Monthly Archives: જુલાઇ 2014

મળવા જેવાને મળાવતા એવા આદરણીય શ્રી દાવડા સાહેબ


મળવા જેવાને મળાવતા એવા આદરણીય શ્રી દાવડા સાહેબ

==================================================================

” હે રજત મણકા કેરા વાગ્યા છે ભણકારા
 સ્વ પરિચયે પધાર્યા છે પુરૂષોત્તમ પ્યારા “

દાવડાજી

મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો.

પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો.

પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતાઆવડતું.

૧૯૪૧ માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.

અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું.

૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી

જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમખેમ બચી ગયું, બીજા

અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું

બધું આગમાં સ્વાહ થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો.

તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસી કરી તેમને

વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક

નાનકડું ગામડું હતું અને એમા અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર

નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો. ટ્રેનમાં મુલુંડથી ઘાટકોપર

વીસ મીનિટ લાગતી. મને શાળામાં લઈ જવા અને ઘરે લાવવા એક નોકરનો બંદોબસ્ત

કરેલો. મેં ત્રણ વર્ષ અંગ્રેજી શાળામાં અભ્યાસ કરેલો, એટલે મને ગુજરાતી શાળાને અનુકૂળ

બનાવવા પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરેલી.

ચોથા ધોરણમાં આવ્યા પછી બધું વ્યવસ્થિત થઈ ગયુ.

આઠમા ધોરણથી મેં શાળાની પ્રવૃતિઓમાં વધારે ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કર્યું.

દશમા ધોરણમાં હું Captain of the School ચૂંટાયો અને શાળામાં પહેલીવાર ઊનાળાની

રજાઓમાં બાળકોને રજડપાટમાંથી બચાવવા વિવિધલક્ષીગ્રીષ્મ પ્રવૃતિનું આયોજન કર્યું.

આ પ્રવૃતિને લીધે મને સારી પ્રસિધ્ધી મળી. આ દરમ્યાન જ મને માઈક હાથમાં લઈ

લોકોને સંબોધવાની પ્રેક્ટીસ થઈ.

૧૯૫૩ માં S.S.C. પરિક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને મુંબઈની ખાલસા કોલેજમાં

Science Branch માં દાખલ થયો. ઈંટર સાયન્સમાં પુરતા માર્કસ ન મળવાથી મને

મુંબઈ કે મહારાષ્ટ્રની બાકીની ત્રણ એંજીનીઅરીંગ કોલેજોમાં એડમીશન ન મળ્યું.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં Faculty of Technology &

Engineeringમાં સિવીલ એંજીનીઅરીંગમાં એડમીશન લીધું. પ્રથમ ત્રણ વર્ષ ફર્સ્ટ ક્લાસ

અને છેલ્લા વર્ષમાં ડીસ્ટીંક્શન સાથે, યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવી,

૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી મેળવી, ભણતર પૂરૂં કર્યું.

૧૯૫૩ થી ૧૯૬૧ નો સમય ગાળો મારા માટે ખૂબ જ પ્રતિકૂળ હતો. ૧૯૫૩ માં મારા

બાપુજીને ધંધામાં ન પૂરી શકાય એટલું મોટું નુકશાન થયું

(આજના હિસાબે ત્રીસ કરોડ રૂપિયા),

એમની પેઢીએ દેવાળું કાઢ્યું. જાહોજલાલીવાળું અમારૂં કુટુંબ રાતોરાત ગરીબ થઇ ગયું.

જાહોજલાલીના સમયમાં મારી બાએ સારા એવા ઘરેણાં કરાવેલા. આ ઘરેણાં વેંચીને

આઠ વર્ષ સુધી કુટુંબનું ભરણપોષણ ચાલ્યું. “મારૂં મેટ્રીક પછીનું શિક્ષણ અતિ ગરીબીમાં થયું.છેલ્લા વર્ષની છેલ્લી ટર્મની ફી ભરવા મારે મિત્રની મદદ લેવી પડેલી.

૧૯૫૩ પહેલા અને૧૯૬૧ પછી મને આવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.

૯૬૧ થી ૧૯૭૧ સુધી મુંબઈની ખૂબ જ જાણીતી કંપની Larsen & Toubro Ltd. ના

Construction વિભાગ Engineering Construction Corporation માં નોકરી કરી.

અહીં મને વિશાળ કદના ઓદ્યોગિક પ્રોજેકટસનાં બાંધકામનો અનુભવ મળ્યો.

બાંધકામમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનિક્સ શિખવાના મોકા સાથે આ કંપનીના

આંતરરાષ્ટ્રીય ભાગીદારો, જાપાની, ઈટાલીઅન, જર્મન, સ્વીસ અને અમેરિકન

એંજીનીઅરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ૧૯૬૪ માં જ્યારે ભારતમાં પહેલીવાર

PERT/CPM વિષય દાખલ કરવા PERT ના શોધક ચાર્લસ જોન્સ અને CPM ના

શોધક ડો. સ્ટીવ ડીંબીકી ભારત આવેલા

“ત્યારે National Institute of Industrial Engineering (NITIE) એ આખા દેશમાંથી

માત્ર ૧૮ જણને વિવિધ ક્ષેત્ર(રેલ્વે, એરલાઇન્સ, સ્ટીલ ઉદ્યોગ, માઈન્સ, કનસ્ટ્રક્શન વગેરે)

માંથી ટ્રેનિંગ માટે પસંદ કરેલા, તેમાં મારી પસંદગી થઈ હતી.”

દાવડા સાહેબ અને તેમનાં ધર્મપત્ની

“૧૯૭૦ માં મારા લગ્ન એક હોમિયોપેથી ડોકટર ચંદ્ર્લેખા સાથે થયા. નોકરીમાં અનેક

શહેરોમાં બદલી થતી, એમાંથી બચવા અને એક જ શહેરમા સ્થાયી થવા મેં ૧૯૭૨માં

Larsen & Toubro Ltd. માંથી રાજીનામું આપ્યું”

અને P.K.DAVDA, Counsulting Structural Engineer નામ રાખી, સ્વતંત્ર વ્યવસાય શરૂ

કર્યો.શરૂઆતના ત્રણ ચાર વર્ષ કઠણાઈઓ ભોગવી પણ પછી ખૂબ જ સફળતા મળી. ૧૯૭૭

માંGovt. of India ની Ministry of Finance તરફથી મને પ્રોપર્ટીના વેલ્યુઅર તરીકેનું

લાઈસેંસમળ્યું. ૧૯૮૫ સુધી Structural Engineer  અને Valuer બન્ને વિભાગોમાં કામ

સંભાળ્યું.”

૧૯૮૫ માં Structural Engineer તરીકેની પ્રેકટીસ બંધ કરી. ૧૯૯૪ માં મારો પુત્ર ઉચ્ચ

અભ્યાસ માટે અમેરિકા ગયો, ૧૯૯૮માં મારી દિકરી પણ વધુ અભ્યાસ માટે અમેરિકા

ગઈ.

૨૦૦૦ માં મેં વેલ્યુઅર તરીકેની પ્રક્ટીસ પણ બંધ કરી, નિવૃતિ લીધી.

મારી પ્રોફેશનલ પ્રેકટીસ દરમ્યાન મેં Hospitals, Schools, Religious Places વગેરેને

વિનાવળતરે સેવાઓ આપેલી જેને લીધે મારા Social Contacts નો વ્યાપ વધ્યો હતો.

દિકરો M.S.(Computer Science) અને દિકરી Ph.D.(Pharmacy-PK/PD) કરી

અમેરિકામાં જ સ્થાયી થઈ ગયા. ચારેક વાર હું અને મારી પત્ની બાળકોને મળવા

અમેરિકા ફરી ગયા.બાળકો પણ દર વર્ષે ભારત આવી અમને મળી જતા.

આખરે ૭૬ વર્ષની વયે આ ફેરા હવે નહિં ફાવે સમજી ૨૦૧૨ ના જાન્યુઆરીમાં કાયમી

વસવાટ માટે અમેરિકા આવીગયા.

૧૯૫૩મા શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એક પણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા

લખેલા નહિં.

જાન્યુઆરી ૨૦૧૦મા કોમપ્યુટરમા ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમા

ઘર બેઠે ગિરધારીનામે એક કવિતા લખી. લગભગ ગાળામા મને બ્લોગ એટલે

શું એની  જાણ થઈ હતી,

એટલે મેં શરૂઆત કરવા, કવિતારીડગુજરાતીના શ્રી મૃગેશ શાહને મોકલી આપી.

એમણે ૨૯ જાન્યુઆરી ૨૦૧૦નારીડ ગુજરાતીમાં મુકી.

સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.

સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકનાગુજરાતિ, “બ્લોગની

જાણ થઈ.  હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા બ્લોગમાં મૂકવાનું શરૂ કર્યું.

જાતે પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને બ્લોગ વધારે માફક આવ્યો. મોટા ભાગના

લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા.

બ્લોગને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર),

શ્રી રમેશ પટેલ (આકાશદીપ),  ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ , બહેન પારૂ કૃષ્ણકાન્ત

અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા ૧૫૦ પોસ્ટ થઈ ગઈ.

સમયગાળા દરમ્યાન કેટલાક લેખ અને કાવ્યો અન્ય લોકએ પોતાના બ્લોગમાં રીબ્લોગ

કર્યા.

 જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યુઆરી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી

બ્લોગમામૂકતો રહ્યો. મારા બ્લોગના કોઈપણ બે લખાણના વિષયમા ક્યાંયે દૂર દૂરનો પણ

સંબંધ હતો.મનમા આવે વિષયપર, મનમા આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં

કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ જતું કે મેં કેવું લખ્યું છે.

મારાં બધા લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી

ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ પહોંચે વાતનું હું ખાસ

ધ્યાન રાખતો.

કેટલાક મિત્રો મારૂં નામ પૂછે છે. મારૂં નામ પુરૂષોત્તમ છે, પણ શાળાના સમયથી જ

મારા શિક્ષકો અને મિત્રો પી કે કહીને બોલાવતા.

“આજે મને પુરૂષોત્તમ નામે ભાગ્યે જ કોઈ ઓળખે છે એટલે મેં મારી ઓળખ જાળવવા

પી કે દાવડા ચાલુ રાખ્યું.”

“૧૯૬૧ પછી, હું એંજીનીઅર હોવાથી, મારી બીજી ઓળખ દાવડા સાહેબ તરીકે બની,

જે પહેલી ઓળખ કરતાં પણ વધારે પ્રચલિત છે. હવે તો મારી આ ઓળખ મેં પણ સહજપણે

સ્વીકારી લીધી છે.”

૨૦૧૨ના જાન્યુઆરીમા હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો.

અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખાવાનું ચાલુ રાખ્યું.

અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમા થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો.

આમાના લગભગ બધા બ્લોગ જગતમા ખૂબ જાણીતા છે.

અક્ષરનાદના શ્રી જીગ્નેશઅધ્યારૂ, ગદ્યસૂર અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક

શ્રી સુરેશજાની, વિલિયમ્સટેલ્સના શ્રી વલીભાઈ મુશા,આકાશદીપના શ્રી રમેશપટેલ,

ચંદ્રપુકારના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, વિનોદ વિહારના શ્રી વિનોદભાઈ પટેલ,

હાસ્ય દરબારના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, વિજયનું ચિંતન જગતના શ્રી વિજય શાહ,

શબ્દોનું સર્જન ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરીના શ્રી જુગલકિશોર વ્યાસ,

અનેનિરવ રવેના બહેનપ્રજ્ઞા વ્યાસ.

બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાઆપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે,

નહિં તો કદાચ થાકી જઈને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.

બ્લોગ્સે મને નિવૃત્તિમા પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામા મારી એકલતા દૂર કરવાનું

માધ્યમ આપ્યું છે.

ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે

સંપર્ક કરાવ્યો છે.

અનેક લોકો મને માનથી  ” દાવડા સાહેબ “ કહી સંબોધે છે.

 ” જીવનના ૭૯મા વર્ષમા આનાથી વિશેષ જોઈએ  પણ શું ?”

==============================================================

આલેખન- શ્રી પી. કે. દાવડા સાહેબ

હાસ્ય હલેસાં…શ્રી પી. કે. દાવડાજી


 હાસ્ય હલેસાં…શ્રી પી. કે. દાવડાજી

===================================

પીઝ્ઝા એટલે પરદેશ અભ્યાસ કરવા ગયેલો પરોઠો.

મીડિયા અને પત્ની, બન્ને એકની એક વાત સો વાર કરે.

છોકરીઓ અર્ધી જીંદગી પતિને શોધે

અને બાકીની અર્ધી પતિની હરકતો શોધે.

બચપણમાં બદામ ખાઈને જેટલી અક્કલ નથી

આવતી એટલી લગ્ન કર્યા પછી તરત આવી જાય.

એકરીતે કાશ્મીરનો કીસ્સો પત્ની જેવો છે,

પોતાને ગમે કે ન ગમે પણ પડોસી નજર નાખે તો ગુસ્સો આવે.

===============================================

શ્રી .પી.કે દાવડાજી

મળવા જેવા માણસ…શ્રીમતિ મેઘલતાબહેન મહેતા


મળવા જેવા માણસ...શ્રીમતિ મેઘલતાબહેન મહેતા

===============================================================

મેઘલાતાબેહન મહેતા

 

મેઘલતા બહેનનો જન્મ ૧૯૨૭માં વીસનગરમાં થયો હતો. પિતા વકીલ

તરીકે પ્રેકટીસ કરતા. મેઘલતા બહેને નવમા ધોરણ સુધીનો અભ્યાસ

વડોદરાની મહારાણી કન્યાશાળામાં કરેલો. આ સમય દરમ્યાન એમણે

શાળાના પ્રત્યેક ઉત્સવમાં, નૃત્ય અને નાટકમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો.

“કેટલીયે વાર એમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે

ઈનામ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું.” દસમા તથા અગિયારમા

ધોરણનોઅભ્યાસ તેમણે પાટણમા રહીને કરેલો. એ દરમ્યાનમાં એમના

પિતાની ઈલોલમાંજજ તરીકે નિયુક્તિ થતાં, થોડો સમય એમને ફૈઈબાને

ઘરે રહી મેટ્રીક સુધીનોઅભ્યાસ પુરો કરવો પડેલો.

“૧૯૪૦ અને ૧૯૪૭ વચ્ચેનો સમયગાળામાં આઝાદીની ચળવળ એની

પરાકાષ્ટાએ હતી. આ સમયમાં ઉછરેલા બાળકોએ વત્તે ઓછે અંશે આ

ચળવળમાં ભાગ લીધેલો.મેઘલતા બહેન જ્યારે ૧૦ મા ધોરણમાં હતા

ત્યારે, ૧૯૪૨ ની ભારત છોડોના આંદોલનમાં સક્રીય ભાગ લેવા તેમણે

એક આખો દિવસ અપવાસ કરી રેંટિયો કાંતેલો, અને ત્યારબાદ અનેક

દિવસ સુધી એકટાણાં કરેલા. પિતાની સરકારી નોકરી હોવા છતાં,

કુટુંબમાં, સગાં સંબધીઓમાં અને અડોસપડોસમાં આઝાદીની લડતના

રંગમાં રંગાયલાલોકો વચ્ચે એમનો ઉછેર થયો હતો”.

૧૯૪૪ માં મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા બાદ, પાટણમાં કોલેજ ન હોવાથી,

બે વર્ષ ભાવનગરમાં માસીને ત્યાં રહી, ફર્સ્ટ ઈયર અને ઈંટર આર્ટસનો

અભ્યાસ કર્યો. અહીં એમના માસાના ભત્રીજા રશ્મિકાન્ત સાથે એમનો

પરિચય થયો. ૧૯૪૪ માં રશ્મિકાન્ત સાથે એમનું સગપણ નક્કી થયું

અને ૧૯૪૯ માં ખૂબ જ સાદી વિધીથી લગ્ન થયા.

“આ દરમ્યાન કોલેજમાં ઈતર પ્રવૃતિઓ, નૃત્ય, નાટક, સાહિત્ય સભાઓ

વગેરેમાં મેઘલતા બહેને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો” અને આને લઈને

અભ્યાસ માટે પુરતો સમય ન ફાળવતા તેઓ ઈંટર આર્ટસની પરીક્ષામાં

નાપાસથયા.

ઈંટર આર્ટસમાં પાસ ન થવાથી, ફરી પરીક્ષા આપતા પહેલાના એક વર્ષના

સમયને પસાર કરવા તેઓ માતાપિતા પાસે ઈલોલ આવી ગયા.

ઈલોલમાં એક નાની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હતી,

એમને એ નોકરી મળી ગઈ. આ ઉપરાંત ત્યાંના દરબારગઢથી રજવાડાએ

એમની ઠકરાણીને ભણાવવાનું કામ પણ સોંપ્યું. આમ એક વરસ જોત

જોતાંમાં પસાર થઈ ગયું. ફરી પાછી કોલેજ જોઈન કરી, બાકીના બે વર્ષ

પૂરા કરી,

૧૯૪૮ માં B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ બે વર્ષ દરમ્યાન પણ

એમણે નાટ્ય પ્રવૃતિમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો.

“એટલું જ નહિં પણ એ જમાનાના અતિ પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું.

એક સ્પર્ધામાં તો તેમણે જયંતિ પટેલ (રંગલો)ને હરાવીને પ્રથમ ઈનામ

મેળવ્યું.”

“દેશભક્તિના રંગે રંગાયલા મેઘલતાબહેને, ૧૫મી ઓગસ્ટ,૧૯૪૭ માં

મળેલી આઝાદી ઉજવવા આગલી આખી રાત જાગીને અનાજના દાણાની

ત્રિરંગાની રંગોળી બનાવી.”

“એ જ રીતે ૩૦ મી જાન્યુવારીએ ગાંધીજીની હત્યાથી આહત થઈ,ઉપવાસ

કરી,વૈષ્ણવજન  તો તેને રે કહીએ…. ગાંતાં ગાતાં દૂધેશ્વર સુધી ચાલિને

ગયા.”

“આવા પ્રસંગો મેઘલતા બહેનના ઊર્મીશીલ સ્વભાવનો પરિચય કરાવે છે.”

B.A. ની ડીગ્રી મેળવી મેઘલતાબહેને મહેસાણામાં માબાપ સાથે રહેવા

પાછા ગયા અને ત્યાંની શાળામાં શિક્ષીકાની નોકરીમાં જોડાયા. ૧૯૪૯ માં

રશ્મિકાન્તભાઇ સાથે લગ્ન થયા બાદ અમદાવાદ રહેવા ગયા, અને ત્યાં

પણ શાળામાં શિક્ષીકાની નોકરી શરૂ કરી.

“આ ગાળા દરમ્યાન અમદાવાદ રેડિયો સ્ટેશન ઉપરથી રજૂ થતા નાટકોમાં

કામ કરી ખૂબ નામના મેળવી.નાટકો સિવાય પણ રેડિયો સ્ટેશન ઉપરથી

પ્રસારિત થતા અન્ય કાર્યક્રમો,જેવા કે હિન્દી શિક્ષણ, તાણા વાણા, સ્ત્રીઓ

માટેના કાર્યક્રમો અને બાળકો માટે પ્રસારિત થતા કાર્યક્ર્મોમાં ભાગ લઈ

ખૂબ જ જાણીતા થયા. એમની કાબેલિયતથી ખુશ થઈ, રેડિયો સ્ટેશનના

ડાયારેકટરે એમને સ્ત્રીઓ માટેના કાર્યક્રમોના નિયામક તરીકે મહિને ૭૦૦

રૂપિયાના પગારવાળી નોકરીની ઓફર કરી, પણ એમની ઈચ્છા પતિ સાથે

વડોદરા શીફટ થવાની હતી એટલે એમણે રેડિયોની નોકરીનો અસ્વીકાર

કર્યો.”

વડોદરામાં એમણે શિક્ષીકા તરીકે બેત્રણ શાળાઓમાં નોકરી કરી,

અને તે દરમ્યાન એમણે આગળ ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૯૬૮ માં

B.Ed., ૧૯૬૯ માં M.Ed.; ૧૯૭૩ માં M.A. ઉપરાંત નાટ્યશાસ્ત્રની અને

સંગીતશાસ્ત્રની ડીગ્રીઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી

મેળવી.

“ત્યારબાદ એમના પતિ રશ્મિકાન્તભાઈને અમેરિકાની “Full Bright

Scholarship“મળી એટલે ૧૯૬૧માં પતિ સાથે અમેરિકા પ્રયાણ કર્યું.

અમેરિકામાં માત્ર પતિની સ્કોલરશીપના પૈસાથી પૂરૂં થાય એમ ન હોવાથી

મેઘલતા બહેનેબેબી સીટીંગ, સિતાર વાદન, અને સ્ટોર્સમાં કામ કરી

ગુજરાન ચલાવ્યું.”

અહીં અમેરિકામાં કેટલાક વિચીત્ર બનાવોએ એમને થોડી આર્થિક મદદ

કરી આપી.

” Life “મેગેજીને એમના ફોટા પાડી એમને ૫૦ ડોલર આપ્યા તો NBC

એ પોતાના “To-day Show “માં સિતાર વગાડવા ૩૦૦ ડોલર આપ્યા.”

અમેરિકામાં રહીને તેમણે વધારે અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને

એકટીંગ વિષય લઈ કોલંનિયા યુનિવર્સીટીમાંથી બે કોર્સ કર્યા. એક વર્ષ

અમેરિકામાં ગાળી, ૧૯૬૨ માં બન્ને ભારત પાછા ફર્યા.

દેશભક્તિ અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ બે મેઘલતાબહેનના

જીવનના અગત્યના પાસાં છે .

છેક ૧૯૪૬થી એમણે લખવાનું શરૂ કર્યું હતું. એમની રચનાઓ

અખંડઆનંદ,” સ્ત્રીજીવન,” બાલઆનંદ “વગેરે લોકપ્રિય સામયિકોમાં

પ્રસિધ્ધ થતી.

મેઘલાતાબેહન મહેતા

.એમના પુસ્તકો જ્યોત, “પંચામૃત”, ગટુનીગિલ્લી”,  વગેરેને સારો

આવકાર મળેલો.

ટી.વી. માં ભવાઈના કાર્યક્રમોમાં પણ તેમણે ભાગ લીધેલોએમણે પોતાની

કવિતામાં  હ્દયની સાચકલી  લાગણીઓં,ભાવનાઓસંવેદનો  અને કેટલેક

અંશે અનુભવો  ઉતાર્યાછે

મેઘલતાબહેન કહે છે કે…...

કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યા રેઆવે  જયારે વાંચનારને લાગે

કે આતો મારી વાત છે”.

વધુમાં મેઘલતાબહેન કહે છે કે….

જિંદગીને  નોટબુકની નહીં, સ્લેટની જેમ વાપરતા જાઓ,

લખેલું બધું લુછતાં જાઓ, ને નવું નવું લખતા જાઓ.”

એમની બન્ને દિકરીઓ અમેરિકામાં સ્થાયી થઈ હોવાથી, વચ્ચે વચ્ચે

અમેરિકા આવવા જવાનું થતું રહેતું. આખરે નિવૃતિ બાદ અમેરિકામાં

કાયમી વસવાટ માટે આવી ગયા, અને સમય જતાં અમેરિકન નાગરિકતા

સ્વીકારી.

કેલિફોર્નિયાના Bay Area માં મેઘલતા બહેનનું નામ ખૂબ જાણીતું છે.

એમની ગુજરાતી ભાષાની સેવાને લક્ષમાં લઈ થોડા સમય અગાઉ બેય

એરિયા ગુજરાતિ સમાજ તરફથી એમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આજે ૮૭ વર્ષની વયે મેઘલતાબહેન કહે છે,

જુવાનીના જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે, આ ઘડપણ તો અતિથી

જેવું લાગે છે.”

=======================================================

આલેખન- શ્રી. પી. કે. દાવડા

સમાનવ ચંદ્રયાત્રાના ૪૫ વર્ષ…


સમાનવ ચંદ્રયાત્રાના ૪૫ વર્ષ…..

===========================================================

ચંદ્ર પર પગ મુકનારો બીજો માનવી કોણ હતો?

સમાનવ ચંદ્રયાત્રાના ૪૫ વર્ષ

૨૦ જુલાઈ, ૧૯૬૯ના દિવસે એપોલો-11 યાન ચંદ્ર પર ઉતર્યુ હતુ

એપેલો-11ના કમ્પ્યુટરના પ્રોસેસર અત્યારના સેલફોન કરતાં ઓછા પાવરફૂલ હતાં!

અમદાવાદ, જુલાઈ ૨૦-૨૦૧૪
બરાબર ૪૫ વર્ષ પહેલા માનવજાતે વિજ્ઞાન ઈતિહાસની અનોખી સિદ્ધિ નોંધાવી હતી.

૧૯૬૯ની ૨૦મી જુલાઈએ પૃથ્વી પર વસતાં કાળા માથાના માનવીએ પહેલી વખત

ચંદ્ર પર ડગલુ માંડવામાં સફળતા મેળવી હતી.

ચંદ્ર યાત્રા-૧ નીલ

એપોલો-11 યાનમાંથી સૌથી પહેલા નીલ આર્મસ્ટ્રોંગ ઉતર્યા હતાં.

તેમણે પાડેલા પગલાંઓ ચંદ્રની સપાટી પર મોજુદ છે.

અને કરોડો વર્ષો સુધી એમ જ રહેશે. કેમ કે ચંદ્રના વાતાવરણમાં પગલાંને નુકસાન કરે

એવી હવાનો અભાવ છે.

 

 ૪૫ વર્ષ નિમિતે ચંદ્રયાત્રા અંગેની કેટલીક રસપ્રદ વિગતો……

એપોલો-11 સાથે પાઈલટ તરીકે જોડાયેલા અવકાશયાત્રી બઝ એલ્ડ્રીન બીજા વ્યક્તિ હતાં

જેમણે ચંદ્ર પર પગલાં પાડ્યા હતાં. અત્યારે ૮૪ વર્ષના થયેલા બઝે ચંદ્ર પર પગ મુકતાની

સાથે જ “Beautiful view. Magnificent desolation.” એવુ વાક્ય કહ્યુ હતું.
નીલ આર્મસ્ટ્રોંગ સહિત અત્યાર સુધીમાં કુલ 12 વ્યક્તિઓએ ચંદ્ર પર ઉતરાણ કરીને

વોકિંગ કર્યુ છે. ચંદ્ર પર વોકિંગ કરનારા છેલ્લા અવકાશયાત્રી યુજીન કેર્નન હતાં.

તેઓ ૧૯૭૨માં ચંદ્ર પર ગયા હતાં.૧૯૭૧માં એપોલો-14 સાથે ગયેલા કમાન્ડર

એલન શેફર્ડે તો ચંદ્ર પર ઉતર્યા પછી ગોલ્ફના દડાને બે શોટ પણ ફટકાર્યા હતાં.

પૃથ્વી સિવાયના ગ્રહ પર ગોલ્ફ રમનારા તેઓ પહેલા બડભાગી હતાં.

ચંદ્ર યાત્રા-૨- એપોલો-૧૧
ચંદ્ર પર પહોંચવા માટે અમેરિકા સાથે રશિયા પણ સ્પર્ધામાં હતું. એપોલો 11

વખતે રશિયાએ લુના 15 નામનું યાન ચંદ્ર પર મોકલ્યુ હતું. બધુ બરાબર થયુ હોત

તો એ યાન અેપોલો પહેલા ચંદ્ર પર ઉતર્યુ હોત. પરંતુ રશિયાના કમનસિબે એપોલો 11

ઉતર્યુ તેના આગલા દિવસે જ લુના 15 ચંદ્ર પર તૂટી પડ્યુ હતું. લૂના 15ના કાટમાળથી

800 કિલોમીટર દૂર એપોલો 11એ ઉતરાણ કર્યુ હતું.

– નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર વાક્ય ઉચ્ચાર્યુ હતું કે,
“That’s one small step for man, one giant leap for mankind.”

અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે તેમાં તેઓ મેન આગળ એ આર્ટિકલ લગાડવાનું ભુલી ગયા હતાં.

એટલે આર્સ્ટ્રોંગ ખોટુ અંગ્રેજી બોલ્યા હતાં એવો વિવાદ થયો હતો.

ભાષાવિદોએ પણ એ ટેપ વારંવાર સાંભળીને કહ્યુ હતું કે આર્સ્ટ્રોંગ એ બોલ્યા નથી.

પરંતુ આર્સ્ટ્રોંગે એવુ કહ્યુ હતું કે તેઓ એ બોલ્યા હતાં. એ નાહકનો વિવાદ વર્ષો સુધી

ચાલ્યો હતો.

હવે નાસાની વેબસાઈટ પર જોઈને ચંદ્રયાત્રા પર ઉતરાણનો વિડિયો જોઈ શકાય છે

 

અને આર્મસ્ટ્રોંગનું વાક્ય પણ સાંભળી શકાય છે.

ચંદ્ર યાત્રા-૩- ખડકો
– એપોલો પ્રોજેક્ટ હેઠળ અમેરિકાએ વિવિધ 6 ચંદ્રયાત્રાઓ યોજી હતી. ૧૯૭૨ના

છેલ્લા એપોલો મિશન પછી અત્યાર સુધીમાં કોઈએ સમાનવ ચંદ્રયાત્રા યોજી નથી.

દરમિયાન આ છ ચંદ્રયાત્રા વખતે અવકાશયાત્રીઓ કુલ મળીને 382 કિલોગ્રામ ખડકો
ચંદ્ર પરથી લેતા આવ્યા હતાં. તો વળી 1,76,068 કિલોગ્રામ જેટલો સામાન
અવકાશયાત્રીઓચંદ્ર પર પરત છોડીને આવ્યા છે.
ત્યાં પડેલા સામનમાં ભારતે ચંદ્રયાન સાથે મોકલેલા મૂન ઈમ્પેક્ટ પ્રોબનો પણ સમાવેશ
થાય છે,
જેની સપાટી પર ત્રિરંગો દોરેલો છે.

– એપોલો-11 વખતે જે ટેપ પર રેકોર્ડિંગ થયુ હતું એ ઓરિજિનલ ટેપ તો ગૂમ થઈ ગઈ છે.

અલબત નાસાએ એ વાત ૩૫ વર્ષ સુધી ગુપ્ત રાખી હતી. છેક ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયાના અખબાર

સિડની મોર્નિંગ હેરાલ્ડ નામના અખબારે ઘટસ્ફોટ કર્યો હતો કે નાસાએ મૂળ ટેપ તો ખોઈ નાખી છે.

પછી તો નાસાએ પણ સત્તાવાર રીતે ભુલ કબુલ કરી હતી.

જોકે એ ડેટાનું બેક-અપ હતું એટલે વિડિયો રેકોર્ડિંગ સચવાઈ રહ્યુ છે.

ચંદ્ર યાત્રા-૪- અવકાશયાત્રી

ચંદ્રયાત્રા વખતે ચંદ્ર પર અવકાશયાત્રી ફરી રહ્યાં છે, ધ્વજને સલામી આપે છે,

વગેેરે ફોટાઓ અત્યંત જાણીતા છે અને એ ફોટામાં રહેલા અવકાશયાત્રી નીલ હોવાની

વ્યાપક ગેરમાન્યતા છે.

હકીકતે નીલનો તો ચંદ્ર પર એક જ ફોટો છે. બાકી બહુ પ્રચલિત થયેલા ફોટામાં બઝ છે.
– પહેલુ પગલું ભલે નીલે ભર્યુ હોય પરંતુ ચંદ્ર પર પહેલો પેશાબ કરનારો માનવી એલ્ડ્રીન હતો.

અલબત્ત, એ પેશાબ સ્પેસસૂટની કોથળીમાં કર્યો હતો.

ચંદ્ર યાત્રા-૫-રિફલેકટર
– ચંદ્રયાત્રીઓ સપાટી પર ઉતર્યા ત્યાં એક અરીસા જેવી રિફ્લેક્ટર જાળી પણ મુકતા આવ્યા હતાં.

એ જાળી પર સુર્યપ્રકાશ પડે એટલે દૂરથી ચમકે અને સ્થળ ઓળખવામાં આસાની રહે. પૃથ્વી પરથી

ચંદ્રનું અંતર માપવુ હોય તો આજે પણ જાળીના ચળકાટનો ઉપયોગ કરવામાં આવે છે.

પછી તો એપોલો-14 અને એપોલો-15 વખતે પણ ત્યાં અરીસાઓ ગોઠવવામાં આવ્યા હતાં.
– એપેલો-11ના કમ્પ્યુટરના પ્રોસેસર અત્યારના સેલફોન કરતાં ઓછા પાવરફૂલ હતાં.
આર્મર્સ્ટ્રોંગ સાથે બઝ પણ ચંદ્રની સપાટી પર ઉતર્યો ત્યારે આર્મસ્ટ્રોંગે યાદ કરાવ્યુ હતું કે

મોડ્યુલનો દરવાજો બંધ ન થવો જોઈએ.

કેમ કે દરવાજાને બહારથી ખોલી શકાય એવુ હેન્ડલ હતુ જ નહીં.

====================================================================================

સૌજન્ય- ગુજરાત સમાચાર . અમદાવાદ

સ્વપ્ન જેસરવાકર

મળવા જેવા માણસ..શ્રી અશોક મોઢવાડીયા….


 

 

મળવા જેવા માણસ..શ્રી અશોક મોઢવાડીયા….

==============================================================================

શ્રી અશોક મોઢવાડીયા…

 

                                       શ્રી અશોક મોઢવાડીયા…

========================================================================================


 

અશોકભાઈનો જન્મ ૧૯૬૭માં, મોસાળનાં ગામ, પોરબંદરમાં થયેલો.

બાપદાદાનું ગામ નજીકનું વિસાવાડા. મધ્યમવર્ગીય ખેડૂત કુટુંબના

એમના પિતા મેરામણભાઈ મોઢવાડીયા જો કે સરકારી કર્મચારી હતા.

પ્રાથમિક શાળાના ધોરણ સાત સુધીનો અભ્યાસ એમણે ગામની તાલુકા

શાળામાં કર્યો હતો. આઠમા ધોરણનો અભ્યાસ ગામની સરકારી શાળામાં

કર્યા બાદ, ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસ માટે જૂનાગઢની વિવેકાનંદ

હાઈસ્કૂલમાં દાખલ થયા હતા. બારમા ધોરણમાં અસફળ રહ્યા બાદ એમણે

ઈન્દીરા ગાંધીનેશનલ ઓપન યુનિવર્સીટીનો અભ્યાસક્રમ કરી B.Com.ની

ડીગ્રી હાંસિલ કરી.

શાળાના વર્ષો દરમ્યાન એમણે વક્તૃત્વ હરિફાઈઓ અને સામાન્યજ્ઞાન

સ્પર્ધાઓમાં ભાગ લઈ ઈનામો મેળવેલા.

શાળાજીવન દરમ્યાનમાં જ, સ્વાલંબનની ભાવનાથી પ્રેરાઈને, અગરબત્તી

બનાવવાના, કાગળની થેલીઓ બનાવવાના અને બુકસેલરને ત્યાં

મદદનીશ તરીકે કામ કરવાના, આવા અનેક કામો કરી પોતાના માટે

ખીસાખર્ચી મેળવી લેતા.

આગળ જતાં ITIમાં શિક્ષણ લઈ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એપ્રેન્ટીસ મિકેનીકનું કામ પણકરેલું. ઈલેક્ટ્રોનીકસના શોખને લઈ, એ જમાનામાં નવા જ દાખલ

થયેલા બ્લેકએન્ડ વ્હાઈટ ટી.વી.ની રચના સમજી લઈ, એમણે ટી.વી.

રીપેર કરવાનું અને એસેમ્બલ્ડ ટી.વી. બનાવીને વેંચવાનું શરૂ કર્યું.

બસ આમાંથી જ એમનો Electrical Home Appliances Sales and Serviceનો

ધંધો શરૂ થયો.

૧૯૮૯ માં અશોકભાઈના લગ્ન દક્ષા બહેન સાથે થયા. અશોકભાઈના

શબ્દોમાં જ

દક્ષા એક ઘરરખુ સ્ત્રી, ઉમદા પત્ની અને આદર્શ માતા છે.” અશોકભાઈ

અને દક્ષાબહેનના બે સંતાનોમાંથી દિકરો ઈજનેર થઈ સ્વતંત્ર વ્યવસાય

કરે છે અને દિકરી ઈજનેરીનો અભ્યાસ કરે છે.

અત્યાર સુધી મેં જે વાતો કરી એ બધી

આમ આદમીઅશોક મોઢવાડીયાની હતી.

હવે જે વાતો કરવાનો છું એખાસ આદમીએટલે કેમળવા જેવા માણસ

અશોક મોઢવાડીયાની છે. પોતાના નામઅશોકવિશે અશોકભાઈ કહે છે,

મારૂં નામ જ અશોક છે એટલે હું કોઈ વાતનું માઠું લગાડી શોક કરતો

નથી.”

અશોકભાઈને વાંચન, ફોટોગ્રાફી અને ડાયરા ભરવાનો જબરો શોખ તો છે 

પણ જ્યારથી એમણે કોમ્પ્યુટર વાપરવાનું શીખી લીધું ત્યારથી માત્રનેટ

સર્ફીંગ”જ નહિ પણ નેટનો ગુજરાતી પ્રજા માટે સદુપયોગ પણ શરૂ કરી

દીધો છે.

જ્ઞાનના ભંડાર રૂપી પુસ્તકને અંગ્રેજીમાં encyclopediaકહે છે. વર્ષો પહેલા

એનસાઇક્લોપિડીયા બ્રિટાનિકાસર્વ શ્રેષ્ઠ ગણાતું. કોમ્પ્યુટરો સામાન્ય

થયા

ત્યારે માઇક્રોસોફટનુંએનકાર્ટાપોપ્યુલર થયું. છેલ્લા થોડા વર્ષોથી

Wikipediaસર્વાધિક લોકપ્રિય છે. અંગ્રેજી ભાષામાં તો Wikipediaમાં

જ્ઞાનના ભંડાર છે, પણ અંગ્રેજી નહીં જાણનારા ગુજરાતીઓનું શું?

અશોકભાઈએ વિકિપીડિયા ગુજરાતીના Administratorતરીકે, મિત્રોની

મદદ લઈ, દસ હજાર ઉપરાંત લેખોનું સંપાદન કર્યું અને એ લેખ નેટ

ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા. તે ઉપરાંત અશોકભાઈ

અને થોડા મિત્રોએ વિકિપીડિયાના બહુભાષી સાહિત્ય પ્રકલ્પ Wikisource

પર ગુજરાતી ભાષાના સાહિત્ય માટે અલાયદું Domain મેળવ્યું,

જે વિકિસ્રોતતરીકે ઓળખાય છે, અને તે પર ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ

કરાવવાનો કાર્યારંભ થયો.

ગાંધીજીની આત્મકથા, ઓખાહરણ, માણસાઈના દીવાઅને અખાનું સાહિત્ય

એમના કામના જીવતા જાગતા પુરાવા છે.”

એમનો પોતાનો એક આગવો બ્લોગવાંચનયાત્રાપણ માણવા જેવો છે.

સ્થાનિક મિત્રો સાથે મળીઅભિવ્યક્તિનામનું જૂથ બનાવી વિવિધ

શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ અશોકભાઈ સમય

ફાળવે છે.

બ્લોગ જગતનાં લોકપ્રિય બ્લોગવેબ ગુર્જરીના સંચાલક મંડળમાં

સામેલ થઈ અશોકભાઈ ગુજરાતી વાંચકોની સેવા કરે છે.

તેઓ કહે છે, કમ્પ્યુટરનું કોઈ અધિકૃત ભણતર ભણ્યો નથી, પણ મિત્રોના

સહારે ગણતા ગણતા, ગણતર આવડી ગયું, ને કમ્પ્યુટર પાસેથી ખપજોગું

કામ કઢાવી શકું છું.”

‘વેબગુર્જરી’નાં વિદ્વાન મિત્રોને જરૂર પડેત્યારે, આવડત પ્રમાણે, તકનિકી

અને ઈ-બૂક્સ બાબતે સેવા આપતા આનંદ અનુભવું છું. અન્ય બ્લૉગ મિત્રો

પણ મને મારી આવડત પ્રમાણે સેવા કરવાનો મોકો આપે ત્યારે અત્યંત

આનંદ થાયછે

.માતૃભાષાની સેવાના સેતુબંધ સમા વિશાળ કાર્યમાં ખિસકોલીસમાન

યોગદાન આપવા પ્રયાસરત રહું છું.

મારા માટે તો અશોકભાઈની વિચારવાની રીત જ એક મોટું આકર્ષણ છે.

તેઓ કહે છે, સત્ય હંમેશા બે અંતિમ ધ્રુવોની વચ્ચે ક્યાંક સંતાયેલું હોય છે.

જેનો અલ્પાંશ પણ શોધવા માટે બંને અંતિમ ધ્રુવોથી મધ્ય તરફની સફર

અનિવાર્ય છે.”

વાંચન ,દર્શન કે શ્રવણ દ્વારા આપણને જે મળે છે તેને માહિતી કહી શકાય,

જેની જ્ઞાન સાથે ભેળસેળ કરવાની ભુલ આપણે મોટા ભાગે કરીએ છીએ.

માહિતીઓ ક્યારેક તટસ્થ તો ક્યારેક પક્ષપાતી પણ હોઇ શકે.

“મળેલ માહિતીઓને ચિંતન રૂપી અગ્નિમાં તપાવી અને દરેકે પોતાનું અંગત જ્ઞાન રૂપી કંચન તારવવું પડે.

એક જગ્યાએ અશોકભાઈએ  કહ્યુંછે……,

જ્ઞાન રૂપી સુવર્ણ એકત્ર કરવાની ઇચ્છા ધરાવનાર ને, માહિતી રૂપી

હજારો મણ માટીને ફંફોસે ત્યારે, તેમાંથી અલ્પાંશે સુવર્ણની પ્રાપ્તિ થાય છે.

બીજા શબ્દોમાંકહીએ તો, સર્વ દિશાએથી પ્રાપ્ત થતા વિચારોને ખુલ્લું મન

રાખી ગ્રહણ કરવા,અને ત્યાર પછી તેમાંથી,પોતાના અગાઉના સંચિત જ્ઞાન

વડે,ઉપયોગી વિચારો અલગ તારવવા. નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા

જ્ઞાન પ્રાપ્તિ માટેનું પ્રથમચરણ છે.”

“કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો,માહિતી રૂપી ડેટાને ડેટા મેનેજમેન્ટ

સોફ્ટવેરદ્વારા ગોઠવી અને ઉપયોગી થઇ શકે તેવો જ્ઞાનરૂપી રિપોર્ટ તૈયાર

કરવો.

પુસ્તકોના વાંચન પ્રત્યે ઘટતી જતી રૂચી વિશે અશોકભાઈ કહે છે,

અત્યારનાં સમયમાં તો માહિતી મેળવવા માટેના અસંખ્ય સ્રોત ઉપલબ્ધ

થયા છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન, અખબારો, પત્રિકાઓ અને પુસ્તકો તો ખરા

.”

“આ બધા સ્રોતોમાં કદાચ જાણ્યે અજાણ્યે પુસ્તકો પ્રત્યેની આપણી રૂચી

ઘટતી જતી હોય તેવું લાગે છે.”

“વાંચન માટે કાં તો સમય મળતો નથી અને કાંતો ઇચ્છા થતી નથી.”

આર્થિક રીતે પરવડવાની બાબતનો અહીં ઉલ્લેખ નથી કર્યો,

કારણકે સારા પુસ્તકો, હંમેશા મોંઘા નથી હોતા!

અશોકભાઈ માને છે કે વ્યક્તિ કરતા તેના વિચારો અને કાર્યની

ઓળખ વધુ મહત્વની હોય છે, અને એટલા માટે જ મેં અશોકભાઈ વિષે

ઓછું લખ્યું છે અને એમના વિચારો વિષે વધારે લખ્યું છે. એમના વિચારો

પાછળ એમનું વિશાળ વાંચન રહેલું છે. તેઓ કહે છે,

મને ઉપલબ્ધ તમામ વિષયોના પુસ્તકો હું વિના પૂર્વાગ્રહ વાંચું છું.

જેમાં ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, ચિંતન, કલા જેવા ઘણા વિષયો આવી જાય છે.

.ટુંકમાં હું આઇન્સ્ટાઇનથી લઇને એલિસ્ટર મેક્લિન અને ઋષિ મુનિઓથી

લઇને રસિકભાઇ સુધીના સૌની કૃતિઓને મારી અલ્પબુદ્ધી પ્રમાણે

સમજવાનો પ્રયત્ન કરતો રહું છું.

અશોકભાઈ, પોતાની વાત જ ખરી છે અને અન્ય લોકોની વાત ખોટી છે.

એવું માનનારાને એક સારી સલાહ આપે છે.

મારૂં સત્ય આપને,અને આપનું સત્ય મને,સંપૂર્ણપણે લાગુ પડે તે જરૂરી

નથી. અને તેથી જ, સૌએ પોત પોતાના સત્યની શોધ કરવી જ પડે છે.

અંતમાં રત્નાગીરીના હાફૂસથી પણ વધારે સારી કેરીની મજા માણવી હોય

તો જૂનાગઢની કેસર ચાખી જોજો.અને એ ચાખવા જૂનાગઢ જઈ

>>>>>>>>>>>>>>>>>>>શ્રી અશોક મોઢવાડીયાને જરૂર મળજો.

==============================================

આલેખન- શ્રી પી.કે.દાવડા

આજે “રાષ્ટ્રીય કવિતા દિવસ” પર જાણો આ ખાસ કવિતા વિષે…


સ્વામી વિવેકાનંદે અમેરિકાની આઝાદી પર લખી હતી કવિતા !!

============================================================================

સ્વામી વિવેકાનંદે

– આજે “રાષ્ટ્રીય કવિતા દિવસ” પર જાણો આ ખાસ કવિતા વિષે...

– એક હાઉસબોટ પર પ્રવાસ કરતી વખતે લખેલી

સ્વામી વિવેકાનંદે તેમનો આત્મા ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ છોડ્યો હતો.

પરંતુ ૪ જુલાઈ ૧૯૯૮ના રોજ તેઓ જયારે ઉચ્ચ હોદ્દો ધરાવતી કોઈ
અમેરિકન વ્યક્તિ સાથે કાશ્મીરમાં એક હાઉસબોટ પર પ્રવાસ કરીરહ્યા હતા.
તે સમયે તેમણે અમેરિકાની આઝાદીના માનમાં એક કવિતા બનાવી હતી.

આ રહી સ્વામી વિવેકાનંદની ‘ચાર’ને લગતી તે કવિતા કે જેની રચના

તેઓએ હાઉસબોટ પર કરી હતી. તે કવિતા આ મુજબ છે:

Behold, the dark clouds melt away,
That gathered thick at night, and hung
So like a gloomy pall above the earth!

Before thy magic touch, the world
Awakes. The birds in chorus sing.
The flowers raise their star-like crowns-
Dew-set, and wave thee welcome fair.

The lakes are opening wide in love
Their hundred thousand lotus-eyes
To welcome thee, with all their depth.

All hail to thee, thou Lord of Light!
A welcome new to thee, today,
O sun! today thou sheddest LIBERTY!
Bethink thee how the world did wait,
And search for thee, through time and clime.

Some gave up home and love of friends,
And went in quest of thee, self banished,
Through dreary oceans, through primeval forests,
Each step a struggle for their life or death;

Then came the day when work bore fruit,
And worship, love, and sacrifice,
Fulfilled, accepted, and complete.
Then thou, propitious, rose to shed
The light of FREEDOM on mankind.

Move on, O Lord, on thy resistless path!
Till thy high noon o’erspreads the world.
Till every land reflects thy light,
Till men and women, with uplifted head,
Behold their shackles broken, and
Know, in springing joy, their life renewed!

======================================================

“ગુજરાત સમાચાર”ના આભાર સહ

સંકલન– સ્વપ્ન જેસરવાકર

 

મળવા જેવા માણસ==શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા


 મળવા જેવા માણસ==શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા

================================================

શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા                                                               

                             શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા

 

 

પારૂબહેનનો જન્મ ૧૯૬૮ માં અમદાવાદમાં સુખી, સંસ્કારી અને આદર્શવાદી

અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા નરેન્દ્ર્ભાઈની ટેલીફોન ખાતામાં

નોકરી હતી. માતા જ્યોતિબહેન ઉપરાંત કુટુંબમાં નાની બહેન કાનનનો સમાવેશ

થતો હતો. બન્ને દિકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ માટે માતા-પિતાએ શક્ય એ બધું

જ કર્યું.

પારૂબહેને અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી અમૃત જ્યોતિઅંગ્રેજી મીડિયમની શાળામાં

દાખલ થઈ વિદ્યા પ્રાપ્તિની શરૂઆત કરી. આ શાળા,એ વખતની સામાન્ય શાળાઓ

કરતાં અલગ હતી. અહીં ભણતર ઉપરાંત બાળકની પ્રતિભા નિખારવા

(Personality Development) ઉપર ખાસ લક્ષ આપવામાં આવતું.

આ શાળામાં રહી, માત્ર ૧૨ વર્ષની વયે પારૂબહેને વિવિધ પ્રાર્થના અને  શ્ર્લોકોની

સાથે સાથે ઈશાવાસ્ય અને ભૃગુવલ્લી જેવા ઉપનિષદ કંઠસ્થ કર્યા હતા અને બીજી

પ્રવૃત્તિઓ જેવીકે મેડિટેશન, યોગા, હોર્સ રાઈડિંગ , સ્કેટિંગ , ડાન્સિંગ, ડ્રામેટીક્સમાં

પણ નિપૂર્ણતા મેળવી. ૯ મા ધોરણમાં ભારત નાટ્યમનો સાત વર્ષનો કોર્સ પૂર્ણ

કરીને અમદાવાદના ટાગોરહોલમાં આરંગેત્રમ કર્યું. સાથે સાથે કરાટે શીખવાનું પણ

ચાલુ કર્યું પણ તેમાં બહુ ફાવટ ન આવવાથી એક વર્ષ કરીને છોડી દીધું .

પારૂબહેનને વાંચનનો ખુબજ શોખ હતો. એમણે સ્કૂલ લાઈબ્રેરીની અનેક બુક્સ વાંચી

નાખી હતી, એટલું જ નહિં પણ ઘરે અને પડોશમાં આવતા તમામ ન્યુઝ પેપર અને

મેગેઝીન પણ વાંચતા.૧૨ માં ધોરણમાં  એમના પિતાની બદલી વડોદરા ખાતે થઈ.

વડોદરામાં ૧૨માં ધોરણ સાયન્સનો  અભ્યાસ પૂરો કરી વડોદરાની

ફેકલ્ટી ઓફ હોમ સાયન્સમાં એડમીશન લીધું. અહીં એમણે ઈતર પ્રવૃતિમાં

સ્વીમીંગ શીખી લીધું. કોલેજમાં એમણે ચાઇલ્ડ ડેવેલપમેન્ટમાં સ્પેશ્યલાઈઝેશન કર્યું

અને ફાઈનલ વર્ષમાં યુનીવર્સીટીમાં પ્રથમ આવ્યા.

 

કોલેજના વર્ષો દરમ્યાન વિવિધ પ્રોજેક્ટ્સ , assingnments અને પરીક્ષાઓમાં

અતિ ઉજ્જ્વલ દેખાવને કારણે પ્રોફેસરો, HOD અને ડીન ઉપર એક આગવી છાપ

છોડી. હજી ભણવાનું પુરૂં નહોતું થયું તે દરમ્યાન એક અનોખો બનાવ બન્યો.

વડોદરાની મેડિકલ કોલેજમાંથી M.D.(Skin & VD) ડીગ્રી મેળવેલા ડો. ક્રિષ્ણકાંતને

પારૂબહેન ગમી ગયા. ડોકટરનો અને પારૂબહેનના કુટુંબનો પારીવારિક સંબંધ તો હતો,

તેથી વાત આગળ વધારવામાં બહુ અડચણ ન આવી.  ભણવાનું ચાલુ હતું છતાંયે

સગપણ અને લગ્ન થઈ ગયા. ગ્રેજ્યુએટ લેવલનું ભણવાનું તો પુરૂં થયું, પણ પ્રોફેસરો,

ડીન વગેરેના અતિ આગ્રહ છતાં, પરિણીત જીવનની કેટલીક મર્યાદાઓને માન આપી,

એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમીશન ન લીધું. ફેકલ્ટી તો પારૂબેનને વધુ અભ્યાસ

માટે સ્કોલરશીપ આપી ઈંગ્લેંડ મોકલવા પણ તૈયાર હતી, પણ એમણે એ ઓફર નકારી દીધી.

લગ્નબાદ એમના સસરા અને એમના પતિના જોબ અલગ અલગ શહેરોમાં હોવાથી,

શરુઆતના બે  વર્ષ રાજકોટમાં પતિ-પત્નીએ Nuclear Family નું જીવન ગુજાર્યું.

એ દરમ્યાન એમને રાજકોટની પ્રખ્યાત શાળા એમ.વી.ધુલેશિયા સ્કૂલમાં શિક્ષક

તરીકેની નોકરીની સામે ચાલીને ઓફર આવી, જે એમણે સહર્ષ સ્વીકારી.

એ સમયગાળા વિશે પારૂબહેન કહે છે,

નવું ઘર , નવી જવાબદારી , નવી જોબ, નવો ઉમંગ અને ઉત્સાહ, બધુંય સાથે નીભાવાનું

મુશ્કેલ તો હતું પણ  અમે બેજ હતા “,

હોમ મેનેજમેન્ટ અને ટાઈમ મેનેજમેન્ટના નવા નવા experimentથતા ગયા અને

ધીરેધીરે ફાવી ગયું.સ્કૂલમાં પણ ખુબ મન લગાવીને કામ કરતી. અહી લાઈબ્રેરી

ખુબ મોટી હતી તે ઉપરાંત કોઈ પણ બુક ઓર્ડર કરીને મંગાવાની છૂટ હતી.

શીખેલું બધુ જ અમલમાં મુકવાના પૂર્ણ પ્રયાસ સાથે નવા નવા સુજાવ અને

પ્રવૃતિઓ આપતી રહેતી. અહી મારા વાંચનનો શોખ કામ લાગતો હતો.

recent advances in education અંગે ખુબ નવું નવું વાંચી અને અમલમાં

મુકવાના પ્રયાસ કરતી રહેતી, અને તે બધું સ્કુલ મેનેજમેન્ટને યોગ્ય લાગતું

અને તેથી યથા યોગ્ય બદલાવ થતા ગયા, અને ત્યાંપણ મારી એક સરસ

ઈમેજ ઘડાતી ચાલી.

 

ત્યારબાદ એમની દિકરી ૠજુતાનો જન્મ થયોઅને એમના સસરાની નિવૃતિને લીધે

Nuclear family  નું  Joint family માં પરિવર્તન થયું .તે અંગેની સર્વે જવાબદારીઓ

તેઓએ  હંમેશા  ખુબજ મનથી  લાગણી અને પ્રેમથી નીભાવી  છે .  આ સમય દરમ્યાન

તેમના પતિ ડો ક્રિષ્ણકાંતને  આગળ અભ્યાસ અર્થે લંડન જવાનું પણ ગોઠવાયું 

સંજોગોને વશ થઈ પારૂબહેને શાળામાંથી એક વર્ષ માટે છૂટ્ટી લીધી. એક વર્ષ પછી પાછી

જોબ ચાલુ થઇ ગઈ, સ્કુલમાં પણ નવી નવી જવાબદારીઓ સોંપાતી ચાલી અને પ્રગતિ

ચાલુ રહી, સ્કુલની પણ અને એમની પણ! સ્કુલને માટે જરૂરી એવા સેમિનાર્સ , ટ્રેનીંગ

વર્કશોપ્સ, ડિસટન્ટ લર્નીંગ કોર્સ વિગેરે એમણે સફળતાપૂર્વક પુરા કર્યા.

આ દરમ્યાન કોમપ્યુટર  વાપરવાનું પણ શીખી લીધું.

સ્કુલ ની પ્રગતિ ખુબ ઝડપી હતી નવા કેમ્પસ અને નવા નવા સેક્શનસ બનતા જતા હતા

અને નવી નવી જગ્યાએ પારૂબેન નું પોસ્ટીંગ થતું હતું.

છેવટે ICSE બોર્ડની S N Kansagra સ્કુલમાં સ્થાયી જવાબદારી મળી .”

મોટી દીકરી ઋજુતા પછી નાનો દીકરો હેતવ હતો. 

બંને સંતાનો  ICSE  બોર્ડની ગુજરાતની બેસ્ટ S N Kansagra  સ્કુલમાં અતિ ઉત્તમ

દેખરેખ હેઠળ ભણતા હતા. 

સ્કુલમાં પારૂબેનનું કાર્ય ક્ષેત્ર વિસ્તરતું જતું હતું , ટીચિંગ , પ્લાનીંગ , ટીચર્સ  ટ્રેનીગ ,

coordinatingવગેરે વગેરે .

“સન 2005 માં સ્કુલ તરફથી તેઓનું  સન્માન  કરવામાં આવ્યું.”

” હેમુ ગઢવી હોલ માં 2500 માણસો વચ્ચે ખુબજ યાદગાર ફંન્કસન કરવામાં આવ્યું

તે તેમના  જીવનનું અમુલ્ય સંભારણું બની રહ્યું.”

Principal ની પોસ્ટ માટે જરૂરી MEd ની ડીગ્રી માટે તેનો 2 વર્ષ નો કોર્સ કરવા માટે તેમને સ્કુલ તરફથી સિંગાપોર મોકલવાનું નક્કી થયું. ખર્ચ બધો સ્કુલ ભોગવવાની હતી પરંતુ ઘર કુટુંબ અને સંતાનોની જવાબદારી ને કારણે તે શક્ય બન્યું નહિ.

થોડા સમય બાદ શાળામાં children with special needs માટે નવું sectionચાલુ થયું અને એમાં std 1 to 10ના coordinator તરીકે જવાબદારી મળી, તે ખુબ મન લગાવીને છેલ્લે સુધી નિભાવી. ૧૯ વર્ષ સ્કુલમાં કામ કરી આખરે એમણે તંદુરસ્તી અને કુટુંબની જવાબદારીને લક્ષમાં લઈ રાજીનામું આપ્યું. 

 

“પારૂબહેનના માતા-પિતાએ પોતાની બે દિકરીઓને જે રીતે ઉછેરેલી અને

જે જાતનું  શિક્ષણ આપેલું, એનું જ અનુકરણ કરીને પારૂબહેને એમની દીકરી

ઋજુતા અને દીકરા હેતવના સંસ્કારો અને શિક્ષણ ઉપર પુરતું લક્ષ આપ્યું.

આજે દિકરી Dentistછે અને દીકરો ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે.

 પતિની અને બાળકોની પ્રગતિ માટે એમણે હંમેશાં પોતાની કેરીઅરના કોરે મૂકી છે”

.” ડો ક્રિષ્ણકાંત પંડ્યા ખુબજ એક્ટીવ academicianઅને સફળ ડોક્ટર છે.

International  કોન્ફરન્સમાં એમના પેપર present થાય છે.  આજે એમનું કલીનીક

૧૫૦૦ sq.ft. ની જગ્યામાંલેટેસ્ટ લેઝર મશીન્સ, ૧૨ વેલ ટ્રેઇન્ડ અને ક્વોલિફાઇડ

સ્ટાફ સાથેનું આખા ગુજરાતના one of the best dermatology અને cosmetology

માટેનું ક્લીનીક ગણાય છે.”

આવી high pressure વાળી કારકીર્દીમાં પણ પારૂબેન  એમના સાહિત્ય પ્રત્યેના પ્રેમથી

  અળગા રહી શક્યાનથી.  એમના મોટા ભાગના લખાણનો વિષય, પછી એ લેખ હોય

કે કવિતા, પ્રેમ રહ્યો છે. એમની કવિતાઓમાં એમનો પતિ પ્રત્યેનો પ્રેમ નજરે ચડ્યા

વગર રહેતો નથી.

એક્વાર તો મજાકમાં મેં એમના એક કાવ્યના પ્રતિભાવમાં લખેલું,

એક રાધા, એક મીરા અને એક પારૂ; ત્રણે કૃષ્ણના દિવાના.

નેક બ્લોગ્સમાં એમનીરચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. એમના લખાણો પિયુની” 

ઉપનામથી પ્રગટ થયા છે.

એમના પોતાના બ્લોગનું નામ પણ એમણે પિયુનીનો પમરાટ  રાખ્યું છે.

કૌટુંબિક જવાબદારીને લઈ થોડા સમયથી એ બ્લોગ્સ શાંત છે.

 

પારૂબહેનને જાણવા માટે તમારે પિયુનીની કવિતાઓનો આસ્વાદ લેવો પડશે .

પારૂબેનના પોતાના  શબ્દોમાં તેમની કાવ્યમય ઓળખ  નીચેની લીંક ઉપર ક્લીક કરીને

વાંચી શકાય છે .

http://piyuninopamrat.wordpress.com/

જીવન પિયુનીએ એવું જીવ્યું                              

 

 

તેઓ પોતાની ફિલસુફી અને જીવન મુલ્યો વર્ણવતા કહે છે ,

 પારુબેન પંડ્યા

 


 

कर्मणयेवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।

 

મનુષ્યનો તેના નિયત કર્તવ્ય અને કર્મ કરવાનો અધિકાર છે,

પરંતુ તે કર્મના ફળ ઉપર તેનો અધિકાર નથી, માટેજ તેણે પોતાની

જાતને કદી પણ તેના કર્મોના ફળનું કારણ માનવી નહિ.  તેણે  ફળ

પ્રતિ આસક્તિ રાખ્યા  વગર કર્મ કરતા રહેવું  જોઈએ.  આવા નિષ્કામ

કર્મ મનુષ્યને નિ:સંદેહ મુક્તિના માર્ગ પ્રતિ દોરી જાય છે.”  

 

શ્રીમદ ભગવદ ગીતાના આ શ્લોકને સમજીને અમલમાં મુકવાની કોશિશ કરું છું

. આત્માને પરમાત્મા સમજીને દરેક વર્ગના લોકો સાથે સદભાવ અને પ્રેમભર્યો

વ્યહવાર રાખવાની કોશિશ કરું છું. સમાજના ગરીબદુ:ખી અને નિ:સહાય અને

જરૂરીઆતમંદ લોકોને થાય તેટલી મદદ કરીને પોતાની જાતને પરમકૃપાળુ

પરમાત્માનું વહાલું સંતાન સમજી અને નસીબદાર માનું છું.”

===========================================================

આલેખન- શ્રી. પી. કે. દાવડા

પંચમ વર્ષ પ્રવેશનું ટાંણું….


પંચમ વર્ષ પ્રવેશનું ટાંણું….

============================================

            

 Happy Anniversary!                              LIKES
  July 4, 2014                                          મે = 3, 2013                                                                                                                           ” પરાર્થે સમર્પણ “

 =====================================================     

પરાર્થે સમર્પણ કેરા આંગણિયે

કૃતિઓ ————– ૪૮૦

ભાવ પ્રતિભાવ —- ૪,૭૩૦

આંગણિયે પગરવ–૨,૯૬,૧૧૧

 http://paraarthesamarpan.wordpress.com/

=================================

“આજ આવ્યું છે અમ આંગણિયે મંગલ ટાંણું

 વીત્યુ વર્ષ ચતુર્થેમ ને પંચમનું વાયું વાં’ણું *

 આપ્યું આપે ભાવ પ્રતિભાવનું અમુલ્ય નાંણું

 નાના મોંઢે શું ગાઉં આપના આભારનું ગાંણું.”

========================

વાં’ણું = પ્રભાત

આદિ કવિ નરસિંહ મહેતાન ભજનમાં કહે છે.

” જાગો ને જશોદાના જીવણ વાંણેલાં વાયાં “

===========================

સ્વપ્ન જેસરવાકર