હેંડો લ્યા ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતરમાં…..


હેંડો લ્યા ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતરમાં…..
 
આજે ” પરાર્થે સમર્પણ”માં વાંચો

 

====================================

 

મિત્રો “ગોદડિયા ચોરા”મા ” હેંડો લ્યા મંગળપર”ના લેખમાં

 

આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન દ્વારા અનન્ય કવિઓ દ્વારા
પ્રયોજાયેલ શબ્દોને ” ચરોતરની સુવર્ણ ધરા”  કોમેન્ટને તેમના જ સોનેરી
અક્ષરોમાંરજુ કરી આવા સુંદર શબ્દો સજાવવા બદલ તેમનો આભારી છું

 

======================================

 

કે ચરોતરીમાં કેમ છો,
ચ્યમ છો ને ગરબડને ગોટાળો,
હેંડો લ્યા..અમને ખૂબ ગમે
ચલમ ચંદડી ને ચતુરાઇ તો ચરોતરનાં જ !!!!!!
ઉપરાંત
ધન્ય હો ! ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતર
સેવા કાર્યનો સદાયે કરતા સવાયો ગુણોત્તર
સ્વપ્ન દ્રષ્ટા ને સાહસે ચારુ રત્નો સદા ચમકતા
શ્વેત ક્રાંતિને કલ્યાણ પથે તમે ઝબકતા દીવડા
યશવંતા ઓ ચારુ રત્નો;માન છે,
સાહસને સથવારે માપો ધરતી ગગન
પુરુષાર્થી સાગર દિલ જગવો નસીબ,
ને દાનવીર થઈ સીંચો ચારુ વતન

 

 

છે ચરોતરની ધરા ,જાણે સોના ઉર્વરા,
ને મહિસાગર વાત્રકનાં નીર રસે સીંચે
મેશ્વો ,ખારી,મહોર, સાબર ને વરાંસી
સંગ શેઢીએ આ રળિયાળી મા ધરા ખીલે

 

 

ઝીલે શ્રી સંતરામ ને શ્રી કૈવલ કૃપા,
જૈન દર્શને ઊંચે ઊઠી,જય રણછોડ વદે
ચરોતરનો ચારુ ના કોઈ એકનો,
પુણ્યવંતો વિશ્વજાતિ થઈ જગે વિચરે

 

 

જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
પૂનમની ચાંદની બની ખીલે આભે,
એને કોણ સીમાડે રોકી શકે?

 

 

કેવી શ્વેત ક્રાન્તિ કીધી,ઓ ત્રિભુવન
ભારતમાં આજ દૂધની ગંગા વહે
વિધ્યાનગરથી વિશ્વ ફલકે યશકર્મી
ફૂલની ફોરમ બની વતને અમી પૂરે

 

 

અતિથિ આવકારતી સંસ્કાર મૂર્તિ
ચરોતરની દીકરી સદા અગ્રે રમે
જયશ્રી સ્વાંમીનારાયણ ચરોતરી ગુર્જરી
જીવન મંગલે દધિચી ઋષિ દીસે

 

 

ચરોતરના ચારુ ચંદ્ર સમ નાયકો., ઉચ્ચ આર્દશોના ધરી ગયા પરમ ઉજાશ
વીર વલ્લભ વિઠ્ઠલને પગલૅ, ભાઈ ભીખા ને એચ એમ રચી ગયા ઈતિહાસ

 

 

અને આપણા કવિ શ્રી રમેશ પટેલ કહે
અમે પણ ચરોતરી
જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,
ત્યાં મહાસાગર પણ માર્ગો ચીંધે
પૂનમની ચાંદની બની ખીલે
તેને કયો સીમાડો રોકી શકે?
મંગળ તો મંગળ પણ બુધ ગુરૂ શુક્ર શની રવિ પર પણ હેંડો

 

પ્રણિપાતેન શ્રીમદ રાજચન્દ્રે, નડિયાદના સ્મશાન તળાવડી કાંઠે બેસીને

 

એક જ રાતમાં‘આત્મસિદ્ધિ’ લખ્યું હતું !

 

આવા ચરોતરમાં ટકી જવું એ ય સિદ્ધિ છે !!

 

=========================================================

 

રજુકર્તા=આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

 

સંકલન-સ્વપ્ન જેસરવાકર
Advertisements

6 thoughts on “હેંડો લ્યા ખમીરવંતા પુણ્ય પ્રદેશ ચરોતરમાં…..

 1. ચરોતર બે વસ્તુઓ માટે વધારે પ્રખ્યાત છે, ચરોતરી બોલી અને તંમાકુની ખેતી. ત્રીજી વાત ઉમેરવી હોય તો ચરોતરના પટેલોની અમેરિકામાં મોટેલ્સ.

  Like

 2. ચરોતરના ચારુ ચંદ્ર સમ નાયકો., ઉચ્ચ આર્દશોના ધરી ગયા પરમ ઉજાશ
  વીર વલ્લભ વિઠ્ઠલને પગલૅ, ભાઈ ભીખા ને એચ એમ રચી ગયા ઈતિહાસ
  કેળવણી સંત શ્રી ભાઇલાલભાઇ-ભીખાભાઇને યાદ કરી તે યુની.ને માનપૂર્વક ભાભી યુની કહેતા !
  યાદ શક્તી કે હકીકત દોષ હોય તો સુધારી લેશો

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આપાનો અમુલ્ય સંદેશ કાંઇક નવું જાણવાની પ્રેરણા કરે છે

   એમાંથી નવિનતમ લખવાનો મુદ્દો મલી રહે છે

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s