કોમપ્યુટરના છપ્પા….શ્રી પી. કે. દાવડા


કોમપ્યુટરના છપ્પા….શ્રી પી. કે. દાવડા

 

====================================

દાવડાજી

 

કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ,
દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે;
દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?
 
હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ,
સંઘરે  ફોટા, સંઘરે  લેખ,  સંઘરે  કવિતા, ગીત અનેક,
દાવડા એના  નખરા  જોઈ, ફલેશ-પેન રાખે  સૌ કોઈ.
 
મેમરી  બાઈ તો  નાના ઘણા, તો  પણ એના  નખરા ઘણા,
જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, સ્ક્રીન આખું રંગીન થઈ જાય,
નખરાળી  જો  નાટક  કરે, દાવડા તો  શું  કોમપ્યુટર  કરે?.
 
કોમપુમાં  પ્રોસેસર  ખાસ, પ્રોસેસર  જો  આપે   ત્રાસ,
કોમપુ જો થઈ જાય ગરમ, વાપરનારના ગાત્ર નરમ;
પ્રોસેસરની  અનેક  જાત,  પ્રોસેસર  બહુ ઊંચી નાત.
 
ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,
શોધી  કાઢે  ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું  કોઈ?
દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વહાન.
 
કી  બોર્ડથી થાય  કામ  ઘણા, કામોની  ના  રાખે મણા,
ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્યું ચાલ્યું થઈ જાય માફ;
દાવડા  સારૂં ‘સેવ’ કરે,  વિશ્વમા   ઈજ્જત  સાથે   ફરે.
 
કોમપુના દરવાજા ખુલા,  વાપરનારમા ખપે સમતુલા,
વાપરનારનું  ચંચળ  મન, બિન  વસ્ત્રોના આવે  તન;
દાવડા કોમપ્યુટર વરદાન, જેવું  માનસ  એવું  દાન.
 
દાવડાએ  નિવૃતિ લીધી, કોમપ્યુટરને સોંપી  દીધી,
કોમપ્યુટરથી મિત્રો મળ્યા, દાવડાના કંટાળા ટળ્યા,
‘દાવડા’ કોમપ્યુટર વરદાન, વાપરવામા રાખો ભાન.

 

 ====================================

 

આલેખન-શ્રી પી. કે. દાવડા

4 thoughts on “કોમપ્યુટરના છપ્પા….શ્રી પી. કે. દાવડા

 1. ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,
  શોધી કાઢે ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું કોઈ?
  દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વહાન.
  વાહ
  યાદ
  દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
  બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.
  થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
  તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

  Liked by 2 people

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

   ાદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમે આલેખાયેલ અનોખી રચના અને

   એની સાથે આપ દ્વારા દશાવાયેલ અનુપમ શબ્દોની હારમાલા

   આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ જ આભાર

   Liked by 1 person

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s