સંતાનો જોયાં અટક્ચાળા….કાવ્ય


સંતાનો જોયાં અટક્ચાળા….કાવ્ય
========================================.====================
આજકાલ સંતાનો કેરા પારાવાર ત્રાસથી કંટાળેલા વડિલો વૄધ્ધાશ્રમમાં જીવન
ગાળવા મજબુર બને છે ત્યારે તેમના દિલમાં ઉઠતા સવાલોનું એક કાવ્યાત્મક
પ્રતિબિંબ પાડવાનો એક નમ્ર પ્રયાસ.
 
નોંધ- આવતી કાલે શુક્રવારે “ગોદડિયા ચોરામાં માણો
     “…કાગડાઓની કાગવાસ…
http://godadiyochoro.wordpress.com/
=====================================================
(રાગઃ જોયા ટેક્વાળા જોયા ટેક્વાળા હરિ તારા ભક્તો જોયા ટેકવાળા)
જોયાં અટક્ચાળા જોયાં અટક્ચાળાઆજનાં સંતાનોને જોયાં અટક્ચાળા
માબાપને વૃધ્ધાશ્રમ મોકલી એતો લહેર કરનારા સંતાનો જોયાં અટક્ચાળા….
વર્ષો પહેલાં માબાપની સેવા કાજે “શ્રવણ “બની કાવડમાં જાત્રા કરાવનારા
આજનાં સંતાનોનાં કામો જુઓ “રાવણ” બની પર સ્ત્રી કેરી લાજ લુંટનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં આજ્ઞાપાલક “રામ” બનીને વચન ખાતર વનવાસે જનારા
આજના સંતાનો “હરામ “બની જઇને માબાપને વૃધ્ધાશ્રમે ધકેલનારા……સંતાનો જોયાં.
વર્ષો પહેલા ધર્મરાજ “યુધિષ્ઠીર “ બની માત બંધુ સાથે વન ભટકનારા
આજનાં સંતાનો  “નિષ્ઠુર” બની મિલકત કાજે માત પિતાને જેલ ભેજનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં  “ભીમ” બની માતા બંધુને સાચવવા રાક્ષસો સાથે લડનારા
આજે સંતાનો “ક્રિમ-જીમ ને આઇસ્ક્રીમ” કાજે  પિતાનાં ખિસ્સાં કાપનારા….સંતાનો જોયાં
વર્ષો પહેલાં “અર્જુન “બનીને ગાંડીવ ઉઠાવીને કુરુક્ષેત્રે રણટંકાર કરનારા
આજે સંતાનો “દુર્જન” બની માતપિતાને ઘર બહાર કાઢી ગાળો આપનારા…સંતાનો જોયાં
વર્ષો પહેલાં ” સહદેવ “ બની  માતા પિતા વડિલોની સેવા કરનારા
આજ સંતાનો  ” કામદેવ “ બનીને પત્ની વાદે માત પિતાને લડનારા…સંતાનો જોયાં.
વર્ષો પહેલાં ” નકુળ “ બનીને માતા ભાઇ ભાંડુઓની સંભાળ લેનારા
આજનાં સંતાનો મા બાપને ” વ્યાકુળ ” કરી મારી ધક્કે ચડાવનારા…સંતાનો જોયાં.
જગત નિયંતા ભગવાન  “વિષ્ણુ “ જગપાલન કરી સર્વને જીવાડનારા
આજે એના ધર્મ પુત્રો “અસહિષ્ણુ “ બની  દીકરીઓની લાજ લુંટનારા…સંતાનો જોયાં.
આવાં વર્તન વર્તણુંક હોય જેની એ પાછા બીજાને શિખામણ  દેનારા
સ્વપ્ન’ મંદિરોમાં જઇ “મા બાપને ભુલશો નહિ” તાળી દઇ ગાનારા…સંતાનો જોયાં.
==================================================================
સ્વપ્ન જેસરવાકર

 

Advertisements

10 thoughts on “સંતાનો જોયાં અટક્ચાળા….કાવ્ય

 1. શ્રી ગોવિંદભાઈ

  આજના સમાજની વ્યથા કવિ હૃદયે ઝીલી લીધી છે. સંતાનો નવા જમાનાના ટેન્શને સમતુલા ગુમાવતા જાય છે અને સંવેદનાઓ રુએ છે. વડીલો બીચારા થતા જાય છે. જીવન

  સુધારવા જતાં વૃધ્ધાવસ્થા અભિશાપ બનતી જાય છે..એ હકિકત આપે વ્યથા સાથે રજૂ કરી છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

   નવી પેઢીને આપણા જેવા વડિલોએ સાચે માર્ગે વાળવાની જરુર છે

   સરકાર અને કોર્ટોએ પણ સખ્ત વલણ અપનાવવાની ખાસ જરુર છે.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. આવાં વર્તન વર્તણુંક હોય જેની એ પાછા બીજાને શિખામણ દેનારા

  ‘સ્વપ્ન’ મંદિરોમાં જઇ “મા બાપને ભુલશો નહિ” તાળી દઇ ગાનારા…સંતાનો જોયાં……………Nice Rachana…opening the eyes to the behaviour of the children in the Modern Age !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

  Like

 3. તમે કહેલી વાત ઘણે અંશે સાચી છે. મેં જયારે આવી વાતો લખી છે ત્યારે ઘણા લોકોએ કહ્યું કે સમય સાથે બધું બદલાય છે અને મા-બાપે એનો સ્વીકાર કરવો જોઈએ. મારૂં કહેવુ એમ છે કે બદલાવ સાચી દિશામાં શા માટે નથી? ખોટી દિશાના બદલાવ સ્વીકાર કરી ચૂપ રહેવું કે પછી તેને ઉજાગર કરી દિશા બદલવા પ્રયત્ન કરવો?

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,

   આપે ખુબ જ અગત્યની વાત કરી ઘણા લોકોની દલીલ આપે કહી તેમ હોય છે

   પણ સત્ય સનાતન વસ્ત્વિકતાને સહુ કોઇએ સ્વીકારવી જ રહી. જે માબાપ ભુખ્યા રહી એમની તમામ ઇચ્છા પુરી કરે છે તેમની આવી

   અવદશા કરનાર સંતાનો પ્રત્યે દયા દર્શાવી ને જમાનો બદલાયો છે એવું કહી ફરજ નાચુકાય.

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s