સંતાનો જોયાં અટક્ચાળા….કાવ્ય
========================================.====================
આજકાલ સંતાનો કેરા પારાવાર ત્રાસથી કંટાળેલા વડિલો વૄધ્ધાશ્રમમાં જીવન
ગાળવા મજબુર બને છે ત્યારે તેમના દિલમાં ઉઠતા સવાલોનું એક કાવ્યાત્મક
પ્રતિબિંબ પાડવાનો એક નમ્ર પ્રયાસ.
નોંધ- આવતી કાલે શુક્રવારે “ગોદડિયા ચોરા“માં માણો
“…કાગડાઓની કાગવાસ…
http://godadiyochoro.wordpress.com/
=====================================================
(રાગઃ જોયા ટેક્વાળા જોયા ટેક્વાળા હરિ તારા ભક્તો જોયા ટેકવાળા)
જોયાં અટક્ચાળા જોયાં અટક્ચાળાઆજનાં સંતાનોને જોયાં અટક્ચાળા
માબાપને વૃધ્ધાશ્રમ મોકલી એતો લહેર કરનારા સંતાનો જોયાં અટક્ચાળા….
વર્ષો પહેલાં માબાપની સેવા કાજે “શ્રવણ “બની કાવડમાં જાત્રા કરાવનારા
આજનાં સંતાનોનાં કામો જુઓ “રાવણ” બની પર સ્ત્રી કેરી લાજ લુંટનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં આજ્ઞાપાલક “રામ” બનીને વચન ખાતર વનવાસે જનારા
આજના સંતાનો “હરામ “બની જઇને માબાપને વૃધ્ધાશ્રમે ધકેલનારા……સંતાનો જોયાં.
વર્ષો પહેલા ધર્મરાજ “યુધિષ્ઠીર “ બની માત બંધુ સાથે વન ભટકનારા
આજનાં સંતાનો “નિષ્ઠુર” બની મિલકત કાજે માત પિતાને જેલ ભેજનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં “ભીમ” બની માતા બંધુને સાચવવા રાક્ષસો સાથે લડનારા
આજે સંતાનો “ક્રિમ-જીમ ને આઇસ્ક્રીમ” કાજે પિતાનાં ખિસ્સાં કાપનારા….સંતાનો જોયાં
વર્ષો પહેલાં “અર્જુન “બનીને ગાંડીવ ઉઠાવીને કુરુક્ષેત્રે રણટંકાર કરનારા
આજે સંતાનો “દુર્જન” બની માતપિતાને ઘર બહાર કાઢી ગાળો આપનારા…સંતાનો જોયાં
વર્ષો પહેલાં ” સહદેવ “ બની માતા પિતા વડિલોની સેવા કરનારા
આજ સંતાનો ” કામદેવ “ બનીને પત્ની વાદે માત પિતાને લડનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં ” નકુળ “ બનીને માતા ભાઇ ભાંડુઓની સંભાળ લેનારા
આજનાં સંતાનો મા બાપને ” વ્યાકુળ ” કરી મારી ધક્કે ચડાવનારા…સંતાનો જોયાં.
જગત નિયંતા ભગવાન “વિષ્ણુ “ જગપાલન કરી સર્વને જીવાડનારા
આજે એના ધર્મ પુત્રો “અસહિષ્ણુ “ બની દીકરીઓની લાજ લુંટનારા…સંતાનો જોયાં.
આવાં વર્તન વર્તણુંક હોય જેની એ પાછા બીજાને શિખામણ દેનારા
‘સ્વપ્ન’ મંદિરોમાં જઇ “મા બાપને ભુલશો નહિ” તાળી દઇ ગાનારા…સંતાનો જોયાં.
==================================================================
સ્વપ્ન જેસરવાકર