Monthly Archives: ઓક્ટોબર 2013

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.. ( કાવ્ય )


જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
================================================================
જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
 
પ્યારા વાંચક મિત્રો ૩૧ ઓક્ટોમ્બર ના રોજ એકતા અખંડીતત્તાના સ્વપ્નદ્રષ્ટા
અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ આવે છે તો
ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને જીવનમાં
ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
==============================================================
( રાગ:   આંધળી માનો કાગળ )
=================================================================================
ખેડા જીલ્લો   ખમીરવંતો ને ગૌરવવંતી  છે ગુજરાત
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા  છે  બળુકા બંધુ   બે   ભ્રાત.
                                જન્મ્યા છે  એ નડીયાદ  મોસાળે
                                વિઠ્ઠલ  અને વલ્લભ એવા નામે.
પ્રાથમિક શિક્ષણની  લીધી છે શિક્ષા  કરમસદ  ગામે
માધ્યમિક શિક્ષણ  મેળવ્યું છે  ભાઈ  પેટલાદ  મુકામે 
 
                                ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
                                વિલાયત   જવાનો નિર્ધાર પાકો.
બેરિસ્ટર બની ને જબરી  એમણે તો  કરી છે વકીલાત,
હિન્દુસ્તાન આવી  ગરીબોના બેલી બન્યા છે સાક્ષાત.
                                 ગાંધી બાપુ  કેરા  સંપર્કે  આવ્યા
                                પરદેશી  પોશાક ને પણ   તાગ્યા
બોરસદમાં જજિયા વેરો   ખેડામાં પ્લેગની મહામારી
લડતો માંડી સરકાર સામે  સેવાના  બન્યા ભેખધારી .
                                 દાંડી યાત્રામાં જ ચેતના જગાવી
                                 રાસમાં  વલ્લભ વડે ધૂણી ધખાવી.
ખેડૂતોના મહેસુલ વધારી ઘર જમીનની  જપ્તી ચલાવી
સરદાર પોકારે  બારડોલી  જાગ્યું  સરકાર પણ  ડોલાવી.
                              માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી
                              કેવી રંગત લાવી  સરદારની સરદારી.
હિન્દ છોડોની  લડત લડ્યા ગાંધી  સાથે ખભે ખભો મિલાવી,
રાત દિવસ પરવા ના કરી ને રહ્યા જેલમાં  દિવસો વિતાવી. 
                             આઝાદીની ઉષાએ ઉગ્યો  આનંદ ને ઉમંગ
                             પ્રજાએ  સહુને વધાવ્યા  સરદાર કેરા સંગ  .
છસો  રજવાડા એક જ કર્યાને  ગુથી છે ભારત ભાગ્યની માળા
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા  છે ઉચાળા
                               એકતા અખંડીતત્તા  કેરી  હાંક જ  વાગી
                                જુનાગઢ  જાગ્યું ને  હૈદરાબાદ ગયું હાલી.
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને  કર્યો  છે પડકાર
શ્વેત ક્રાંતિ  કેરા બીજ  રોપ્યા ને ખેડૂતોને કર્યા ખબરદાર
                               ગરીબ જનતાનો બન્યા સાચા હમદર્દી
                               જગમાં ગાજી સાચા જન સેવકની કીર્તિ
સોમનાથ   મંદિરે કરી અડગ  પ્રતિજ્ઞા  જીર્ણોધ્ધાર  કેરી
શુરવીર સરદારે  એક  અંજલી જળ લઇ  કરી એને  પૂરી
                               કાશ્મીર કેરું કોકડું  આજે પણ  ગુંચાવે
                              વારે ઘડીએ સરદાર કેરી યાદ  અપાવે
રાજઘાટ શાંતિઘાટ  વિજયઘાટ  ને ઘાટ ઘાટ  કેરી  હારમાળા
એકતાના પ્રહરી સરદારને ભૂલી ગયા છે બધાય પક્ષોવાળા
                               ભલે  તમે ભૂલી ગયા અમ સરદાર પ્યારા.
                              જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
====================================================================
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય


હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય
 
===============================================
શ્રી ચંદ્રવદનભાઇ
 
Birthday Cakes For You!
આ કાવ્ય રચના ૧૦ ઓકટોબરન રોજ કરેલ હતી પણ આદરણીય
વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇના જમાઇ શ્રી શાહભાઇની મેઇલ હતી
કે તા.૨૦ ઓકટોબરના રોજ કુટુંબીજનો દ્વારા સરપ્રાઇઝ પાર્ટીનું
આયોજન કરેલ છે એટલે મેં આ કાવ્ય “પરાર્થે સમર્પણ”માં મુક્યું નહોતું.
 
આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇને સિતેરમા જન્મ દિવસનીવધાઇ
===========================================
(રાગ- તને સાચવે સીતા સતી.અખંડ સૌભાગ્યવતી..ફિલ્મ-અખંડ સૌભાગ્યવતી)
 
આજ આનંદનો અવસર વરતાય હરખે ભર્યો ઉમંગ અતિ
આજ હૈયે હરખ સાગર ઉભરાય હરખ ભર્યો  ઉમંગ અતિ.
ગામ વેસ્મા કેરા એ નિવાસી રે
માધવ કેરા એ પુત્ર પિપાસી રે
એના પગલે આનંદ મંગલ થાય હરખ ભર્યો ઉમંગ અતિ.
ભારત આફ્રિકા ઇંગ્લેન્ડ રહ્યા
જ્ઞાતિબંધુઓને સહારતા રહ્યા
પુસ્તકાલયોમાં ય પ્રેમ વહાવાય હરખ ભર્યો ઉમંગ અતિ.
કમુ સરખાં જીવનસંગી મળ્યાં
રુપા નીના વંદના વર્ષા ભળ્યાં
ડોકટરીમાં માનવસેવા આરંભાય હરખ ભર્યો ઉમંગ અતિ.
સાહિત્ય સેવાની સુવાસ ફેલાય
પ્રવૃતિઓનાં આયોજનો   થાય
શિક્ષમાં ચંદ્ર-કમુ એવોર્ડ નવાજાય હરખ ભર્યો ઉમંગ અતિ.
શીતળતા ભરી ચાંદની વેરાય
ચંદ્ર પુકાર કેરા ટહુકા સંભળાય
આજ સિતેરમો જન્મ દિન ઉજવાય હરખ ભર્યો ઉમંગ  અતિ.
સગાં સબંધીઓ તો ભેગાં થાય
ચંદ્ર કલાના ગુણલા જ ગવાય
“સ્વપ્ન”  શુભ કામના ગીત ગાય હરખ ભર્યો ઉમંગ અતિ .
==================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

કબૂલાતનામું


આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબના

” કબુલાતનામા” ને શત શત વંદન

================================

P.K.Davada

“કાર્ય છે સરાહનીય ને હર કાર્યે થયા ઉતીર્ણ

સહુને ગમતા સહુને ભાવતા નામ છે પ્રવિણ

પોતાનો બ્લોગ નહિ ને પરને કરી દે અર્પણ

નિખાલસ ભરી વાતો કરે ને કરી દે સમર્પણ”

=====================================================

કબૂલાતનામું

===================================================================

૨૦૦૯ ના ફેબ્રુઆરી માસથી શરૂ કરી આજ સુધીમાં મેં

આસરે ૨૦૦ પોસ્ટ અલગ અલગ બ્લોગમા મૂકી.

એમાથી ૫૦ કવિતાઓ હતી ને ૧૫૦ જેટલા લેખ હતા.

મેં કયારે પણ લેખક કે કવિ હોવાનો દાવો કર્યો નથી.

શરૂ કર્યું ત્યારથી આજ સુધી મને અહેસાસ છે કે શિક્ષણને

નાતે અને વ્યવસાયને નાતે હું એક એંજીનીઅર છું,

અને મારૂં વ્યક્તિત્વ એક આંકડા ગણતા એંજીનીઅરનું છે.

સાહિત્ય સાથે મારો દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી.

અને મારા કોઈપણ લખાણમાં, ક્યાંયે સાહિત્યની ઝલક નથી.

ઈંટ ઉપર ઈંટ મૂકી જેમ મકાનનું ચણતર થાય, તેમ શબ્દો

ગોઠવી મેં કવિતા કરી અને લેખ લખ્યા. મારા લખાણમાં ક્યાંયે

કોઈ સંદેશ નથી, કંઈ જ્ઞાનની વાત નથી, અધ્યાત્મ નથી અને

શિક્ષણ પણ નથી. વિષય ઉપરછલ્લા છે,એમાં કોઈ ઉંડાણ નથી,

એમા છે તો માત્ર વાણી વિલાસ છે.

મારા લખાણને તમે structured writings કહી શકો.

મારી સૌથી મોટી નબળાઈ મારૂં ખરાબ ગુજરાતી વ્યાકરણ છે.

મારી જોડણીમાં અનેક ભૂલો હોય છે. અનુસ્વાર મને હંમેશાં

મુંજવણમાં મૂકે છે. સ,શ કે ષ નો નિર્ણય પણ મને મુંજવે છે.

દ અને ડ મને દ્વિધામા મૂકે છે. થોડે અંશે જ અને ઝ નું પણ

આવું જ છે. અને તેમ છતાં મેં ૨૦૦ જેટલી બ્લોગ પોસ્ટ લખીને

બ્લોગમાં મૂકી દિધી એ મારા માટે પણ આશ્ચર્યની વાત છે.

સવાલ એ છે આમ મેં શાનાથી કર્યું?

મને લાગે છે કે બ્લોગ્સમાંથી મને જે નવા મિત્રો મળ્યા અને

એમણે જે પ્રોત્સાહન આપ્યું, એ મારા માટે લખવા માટેનું કારણ

બની ગયું.

આજે મારા E-group માં ૧૮૦ નામો છે,

આમાથી ૧૪૦ જેટલા મારા બ્લોગ-મિત્રો છે. જેમને કદી

જોયા નથી, જેમની સાથે ટેલીફોનમાં પણ વાત કરી નથી,

એવા અનેક જાણે કે નજીકના મિત્રો હોય એવું લાગે છે.

અહીં એક બીજી મહત્વની વાત કઈ દઉં. મોટા ભાગના આ નવા

મિત્રો ઉમરમાં મારી નજીકના છે,

એટલે કે ૬૦ + છે. આનો એક ફાયદો એ છે કે અમે એકબીજાની

વાત સારી રીતે સમજી શકીએ છીએ.

આજે મારે ૨૫-૩૦ વર્ષના યુવકો સાથે વાત કરવી હોય તો

મને આટલું સહેલું ન લાગે.

આ બધું મેં આજે એટલા માટે લખ્યું છે કે

Now I am running out of steam.

મને આજકાલ નવું લખવા વિષય મળતા નથી.

મારા લખાણ વાંચનારાઓનો ઉત્સાહ પણ ઓછો થયો છે

એવું મને લાગે છે.

બ્લોગ માટે લખવામા જે સમય વ્યતિત થાય છે એ સમય માટે

alternative activity શોધવા પ્રયત્ન કરૂં છું.

==================================================================

-પી.કે.દાવડા

નવલી નવરાત્રિ અને ચાર તાલ….


 નવલી નવરાત્રિ અને ચાર તાલ….

=======================================

નવદુર્ગા

 

સર્વે મિત્રોને નવલી નવરાત્રિની શુભ કામના

  આ ચાર તાલ ભેગા મળે ત્યારે ગુજરાતની ઓળખ બને

=======================================================

નરસિંહ  મહેતા ની  …………….. કરતાલ .

મહેતા ની   કરતાલ .

ભગવાન  સ્વામી નારાયણનું…..  વડતાલ .

સ્વામી નારાયણનું…..  વડતાલ .

મહાત્મા ગાંધી બાપુની……………હડતાલ .

બાપુની હડતાલ .

નવરાત્રીના ગરબાના………તાલીના તાલ .

તાલીના તાલ .

 
==========================================================
સ્વપ્ન જેસરવાકર 

વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય ) સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી


વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય )  સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી

 

================================================================
      
                            ચિત્ર બદલ ગુગલનો આભાર.
================================================================
 વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
  
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલા
 
વડા પ્રધાન સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીનો બીજી ઓકટોબર
  
જન્મ દિન  છે.  આવો શાસ્ત્રીજીને તેમના કાર્યો યાદ કરી
 
શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
 
  ” જય જવાન “…. “જય કિશાન”..
=============================================================
વામન  સ્વરૂપ તમારું  ને બન્યા છો શાસ્ત્રીજી તમે  મહાન
 
લાલ બહાદૂર તારા  સઘળા  કામોએ  ડોલાવ્યું  છે ગગન
 
પાકિસ્તાનની કરમ કઠણાઈ જુઓ  મળ્યા છે ઐયુબખાન
 
 હુમલો કીધો ભારત પર જેની ચારે બાજુ આન-બાન-શાન
 
અદેખો અનગઢ એવો અડપલાં કરતો જ રહ્યો  અયુબખાન
 
મોરચો માંડી  લશ્કરે જંગ  જીત્યો આણી  ઠેકાણે એની શાન
 
અમેરિકી  પેટન્ટ  ટેન્કોનો  ખુડદો  બોલાવ્યો ને કર્યું સ્મશાન
 
લડ્યું  લશ્કર  વિજ્યવંત ટેન્કો થકી સ્વદેશી અમારી મહાન
 
પહેરેદાર બની અડગતાથી ભર્યો  લશ્કરનો જુસ્સો ને  જાન
 
લાહોરની  સરહદે લશ્કર જ પહોચ્યું હરખ્યા  ભારતીય જન
 
આપ્યું  છે  દિવ્ય  સૂત્ર  ભારતને  “જય જવાન  જય કિશાન “
 
ચોખા નહી ખાવાની  પ્રતિજ્ઞા  લીધી  સોમવારે  કેરા  દિન
 
સાદાઈ કેરા પરિવેશ  રહ્યા અને  પાળી બતાવ્યું  આજીવન
 
ભારતીય  કદી ભૂલશે નહી તેમને  સ્વીકારજો ‘સ્વપ્ન’ વંદન
 
=============================================================

સ્વપ્ન જેસરવાકર

કેવા હાલમાં છે હિન્દુસ્તાન…કાવ્ય


કેવા હાલમાં છે હિન્દુસ્તાન…કાવ્ય
==========================================
આજે ગાંધી જયંતિના દિને પુજ્ય બાપુના આદર્શોને સમરીયે
 
શુક્ર્વારે  ૪ ઓકટોબરે “ગોદડિયા ચોરા”માં વાંચો
                    “વચનો…ચેલો..ભતરીજો”
આપનો અનેરો ભાવ દર્શાવવા પધારો.>>>>>>>>>>
    http://godadiyochoro.wordpress.com/     
અપાવી આઝાદી બાપુ ને તમે કર્યું છે કામ મહાન
આજે  આવી જુઓ તમે કેવા હાલમાં છે હિન્દુસ્તાન
કોઇ  કહે હિન્દુ અમારા કોઇ કહે અમારા મુસલમાન
આદિવાસી દલિત અમારા છે બોલે  ખુરશીનાં જીન
સર્વે ભારત માતનાં બાળકો શીખ ઇસાઇ બૌધ્ધ જૈન
સત્તા કાજે વહેંચે સૌને રાજકારણીયોનાં વરવાં વચન
ઉદ્યોગપતિને લીલા લહેરને  પિસાઇ જાય છે કિસાન
ઉજાડી  દીધો દેશ આખો ને ખાયકી બની ગયું જીવન
======================================
સ્વપ્ન જેસરવાકર