મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)


 

મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)

===========================================

જુઓ કયાંક રામાયણની ચોપાઈઓનો સુંદર પ્રાસ  છે.

 

તો કયાંક ભાગવતની કથાનો કેવો  મઝાનો  ક્યાસ  છે.

 

સંત પુનીત કેરા પગલે પગલે યાત્રા સંધો પથરાય  છે

 

તો પ્રમુખસ્વામી પગલે સંસ્કૃતિના અક્ષરધામો થાય છે

 

બાપા સીતારામ  જુઓ  ક્યાંક સંતરામ પણ દેખાય છે

 

જલિયાણ જોગીની સાથે ગીરનાર પરિક્રમ્મા થાય છે.

 

કયાંક ભજનો પ્રાર્થનાઓ  ને  અન્નદાન પણ કરાય છે

 

ક્યાંક પુનમના મેળાઓ તો ક્યાંક પરિક્રમ્મા થાય છે

 

છે એવા કૈક જે લોક માનસમાં સ્થાન જમાવી  જાય છે

 

લોકસેવાને કાર્યક્ષેત્ર બનાવી માનવ પ્રેમ કમાઈ જાય છે.

 

 

=============================================

  સાથે  બીજું એક રૂપ………………….

 

=======================================

હતું મને એમ કે  આ તો આધ્યાત્મિકતાનો દેશ છે

 

પણ કલ્પના કડવી બની આતો દેશ એવો વેશ છે.

 

કેટલાક બાપુઓ ને મહંતોનો  આ કેવો  આભાસ છે

 

બનાવી બેઠા  મઠો ને આશ્રમો કૈક  વેપાર  થાય  છે.

 

સરકારો નેતાઓ અધિકારીઓ ભક્ત અનેરા થાય છે

 

મફત જમીનો મેળવી ને  આશ્રમો  મોધાં બંધાય છે.

 

અહી વ્યભિચાર, વિલાસ વૈભવના  અડ્ડા  રચાય  છે

 

કયાંક દેશદ્રોહ અને  બલિદાન કેરા ખેલ ખેલાય છે.

 

પ્રેમ ,પ્રતિષ્ઠા ને પૂજન સાથે  સ્પર્શનો વહેવાર  છે,

 

પ્રેમના તો અહી રોજ ઉજવાતા નવા  તહેવાર  છે. 

 

કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા  ઈજજતો લુટાય છે,

 

અહીં આશાઓની આશા ને રામોના રામ  ભેરવાય છે.

==========================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

6 thoughts on “મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)

 1. કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા ઈજજતો લુટાય છે,

  અહીં આશાઓની આશા ને રામોના રામ ભેરવાય છે.
  ………………………………………
  બનાવી બેઠા મઠો ને આશ્રમો કૈક વેપાર થાય છે.

  સરકારો નેતાઓ અધિકારીઓ ભક્ત અનેરા થાય છે
  This is my India..Richer than anybody in this field.

  Like

  1. આદરણીય વડિલ શ્રી વી.કે.વોરા સાહેબ.

   રજકીય પક્ષૉના મોરચા જેમ આ બાવાઓનાય રાષ્ટ્રીય મોરચા જ છે.

   જનતા પાસેથી લેવું છે પણ આપવું નથી ફક્ત ભોગ વિલાસ ને મિલકત વસાવવી છે.

   હર હંમેશની જેમ આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s