દાવડાજીના દોહા….
===========================================
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબના દોહા આપ સમક્ષ રજુ કરું છું.
==============================================
મિત્રો,સાહિત્યના એક પ્રકાર છપ્પાથી કદાચ થોડા લોકો પરિચિત ન પણ
હોય,પણ દોહાથી લગભગ બધા લોકો પરિચિત હશે. આજે થોડા હળવા
દોહા મોકલું છું………..પી.કે.દાવડા
======================================================================
દોહા
==========================================================================
દાવડા ઈજનેર શે થયો, થાતે બાપુ સશક્ત,
રૂપિયાનો વરસાદ થતે, ને સો ઈજનેરો ભક્ત.
પ્રેમમાં નિષ્ફળ થયો, દાવડા થઈ ગયો બાવો,
ભક્તાણીની ભીડ થઈ, થઈ ગયો પ્રેમપિયાવો.
દાવડા જૂતા સિવીએ, જૂતે બાટા થાય,
દાવડા લોઢું ટીપીએ, લોઢે ટાટા થાય.
બ્લોગે બ્લોગે એ ફરે, દાવડા નામ અજાણ,
ગોવિંદની કૃપા થતાં,થઈ દાવડાની પહેચાણ.
દાવડા ગુગલ સૌ કરે, કારણ કાંઈપણ હોય,
સેકંડમાં શોધી શકે, એ કચરામાંથી સોઈ.
દાવડા ચારો ખાઈને નેતા થાય શશક્ત,
ગાયો છો ભૂખે મરે, ક્યાં ગયા ગૌ ભક્ત?
પરદા પર ખેડૂત બને, પામે સંપત્તિ અપાર,
ખરો ખેડૂત ભૂખે મરે, દાવડા કરે વિચાર.
નવરા બેઠાં કંઇક જણ, બ્લોગ બનાવે અનેક,
દાવડા સાચો બ્લોગ એ, જેમા હોય વિવેક.
દાવડા આ સંસારમાં સૌ ને મળજો ગલે,
ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલે.
પણ વાત મારી આ એક, યાદ રાખજો ભલે,
સુંદર નારીના રૂપમા નારાયણ નહિં મલે.
દાવડા જીભને બાવરી કહી ગઈ સરગ પાતાળ
તે બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ.
બ્લોગર બ્લોગમા પેશીને, સમય કરીશના વેસ્ટ,
સાથી તારા ત્રણ છે, માઉસ, કોપી ને પેસ્ટ.
ભલું થજો આ બ્લોગનું, છાપ્યો મારો લવારો,
બ્લોગ વિના આ લખવાને મારો નથી કોઇ આરો.
મન મેલું, તન ઊજળું, ઉપરથી અભિમાન,
દાવડા નારીથી દુર રહે, નહિંતર થઈસ હેરાન.
દાવડા દાવડા સૌ કોઈ કહે, દાવડા એક ઈજનેર,
બ્લોગોમાં લખતો થયો, ત્યાં કર્યો કચરાનો ઢેર.
શ્રી.પી.કે.દાવડા