વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય ) સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી


વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય )  સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી

 

================================================================
      
                            ચિત્ર બદલ ગુગલનો આભાર.
================================================================
 વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
  
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલા
 
વડા પ્રધાન સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીનો બીજી ઓકટોબર
  
જન્મ દિન  છે.  આવો શાસ્ત્રીજીને તેમના કાર્યો યાદ કરી
 
શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ.
 
  ” જય જવાન “…. “જય કિશાન”..
=============================================================
વામન  સ્વરૂપ તમારું  ને બન્યા છો શાસ્ત્રીજી તમે  મહાન
 
લાલ બહાદૂર તારા  સઘળા  કામોએ  ડોલાવ્યું  છે ગગન
 
પાકિસ્તાનની કરમ કઠણાઈ જુઓ  મળ્યા છે ઐયુબખાન
 
 હુમલો કીધો ભારત પર જેની ચારે બાજુ આન-બાન-શાન
 
અદેખો અનગઢ એવો અડપલાં કરતો જ રહ્યો  અયુબખાન
 
મોરચો માંડી  લશ્કરે જંગ  જીત્યો આણી  ઠેકાણે એની શાન
 
અમેરિકી  પેટન્ટ  ટેન્કોનો  ખુડદો  બોલાવ્યો ને કર્યું સ્મશાન
 
લડ્યું  લશ્કર  વિજ્યવંત ટેન્કો થકી સ્વદેશી અમારી મહાન
 
પહેરેદાર બની અડગતાથી ભર્યો  લશ્કરનો જુસ્સો ને  જાન
 
લાહોરની  સરહદે લશ્કર જ પહોચ્યું હરખ્યા  ભારતીય જન
 
આપ્યું  છે  દિવ્ય  સૂત્ર  ભારતને  “જય જવાન  જય કિશાન “
 
ચોખા નહી ખાવાની  પ્રતિજ્ઞા  લીધી  સોમવારે  કેરા  દિન
 
સાદાઈ કેરા પરિવેશ  રહ્યા અને  પાળી બતાવ્યું  આજીવન
 
ભારતીય  કદી ભૂલશે નહી તેમને  સ્વીકારજો ‘સ્વપ્ન’ વંદન
 
=============================================================

સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “વામન સ્વરૂપે વિરાટ વ્યક્તિત્વ…( કાવ્ય ) સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી

  1. વામન શરીર પણ કેવડું મહાન વ્યક્તિત્વ હતું ભારતના લાલ લાલ બહાદુરનું।

    રજી ઓક્ટોબરે ગાંધીજીને બધા યાદ કરે એમાં દેશના આ બીજા સપુતને ભૂલી જવાય છે

    ત્યારે તમે એમને યાદ કરીને કાવ્યાંજલિ આપી એ સુંદર કાર્ય થયું છે .

    Like

  2. તમારી સાથે સાથે મારા પણ શા્સ્ત્રીજીને વંદન.
    પણ –
    ભારતીય કદી ભૂલશે નહી તેમને સ્વીકારજો ‘સ્વપ્ન’ વંદન
    ભુલી જ ગયા છે. મીડીયાના રીપોર્ટરને શાસ્ત્રીજી વિષે પુછો તો માથુ ખજવાળશે.
    આજે પ્રજા મીડીયાની દોરવાઈ દોરાય છે અને મીડીયા પૈસા પાછળ છે. સજ્જન નિષ્પૃહીને કોણ યાદ કરશે ?

    Like

  3. લાલબહાદુરજી ને મહાત્મા ગાંધીજીના જન્મદિને એ વીર મહામાનવોને ખૂબખૂબ વંદન.શ્રી ગોવિંદભાઈ..ખૂબ જ ભાવસભર સ્મરણ વિભૂતિનું.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.