મળવા જેવા માણસ શ્રી રમેશ પટેલ


મળવા જેવા માણસ… શ્રી રમેશ પટેલ
આકાશદીપ

રમેશભાઈનો જન્મ ૧૯૪૮માં ખેડાજીલ્લાના મહુધા તાલુકાના મહિસા ગામમાં

થયો હતો.પિતા ઝવેરચંદભાઈ અને માતા કાશીબાના કુટુંબની ગણત્રી ગામના

મોભાદાર મુખી કુટુંબમાં થતી. આઝાદીના આંદોલનમાં રંગાયલા સંસ્કારી

કુટુંબમાં રમેશભાઈનો ઉછેર થયો હતો . આમ તો પિતાનો વ્યવસાય ખેતી હતો.,

પણ માતાપિતા બન્ને શિક્ષિત અને શિક્ષણ પ્રેમી તથા વાંચનના શોખીન હતા.

આઝાદી સંગ્રામના તાલુકાજીલ્લાના આગેવાનો સાથે પિતા ઝવેરભાઈને નજીકનો

ઘરોબો હતો.

રમેશભાઈનું શાળાનું શિક્ષણ ગામની પ્ રાથમિક અને માધ્યમિક શાળામાં થયું હતું.

અભ્યાસમાં તેજસ્વી રમેશભાઈએ બારમા ધોરણ સુધી અભ્યાસની સાથે સાથે

હિન્દી, સંસ્કૃત, ડ્રોઈંગ વગેરેના અભ્યાસમાં પણ રસ લીધો.

શાળા જીવન દરમ્યાન એમના વાંચનના જબરા શોખને લીધે, એમણે રામાયણ

મહાભારત ઉપરાંત સ્વામી વિવેકાનંદ, અને ઝવેરચંદ મેધાણીના પુસ્તકો વાંચેલા

.એમના ઘરમાં એક નાનું પુસ્તકાલય હતું, જેનું સંચાલન રમેશભાઈ જાતે કરતા.

ગામમાં પૂજ્ય રવિશંકર મહારાજની મુલાકાત દરમ્યાન એમણે કરેલા પ્રવચનની

રમેશભાઈના જીવન ઉપર ઊંડી અસર થયેલી.

બારમાં ધોરણમાં સારા માર્કસ મેળવી, વલ્લભવિદ્યાનગરની બિરલા એન્જીનીઅરીંગ

કોલેજમાં દાખલ થયા અને ૧૯૭૧માં પ્રથમ વર્ગમાં પાસ થઈ B.E.(Electrical)

ની ડીગ્રી મેળવી.

૧૯૭૨માં રમેશભાઈનાં લગ્ન સવિતાબહેન સાથે થયા અને સાથે એમના

વ્યવસાયિક અને સાંસારિક એમ બન્ને જીવનની શરૂઆત થઈ ગઈ.

નોકરીની શરૂઆત એમણે ૧૯૭૨માં ગુજરાત વિદ્યુત બોર્ડ સબ ડિવીઝનમાં,

કપણવંજ મુકામથી, ફિલ્ડ વર્ક દ્વારા કરી. ગ્રામ્ય વિદ્યુતકરણની તે વખતે શરુઆત

હતી.

પોતે તો ફાનસના અજવાળે ગામમાં ભણેલા, તેથી કામને ઉમળકાથી વધાવી લીધું.

ગામોના કાચા ધૂળિયા રસ્તા, ખેતરો, વાત્રક અને મહોરનદીઓની કોતરોમાં ભર

ઉનાળેબળબળતા બપોરે સર્વે માટે તેઓ ખૂબ ઘૂમતા. ગામડામાં ઘરોમાં વીજળી

પહોંચાડવાઅને ગામની ધરતીને પંપ દ્વારા પાણી પહોંચાડી હરિયાળી

બનાવવાસાત વર્ષો સુંધીતેમણે મહત્વનું યોગદાન આપ્યું.

એમના શબ્દોમાં કહું તો,આજથી ૪૫ વરસ પહેલાં ગામડાઓમાં. વીજળી, રસ્તા

,ટેલિફોન અને દવાખાનાઓની પાયાની જરુરિયાતોનો અભાવ વરતાતો હતો. લોકો

તે માટેઅધીરાહતા. ધૂળિયા રસ્તામાં પગપાળા સર્વે કરી.વિદ્યુત લાઈનો ઉભી

કરાવવી,અને આખા ગામનેખેતીવાડીમાટે વિદ્યુત જોડાણ આપવું,   કપરી

મહેનતનું કામ હતું. શહેરી જીવડાઓનેતો તે ફાવે તેવું હતું.”

રમેશભાઈની મહેનત રંગ લાવી સાત વર્ષમાંતાલુકાની રોનક ફરી ગઈ. ધરોમાં

વીજળીનાદીવા અને લીલાછમ લહેરાતા પાક જોઈ રમેશભાઈને આત્મસંતોષ

મળતો.

રમેશભાઇની કારકિર્દીનું બીજું અગત્યનું સોપાન એટલે વણાકબોરી થર્મલ પાવર

સ્ટેશન.આધુનિક સ્ટીમ જનરેટર માટે તોતીંગ ૨૨૦ ફૂટ ઊંચા બોયલરોના નિર્માણ

માટે ૧૯૭૯માં તેમનું પોષ્ટીંગ થયું. શરૂઆત મહિસાગરની વેરાન કોતરોને

સમતળ બનાવવાથી કરી.

અહીં નિર્માણ કાર્ય તબક્કાવાર આગળવધવાનું હતું. રહેવા, જમવા અને ફેમીલી

સાથેરહેવા માટે સગવડ થવાની વાર હતી .મોટા ભાગે ફક્કડ ગિરિધારી જેવો

સ્ટાફ, પણપાયાના પથ્થરો જેવા સ્ટાફ સાથે તેઓ એકલવીર બની યજ્ઞમાં

જોડાઈ ગયા.

એક પછી એક, ૨૧૦ મેગાવૉટની ક્ષમતાવાળા મહાકાય યુનિટો, ઊભા  કરી,

અડધા ઉપરાંત ગુજરાત રાજ્યને પહોંચે એટલું વીજ ઉત્પાદન કરી, સતત ૨૧વર્ષ

ત્યાં ફરજ બજાવી.

કાર્યને લીધે તેઓ એક નિષ્ણાત વીજ ઈજનેર તરીકે પ્રખ્યાતથયા.

“ગુજરાત સરકારે કદર રૂપે,ચીફ બોયલર ઈન્સ્પેક્ટર અને મેમ્બર ઓફ બોર્ડ ઓફ

એક્ઝામીનર્સ તરીકે અને મોર્ડન હાઈ પ્રેશર બોયલરનાપ્રેક્ટીકલ નિષ્ણાત તરીકે

ત્રણ વર્ષ માટે (૧૯૯૯૨૦૦૧) નીમણૂક કરી. વીજ નિગમોના ટેકનિકલ પ્રશ્નો

ઉકેલવાની સમિતિમાં રહી, ફોરેન કંસલ્ટીંગ ટીમો સાથે, ઈક્વીપમેન્ટોમાં દૂરોગામી

ફેરફારો કરી, લાખો ટન રીઝેક્ટમાં જતા કોલસા બચાવી, દેશની સંપત્તિ માટે

એક આગવો ફાળો આપ્યો. તેમના યોગદાનની, કેન્દ્ર સરકારની થર્મલ પ્લાન્ટ

બનાવતી ,બી એચ એલ કંપનીની ડિઝાઈનીંગ ટીમે નોંધ લીધી.”

“તેમણે ૫૦૦ મેગાવૉટના યુનિટોના સ્પેસીફીકેશનમાં ફેરફાર કર્યા.ફેરફારે,

અનેક રાજ્યોના નિગમોને આર્થિક ફટકામાંથી બચાવી લીધા,

આ રમેશભાઈની કોઇ નાની સુની સિધ્ધી ન કહેવાય.”

ત્યારબાદ એમણે ગાંધીનગર થર્મલ પ્લાન્ટ ખાતે એક્ઝીક્યુટીવ એંજીનીઅર તરીકે

સેવા આપી. આ દરમ્યાન એમણે અનેક તજજ્ઞ સમિતીઓનું નેતૃતવ કર્યું. તે

સમયના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ એમને મળવા બોલાવેલા.

આ બધી વાતોથી તમને લાગશે કે રમેશભાઈ માત્ર એક નિષ્ણાત વીજ

ઈજનેર જ છે

. ના ભાઈ ના, એવું નથી. રમેશભાઈ એક સારા કવિ પણ છે. સન ૨૦૦૦ની

આસપાસ તેઓ મેઘાવી સાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા અને

તેમની પ્રેરણાથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું.આકાશદીપઉપનામથી ગુજરાત

સમાચાર દૈનિક અનેગુજરાત સરકારનાગુજરાતપાક્ષિક દ્વારા કવિતાઓ પ્રગટ

કરી,

આકાશદીપઝગમગવા લાગ્યા. સાહિત્યકારોના સત્સંગથી, અને વિશાળ

વાંચનથી.સુંદર રચનાઓ કરી,

ત્રણ કાવ્ય સંગ્રહ ,સ્પંદન, ઉપાસનાઅનેત્રિપથગાપ્રસિધ્ધ કર્યા.

સાથે સાથે, જીઈબી ગાંધીનગરની લાયન્સ ક્લબના તેઓ ફાઉન્ડર મેમ્બર

બની અનેક સામાજિક કાર્યોમાં સહભાગી બન્યા.

 છેલ્લા દશકાથી , અમેરિકામાં કેલિફોર્નીયાથી, શ્રીસુરેશભાઈ જાનીના માર્ગદર્શનથી

શરૂ કરેલાઆકાશદીપબ્લોગ થકી , બ્લોગ જગતમાં માનીતા થઈ ગયા છે.

કાવ્યસરવરનાઝીલણેનામે ૪૦૦ ઉપરાંત રચનાઓની પ્રથમ બુક અને

ઉપવનનામે કાવ્યોની બીજી ઈબુક વેબમાં મૂકી એમણે એમનો કવિ તરીકેનો

પરિચય દઈ દીધો છે.

યુકે સ્થિત શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશનીબેન શેલતના મધુર કંઠેગવાયેલી ,

તેમની દેશપ્રેમની એક રચના, સાચે  યશકલગીસમાન છે.

http://leicestergurjari.wordpress.com/2012/01/25/તારીશાનત્રિરંગાશ્રી 

લીન્ક વાપરી તમે એ ગીત સાંભળી તેમને અભિનંદન આપ્યા સિવાય રહી

શકશો નહીં.

રમેશભાઇની રચનાઓનો પરિચય આ નાનકડા લખાણમાં આપી શકાય નહિં. માત્ર

નમુનો જ આપું તો,

નથી  અમારું  નથી  તમારું,   જગ સૌનું સહીયારું ,

મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું.”

એમની અનેક ઉત્તમ રચનાઓ માણવા તો તમારે એમના બ્લોગ ની આ લીંકનો

ઉપયોગ કરી મુલાકાત લેવી પડશે. http://nabhakashdeep.wordpress.com/

એમના પરિ્વારમાં ત્રણ સુશિક્ષિત દીકરીઓ શ્વેતા, મેનકા ને વિતલના સુખી

પરિવારની મહેંક માણતા,ધર્મપત્નિ સવિતા સાથે રહી, કવિતા દ્વારા સૌને મળતા

રહે છે.

========================================

આલેખન શ્રી .પી. કે. દાવડા

Advertisements

13 thoughts on “મળવા જેવા માણસ શ્રી રમેશ પટેલ

 1. શ્રી રમેશભાઈની કવિતા તો વાંચુંજ છું, પણ પરિચય આજેજ વાંચવા મળ્યો. બહુ સુંદર પરિચય કરાવ્યો છે અને વીજ ઈજનેર તરીકે ગુજરાતને જે સેવા આપી છે તેતો એકદમ ઉત્તમ છે.
  Corona,
  CA

  Like

 2. કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ)

  આપ સૌના પ્રેમ થકી..અમે ઘણું ઘણું મેળવ્યું છે…આ નેટ જગતના મેળે મનભરી મેળાપ થતાં,આપ સૌની વિદ્વતાની ઝાંખી મારે હૈયે નીત રમી છે ને પથ દર્શક બની છે.આપના આ ભાવ ને આદરણીય શ્રીપી.કે.દાવડાજીની આ શ્રેણી ‘મળવા જેવા માણસ’ની ..તેમના પરખની અનુભવી આંખોએ ,અમને પણ સદભાગી બનાવ્યા છે…અણજાણી ભોમકાએ..તમે અમને ગૌરવ બક્ષવા કલમ ઉપાડીને..સ્વજન જેવા બ્લોગર મિત્રોએ જે સહજાનંદ પીરસ્યો એનો આભાર વ્યક્ત કર્યા વગર કેમ રહેવાય?

  કોનો આભાર માનું ને કોને જ વિસરું…..રમેશ પટેલ(આકાશદીપ)

  અણજાણી ભોમકાએ ભોમિયા થવા,

  હરખે વધાવ્યાતા;

  સાઈઠના ચોતરાના સાદ

  માણીએ એ મીઠડી સૌગાદ

  વસતા દૂર તોયે મેળે મહાલતા

  જાનીદાદાની અંતરે જ વાહ!

  હળવેથી પોરસ પીરસે પ્રજ્ઞાજી

  ભમશું સૌ ચોતરે ઝીલીને ચાહ

  શમણાં મીઠાં વતનનાં માણતાં ઉરે

  પરિચયની પાંખડી પ્રસારી ખંડ સાત

  ના ઓળખે એ નાત બહાર એવી જ

  થઈ ગઈ અમારી નટખટ જમાત

  કોનો આભાર માનું ને કોને જ વિસરું

  નત મસ્તકે દાવડાજી ઝબુકૂ રે આજ

  તમે મળ્યા ને મળ્યું અમને જીંદગીનું વ્યાજ(૨)

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની સાહિત્ય રુપી ખાણમાંથી કલમ રુપી પાવડા દ્વારા જે સાહિત્યિક રત્નો નીકળે છે એ અનન્ય બાબત છે.

   આમાં અમારો આભાર માનવાનો ના હોય આપ હીરા સમાન છો જેને આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબે તરાશ્યા છે.

   આપ અમારે આંગણિયે પધારી માટે અનેરો સંદેશ લાવ્યાં તે બદલ ખુબ જ આભાર

   Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની સાહિત્ય રુપી ખાણમાંથી કલમ રુપી પાવડા દ્વારા જે સાહિત્યિક રત્નો નીકળે છે એ અનન્ય બાબત છે.

   આપ અમારે આંગણિયે પધારી માટે અનેરો સંદેશ લાવ્યાં તે બદલ ખુબ જ આભાર

   Like

 3. મળવા જેવા માણસ રમેશભાઈનું દાવડાજીએ લખ્યું,

  લખાણ એવું ગોવિન્દભાઈએ બ્લોગ પર પ્રગટ કર્યું,

  જે જાણ્યું હતું તેથી પણ થોડું વધુ જાણી ચંદ્રહયું ખુશ થયું,

  એવી ખુશી સાથે ચંદ્રે રમેશભાઈને રૂબરૂ મળ્યાનું યાદ કર્યું,

  કોઈને જાણવું અને જાણી એમની નજીક જાઉં એમાં ખરેખર તો પ્રભુઈચ્છા રહે,

  આથી, ચંદ્ર તો પ્રભુનો પાડ માની, રમેશ સંગે થયેલી મિત્રતાનું વિચારી રહે,

  વર્ષો તો વહેતા રહે અને એમાં જીવન પણ વહેતું રહે એ જ સત્ય છે,

  એવા સત્યમાં ચંદ્ર-રમેશ મિત્રતા કાયમ રહે એવી ચંદ્ર-આશ છે !

  …..ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !
  Govindbhai Thanks for recent visit & comments on Chandrapukar !

  Like

  1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

   આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની સાહિત્ય રુપી ખાણમાંથી કલમ રુપી પાવડા દ્વારા જે સાહિત્યિક રત્નો નીકળે છે એ અનન્ય બાબત છે.

   આપ અમારે આંગણિયે પધારી શ્રી રમેશભાઇ પટેલ માટે અનેરો સંદેશ લાવ્યાં તે બદલ ખુબ જ આભાર

   Like

 4. મહાપુરુષોનાં ચરિત્રો કે આત્મકથા વાંચવાં એ સારી બાબત છે. તેમાંથી કાંઈ ને કાંઈ જાણવા જરૂર મળે છે. તેમાંથી પ્રેરણા પણ મળે છે. પરંતુ તેની સાથે સાથે આપણી આસપાસ ફરી રહેલા સામાન્ય લાગતા લોકોનું પણ અવલોકન કરતા રહેવું જોઈએ. આમ કરતાં જોવા મળશે કે સાવ નાના લાગતા, નગણ્ય લાગતા સામાન્ય લોકોમાં પણ મોટા ગુણ પડેલા હોય છે અને તેમાંથી પણ આપણને પ્રેરણા મળી શકે છે. મઝા તો ત્યારે થાય જ્યારે દાવડાસાહેબ જેવા તેમની ભાવાત્મક શૈલીમા પરીચય કરાવે.જો કે ઘણી વાત ભૂત થઇ પણ વર્તમાનમા સ્નેહ સાધનથી,કટુ છોડી( અમારા ખૂબ સ્નેહાળ પડોશી કડવા પાટીદાર હતા અને નામ પણ નાગરજીભાઇ ગોવિંદભાઇ પટેલ પણ એમને નાગોકાકા કહેતા તો મીઠ્ઠુ હસતા !) ગુણ નીવેદન કરતા તેમના કાવ્યો જ સાચો પરીચય છે…તેઓ ન હશે તો પણ તે રહેશે.
  રામ નામ કી લૂટ હૈ જેમ મા દાવડાસાહેબ તેમના લખાણ લૂંટાવે છે તો અમે પણ આ પોસ્ટ અમારા બ્લોગ પર ચઢાવી દીધી અને અમારા સુજાએ શીખવ્યા પ્રમાણે ફોટો પણ છાપી દીધો

  Like

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની સાહિત્ય રુપી ખાણમાંથી કલમ રુપી પાવડા દ્વારા જે સાહિત્યિક રત્નો નીકળે છે એ અનન્ય બાબત છે.

   આપ અમારે આંગણિયે પધારી શ્રી રમેશભાઇ પટેલ માટે અનેરો સંદેશ લાવ્યાં તે બદલ ખુબ જ આભાર

   Like

 5. આદરણીય શ્રી રમેશભાઈ પટેલ “આકાશદીપ” નો અતિ સુંદર પરિચય કરાવવા માટે શ્રી દાવડા કાકા નો ખુબ ખુબ અભાર . આકાશદીપ બ્લોગ થી તો તેમને જાણતાજ હતા પરંતુ આજે તેમના વિશે વધુ જાણી ને ખુબજ આનંદ થયો. આભાર ગોવિંદભાઈ આપનો પણ.

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s