નેતાજી તો પરલોક પધાર્યા…કાવ્ય


 

નેતાજી તો પરલોક પધાર્યા…કાવ્ય

===============================================================
(  રાગ:== વૈષ્ણવ જન તો તેને રે  કહીએ…………………………. )
================================================================
નેતાજી  તો પરલોકમાં પધાર્યા પરલોકને   ફફડાવે   રે.
ચિત્રગુપ્તજીને  સવાલ   પૂછીને હિસાબ  સઘળો  માંગે  રે…….નેતાજી તો…(૧)
આ તમારો  યમરાજ છે  કેવો  નહી  અક્કલનો  છાંટો   રે
પાડે બેસાડી એ મને જ લાવ્યો  શિખામણ  એને આપો  રે……નેતાજી  તો…(૨)
મોઘી  ને એરકંડીશન  એવી  કારોમાં  જ હું ફરનારો  રે
પાડે બેસી ને  કમર જ  દુખી  કોલગર્લને તો બોલાવો  રે…….નેતાજી  તો…(૩)
ચિત્રગુપ્તજી  કહે બધા પશુઓને પૂછી ને પૂછાવ્યું    રે
પાડો કે’ હું જ  જવાનો  કેમ કે  એ તો  છે  મારા જેવા   રે……..નેતાજી  તો…(૪)
પાપ પુણ્યના ચોપડા ને  મુકો આ બધી  ધમાલો રે
ભાગમાં આપણે  ધંધો કરીએ  કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો  રે……..નેતાજી  તો…(૫)
મારા  જેવા  હોય અહીં  તો એમની  મીટીંગ  બોલાવો ને
એક  પાર્ટી અહીં જ બનાવીને મને હાઈકમાંડ બનાવો રે…….નેતાજી   તો…(૬)
ભાષણ કરવાનું  કામ જ મારું, એ સર્વેને   સમજાવો  રે,
સ્વર્ગવાળાને  વચનો દેવાના નર્કવાળાને આવકારો  રે………નેતાજી   તો…(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું  ને  તમે  ખાધે જ  રાખો રે,
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી  જરૂરે  માફી  માગો રે………..નેતાજી   તો…(૮)
કૈક  થાય  તો   ગભરાતા નહી  છે રસ્તો મારી પાસે રે
વિષ્ણુને  વૈકુંઠ મુકાવશું   પક્ષપલટામાં હું પાવરધો   રે……… નેતાજી   તો…(૯)
ભાષણમાં હું   ગાંધી  જેવો ને  કાર્યે ગબ્બર  જેવો   રે
ફેશનમાં  તો  જોની  જેવો ને  ખાધે પીધે પાડા જેવો રે………નેતાજી   તો…(૧૦)
બદલી  અને  યોજનાની  સાથે, નાણાં ખાતું  આપો  રે
સ્વર્ગમાંથી  નરકમાં ફેરવવાનો  કીમિયો  તો જુઓ  રે ………નેતાજી   તો…(૧૧)
નેતા થઈને  સભાઓ  ગજવી  દહેજ વિરોધી નારો  રે
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો  લ્હાવો  રે…….. નેતાજી   તો…(૧૨)
આ બધું  જ કરું  તમ કાજે પણ શરત મારી સ્વીકારો રે
ચુંટણી  ટાણે  મને  રજા આપી  ધરતી પર મોકલાવો રે……..નેતાજી  તો…(૧૩)
હાઈકમાંડ  અને  પ્રમુખને હું  પગે પડી   સમજાવું   રે
સગા -સબંધીને  ટીકીટ અપાવું ફંડ  નો લાગ  સારો રે………..નેતાજી   તો…(૧૪)
સાભળીને  ચિત્રગુપ્તજી  બોલ્યા આને હનુમાનને સોંપો રે,
ગદાથી જ  ગદડાવો  પછી  હાડકા તોડી ઉધો લટકાવો  રે……. નેતાજી તો…(૧૫)
આ તો “સ્વપ્ન“ના શમણાની એક  રામ   કહાણી  રે,
સાંભળી  છે  મેં  તો   ચિત્રગુપ્તના મોઢાંમોઢ  વાણી રે …… નેતાજી તો… (૧૬)
 
=====================================================================
    સ્વપ્ન  જેસરવાકર
Advertisements

6 thoughts on “નેતાજી તો પરલોક પધાર્યા…કાવ્ય

 1. સ રસ……………. રામ કહાણી ,

  સાંભળી છે મેં તો ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે …… નેતાજી તો… (૧૬)

  Enjoyed .congratulation for a such interesting poem.

  Ramesh Patel(Aakashdeep)

  Like

  1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

   આપ જેવા વડિલાના અનન્ય આશિર્વાદ હોય પછી સરસ ઉંઘ આવે.

   ને પછી તો મજાનાં સપનાં તો આવે જ ને

   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

 2. આ તો “સ્વપ્ન“ના શમણાની એક રામ કહાણી રે,
  સાંભળી છે મેં તો ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે
  સ રસ
  યાદ હરીન્દ્ર દવેનું કાવ્ય
  હેબતાઈ ગયેલા યમે
  દરવાજાને સાંકળ વાસી દીધી.
  *
  “ચિત્રગુપ્ત, અમે સાવ પાછળ છીએ:
  તમારી આજ્ઞા સો આત્માની હતી:
  અમારા પાશમાં બંધાયા છે બરાબર સો,
  અમારી આગળ રસ્તો રોકી
  સેંકડો આત્માઓ કેમ કોલાહલ કરે છે?
  વિના પાશ એ
  અહીં કેમ ધસી આવ્યા છે? ઓવર.”
  *
  “યમ, તમે સાંભળો છો?
  તમે ભૂલી ગયા છો, તમારું જ્ઞાન.
  હું આવ્યો છું, બ્રહ્મવિદ્યાનું દાન કરવા.
  તમારી પાસે આવતાં આ કઈ
  નજરે ન ચડતી દીવાલ મને રોકે છે?”

  “રસ્તો કરો.”
  “સામે કશું જ નથી:
  આગળ કેમ જતા નથી?”
  “અશરીરી હયાતીને પણ ભીંસ લાગે છે;
  રસ્તો કરો.”
  આગળ જવાનો પ્રયત્ન કરતા આત્માઓ
  પાછા ફંગોળાય છે:
  પાછળ આવનારા વધુ પાછળ ધકેલાય છે.
  *
  “યમ, તમે સાંભળો છો?”

  ફરી એક વાર વણબોલાવેલો અતિથિ
  આકાશની દીવાલ સાથે અથડાવે છે
  અશરીરી હયાતી.

  “દરવાજો ખોલો છો?
  કે થોડું આરડીએક્સ લઈ આવું?”

  “આરડીએક્સ?
  ચિત્રગુપ્ત, આ શું છે?”
  “સર, સમજ પડતી નથી;
  ધસી આવ્યા છે અનવૉન્ટેડ આત્માઓ.”
  “તપાસ કરો; ક્યા ગ્રહમાંથી ભૂલા પડ્યા છે?
  પૃથ્વી પરના આત્માઓ પર આપણી હકૂમત છે;
  આપણી આજ્ઞા વિના ત્યાંથી કોઈ ન આવે.
  બ્રહ્માંડના ક્યા રસ્તા પરનાં સિગ્નલો
  કામ કરતાં નથી? તપાસ કરો.’

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન,

   આપના દ્વારા આવી અલભ્ય કવ્ય રચના માણવા મલી

   આપના આ એક સંદેશ દ્વારા મને “ગોદડિયા ચોરા”ના એક હપ્તાનો મુદ્દો મલી ગયો.

   આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર

   Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s