Monthly Archives: ઓગસ્ટ 2014

મળવા જેવા માણસ=શ્રી ચીમન પટેલ ‘ચમન’-શ્રી પી.કે દાવડા


મળવા જેવા માણસ=શ્રી ચીમન પટેલ ચમનશ્રી પી.કે દાવડા

======================================================

શ્રી ચીમન પટેલ ‘ચમન’

                         <<<<ખીલતે હૈ ” ચમન કે ફુલ “ યહા”>>>>”

================================================================

ચીમનભાઈનો જન્મ ૧૯૩૩માં બર્મામાં રંગુન શહેરમાં થયો હતો.

બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના બોમ્બમારાથી બચવા એમનું કુટુંબ

ઉત્તર ગુજરાતના કૈયલ ગામમાં આવી ગયું. ત્યારે એમની ઉંમર સાત વર્ષની હતી.

કૈયલની પ્રાથમિક શાળાનો, અને ત્યાર બાદ કડીની સર્વ વિદ્યાલય

હાઈસ્કૂલનો અભ્યાસ પુરો કરી, ચીમનભાઈએ ૧૯૫૨માં  S.S.C.ની

પરીક્ષા પાસ કરી.

હાઈસ્કૂલના સાત વર્ષોમાં નિયમિતતા, શિસ્ત, સ્વાવલંબીજીવન, નાટકોમાં,

ચિત્રોમાં, સંગીતમાં, બેન્ડમાં ડ્રમ અને વાંસળી, કસરતમાં લેઝીમ, વોલીબોલ

વગેરે અભ્યાસની સાથે મેળવી જીવનનો પાયો નંખાયો.

મેટ્રીક પાસ થતાં પિતાની પસંદગીની અભણ કન્યા સાથે એમના લગ્ન

કરાવી દેવાયાં. કન્યા જોવાની માગણી કે લગ્ન વિરોધ કરવા જેવી

પરિસ્થિતિ ત્યારે નોતી!

અમદાવાદની ગુજરાત કોલેજમાં F.Y.Sc. માં દાખલ થયા. પરીક્ષા વખતે

માંદા પડ્યા ને પરીક્ષા આપી શક્યાવતન પાસેની એક હાઈસ્કુલમાં

નોકરી લીધી અને F.Y.Sc ની પરીક્ષા આપી પાસ થયા એટલે અભ્યાસ

આગળ વધારી  Int.Sc  કરીને અમદાવાદની એન્જિનિયર કોલેજમાં પ્રવેશ

કર્યો.

સામાજિક સમસ્યાઓને કારણે અભ્યાસમાં ચિત્ત ચોટ્યું નહીં અને નાપાસ

થયા.એન્જિનિયર કદાચ નહીં થવાય એટલે પાછા ગુજરાત કોલેજમાં

Jr.B.Sc  શરું કર્યું.

એન્જિનિયરની અને  Jr.B.Sc ની બંનેમાં પાસ થયા. બીજા વર્ષે ઈલેક્ટ્રિકલને

બદલી સિવિલમાં જવાની પરવાનગી મળતાં,વલ્લભ વિદ્યાનગરની

 BVM  એન્જિનિયર કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે ૧૯૫૯માં B.E.(Civil)

ડીગ્રી મેળવી અને PWD સિંચાઈ ખાતામાં અમદાવાદ લાલ દરવાજે નોકરી

શરું કરી.

PWD ની નોકરી દરમ્યાન એમણે વાર્તાઓ લખવાનું શરું કર્યું. પ્રથમ વાર્તા

કળશ, અમદાવાદથી પ્રકાશિતચાંદનીમાસિકમાં પ્રગટ થઈ. ત્યાર પછી

ચાંદનીમાંએક પાનાની વાર્તાશિર્ષક હેઠળ બીજી વાર્તા પ્રગટ થઈ.

મુંબઈથી પ્રગટ થતાનવવિધાનમાસિકમાં ત્રીજી વાર્તા પ્રગટ થઈ,

અને આમ એમની સાહિત્ય પ્રવૃતિની શુભ શરૂઆત થઈ.

ગાળામાં નિયંતિકા સાથે અકસ્માતે પરિચય થયો જે ધીરે ધીરે

પ્રેમસ્વરૂપેપાંગર્યો. સમાજ અને સગાઓને પ્રેમ પ્રકરણ ગમ્યું નહીં!

અમદાવાદની નોકરી છોડી, ભાવનગરની ભાવસિંહજી પોલિટેકનીકમાં

લેકચરરતરીકેની નોકરી સ્વીકારી. અહીં એમણે શિક્ષણ ઉપરાંત કોલેજના

મેગેઝીનના સંપાદન, વાર્ષિક નાટકોનું દિગદર્શન કરી, નાટકોમાં ભાગ લઈ

અનેક પ્રવૃતિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓમાં પ્રિય પ્રોફેસર થયા.

નિયંતિકાથી દુર રહીને કાગળોમાં કાવ્યો લખવાનો મોકો મળ્યો.

ભાવનગરનાસૌરાષ્ટ્ર સમાચારમાં૧૧ જુલાઈ૬૫માંઉકળાટ કાવ્ય

 પ્રકાશિત થયું.

ચમન-નિયંતિકા

ભારતમાં રહીને પ્રથમ લગ્નનો ઉકેલ લાવવા પાછળ સમય બગાડવા

કરતાં ઉચ્ચ અભ્યાસાર્થે  જાન્યુ. ૧૯૬૭માં અમેરિકા આવી ગયા.

University of Houston માંથી ૧૯૬૮માં  M.S. (Civil) ની ડીગ્રી પ્રાપ્ત કરી

અને Fluor Daniel કંપનીમાં નોકરીએ લાગી ગયા.

હ્યુસ્ટનની કોર્ટમાંથી પ્રથમ લગ્નના છૂટાછેડા મેળવ્યા.

૧૯૬૯માં નિયંતિકાને અમેરિકા બોલાવી હ્યુસ્ટનની કોર્ટમાં લગ્ન કરી લીધા.

૩૦ એપ્રિલ ૧૯૭૬ના અમેરિકન  સીટીઝન થઈ, બે અનુજ ભાઈઓ અને

એક બેનને પરિવાર સાથે અમેરિકા બોલાવી લીધાં.

નિયંતિકા સાથેના ૪૨ વર્ષના સુખી સંસાર બાદ ૭ ફેબ્રુઆરી ૨૦૧૧માં

નિયંતિકાબેનનું કેન્સરમાં અમદાવાદ ખાતે અવસાન થયું.

એમના લગ્નથી બે પુત્રીઓ, એક પુત્ર અને ચાર પૌત્રો હ્યુસ્ટનમાં રહે છે.

હળવે હૈયે-ચમનધરા ગુર્જરી-ચમન

“૧૯૬૭માં અમેરિકા આવ્યા બાદ પણ ચીમનભાઇનો સાહિત્યમાં રસ

જળવાઈરહ્યો, બલકે વધ્યો. હ્યુસ્ટનના ગુજરાતી સમાજના મુખપત્ર દર્પણમાં

એમણે દર મહિને હાસ્ય લેખલખવાના શરૂ કર્યા એટલું નહીં પણ એમની

ચિત્રકલાની આવડતનો ઉપયોગકરી,દર્પણના Cover page તૈયાર કર્યા.”

૧૯૯૭માં એમના હાસ્યલેખોને પ્રથમ પુસ્તકહળવે હૈયેમાં સમાવી

લેવામાં આવ્યા.”

હ્યુસ્ટનના બીજા એક માસિકધરાગુર્જરીમાં એમણે કવિતા અને હાસ્ય

લેખ લખવા ઉપરાંત માસિકના કલા નિયોજક તરીકેની કામગીરી પણ

નિભાવી અને એમના ચિત્રોથી માસિકના મુખપૃષ્ટને શણગાર્યા.”

૧૯૮૫માં એમના કાર્ય બદલ એમનેધરાગુર્જરી એવોર્ડઅપાયો.”

ઉપરાંત એમના લેખો અમેરિકાના કેટલાક માસિકોમાં પ્રગટ થતા રહ્યાઃ

(નવ વિધાન  ()   ગુંજન   ()   ગુર્જરી ડાયજેસ્ટ

()  ગુજરાત દર્પણ   ()  ગુર્જરી  (ગુજરાત લાઈન  (કેનેડા)

ચીમનભાઈની કવિતાઓ અને લેખોપુસ્તકાલયવેબસાઈટ ઉપર પ્રથમ

મુકાયા અને ત્યાર બાદ એમણે પોતાનો બ્લોગચમનકે ફૂલશરૂ કર્યો.

વર્ષોથી ચીમનભાઈ હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્ય છે અને ત્યાં

પોતાની રચનાઓ રજૂ કરી સૌને હસાવે છે.

એમની બધી રચનાઓ એમણેચમનઉપનામથી પ્રગટ કરી છે.

મિત્રો અને સગાઓની વર્ષગાંઠ અને એનીવર્ષરી વખતેહઝલલખી,

રજુ કરી પેક્ષકોને હસાવવામાં મોખરે છે.

ચીમનભાઈની રચનાઓની ખાસ ખૂબી છે કે

જે કહેવું હોય તે સીધે સીધું કહી દે છે; ગોળ ગોળ શબ્દોમાં નહિ.

એક ગઝલમાં તેઓ કહે છે;

          “વ્યક્તિ ઓળખું  કે ઓળખાય, તાલી પાડું છું!

            ભાષણ સમજાય કે સમજાય, તાલી પાડું છું!

  બીજી એક રચનામાં કહે છે;

             કરી રાખ્યું  છે  ઘન ભેગું આજ  સુધી તો ઘણું,

             દઇ દો દાનમાં થોડુ,લેનારા વળી મળે મળે!

             કરી છે વાતો તમે ખોટી ઘણી બધી આજ સુધી,

             કહિ દો હવે સાચું, સાંભળનાર ફરી મળે મળે!

એક રચનામાં સલાહના રૂપમાં કહે છે,

           “જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!

        હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!

એમની ટેકનોલોજી ઉપર લખેલીબેસતા કરી દીધારચના તો બ્લોગ્સમાં

હજુ પણ ફરતી જોવા /સાંભળવા મળે છે,                      

              ખાવાનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,

                સ્પેસમાં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા!

                 કથાઓ કરાવી ને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,

                 કુટુંબો વચ્ચેના ક્લેશો ભઈ, કેમ વધારતા કરી દીધા?

                 સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથીચમનહવે?

                ઈલેક્ટ્રીકભઠ્ઠામાં મડદાં ઝટ બાળતાં કરી દીધા

નિયંતિકા ચિત્ર-૧નિયંતિકા ચિત્ર-૨

 

ચિત્રકલામાં ખાસ કરીને ચારકોલ આર્ટમાં એમને સારી મહારથ છે.

ચિત્ર નંબરએમની સ્વર્ગસ્થપત્ની નિયંતિકાનો ફોટોગ્રાફ છે.”

“અને ચિત્ર નંબરમાંચીમનભાઈએ દોરેલું ચારકોલ ચિત્ર છે.”

ચિત્રકલા ઉપરાંત ફોટોગ્રાફી પણ એમની એક હોબી છે.

અહિ ઘણા વર્ષો સીન્ગલ ટેનીસ રમી, હવે હળવી કસરતોની સાથે ફાસ્ટ

ચાલવાનો ક્રમ ચાલુ રાખ્યો છે.

રાતના વાગે સુઈ જઈ સવારે વાગે ઉઠવાનો ક્રમઆજે ૮૨ વર્ષની વયે પણ ચાલુ છે.”

સવારના ૨૫ મિનિટમાં યોગ સાથે શરીરુપિયોગી હળવી કસરત કરી

નોકરીએ જાય છે

ફુરસદના સમયમાં શાકભાજીની ખેતી કરી, મકાન ફરતે એવરગ્રીનને

માળીની જેમ આકૃતિઓ આપી શોભાવે છે.

ચીમનભાઈ ચમન’  એટલે પોતાની શર્તે પોતાનું જીવન વ્યતિત  કરતી

એક Vibrant પ્રતિભા…

=====================================================

આલેખન- શ્રી પી. કે. દાવડા સાહેબ

એ વાત જગતમાં જાહેર છે…ભજન


એ વાત જગતમાં જાહેર છે…ભજન

=======================================

કૃષ્ણ બાલ લીલા

(રાગ – ઓ દિલ લુંટનેવાલે જાદુગર…ફીલ્મ – મદારી )

=======================================

ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે.

મનમોહન નામ તમારું હતું એ વાત જગતમાં જાહેર છે.

મથુરાની જેલોમાં જન્મ્યા હતા

ગોકુળની ગલીયોમાં ઉછર્યા હતા

મહીં માખણ ચોરી ખાધાં તમે એ વાત જગતમાં જાહેર છે.

મામા માસી ને માર્યાં તમે

નાથીને નાગને નાચ્યા તમે

કુબજાનું ચંદન લીધું હતું તમે એ વાત જગતમાં જાહેર છે.

વૃંદાવન રાસ રચાવ્યો તમે

‘નંદુ’ ના હૈયે ભાવ્યા તમે

મધુવનમાં બંસી બજાવી તમે એ વાત જગતમાં જાહેર છે .

========================================

રચયિતા= શ્રી નંદુ ભગત

સંકલન- સ્વપ્ન જેસરવાકર

ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર.. ( ભજન )


ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )

=======================================================

જન્માષ્ટમી મહોત્સવ

 

બ્લોગર મિત્રોને જન્માષ્ટમી મહોત્સવની શુભ કામના

Lord-Krishna-birthday.jpgજન્માષ્ટમી મહોત્સવ

=================================================================================================

( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )

રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )

=======================================================================================

હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર

                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.

આઠમની રાતડી ને સાવનનો  મહિનો

                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો

જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર

                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.

ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે

                                          જશોદા કુંવરની નજરો ઉતારે

શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર

                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.

આવી રાધા રાણી માનીતા મોલમાં

                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.

સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર

                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.

ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો

                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો

મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર

                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .

==================================================================================

રચયિતા : શ્રી રાહી

સંકલન:  સ્વપ્ન જેસરવાકર 

આઝાદી કેરી રણભેરી બજી….કાવ્ય


આઝાદી કેરી  રણભેરી  બજી….કાવ્ય
==========================================================================================================================
 
ભારત ભુમિના હર જનને સ્વાતંત્ર્ય દિનની શુભકામના
સ્વાતંત્ર્ય સેનાનીઓ
સત્યાગ્રહને  સથવારે  રે  આઝાદી કેરી રણભેરી બજી
અહિંસાને     આધારે    રે  આઝાદી  કેરી  રણભેરી  બજી.
સુકલકડીમાં એવી  શૂરતા  ભરી
અંગ્રેજ  વિલાયત ભાગે રે…    આઝાદી  કેરી રણભેરી  બજી.
ટુંકી પોતડી  પ્રેમે  અપનાવી
રેટિયા કેરા  રણકારે   રે…    આઝાદી   કેરી  રણભેરી  બજી.
બારડોલીએ તો દીધા ડોલાવી
સરદાર શા   શુરવીરે રે…     આઝાદી કેરી   રણભેરી   બજી.
લાલ ગુલાબ તો રહ્યું  છે શોભી
જવાહર   જેવા  હીરે  રે…   આઝાદી  કેરી    રણભેરી   બજી.
આઝાદ હિન્દ ફોજના લલકારે
સુભાષચંદ્રની   હાંકે   રે…  આઝાદી  કેરી    રણભેરી    બજી.
લાલાજી  સુખદેવ ને ભગત સાથે
શહીદો કેરી શહાદતે  રે…   આઝાદી  કેરી    રણભેરી   બજી.
નામી  અનામી   શહીદોની  સાખે
રણબંકાની  રણહાંકે   રે …  આઝાદી  કેરી    રણભેરી   બજી.
ઓગષ્ટ માસે ને પંદરમીએ રાત્રે
આઝાદી ઉજાસ આકાશે રે…  આઝાદી કેરી   રણભેરી   બજી.
નવયુવાનો  હવે  સંકલ્પ  જ કરો
જગત જાગે ત્રિરંગાના સાદે રે…આઝાદી કેરી રણભેરી બજી.
=======================================================
 
સ્વપ્ન જેસરવાકર

મળવા જેવા માણસ – દીપક ધોળકિયા…શ્રી પી. કે. દાવડા


મળવા જેવા માણસ – દીપક ધોળકિયા

=====================================================================================

dipak_dholakia_1 

દીપકભાઈનો જન્મ ૧૯૪૮માં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં થયેલો.૧૯૫૦ માં જ્યારે એ

માત્ર બે વર્ષના હતા ત્યારે એમના દાદા શ્રી ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ભારતની

બંધારણ સભાના સભ્ય હતા, અને ૧૯૫૨ માં ભારતની પહેલી લોકસભામાં તેઓ કચ્છના

પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા. ફરી પાછા ૧૯૬૨માં ગુજરાત વિધાનસભામાં ભુજના

પ્રતિનિધિ તરીકે ચૂંટાયલા. દીપકભાઈના પિતા ભાઇકાકા દસમા ધોરણ સુધી ભણેલા હતા.

એમના બા માત્ર લખી-વાંચી શક્તા, અને છતાં પણ એમનો વાંચનનો શોખ એટલો

જબરો હતો કે લાયબ્રેરીમાંથી રોજ એક પુસ્તક મંગાવીને પુરૂં કરતા. આટલું મોટું રાજદ્વારી

Background ધરાવતા હોવા છતાં એ એક મધ્યમ વર્ગી કુટુંબ હતું.

 દીપકભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ભુજની ઘર નજીકની સરકારી શાળામાં થયો.

એ સમયના રિવાજ અનુસાર, શાળામાં દાખલ થયા ત્યારે નાળિયેર અને પાવલી

(ચાર આના) લઈ ગયેલા અને શિક્ષકાના પગપાસે મૂકી શિક્ષિકાને પગે પડેલા.

શિક્ષકો પ્રત્યેનો આવો આદરભાવ દીપકભાઈએ જીવનભર જાળવી રાખ્યો.

પાંચમા થી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ એમણે મહારાણી શ્રી ગંગાબા સાહેબ

મિડલ સ્કૂલમાં કર્યો. અહીં એક નાટકમાં એમને વિલિયમ ટેલનું પાત્ર મળેલું.

એમનો એક મિત્ર રોહિત વોલ્ટર બનેલો. દીપકભાઈએ તીર મારી રોહિતના માથા

ઉપરથી સફરજન નીચે પાડવાનું હતું. તીર ક્યાંક વાગી જશે એ બીકે નાટક દરમ્યાન,

તીર છૂટે એ પહેલા જ રોહિતે માથું હલાવી સફરજન નીચે પાડી દીધું.

 આઠમા ધોરણથી SSC સુધીનો અભ્યાસ એમણે ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો.

આ ગાળા દરમ્યાન એમણે વિદ્યાર્થી ચળવળમાં ભાગ લઈ ભવિષ્યની સામાજીક

પ્રવૃતિઓ માટેનું ભાથું બાંધી લીધું. ૧૯૬૫ માં SSC પરીક્ષામાં પાસ થઈ ભુજની

લાલન કોલેજમાં Science Branch માં જોડાયા. પહેલે વર્ષે જ Maths વિષયમાં

ફાવટ ન આવતાં નાપાસ થવાથી, આર્ટસ વિભાગમાં બદલી કરાવી. પરંતુ નાપાસ

થવાનો કે એક વર્ષ બગડવાનો એમને અફસોસ નથી. એમનું કહેવું છે કે આ વર્ષ તો

એમના માટે બહુ સારું રહ્યું. એ વર્ષ દરમિયાન એમણે જે વિષય હાથમાં આવ્યો તે

વાંચ્યું. આમ, એ નિષ્ફળતાનું વર્ષ એમના વિચારો અને દૃષ્ટિકોણને આકાર આપવામાં

આશીર્વાદ સમું બની રહ્યું. એમને જુદા જુદા વિષયોમાં રસ કેળવાયો તે તો આ જ વર્ષનું

સુફળ છે. ૧૯૭૦ માં ઈકોનોમિક્સને મુખ્ય વિષય બનાવી બી.એ. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

“એ દરમ્યાન, ૧૯૬૫ની કચ્છ સરહદ પરની ભારત-પાકિસ્તાન લડાઈ પછી આંતરરાષ્ટ્રીય

ટ્રાઇબ્યુનલે  ચુકાદો આપ્યો તેમાં છાડબેટ. કંજરકોટ વગેરે કચ્છના વિસ્તારો પાકિસ્તાનને

મળ્યા. એની સામે મોટો સત્યાગ્રહ થયો, જેમાં જ્યોર્જ ફરનાન્ડિસ, અટલ બિહારી વાજપેયી

મધુ લિમયે વગેરે જોડાયા હતા.  ત્રેવીસ વિદ્યાર્થીઓની એક ટુકડીના નેતા તરીકે દીપકભાઈ

પણ સત્યાગ્રહમાં જોડાયા. સરહદે જઈને રાષ્ટ્રધ્વજ સાથે એક પૉઈંટ પાર કરવાનો હતો.

પોલીસે પકડી લીધા, તે પછી પંદર દિવસની જેલની સજા થઈ, અને જેલમાં પડતી

તકલીફો સહેવી પડેલી.”

“ગ્રેજ્યુએટ થઈ નોકરીની શક્યતાઓ વધારવા ગુજરાત રાજ્ય સરકારી સેવા પસંદગી

મંડળની પરીક્ષા આપી, અને એમાં એમનું પ્રદર્શન પણ સારૂં હતું, પણ કલેકટરના રીપોર્ટમાં

ચળવળિયો છે, એવું આવ્યું, એટલે પસંદગી ન થઈ. ત્યાર બાદ આકાશવાણીના ભુજના કેંદ્ર

માટે એનાઉંસરની પોસ્ટ માટે અરજી કરી. સરકારી નોકરીમાં પોલીસખાતા દ્વારા તપાસ જરૂરી છે.

એમણે દાદાની સલાહથી ફૉર્મમાં સાચું લખી દીધું કે  એક વાર જેલમાં જઈ આવ્યા છે,

પણ પોલીસના અફસરને લાગ્યું કે સત્યાગ્રહ એ કંઈ ફોજદારી ગુન્હો ન કહેવાય એટલે

એણે સારો રિપોર્ટ આપ્યો, અને અંતે ૧૯૭૦ માં આકાશવાણી ભુજમાં એનાઉંસર બની

ગયા. પણ આંદોલનકારી જીવ એટલે અહીં પણ યુનિયનની પ્રવૃતિઓમાં સક્રિય હતા.’

૧૯૭૪ માં એમની પસંદગી ગુજરાતી સમાચાર વાચક અને અનુવાદક તરીકે દિલ્હીમાં થઈ.

તમારામાંથી ઘણાએ રેડિયોમાં સાંભળ્યું હશે,

“આ આકાશવાણી છે. સમાચાર દીપક ધોળકિયા વાંચી સંભળાવે છે.”

અહીં પણ એમની યુનિયન પ્રવૃત્તિઓ ચાલુ જ રહી. ૨૦૦૮ સુધી આકાશવાણીમાં કામ કરી

૨૦૦૮ માં ૬૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા.

dipak_dholakia_2

 

દિલ્હીમાં બદલી થયા બાદ ચાર વર્ષ રહી, ૧૯૭૮ માં દીપકભાઈના લગ્ન ઉત્તર

પ્રદેશના પૂનમ બહેન સાથે થયા. પુનમ બહેન બી.એસસી., બી.એડ.મૂળ ઉત્તર

પ્રદેશનાં છે અને લગ્ન પહેલાં શિક્ષિકા હતાં. લગ્ન બાદ દીપકભાઈને  ગુજરાતી ભાષાના

નિષ્ણાત તરીકે રેડિયો મોસ્કોની સર્વિસમાં ત્રણ વર્ષ માટે મોકલેલા.

દીપકભાઈ અને પૂનમ બહેનની દીકરી “પરા”

દિલ્હીની Shaheed Rajguru College of Applied Sciences માં Foods and Nutritionનાં

Senior Assistant Professor છે,

જ્યારે પુત્ર મનન કલ્પાકમ (ચેન્નઈ) માં Indira Gandhi Centre for Atomic Researchમાં Scientist

છે.

 દીપકભાઈનું કુટુંબ National Integration નો જીવતો જાગતો દાખલો છે.

“ગુજરાતી દીપકભાઈ ઉત્તર ભારતીય પૂનમને પરણ્યા. એમની પુત્રી “પરા” કોંકણી રાકેશને

પરણ્યાં અને પુત્ર મનન રાજસ્થાની શુભા શર્માને પરણ્યા.”

હાલમાં આ એક દ્વિભાષી કુટુંબ છે. એમના જ શબ્દોમાં કહું તો ,

“આ કૌટુંબિક સંયોગોમાં અમારા ઘરમાં ગુજરાતી અને હિન્દી બન્ને ભાષાઓ ચાલે છે.

હું ગુજરાતીમાં પૂછું તેનો એ લોકો હિન્દીમાં જવાબ આપે. બૃહદ કુટુંબના બીજા સભ્યો

સાથેની વાતચીતમાં મારી  પત્ની અને બન્ને ભાઈબહેન ગુજરાતી જ વાપરે.

હું ભૂલથી હિન્દી બોલી જાઉં તો મને રોકે –“તુમ ક્યોં હિન્દી બોલતે હો? 

ગુજરાતી બોલો.” પણ પોતે મારા ગુજરાતીમાં પુછાયેલા સવાલનો હિન્દીમાં જવાબ આપે !”

દીપકભાઈ નોકરીમાંથી નિવૃત્ત થયા છે પણ સામાજિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત નથી થયા.

“હજી પણ તેઓ Indian Community Activists Network (ICAN) ના સક્રિય સભ્ય છે.

આ દેશમાં ચાલતાં જનઆંદોલનોની સામૂહિક સંસ્થા છે જે પ્રાકૃતિક સંપદા પર જનતાના

અધિકારની હિમાયત કરે છે. ICAN ના ન્યુઝલેટરના તંત્રીમંડળમાં મુખ્ય જવાબદારી

દીપકભાઈ સંભાળે છે. દિલ્હીમાં પાણીના ખાનગીકરણ વિરુધ્ધ જનઆંદોલન સમિતિના

તેઓ જનરલ સેક્રેટરી છે, અને પાણી અને સેનિટેશનની સમસ્યાઓ માટેની ફોરમના

Founder Member અને સલાહકાર છે. ઉપરાંત સરકારી કર્મચારીઓનું સંગઠન

Indian Public Service Federation (IPSEF) માં સલાહકાર અને Ideologue છે.”

ચિત્ર પર 'લિક' કરી તેમના બ્લોગ 'મારી બારી' પર પહોંચી જાઓ.

 બ્લોગ જગતમાં એમનો અંગત બ્લોગ “મારી બારી” છે,

http://wallsofignorance.wordpress.com

પણ છેલ્લા થોડા સમયથી વેબગુર્જરીના સંપાદક મંડળમા સક્રિય છે. એમના જીવનની ફિલોસોફી છે,

કોઈનું સમજીવિચારીને નુકસાન ન કરવું.  કોઈ કામ કરવાની હા પાડી હોય તો એ હા આપણે

આપણી જાતને જ કહીએ છીએ. એટલે કોઈ કહે કે ન કહે, જેના માટે હા કહી હોય તે કામ સારામાં

સારી રીતે કરવું. સમજ્યા વિચાર્યા વિના હા ન કહેવી.” વધુમાં તેઓ કહે છે, “ભૂતકાળમાં જોવાનું

હું બહુ પસંદ કરતો નથી”,

અને તેમ છતાં મારી વિનંતિને માન્ય રાખી એમણે ભૂતકાળમાં ડોકિયું કરી

મને જરૂરી માહિતી આપી.

==========================================================================

આલેખન- શ્રી પી. કે. દાવડા

આવી શ્રાવણ સવારી…કાવ્ય


 

આવી શ્રાવણ સવારી…કાવ્ય

=============================================================================

શ્રાવણ રુમઝુમ કરતો સળવળે ભક્તજનો ટોળે વળે

 

ગાજી ઉઠે મંદિર મહાલય ભાવિકો ઉમટે  શિવાલય


શિવ શિરે વહે જલધારા હરેક હૈયામાં હરખ ઉલાળા


ભજે ભોલેનાથ ભાવ ધરી જેને શિર જટે ગંગા ધરી
રક્ષાબંધન આવે અનેરું બહેની ઈચ્છે ભાઈનું ભલેરું


હરખની હેલી બહેનના હૈયે બાંધે રાખડી હાથ  ભૈયે

 

છઠ્ઠ  સાતમ અને આઠમ વહેલો આવે મારો વાલમ


છે હૈયે હર્ષનાં  હુલામણાં સહુ કરે નંદલાલ વધામણાં


અબાલ વૃદ્ધ માણે મેળા લે સહુ કોઈચકડોળે ઊછાળા


ગોવિંદ જાયે બલિહારી આવી પહોંચી શ્રાવણ સવારી

=============================================================


સ્વપ્ન જેસરવાકર

શિક્ષણ સરોવરે મચ્યો છે શોર…કાવ્ય


શિક્ષણ સરોવરે મચ્યો છે શોર…કાવ્ય 

==================================================

શિક્ષણ..સરોવર

       http://shikshansarovar.wordpress.com/

 

કિશોર પટેલ                                        શ્રી કિશોરભાઇ પટેલ 

========================================================================

એતો વયસ્ક પણ  તોય કહેવાય છે કિશોર

લેખ કાવ્યો ને સુવિચાર કેરો મહેંકે છે મોર

વિદ્યાર્થીનો શિક્ષણ સહાયક બની કરે શોર

દોઢ લાખ મુલાકાતીએ ઉભરાયું છે સરોવર

અવનવાં ચિત્રો મુકે એમિનેશન કેરો ભંડાર

શિક્ષા ક્ષમા ને કર્મ સિધ્ધાંતો કેરો એકલવીર

બ્લોગ જગતમાં સહુનો માનીતો છે ભડવીર

ગોદડિયાજી અર્પે અભિનંદન ખોબલા ભરપુર

===================================

સ્વપ્ન જેસરવાકર

કોમપ્યુટરના છપ્પા….શ્રી પી. કે. દાવડા


કોમપ્યુટરના છપ્પા….શ્રી પી. કે. દાવડા

 

====================================

દાવડાજી

 

કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ,
દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે;
દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?
 
હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ,
સંઘરે  ફોટા, સંઘરે  લેખ,  સંઘરે  કવિતા, ગીત અનેક,
દાવડા એના  નખરા  જોઈ, ફલેશ-પેન રાખે  સૌ કોઈ.
 
મેમરી  બાઈ તો  નાના ઘણા, તો  પણ એના  નખરા ઘણા,
જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, સ્ક્રીન આખું રંગીન થઈ જાય,
નખરાળી  જો  નાટક  કરે, દાવડા તો  શું  કોમપ્યુટર  કરે?.
 
કોમપુમાં  પ્રોસેસર  ખાસ, પ્રોસેસર  જો  આપે   ત્રાસ,
કોમપુ જો થઈ જાય ગરમ, વાપરનારના ગાત્ર નરમ;
પ્રોસેસરની  અનેક  જાત,  પ્રોસેસર  બહુ ઊંચી નાત.
 
ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,
શોધી  કાઢે  ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું  કોઈ?
દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વહાન.
 
કી  બોર્ડથી થાય  કામ  ઘણા, કામોની  ના  રાખે મણા,
ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્યું ચાલ્યું થઈ જાય માફ;
દાવડા  સારૂં ‘સેવ’ કરે,  વિશ્વમા   ઈજ્જત  સાથે   ફરે.
 
કોમપુના દરવાજા ખુલા,  વાપરનારમા ખપે સમતુલા,
વાપરનારનું  ચંચળ  મન, બિન  વસ્ત્રોના આવે  તન;
દાવડા કોમપ્યુટર વરદાન, જેવું  માનસ  એવું  દાન.
 
દાવડાએ  નિવૃતિ લીધી, કોમપ્યુટરને સોંપી  દીધી,
કોમપ્યુટરથી મિત્રો મળ્યા, દાવડાના કંટાળા ટળ્યા,
‘દાવડા’ કોમપ્યુટર વરદાન, વાપરવામા રાખો ભાન.

 

 ====================================

 

આલેખન-શ્રી પી. કે. દાવડા

સંબંધોના છપ્પા…શ્રી પી.. કે. દાવડા


સંબંધોના છપ્પા…શ્રી પી.. કે. દાવડા

==========================================================================

દાવડાજી

શ્રી પી.. કે. દાવડા

====================================================================

સંબંધોના છપ્પા…શ્રી પી.. કે. દાવડા
=======================================

 

દાવડા સમાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા,
સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ,
રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.
 
કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા,
કઝીન થઈ ગયા સૌ પિતરાઈ, ભલે રહી હોય કોઈ સગાઈ,
દાવડા  સંબંધોની  ચોખવટ, લાગે સૌને  ફાલતુ   ઝંઝટ .
 
દાવડા સંબંધનું બદલ્યું માપ, સંબંધ થાતાં આપો આપ,
અર્ધા  ભાઈ ને  અર્ધી બહેન, હવે  નથી એ મારો વહેમ,
બબ્બે મા ને બબ્બે બાપ, સ્ટેપ કહી દયો, થઈ ગઈ વાત.
 
સંબંધની  વ્યાખ્યા  બદલાઈ, નથી  જરૂરી કોઈ સગાઈ,
સંબંધો  સગવડિયા  થયા, નફા  તોટાના  હિસાબે રહ્યા,
સંબંધોની ન રહી કોઈ જાત, નાત  જાતને  દીધી  માત.
 
ક્યાં ગઈ સાત જનમની વાત? સંબંધ બદલે રાતો રાત,
‘દાવડા’ સરકારી કાયદો ફરે, પાંચ  વર્ષનો  કરાર જે  કરે,
ઇન્કમ ટેક્ષમા  છૂટ અપાય, જેથી  થોડા સંબંધ સચવાય.
==========================================
આલેખન- શ્રી પી. કે. દાવડા

મળવા જેવા માણસ…શ્રી જુગલકિશોર વ્યાસ


મળવા જેવા માણસ…શ્રી જુગલકિશોર વ્યાસ

===========================================

શ્રી જુગલકિશોર વ્યાસ

                                         શ્રી જુગલકિશોર વ્યાસ

 

જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં

થયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું.

Formative વર્ષોમાં ધર્મમૂર્તિ માતા અને જ્ઞાનમાર્ગી પિતાજી,અને ઉમરાળા

પંથકના ગાંધીકહેવાયેલા એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ ,જે

મોટાભાઈના નામે જાણીતા હતા, તેમની એમના ઉછેરમાં બહુ મોટી અસર

થઈ.

જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર

ગામે ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી,

S.S.C. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી

૧૯૫૯  દરમ્યાન ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ

બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાને

યાદ કરી જુગલકિશોરભાઈકહે છે,

શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧-૧૨વરસની ઉંમરે(૧૯૫૫)દાખલ

થઈને ત્યાં છ વરસ ગાળ્યાં, તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં.

શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર,

કુટુંબની ઓછી આવક,અને લોકશાળાના નિયમોને લઈને શાપુર કસોટી

કરનારું બનેલું.પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન

કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ અને બુનિયાદી તાલીમનાં બહુ ગમતા

અભ્યાસક્રમો અને પદ્ધતિઓએ મને તૈયાર કર્યો.

શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર

જિલ્લામાં આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ

દ્વારા સ્થાપિત લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ

જોડાયા. અહીં ૧૯૬૨થી ૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં

પ્રથમ વર્ગમાં સ્નાતકનીપદવી મેળવી.

આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે, લોકભારતીમાં આવવાનું

મોડું થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન

હતો.”

પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ.૨૫૦/–

વાર્ષિક)મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ થયેલો. એમ એક બાજુ

અણગમતા વિષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવને

પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો.

“ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે ખાતરપાણી

ને હવામાન–શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પછીનો જે કાંઈ સારો

પાક મારે જીવનખેતરે પાક્યો તે બધો જ લોકભારતીમાડીના પ્રતાપે.

જુગલકિશોરના ગુરુઓ            

ગુજરાતના શિક્ષણાચાર્યો: સૌ પ્રાત:સ્મરણીય ન.પ્ર.બુચ, દર્શક, મૂ.મો.ભટ્ટ

પાછળ એમના શિષ્યો ડાબેથી રવીન્દ્ર અંધારિયા, પ્રવીણ ડાભી, જુગલકિશોર.

સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય

શીખવવાશિક્ષક તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન

જરૂરિયાતોને પહોંચીવળવા એક કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચના

પગારવાળી નોકરી સ્વીકારી.

આ નોકરી કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની

ગુજરાત વિદ્યાપીઠમાં M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી.

સમયગાળા અને ત્યાર બાદના વ્યાવસાયિક જીવન અંગે એમના જ

શબ્દોમાં કહું તો,

ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે

તેવીઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાની –

સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર

કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડા

ગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત

છાત્રાલયનું તથા સંસ્થાસંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું.”

ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન

વિભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર મજૂર સંદેશના સંપાદનમાં

મદદનીશ તરીકે પણ કામ કર્યું.

“છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢ શિક્ષણ વિભાગના શ્રમિક

વિદ્યાપીઠ,અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ

કાર્યક્રમ અધીકારી રૂપે અને પછી નિવૃત્તી સુધીનાં ૧૨ વરસ નિયામક

તરીકે કામગીરી કરી.”

ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે,

મજૂર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામ

કરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થિક વેદનાને શીતળ લેપ કરી આપ્યો.

દિવસરાત જોયા વિના મજૂરોસાથે કામ કરવા મળ્યું. આંગણવાડી માટે

આધાર સાહિત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું.ઉપરાંત,

મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ

ચાલી શકે તેવી ટ્યુશનયોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક

તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. આ કામનો બદલો

ભારત સરકારમાંના શ્રમિકશિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો.

અહીં મારા જીવનમાંના લોકભારતી અને મજૂર મહાજન બન્નેના વારસાનું

સુંદર સંકલન હું કરી શક્યો.”

યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં

૧૯૬૭માં સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ

જેમાં એમને સૌથી સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં

એમનેનવો ઢાંચો અને નવી પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું

કાર્ય,એમના શબ્દોમાં,સાવ ઓછું ભણેલાં અનેક બહેનોભાઈઓને, સારા

અનેસફળ શિક્ષકો તરીકે તૈયાર કર્યા; આ જ શિક્ષકોએ, પછી તો ચાર્ટ

વગેરેજેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએ

બચતમંડળો બનાવીને હજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં

વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીને

પગભર થયાં….”

૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦

જેટલાં કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું.

બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા

ખીલતી રહી જે આજે પણ લોકભારતીના મુખપત્રકોડિયુંના સહતંત્રી

તેમજગુજરાતી ભાષા પરિષદના જોડણી વિષયક પ્રચારપ્રસાર કાર્ય સુધી

સક્રીય રહેવા પામી છે.

   “શ્રમિક શિક્ષણની દિશામા,   એક ચણીબોરની ખટમીઠી”,

ઔષધીય ગાન ભાગ ૧,સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ અને

મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની આત્મકથા જેવા પુસ્તકોનું

લેખનસંપાદન તેઓએ કર્યું છે.

એટલું જ નહિ, શ્રમિક શિક્ષણ,“નૉળવેલ, આયુક્રાંતિ જેવાં સામયિકોનું

સંપાદન પણ તેમણે કર્યું છે.

બ્લૉગજગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા

લોકો હશે. શરૂઆતમાં ગાંધીદર્શન અને મારા ગુરુવર્યો નામના બ્લૉગ્સનું

સંચાલન કર્યા બાદ આજે પોતાનું આગવુંનેટ ગુર્જરી અને સહિયારી સાઇટ

વેબગુર્જરી નામના બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.

વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો

સર્વે થયો ત્યારે સેંકડો ગુજરાતી બ્લૉગમાં પ્રથમ ૧૦ બ્લૉગમાં તેમનો

બ્લૉગ નેટગુર્જરીપસંદગી પામ્યો હતો

જ્યારે ઇન્ડિયન બ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી બ્લૉગ્સમાં

તેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો

                                                                                                    

                                                             નેટ ગુર્જરીને એવોર્ડ                                                             

 

The Indian Blogger AWARDS 2013 WinnerGUJARATI : JUGALKISHOR (NET-ગુર્જરી)

જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી

લેવાનું શક્ય નથી.

સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અને

કવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો

બીજાં બે પાનાં ઉમેરવા પડે.

એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ લેવી રહી.

===================================================

 આલેખન-શ્રી. પી. કે. દાવડા