Monthly Archives: મે 2014

કમલકી નિકલી સવારી…વિજય કાવ્ય


 

કમલકી નિકલી સવારી...વિજય કાવ્ય

===============================================================================================================

કમલકી નિકલી સવારી

 

(રાગ= રામજીકી નિકલી સવારી…ફિલ્મ= સરગમ)

=============================================================================================================================================

ભાજપાકી નિકલી સવારી કમલકી લીલા હે ન્યારી

એક તરફ રાજનાથ એક તરફ લાલજી …એક તરફ લાલજી

નરેન્દ્રજી બને  ભાજપાકે વિજય વિહારી…ભાજપાકે વિજય વિહારી...ભાજપાકી.

સારે ભારતમેં કેસરિયા છાયા, હર પ્રાંતમેં કમલ ખિલાયા (૨)
 
ગ્યારા અશોકાને દિવાલી મનાઇ, દશ જનપથમેં હોલી જલાઇ (૨)
 
યે તો કમાલકી હે નરેન્દ્રજીકી  બલિહારી…નરેન્દ્રજીકી બલિહારી…..ભાજપાકી.
 
કમલને કેસા કમાલ દિખાયા, જનતાને ખુશી માહોલ બનાયા (૨)
 
પંજાકો ગિરાયા જેડીયુકા સફાયા, હાથીકો ઇધર ઊધર ઘુમાયા (૨)
 
પંકચરવાલી સાયકિલ હુઇ બેચારી…. સાયકિલ હુઇ બેચારી…..ભાજપાકી
 
ગુજરાતસે એક સંદેશ જ ગુંજા નરેન્દ્ર તો સારે દેશમેં ઘુમા (૨)
 
અબ તો અચ્છે દિન આયેંગે ,ભારતકે ભાગ્યકો જગાયેંગે  (૨)
 
ગુંજી સાથ સબકા વિકાસકી ચિચીયારી..વિકાસકી ચિચીયારી...ભાજપાકી
 
=========================================

સ્વપ્ન જેસરવાકર

 

 

 

 

 

 

 

 

મળવા જેવા માણસ…ડો. ચંદ્રવદન મિસ્ત્રી


મળવા જેવા માણસ…ડો. ચંદ્રવદન મિસ્ત્રી

chandravadan

=========================================

ચંદ્રવદનભાઈનો જન્મ ૧૯૪૩ માં નવસારી જીલ્લાના વેસ્મા ગામમાં

એક પ્રજાપતિ કુટુંબમાં થયો હતો. ચંદ્રવદનના મોટાભાઈ છગનભાઈના

જન્મ પછી બીજા ચાર ભાઈ બહેનનો જન્મ થયો હતો પણ એ ચારેનું

બાળવયે જ અવસાન થયું હતું.

આમ છગનભાઈ ચંદ્રવદનથી ૧૮ વર્ષ મોટા હતા. ચંદ્રવદન છગનભાઈને

પિતાતુલ્ય માનતા. ૧૯૪૫ માં ચંદ્રવદનની ઉમર માત્ર બે વર્ષની જ હતી

ત્યારે એમના પિતા આફ્રીકા વ્યાપાર અર્થે જતા રહ્યા.

ચંદ્રવદનનો ઉછેર દાદી, માતા અને મોટાભાઈ અને ભાભીની દેખરેખમાં થયો.

પાંચ વર્ષની વયે એમને ગામની શાળામાં દાખલ કરવામાં આવ્યા. અહીં પાંચ

ધોરણનો અભ્યાસ પૂરો કરી, ૧૯૫૪ માં ચંદ્રવદનના પિતા ભારત આવેલા ત્યારે

તેઓ ચંદ્રવદનને પણ આફ્રીકા તેડી ગયા. આફ્રીકામાં એમના પિતા અને

મોટાભાઈનું કુટુંબ પેમ્બા ગામમાં રહેતું હતું, જ્યાં કોઈ શાળા ન હતી એટલે

દુરઆવેલાલીવીન્ગટનશહેરમાં એક પટેલ મિત્રના પરિવારના ઘરે રહી

પ્રાઈમેરીશાળા ( ૧૯૫૫૧૯૫૮) અને ત્યાર બાદ, સાઉથ રોડેશીયામાં એક

કેથોલીક શાળામાં ( ૧૯૫૯૧૯૬૧) હાઈસ્કુલ પુરી કરી. અહીંનું શિક્ષણ અંગ્રેજી

ભાષામાં હોવાથી એમને રાતદિવસ મહેનત કરી અંગ્રેજી શીખી લેવું પડ્યું.

ખૂબ મુશીબતોનો સામનો કરી ચંદ્રવદન આફ્રીકામાં શાળાનો અભ્યાસ પૂરો કરી,

કોલેજનો અભ્યાસ કરવા૧૯૬૨માં ભારત આવ્યા. ૧૯૬૪ માં મુંબઈની ભવન્સ

કોલેજમાંથી Inter Science માં ઉત્તિર્ણ થઈ, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા

ઓરિસાની કટક મેડિકલ કોલેજમાં દાખલ થયા અને ૧૯૬૮ માં અહીંથી MBBS

ની ડિગ્રી મેળવી.કાયદા પ્રમાણે એમને એક વર્ષની Internshipકરવાની હતી તે

તેમણે થોડી ભારતમાં અને થોડી ઝાંબિયામાં પૂરી કરી આખરે ૧૯૭૧ ના

જાન્યુઆરીમાં MBBS ની ડીગ્રી મેળવી.

૧૯૭૦ માં ચંદ્રવદનના ભારતમાં કમુબહેન સાથે લગ્ન થયા, અને ૧૯૭૧ માં

એમની પહેલી પુત્રીનો જન્મ થયો. થોડો સમય આફ્રીકામાં નોકરી કર્યા બાદ

એમણે વધારે અભ્યાસ કરવા ઈંગ્લેંડ જવાની ઈચ્છા વ્યક્ત કરી.

૧૯૭૩ માં મોટાભાઈની રજા લઈ, પોતાની પત્ની અને પુત્રીને મોટાભાઈ પાસે મૂકી

ચંદ્રવદન ઈંગ્લેંડ ગયા. ત્યાં છ માસ સુધી નોકરી કરતાં કરતાં આગળ ભણવાની

તૈયારી કરતા હતાત્યારે જ એક કાર accident માં મોટાભાઈનું મૃત્યુ થવાના

સમાચાર આવ્યા.

એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ચંદ્રવદન લુસાકા પહોંચી ગયા, ત્યાં

મોટાભાઈના કામકાજની, તેમના કુટુંબની અને પોતાના કુટુંબની જવાબદારી

ત્રણ વર્ષ સુધી સંભાળી. આટલી મુશીબતો વચ્ચે પણ એ ડોકટરી કારકીર્દીને

ભૂલ્યા ન હતા. ત્યાં રહીને એમણે જાન્યુઆરી, ૧૯૭૬ માં Ec.F.M.G. ની

પરીક્ષા આપી.

આ પરીક્ષામાં પાસ થનારને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી શકે એમ હતું. આમા એક

શરત એવી હતી કે પાસ થનારે ડિસેમ્બર ૧૯૭૬ સુધીમાં અમેરિકામાં પહોંચી જવું

જોઈએ. ડૉ. ચંદ્રવદન આ પરિક્ષામાં પાસ થઈ, લુસાકાની જવાબદારી ભત્રીજાને

સોંપી, ૧૯૭૭ની શરૂઆતમાં જ અમેરિકા પહોંચી ગયા.

અમેરિકામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી, ચાર વર્ષ સુધી સખત પરિશ્રમ

કરી,જરૂરી પરિક્ષાઓ પાસ કરી અને ટ્રેઈનીંગ લઈ, ડોકટર તરીકે કામ કરવાનું

લાઈસેંસ મેળવ્યું.

૧૯૮૧ માં લોસ એંજીલીસ કાઉન્ટીની લેન્કેસ્ટરની હોસ્પીટલમાં કાયમી નોકરી શરૂ

કરી.અહીં ૨૫ વર્ષ કામ કરી ૨૦૦૬ માં નિવૃતિ લીધી.

“આ ગાળા દરમ્યાન, ૧૯૮૯ માં ડો. ચંદ્રવદનને હ્રદયરોગના એક મોટા હુમલાનો

સામનો કરવો પડ્યો. ટ્રીપલ બાયપાસ સર્જરીથી એમનું જીવન બચી ગયું, પણ

આ હુમલાએ એમના જીંદગી વિશેના ખ્યાલો બદલી નાખ્યા. કુટુંબ વત્સલ અને

સંસ્કારી ચંદ્રવદનમાં ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં ખૂબ

જ વધારો થયો. પોતાના ભાગનું દુખ તો પોતે વેઠી લીધું, પણ પોતાના ભાગના

સુખને અન્ય લોકો સાથે વહેંચવાનું નક્કી કર્યું.”

“એમણે કાર્યક્ષેત્રો તરીકે જ્ઞાતિ અને ગામની પસંદગી કરી.”

૧૯૯૩માં માતાપિતાની યાદગીરીમાં ગામમાં એક ધર્માદા આર્યુવૈદીક દવાખાનાની

શરૂઆતકરીઅને ત્યારબાદ વેસ્મામાં થયેલ સાર્વજનિક હોસ્પીટાલે માતાની યાદમાં

દાન આપી મેટરનીટીવોર્ડ શરૂ કરવા સહાય કરી.

“જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક મદદ અને ગામ માટે સમાજને

ઉપયોગી થાય એવી સંસ્થાઓના નિર્માણમાં એમણે વિશેષ રૂચી દર્શાવી. ગામમાં

વિવિધ પ્રવૃતિઓ માટે હોલના બાંધકામ શાળાનો વિસ્તાર, મંદિરોના નિર્માણ કે

જીર્ણોધ્ધાર, ગામ માટે લાયબ્રેરી વગેરે માટે સમયે સમયે ફાળૉ આપતા રહ્યા છે.”

૨૦૦૬ માં નોકરીમાંથી નિવૃત થયા પછી ડો. ચંદ્રવદને એક મિત્ર શ્રી વિજય

શાહની મદદથી ચંદ્રપૂકાર” નામના બ્લોગની શરૂઆત કરી.

આ બ્લોગમાં પ્રજાપતિ સમાજ, ઘર, પરિવાર,વ્યક્તિગત જીવન, ટુંકી વાર્તાઓ,

કવિતાઓ, લેખો અને ભક્તિ સાહિત્ય નિયમિત રીતે મૂકવાનું શરૂ કર્યું.

આજે પણ આ બ્લોગનું પોતાનું એક Captive વાંચક વર્ગ છે.

નિવૃતિ બાદ સમાજ વિશે વિચારવા અને સમાજ માટે કંઈક કરી છૂટવા માટે વધારે

સમય ઉપલબ્ધ થયો.એમણે આર્થિક મદદ સાથે આર્થિક ઉત્થાન ઉપર ધ્યાન

કેંદ્રિત કરી,બીલીમોરા અને બારડોલીમાં મહિલાઓ માટે શિવણભરતગુંથણના

વર્ગો, ત્યાંની સ્થાનિક સંસ્થાઓની મદદથી શરૂ કર્યા. એક મિત્રના સહકારથી

પાલનપૂરમાં એક સ્વાસથ્ય કેંદ્ર શરૂ કર્યું.”

આવા કામોની વણજાર હજીપણ વણથંભી ચાલી રહી છે.

જન્મભૂમીને યાદ કરી કંઈક ઋણ ચુકાવવા કાર્યો કર્યા એટલું નહિં

પણ અમેરીકા યાનેકર્મભૂમીને યાદ કરી લેન્કેસ્ટરમા હાઈસ્કુલ અને

કોલેજમાં શિક્ષણ ઉત્તેજન માટે યોજનાઓ કરી

એક ચેરીટેબલ ફંડ શરૂ કરીરેડક્રોસ, “અમેરીકનવેટર્ન્સતેમજયુનીસેફ

અને વર્લ્ડ ફુડ પ્રોગ્રામજેવી સંસ્થાને હંમેશ સહકાર આપ્યો.”

મેં થોડા સમય પહેલા એમની પાસેથી થોડી ડોકટરી સલાહ માંગેલી.

એમણે મને કહ્યું, પહેલા તો એ સ્વીકારી લો કે હું બિમાર છું, આ વાતમાં

આનાકાની કરવામાં કોઈ ફાયદો નથી.

Why me? આવો પ્રશ્ન નિર્થક છે. દુનિયામાં લાખો માણસો અલગ અલગ

બિમારીઓથી પીડાય છે. બીજી વાત દવા લેવા પ્રત્યે અણગમો ન દર્શાવો.

દવા તમારા ભલા માટે છે,જેમ તમારા માટે ખોરાક ઉપયોગી છે તેમ દવા

પણ ઉપયોગી છે. આમ બિમારી અને દવા બન્નેનો સ્વીકાર કરવો એમાં જ

તમારી ભલાઈ છે.”

“થોડા દિવસ સુધી મેં એમની સલાહ ઉપર વિચાર કર્યો, મને એમા રહેલું પાયાનું

તત્વજ્ઞાન સમજાઈ ગયું. આજે હું પણ અન્ય લોકોનેઆ સલાહ આપતો થઈ ગયો.”

જેનું વિશ્વના ચાર ખંડો(એશિયા, આફ્રીકા, યુરોપ, અમેરિકા) માં ઘડતર થયું છે

એવા ડૉ. ચંદ્રવદન, ૭૧ વર્ષની વયે પણ Active છે. એમની ચાર દિકરીઓ

પરણીને સુખી સંસાર ચલાવે છે,

ડોકટર અને એમના પત્ની કમુ બહેન, આ બીજી અને ત્રીજી પેઢી સાથે

પોતાની વધતી વયમાં આનંદપૂર્વક જીવન પસાર કરે છે.

=====================================================

આલેખન==શ્રી પી. કે. દાવડા

કે જુગ જુગ જીવો અશોકરાય…કાવ્ય


 

કે જુગ જુગ જીવો અશોકરાય…કાવ્ય

=====================================================================

“વાંચન યાત્રા “ના બ્લોગાધિપતીનો જન્મ દિન ૯-૫-૨૦૧૪ ના
રોજ છે તો ચાલો કાવ્ય પુષ્પ દ્વારા વધામણાં દઇએ .
શ્રી અશોકભાઇ મોઢવાડિયાને અભિનંદન આપવા મેઇલ કરો.
ashokmodhvadia@gmail.com

 

http://vanchanyatra.files.wordpress.com/2009/12/ashok-1.jpg

                                શ્રી અશોક મોઢવાડિયા

 

કે જુગ જુગ જીવો અશોકરાય…કાવ્ય
==========================================
વારે ઘડીયે આ દિવસ આવે હર ઘડીયે સહુ કોઇ ગાવે
જુગ જુગ જીવો અશોકરાય એ અમારા દિલની તમન્ના
સહુ  તમને સંદેશો મોકલે કાર્ડ કાગળ સાથે ફુલો મોકલે
યાહુ ગુગલથી કોમ્યુટર ગુંજે ટેલિફોન રણકે વારંવાર..કે જુગ જુગ જીવો અશોકરાય.
ચાંદ સુરજ જેવા સંદેશ આવે કે કોઇ આપને ના ભુલાવે
બ્લોગ જગત કેરા બ્લોગાધિપતિઓ કરે જ રણકા….કે જુગ જુગ જીવો અશોકરાય.
દેશ પરદેશના ચાહકો આવે વેબ ગુર્જરી શુભ સંદેશ લાવે
ફેસબુકના ચાહકો કરે જ  વધામણાં સંદેશનો લલકારકે જુગ જુગ જીવો અશોકરાય.
આકાશદીપ આતાવાણી સાથે ગુજરાતી પ્રતિભા પરિચય
પી.કે.દાવડાજી  નિરવ રવેના સહજ ભાવ ને ચંદ્રપુકાર…કે જુગ જુગ જીવો અશોકરાય.
ઇ-વિદ્યાલય શકીલ મુન્શી સાથે મહેર એકતા કેરા ભાવ
અ-મો કેરા હુલામણા નામથી જ ચમક્યા હાસ્ય દરબાર …કે જુગ જુગ જીવો અશોકરાય.
આગંતુક  અભિવ્યક્તિ  કુરુક્ષેત્ર ફન ગ્યાન મારી બારી
સર્વે અર્પે અભિનંદન શિક્ષણ સરોવર ને  વિનોદ વિહાર…કે જુગ જુગ જીવો અશોકરાય.
સર્વે ગુણીજનો વડિલો કેરાઅનેરા આશિર્વાદ  સોહાય
“સ્વપ્ન” સુંડલા ભરી ફુલડા વેરે અભિનંદન ઓરતા અપાર..કે જુગ જુગ જીવો અશોકરાય.
==========================================================
સ્વપ્ન જેસરવાકર

મળવા જેવા માણસ ..શ્રી વિનોદભાઈ પટેલ ..(પી.કે.દાવડા)


મળવા જેવા માણસ…  શ્રી વિનોદભાઈ પટેલ 

 

 

 

 

 

 

             શ્રી વિનોદભાઈ પટેલ 

============================================================

વિનોદભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં ૧૯૩૭માં થયો હતો
બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાને જ્યારે રંગુન ઉપર સખત બોમ્બમારો કર્યો ત્યારે
એનાથી બચવા વિનોદભાઈનું કુટુંબ ૧૯૪૧માંકમાયેલી મિલકતો ત્યાં છોડીને 
પોતાના મૂળ વતનમહેસાણા જીલ્લાના ડાંગરવા ગામમાં આવી ગયું હતું .
ગામમાં કુટુંબનો વ્યવસાય ખેતીનો હતો .
ડાંગરવામાં આવ્યાના થોડા મહિનાઓમાં  વિનોદભાઈને સખ્ત તાવ આવ્યો 
અને ગામમાં ચાલતા પોલીયોના વાયરસમાં ઝડપાઈ ગયા . પોલીયોની 
અસરથી એમનો જમણો હાથ અને ડાબો પગ જીવનભર માટે નબળા પડી ગયા .
વિનોદભાઈનું   ધોરણ સુધીનું શિક્ષણ ડાંગરવામાં  થયું૧૯૫૦ માં ગુજરાતમાં
જાણીતી કડીની સંસ્થા સર્વ વિદ્યાલયમાં સાતમા ધોરણમાં દાખલથયા અને ત્યાંથી
૧૯૫૫ માં એસ.એસ.સીપરીક્ષાપ્રથમ વર્ગમાં પાસ કરી. પોતાની શારીરિક ક્ષતિ 
ભણતરમાં બાધારૂપ ન થાય એટલા માટે વિનોદભાઈએ પોતાની જાતને મનાવી કે
 “ભગવાન જ્યારે એક દ્વાર બંધ કરે છે ત્યારે બીજું દ્વાર પણ ખોલી આપે છે.કુદરતે 
મારી શારિરિક ખોટની મને બૌધિક શક્તિની ભેટ આપીને પૂરી કરી છે, 
જેના બળે મારો જીવન રાહ હું સરળ બનાવી શક્યો છું .
કડીની શાળાના અભ્યાસ દરમ્યાન વિનોદભાઈ સ્કુલના વિશાળ પરિસરમાં જ
આવેલપાટીદાર વિદ્યાર્થી આશ્રમ નામની બોર્ડિંગમાં રહેતા૪૦૦  છાત્રોવાળા આ
ગાંધી મૂલ્યોનેવરેલ આશ્રમમાં ગુરુઓ સાથે રહેવાથી એમનામાં બાહ્ય
દુનિયાની ઘણી સમજદારી આવીગઈ હતી .શાળાના આચાર્ય સ્વ. નાથાભાઈ
દેસાઈ અને ગુજરાતીના શિક્ષક જાણીતા સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલ એમના
માટે ખુબ એમણે  વિનોદભાઈમાં સાહિત્યનો અને પુસ્તક
વાંચનનો પ્રેમ જગાડ્યો. આશ્રમમાં ગૃહપતિગુરુઓ સાથે સ્ટેજ ઉપર બેસી
સવાર-સાંજની પ્રાર્થના ગવડાવતી વખતે એમનો આત્મવિશ્વાસ વધતો
કે શારીરિક અડચણ હોવા છતાં જીવનમાં હું પણ કંઈક કરી શકું એમ છું.
૧૯૫૫માં  એસ.એસ.સીમાં પ્રથમ વર્ગમાં ઉતીર્ણ થયા
બાદ વિનોદભાઈએ અમદાવાદનીએચ.એલ.કોમર્સ કોલેજમાંથી
૧૯૫૯માં બી.કોમની પરીક્ષા પાસ કરીરંગુનની જાહોજલાલી
જોયા પછી ગામમાં પિતાને ચાર દીકરા અને ત્રણ દીકરીઓના  બહોળા  કુટુંબનો
ખેતી,દૂધઅને ગામમાં નાના વેપારની ટૂંકી આવકમાંથી નીભાવ કરવાનો હોવાથી
પિતાને  આર્થિક રીતેસંકળામણ રહેતી હતી.
આ સંજોગોમાં કોલેજના અભ્યાસ માટે વિનોદભાઈને સંસ્થાઓ તરફથી
સારા માર્ક ઉપઅપાતી સ્કોલરશીપ ઉપર આધાર રાખવો પડેલોએટલે બી.કોમ.માં પાસ 
થયાબાદ તરત  એમણે મહિલાઓની એક સેવાભાવી સંસ્થાવિકાસગૃહમાં હિસાબનીશ 
અને સેક્રેટરી તરીકે ૧૪૫ રૂપિયાનામાસિક પગારની નોકરી સ્વીકારી હતી પગારનો
પહેલોચેક મળતાં એમનેઅને પિતાને ખુબ આનંદની લાગણી થઇ હતી 
આઠેક મહિના જોબ કર્યાં પછી એમનેએમના પિતા જ્યાં નોકરી કરતા હતા એની નજીકમાં
કઠવાડાઅમદાવાદમાંનવીસ્થપાતીકમ્પનીસેલ્યુલોઝ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડીયા લીમીટેડમાં
એકાઉન્ટક્લાર્ક તરીકેનીનોકરી મળી ગઈ .  કમ્પનીમાં જોબ કરતાં કરતાં એમણે
 ૧૯૬૦માં બી.૧૯૬૨માંએમકોમ,૧૯૬૯માંએલ.એલ.બીસુધીની પરીક્ષાઓ 
પાસ કરી .સાથેસાથે કમ્પનીની મેનેજમેન્ટ દ્વારાએમની મહેનત અનેવફાદારીની કદર
 થતી રહી અને એમના હોદ્દાઓમાંઅને વેતનમાં વૃદ્ધિ થતી રહી .
૧૯૭૩થી૧૯૭૬ત્રણ વર્ષ અમેરિકા સ્થિત એમના પિત્રાઈ ભાઈઓની વડોદરા નજીક 
નંદેસરી ખાતેની ફોર્મલડીહાઈડ કેમિકલ બનાવવાના નવા પ્રોજેક્ટ સીમાલીકેમિકલ્સને
શરૂ કરવા માટે સખત મહેનત કરી
૧૯૭૬માં અમેરિકારહેતાત્રણ ભાઈઓ એમને અમેરિકા ફરવા માટે બોલાવ્યા.આ 
ચાર મહિનાના અમેરિકાના રોકાણ દરમ્યાન કેલીફોર્નીયા નજીકના આઠ  સ્ટેટમાં 
તેઓ ભાઈઓ સાથે જોવા જેવાં સ્થળોએ કેમ્પરમાં ખૂબ ફર્યા.
 ત્યાંનાકુદરતી સૌંદર્યથી અનેઅમેરિકાનાપરથમઅનુભવથી તેઓ ખૂબ પ્રભાવિત 
થયા હતા.
અમેરિકાથી પાછા ફર્યા બાદ જ્યાં પ્રથમ કામ કરતા હતા એ સેલ્યુલોઝ પ્રોડક્ટ્સ
લિમિટેડે દેશમાં નબનતું કેમિકલ ઇથીલીન એમાઈન્સ વડોદરા ખાતેની ફેક્ટરીમાં
બનાવવા માટેપ્રમોટ કરેલ નવી કમ્પની ડાયામાઈન્સ એન્ડકેમિકલ્સની અમદાવાદ
ઓફિસમાં કંપની સેક્રેટરી અને ફાઈનાન્સ મેનેજર તરીકે ૧૯૭૬થી ફરી જોડાઈ ગયા.
આ ઓફિસમાં રહી નવા પ્રોજેકટના પબ્લિક ઇસ્યુથી માંડી પ્રોજેક્ટ શરુ થયો ત્યાં
સુધીના ફાઈનાન્સ,માર્કેટિંગ અને અન્ય વહીવટી પ્રશ્નો અને એના ઉકેલનો બહોળો
અનુભવ પ્રાપ્ત કર્યો .અમદાવાદની કેમિકલ બનાવતી એક પ્રાઈવેટ લીમીટેડ
કમ્પનીએ વિનોદભાઈના ધંધાકીય જ્ઞાન અને અનુભવોને લીધે એમના
ડિરેક્ટરોના બોર્ડમાં એક ડિરેક્ટર તરીકે એમની ૧૫ વર્ષ સુધી નિમણુંક કરી હતી . 
ઉપરની બે મોટી ગરુપ કંપનીઓમાં મેનેજમેન્ટ કેડરમાં અગત્યના હોદા સંભાળી, સળંગ
૩૪ વર્ષની સેવાઓ આપી ૧૯૯૪ માં વિનોદભાઈએ છેલ્લે  કમ્પનીના સીનીયર
એક્ઝીક્યુટીવનાપદ રહીને નિવૃતિ લીધી
.નિવૃતિ બાદ ભાઈઓના આગ્રહથી   વિનોદભાઈ ગ્રીનકાર્ડ લઈ કેલીફોર્નીયામાં
રહેતાં સંતાનો અને અન્ય પરીવાર જનો સાથે કાયમી વસવાટ માટે
૧૯૯૪માં માતા અને પિતાને લઈને અમદાવાદથી અમેરિકા આવી ગયા . 
વિનોદભાઈનાં લગ્ન ૧૯૬૨ માં કુસુમબહેન સાથે થયાંહતાં
ત્રીસ વર્ષના સુખી લગ્ન જીવન બાદ૧૯૯૨ માં ૫૪ વર્ષની વયે  કુસુમબહેનનો 
દુખદ સ્વર્ગવાસ થયો
એમના બે પુત્રો અને એક પુત્રી હાલમાં કેલીફોર્નીયા, અમેરિકામાં  છે.
૧૯૬૨માં વિનોદભાઈના લગ્ન બાદ કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી
.એમનાથી ત્રણ નાનાભાઈઓ એક પછી એકએઅમેરિકા ભણવા ગયા અને 
ત્યાં  સ્થાયી થયા
પહેલાંભાડાના મકાનમાં રહેતા એના બદલે નારણપુરામાં મોટા બે માળના
મકાનમાં માતા પિતાસાથે સહકુટુંબ રહેવાનું શક્ય બન્યું .અહીં આ મકાનમાં જ
અમેરિકાથી આવીને એમના ત્રણે યનાના ભાઈઓએ લગ્ન કર્યાં હતાં અને પરત
અમેરિકા ગયા હતા .
ભૂતકાળમાં કુટુંબના ઉત્કર્ષ માટે જેઓએ ખુબ સંઘર્ષ અને ત્યાગ કર્યો અને
જીવનભર વિનોદભાઈનીસાથે રહ્યાં અને એમને અઢળક પ્રેમ આપ્યો એ
વિનોદભાઈના જીવનનાં ત્રણ મુખ્ય પ્રિય પાત્રો —
૧૯૨માં જીવન સાથી કુસુમબેન ,૧૯૯૫માં માતા શાંતાબેન અને ૨૦૦૭માં
પિતાશ્રી રેવાભાઈએમને છોડીને  વિદાય થયાં છે,એનું એમના મનમાં દુખ છે
પરંતુ  આ ત્રણ  દિવ્યાત્માઓનું  સ્મરણ એમને હંમેશાં પ્રેરણા આપતું રહે છે . 
અમેરિકામાં રહીને ૨૦૦૬ થી ૨૦૧૧ સુધીમાં વિનોદભાઈ એ એમનામાં વર્ષોથી
પડેલા સાહિત્યનારસનેતાજોકર્યોઅનેસર્જનની પ્રવૃતિમાં લાગી ગયાએમના લેખ
વાર્તાકાવ્ય વગેરે અમદાવાદથીપ્રસિધ્ધ થતા માસિક “ધરતી” માં છપાતા
આ માસિકમાં એમની પહેલી વાર્તા “પાદચિન્હો”૧૯૯૬માંછપાઈહતી .
એજ રીતે અમેરિકામાં ન્યુયોર્ક અને ન્યુજર્સીથી પ્રગટ થતા સાપ્તાહિક 
ગુજરાતટાઈમ્સ” માં એમનાં લખાણો નિયમિત રીતે પ્રગટ થતાં રહ્યાં . 
વિનોદભાઈએ ૨૦૧૧માં કોમપ્યુટરમાં ગુજરાતીમાં કેમ લખાય
એ  શીખી લીધું અને “વિનોદ વિહાર”નામે બ્લોગ શરૂ કર્યો
બ્લોગની પ્રવૃત્તિ વિષે વિનોદભાઈ કહે છે: “નિવૃતિમાં સારી રીતે સમય પસાર
કરવાનું બ્લોગ ઉત્તમસાધન છે .
 યોગકર્મશુ કૌશલમની જેમ બ્લોગીંગ એક મેડીટેશનની ગરજસારે છે
બ્લોગીંગ માટે જરૂરી અવનવી ટેકનીકોનું જ્ઞાન આપવા તેમ જ સતત માર્ગ દર્શન
આપી પ્રોત્સાહિતકરવામાટેમારા આત્મીય મિત્ર શ્રી સુરેશ જાનીનો હું આભારી છું 
.વિનોદ વિહારનામાધ્યમથી કદી નજરે જોયા કે મળ્યા  હોય પણ મળવા ગમે એવા
 ઘણા સહૃદયી નેટ મિત્રો સાથેઆત્મીય સંબંધ બંધાય છે . 
મિત્રો સાથે બ્લોગનામાધ્યમથીતેમઈમેલોથીસતત સંપર્ક અનેવિચાર વિનિમયથી
 મન સતત આનંદમાં રહે છે .”
બાળપણની શારીરીક  ક્ષતિ અને ૭૮ વર્ષની  ઉંમરે શરીર ભલે બરાબર સાથ નથી 
આપતું પણમગજ આઉંમરેપણ ખુબ તેજ દોડી રહ્યું છે . હજુ કામ આપતા એક   હાથે 
ટાઈપ કરીને મારાબ્લોગનીપોસ્ટ તૈયારકરી તમારા જેવા અનેક મિત્રો /ચાહકોને શક્ય 
એટલું સંસ્કારી સાહિત્ય  હજુ પીરસી શકું છું  
એથી મનમાં ખુબ આનંદ અને સંતોષની લાગણી થાય છે.આવી શક્તિ ચાલુ
રાખવા માટે ભગવાનનો હુંઆભાર માનું છું .
વિનોદભાઈની જીવનની ફીલોસોફી વિશે તેઓ કહે છે કે જીવનમાં ગમે
એટલા વિપરીત સંજોગો આવેપણ હિંમત ન હારવી,મન મજબુત રાખવું અને
સંતોષી જીવન જીવવા પ્રયત્નશીલ રહેવું .જે પળ જીવતા
હોઈએ એને ઉત્સાહ અને જોશથી જીવી લેવી.
ગીતાનો  સાર મનમાં હંમેશા યાદરાખવો….
जो हुआ वह अच्छा हुआ ,जो हो रहा है ,वह अच्छा हो रहा है ,जो होगा ,वह भीअच्छा होगा .
આંતરિક હિમ્મતદિલી પુરુષાર્થસકારાત્મક અભિગમભગવાન ઉપર શ્રધા અને એની કૃપા
 જ્યારેભેગા થાય એટલે જીવન યાત્રાનો રસ્તો સરળ બની જાય છે
===================================================
પી. કે. દાવડા

 

“મા ગુર્જરી” ની આરતી….


“મા ગુર્જરી” ની આરતી….

============================================

ગુજરાત રાજ્ય સ્થાપન દિન નિમિતે હર ગુજરાતી જન જનને

“પરાર્થે સમર્પણ”  દ્વારા ” મા ગુર્જરી” ની આરતી અર્પણ……….

આ આરતીની રચના “સ્વર્ણિમ ગુજરાત”ના ઉજવણી પ્રસંગે

૧- મે -૨૦૧૦ ન રોજ કરાયેલ છે.

==========================================================================
(રાગ==== જય આધ્યા શક્તિ મા…….)
==========================================================================
જય જય ગુર્જરી મૈયા , માડી જય જય ગુર્જરી મૈયા,
નમામિ દેવી નર્મદે (૨) ઓમ જય જય ગુર્જરી મૈયા.
એકમે અમદાવાદ મૈયા, દિને દિને વિસ્તરતું, (૨)
પહેલ કરી ને રહેતું (૨) પાછુ ન કદી પડતું … …. …. …. ઓમ જય ગુર્જરી
બીજે બહુચરાજી મૈયા, બાલારામ અતિ સુંદર, (૨)
રાધનપુર સાંતલપુર (૨) ખેડબ્રહ્મા , હિમતનગર ………..ઓમ જય ગુર્જરી…
ત્રીજે તીથલ ધામ મૈયા, સમુદ્ર શોભા સારી (૨)
તારાપુર ના ભૂલીએ (૨) છે એ ભાલની બારી …….. .    ઓમ જય ગુર્જરી…
ચોથે ચોટીલા મૈયા, માજી ચામુંડા સવારી, (૨)
ચરોતરની છે શોભા (૨) અમુલ બ્રાંડ ન્યારી ……… ….  ઓમ જય ગુર્જરી…
પાંચમે પોરબંદર , કીર્તિ મંદિરની બલિહારી (૨)
પાવાગઢ, પાલીતાણા(૨) પાટણ પ્રભુતા પ્યારી ………. ઓમ જય ગુર્જરી….
ષષ્ઠીએ શુકલતીર્થ , કબીરવડની કથા ન્યારી (૨)
શણગાર સજીને સોળે (૨) માં ખોડીયાર ખમકારી …….. . ઓમ જય ગુર્જરી….
સપ્તમીએ સારંગપુર , કષ્ટ ભંજન દાદા ભારી (૨)
સાસણ ના સાવજ તો (૨) ગીરનાર ગગન ધારી …….ઓમ જય ગુર્જરી….
અષ્ટમીએ અંબાજી મૈયા, અંકલેશ્વરે તેલ કુવા (૨)
જેસલ – તોરલ સમાધિ (૨) ભુજ અંજાર જોવા …….. … ઓમ જય ગુર્જરી….
નવમીએ નારાયણ સરોવર, ભાવનગર તો ભમ્યા (૨)
ગોંડલ રાજકોટ રહીને (૨) જામનગરે જ જમ્યા ………… ઓમ જય ગુર્જરી…..
દસમે દાંડી યાદ કરો , જાગી હતી જનતા સારી (૨)
સરદાર બન્યા બારડોલી (૨) પારસીનું નવસારી ………… ઓમ જય ગુર્જરી…..
એકાદશી અક્ષરધામ , ગાંધીનગર રાજધાની ધામ (૨)
મુખ્યમંત્રી જીવરાજને (૨) અમરેલી એમનું ગામ…………, ઓમ જય ગુર્જરી
દ્વાદશીએ દ્વારકા ડાકોર,બાવનગજ ધજા લહેરાય (૨)
સોમનાથ કેરા મંદિરે (૨) હર મહાદેવ સંભળાય ………. . ઓમ જય ગુર્જરી
તેરસે તો તરણેતર નો , મેળો શામળાજી સાથ (૨)
મેઘાણીજી ને માણો (૨) સુરતના નર્મદનો નાદ ………… ઓમ જય ગુર્જરી….
ચૌદશે ચાણસ્મા ચુંવાળ, વડોદરા સંસ્કૃતિક નગરી (૨)
ભાગ્યું તોયે ભરૂચ (૨) નડિયાદ છે સાક્ષર નગરી …….. ..ઓમ જય ગુર્જરી…..
પૂનમે તો પાલનપુર, પેટલાદ સંસ્કૃત પાઠશાળા (૨)
જુનાગઢ ને સાપુતારા (૨) ગઢડા ઉઝા બરવાળા ……..ઓમ જય ગુર્જરી….
ખંભાત નવાબી શહેર , સંખેડા , ઇડર વખણાય (૨)
વીરપુર ને ગોધરા(૨) થર્મલ, ધુવારણ વીજળી થાય……… ઓમ જય ગુર્જરી…
વલ્લભ વડ રાસમાં, આઝાદી જંગે લડત લડાય (૨)
બોરસદમાં તો છાવણી (૨), સત્યાગ્રહમાં જ નખાય ………ઓમ જય ગુર્જરી…
શેઢી, ભોગાવો ને વાત્રક, મહી મચ્છુ સાબરમતી (૨)
રૂપેણ બનાસ ,વિશ્વામિત્રી (૨) તાપી ને સરસ્વતી …………..ઓમ જય ગુર્જરી…..
નીરમાં, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)
કૃભકો ને અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ………… ..ઓમ જય ગુર્જરી….
જનતાપરિષદ, સ્વતંત્ર , શાસક, સંસ્થા ને રાજપ (૨)
કિમલોપ ને મજપા (૨) સામ્યવાદી ને ભાજપ …………….ઓમ જય ગુર્જરી..
બલવંત,ચીમન છબીલ; હિતન્દ્ર શંકરને કેશુભાઈ (૨)
ઘનશ્યામ,અમર,નરેન્દ્ર (૨)માધવ, દિલીપ બાબુભાઈ ……….ઓમ .જય ગુર્જરી…
આરતી ટાણે  ગુજરાતની ,ઇન્દુચાચા કેમ  ભૂલાય (૨)
શહીદોની સાથમાં (૨) રવિશંકર દાદા ના વિસરાય …………ઓમ જય ગુર્જરી….
ભાવ ભક્તિ ઉભરાયે, વેપાર ને વિકાસ સધાય (૨)
ગાંધી, સરદાર તો આજે (૨) દેશ વિદેશ પૂજાય……………….ઓમ જય ગુર્જરી,,,,,
માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)
“સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
================================================================================================
” સ્વપ્ન ” જેસરવાકર ….કેલિફોર્નિયા (અમેરિકા)
 
(  નોધ;;;= કાવ્યના  પ્રાસ માટે મહાનુભાવો ને ટુકા નામથી સંબોધ્યા છે
                આ અંગે માફી બક્ષો એવી વિનંતી.)
“સ્વપ્ન “ના વંદન