ઝળહળતી રે ભાઇ જ્યોતો ઝળહળતી..કાવ્ય


 

 

 ઝળહળતી રે ભાઇ જ્યોતો ઝળહળતી..કાવ્ય

===================================================

આકાશદીપ

                                  ” આકાશદીપ “બ્લોગના પ્રણેતા શ્રી રમેશભાઇ પટેલનો જન્મ દિન

                                    ૧૬મી જુનના રોજ છે. તો આવો સહુ સાથે મળી કાવ્ય પુષ્પ દ્વારા

                                    એમને અભિનંદન આર્પીએ.

                                             http://nabhakashdeep.wordpress.com/

================================================================

સરવરતી રે ભાઇ સરવરતી હરખની હેલી આજે સરવરતી

ઝગમગ દિવડે જ્યોતો ઝળહળતી ભાઇ જ્યોતો ઝળહળતી…હરખની હેલી

આજે હૈયુ તો હિલોળા લેતું ને મનડું તો મલકાતું

આનંદ કેરા ઉલ્હાસે ઉમંગની આકાશદીપ માલાઓ પ્રગટતી…હરખની હેલી.

પ્રજ્ઞાજી તો પ્રજ્ઞા જલાવે ને ગદ્યાસુર ગગન ગજાવે

દાવડાજીની કલમ પ્રસાદીએ વેણુંનાદની ગુંજો ગરજતી…હરખની હેલી.

કિશોર કેરા શિક્ષણ સરોવર પાળે ને નેટગુર્જરી ડાળે

ચંદ્રના અનેરા પુકારે  વિનોદ વિહારની વાતો  છલકાતી…હરખની હેલી.

વાંચનયાત્રાના  વિચારે ને આતાજી કેરા અણસારે

પ્રવિણ શાસ્ત્રીની વાર્તા ને હાસ્ય દરબારે છોળો ઉછળતી…હરખની હેલી.

લેસ્ટર ગુર્જરીના મંતવ્યે ને કવિલોક કેરા કર્તવ્યે

દાદીમાની પોટલીએ પરાર્થે સમર્પણ ભાવના ચમકતી…હરખની હેલી.

બ્લોગરો વિચારે શાને કાજે નામ અમારાં તો ગાજે

આપી ગુલદસ્તા ને દો વધામણી ફુલછાબે  શુકનવંતી…હરખની હેલી.

જન્મ દિન આકાશદીપનો અનેરો છે જેનો ભાવ ભલેરો 

અભિનંદન અર્પી ગોદડિયાજી કવિતા લખે ગુણવંતી…હરખની હેલી.

===================================

સ્વપ્ન જેસરવાકર

Advertisements

20 thoughts on “ઝળહળતી રે ભાઇ જ્યોતો ઝળહળતી..કાવ્ય

 1. મિત્રોના આ પ્રેમભર્યા સંદેશાઓ વાંચ્યા પછી ,ઋણ સ્વીકાર્યા વગર દિલથી કેમ રહેવાય?. આપ સૌ મિત્રો થકી..વરસો કલશોર સાથે ઉપવન સમ મહેકે છે…એ પરમ કૃપાળુંની કૃપા છે…વાંચો શ્રી ગોવિંદભાઈ પટેલ’સ્વપ્ન’ ના આ મજાના કાવ્ય સાથે…

  ૠણ સ્વીકાર..

  જન્મદિન કિનારા થઈ ભીંજે…રમેશ પટેલ(આકાશદીપ)

  ઝગમગ ઝગમગ દીઠા અમે તો

  સ્વપ્ન મહીં અજવાળા

  હસી ખુશીના ફૂલો લઈને

  મહેકે મિત્ર રૂપાળા

  કંકુવરણી ખીલી જ પ્રભા આ

  સ્વજન સંગ હું પ્રાથું

  માગું જ ખુશી મિત્ર જગતની

  પ્યાર મુબારક ઝીલું

  પવન સપાટા ભાવ અંતરના

  સંગ જ સાગર નૈયા

  જન્મદિન કિનારા થઈ ભીંજે

  ચીતરું ભાત સવૈયા

  વિશાલ નભ સમ હૈયાં હરખીલાં

  દઉં ઋણ સભર સંદેશા

  પરમ વિનયે ગાઉં પ્રેમ સંગમાં

  પૂરે ઈશ અભિલાષા

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  1. આદરણીય વડિલ. શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આપના અનન્ય શબ્દ ગુંથણીની મૌતિક માળા વણાવતા કાવ્ય પ્રસાદને સો સલામ

   આપને જન્મ દિનની ખોબલા ભરી શુભ કામના

   Like

 2. પિંગબેક: આકાશદીપ
 3. પિંગબેક: આકાશદીપ
 4. મિત્ર હો તો ગોવિંદભાઈ જૈસા હો

  મિત્ર રમેશભાઈને એમના જન્મ દિવસે એક મિત્ર દ્વારા અપાયેલ સરસ શુભેચ્છાઓનો કાવ્ય ગજરો

  ઘણું જીવો રમેશભાઈ અને અમને લાંબા સમય સુધી કાવ્યાસ્વાદ કરાવતા રહો એવી

  આપના જન્મ દિવસે શુભેચ્છાઓ

  ફાધર્સ ડે અને જન્મ દિવસનો કેવો સરસ સંજોગ -સુમેળ !

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન,

   કવિવર શ્રી રમેશભાઇ પટેલના જન્મ દિને શુભેચ્છા સંદેશની મહામુલા મિઠાઇ ભર્યા સંદેશ પાઠવવા બદલ ખુબ આભાર

   Like

 5. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

  આપે મારા સ્વપ્નના રાજા ” આકાશદીપ ” ને સુંદર મજાની રચના જન્મદિનને સજાવ્યો.

  શ્રી. રમેશભાઈને ખુબ ખુબ જન્મદિનની શુભકામનાઓ. .

  Like

 6. રમેશભાઈને જન્મદિનની અનેક શુભેચ્છાઓ. અને આપને પણ હાર્દિક અભિનંદન. સરસ મજાના કાવ્યમાં બધા જ બ્લોગર્સ મિત્રોને સાંકળી લીધા. ધન્યવાદ.

  Like

 7. himatlal joshi

  To Me

  Today at 2:13 AM

  કવિવર રમેશભાઈ પટેલને જન્મ દિવસની શુભેચ્છાઓ તેઓ અગણિત વર્ષો સુધી આકાશ દીપ

  ઝળહળતો રાખે એવા આતાના આશિષ

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  Liked by 1 person

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s