હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય


હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય
 
===============================================
શ્રી ચંદ્રવદનભાઇ
 
Birthday Cakes For You!
આ કાવ્ય રચના ૧૦ ઓકટોબરન રોજ કરેલ હતી પણ આદરણીય
વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇના જમાઇ શ્રી શાહભાઇની મેઇલ હતી
કે તા.૨૦ ઓકટોબરના રોજ કુટુંબીજનો દ્વારા સરપ્રાઇઝ પાર્ટીનું
આયોજન કરેલ છે એટલે મેં આ કાવ્ય “પરાર્થે સમર્પણ”માં મુક્યું નહોતું.
 
આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇને સિતેરમા જન્મ દિવસનીવધાઇ
===========================================
(રાગ- તને સાચવે સીતા સતી.અખંડ સૌભાગ્યવતી..ફિલ્મ-અખંડ સૌભાગ્યવતી)
 
આજ આનંદનો અવસર વરતાય હરખે ભર્યો ઉમંગ અતિ
આજ હૈયે હરખ સાગર ઉભરાય હરખ ભર્યો  ઉમંગ અતિ.
ગામ વેસ્મા કેરા એ નિવાસી રે
માધવ કેરા એ પુત્ર પિપાસી રે
એના પગલે આનંદ મંગલ થાય હરખ ભર્યો ઉમંગ અતિ.
ભારત આફ્રિકા ઇંગ્લેન્ડ રહ્યા
જ્ઞાતિબંધુઓને સહારતા રહ્યા
પુસ્તકાલયોમાં ય પ્રેમ વહાવાય હરખ ભર્યો ઉમંગ અતિ.
કમુ સરખાં જીવનસંગી મળ્યાં
રુપા નીના વંદના વર્ષા ભળ્યાં
ડોકટરીમાં માનવસેવા આરંભાય હરખ ભર્યો ઉમંગ અતિ.
સાહિત્ય સેવાની સુવાસ ફેલાય
પ્રવૃતિઓનાં આયોજનો   થાય
શિક્ષમાં ચંદ્ર-કમુ એવોર્ડ નવાજાય હરખ ભર્યો ઉમંગ અતિ.
શીતળતા ભરી ચાંદની વેરાય
ચંદ્ર પુકાર કેરા ટહુકા સંભળાય
આજ સિતેરમો જન્મ દિન ઉજવાય હરખ ભર્યો ઉમંગ  અતિ.
સગાં સબંધીઓ તો ભેગાં થાય
ચંદ્ર કલાના ગુણલા જ ગવાય
“સ્વપ્ન”  શુભ કામના ગીત ગાય હરખ ભર્યો ઉમંગ અતિ .
==================================

સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

Advertisements

10 thoughts on “હરખે ભર્યો ઉમંગ અતિ…કાવ્ય

 1. ડો. ચન્દ્રવદનભાઈ ના જન્મ દિને આ કાવ્ય રચના દ્વારા તમોએ સારો મિત્ર ધર્મ બજાવ્યો છે .

  જુદા જુદા બ્લોગોમાં સૌની સાથે શ્રી ચંદ્રવદનભાઇના જન્મ દિનની શુભકામનાઓ આપતા આનંદ .

  Like

 2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  ડૉ. પુકાર સાહેબને જન્મદિનની સદીઓ ફટકારવા માટેની શુભકામનાઓ

  આપે સુંદર ભાવવાહી રચના દ્વારા વર્ણન કરેલ છે.

  લિ.

  કિશોર પટેલ

  Like

 3. Govindbhai,
  You & my Son-in-Law Viral communicated via the Emails.
  I came to know of this ONLY on 20th.
  The Celebration was at a Restaurant & that is where I came to know of his Communications with YOU & other Blogger Friends.
  There were some “WORDS” from the Bloggers displayed at the Tables.
  Govindbhai,
  I was NOT able to VISIT your Blog….I see this Post today & I am “so touched” by your FEELINGS for me..Thanks for creating this Poem !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar soon !

  Like

  1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

   હજુ સદી ફટ્કારો એવી અમ અંતરની શુભ કામના

   સદભાવ અને માનવતાના છલકતા સાગર એવા આપ છો . ઇશ્વર આ કાર્ય માટે ખુબ ભક્તિ ને શક્તિ આપે ત જ અભ્યર્થના

   શ્રી ચંદ્રવદનભાઇ આપને જન્મ દિનની શુભકામનાના

   Like

 4. ડૉ. શ્રી ચંદ્રવદનભાઇને સીત્તેરમા જન્મ દીવસની ,,,,
  “સ્વપ્ન” શુભ કામના ગીત ગાય હરખ ભર્યો ઉમંગ અતિ .
  ખુબ ખુબ શુભેચ્છા

  Ramesh Patel(Aakashdeep)

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s