. ‘મૈયા જય ડુંગળી માતા ‘
    આરતી ગાવાની મજા પડી, પણ છેલ્લે ગાવાથી સસ્તા ભાવે ડૂંગળી મળશે, એવું કંઈક ન્હોતું તેથી નિરાશ થવાયું. ઃ)

    Like

    1. આદરણીય વડિલ ડો શ્રી મેવાડા સાહેબ,

      સાહેબ સસ્તી વેચવાનાં નાટક કરવા દિલ્હિમાં ભાજ્પ કોંગ્રેસ ને આમ આદમી કરે જ છે

      આપ મારા આંગણિયે પધારી સંદેશ પુષ્પો વેરી અમને સરહ્યા તે ક્યારેય ભુલાશે નહિ.

      આપન પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

    1. આદરણીય વડિલ શ્રી જગદીશભાઇ સાહેબ,

      આપ મારા આંગણિયે પધારી સંદેશ પુષ્પો વેરી અમને સરહ્યા તે ક્યારેય ભુલાશે નહિ.

      આપન પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  3. હવેના જમાનામાં ડુંગળી અને મોંઘવારીની આરતીઓની જરુર છે. કાલ્પનિક ભગવાનોના ગુણગાન અને પેલાને માર્યો ને ઢીંકણાનો સંહાર કર્યો’ એ આરતીઓ ભૂલી જઈને, આવી વાસ્તવિક આરતીઓથી સમાજને જઅાડવાની જરુર છે.
    નવીન બેન્કર

    Like

    1. આદરણીય વડિલ શ્રી નવિનભાઇ બેન્કર સાહેબ,

      આપ મારા આંગણિયે પધારી સંદેશ પુષ્પો વેરી અમને સરહ્યા તે ક્યારેય ભુલાશે નહિ.

      આપન પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  4. ડુંગળીના ડખા તણી આરતી જે કોઈ ભાવથી ગાશે (૨)

    ગાયે ગોવિંદ ગમ્મતથી (૨) આંખેથી પાણી નીતરતા….જય

    શ્રી ગોવિંદભાઈ , ભાજી પાઉંની લિજ્જત માણ્યા પછી હું આ તમારી ડુંગળીના

    ડખાની આરતી વાંચી રહ્યો છું .

    ડુંગળી આજે એક કિંમતી ચીજ બની ગઈ છે .

    બેન્કના સેફ ડીપોઝીટ વોલ્ટમાં ઘરેણાંની સાથે ભારતના લોકો ડુંગળીને પણ મુકે

    એવું સાંભળ્યું છે એ વાત સાચી છે ?

    હવે છોકરાનો બાપ છોકરીના બાપને ત્યાં કેટલી ડુંગળીનો સ્ટોક છે એ જોઈને

    લગ્ન નક્કી કરે તો નવાઈ નહી .

    ગોવિંદભાઈ , તમે બ્લોગ ઉપર મોડા આવ્યાં પણ આવીને રંગ જમાવી દીધો .

    દેરસે આયે પર દુરસ્ત આયે !

    Like

    1. આદરણીય વડિલ શ્રી વિનોદ્કાકા

      આપ ક્યારેય મારી કૃતિને સરહવાનું ભુલ્યા નથી

      હર વખતે પ્રથમ સંદેશ પાથવ્યો છે

      આપ સહુના પ્રેમને ક્યારેય વિસરાશે નહિ

      આપની શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.