ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર.. ( ભજન )


ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર..  ( ભજન )

=======================================================

જન્માષ્ટમી મહોત્સવ

 

બ્લોગર મિત્રોને જન્માષ્ટમી મહોત્સવની શુભ કામના

Lord-Krishna-birthday.jpgજન્માષ્ટમી મહોત્સવ

=================================================================================================

( જયારે શ્રી કૃષ્ણ જન્મ થાય અને લાલાને હિંડોળતી વખતેનું ભજન )

રાગ : સાવનકા મહિના પવન કરે શોર……  ( ફિલ્મ : મિલન )

=======================================================================================

હીરા જડ્યું પારણું ને મોતીડાની દોર

                                   ઝુલાવે જશોદા ઝૂલે નંદનો  કિશોર.

આઠમની રાતડી ને સાવનનો  મહિનો

                                        ભાર  ઉતારવાને  ગોવાલણીનો

જન્મ્યો છે ગોકુળમાં આજે મહી માખણનો ચોર

                                  ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો  કિશોર.

ઉમટ્યું ગોકુળિયું નંદજીના દ્વારે

                                          જશોદા કુંવરની નજરો ઉતારે

શ્રાવણના આંગણામાં ફાગણનું જામ્યું  જોર

                                  ઝુલાવે  જશોદા ઝૂલે નંદનો  કિશોર.

આવી રાધા રાણી માનીતા મોલમાં

                          રાધાને જોઇને કુંવર આવી ગયો ગેલમાં.

સોળ કળાએ નાચી ઉઠ્યો રાધાનો મન મોર

                                   ઝુલાવે જશોદા ઝૂલે  નંદનો કિશોર.

ગોપીઓની વચમાં કાનુડો ઘેરાયો

                                 ‘ રાહી ‘ ફૂલોમાં જાણે ભમરો છુપાયો

મદમસ્ત માનુનીઓ  મલકે મસ્તીખોર

                                       ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર .

==================================================================================

રચયિતા : શ્રી રાહી

સંકલન:  સ્વપ્ન જેસરવાકર 

Advertisements

6 thoughts on “ઝુલાવે જશોદા ઝૂલે નંદ કિશોર.. ( ભજન )

  1. ઈશ્વરની શોધ એ આપણી શોધ છે અને આપણા સ્વરૂપ સાથે અનુસંધાન સાધવાનું હોય છે. આવું અનુસંધાન સધાય ત્યારે આપણે આપણા કૃષ્ણને પામી શકીએ. જો કૃષ્ણ સ્વયં સચ્ચિદાનંદ સ્વરૂપ છે તો આપણે એને ઈન્દ્રિયની સહાયથી પ્રત્યક્ષ દર્શન કે એનું જ્ઞાનભાન કયારેય ન મેળવી શકીએ. એ પ્રત્યક્ષ અનુભવનો વિષય નથી. ન તો એ ધારણા કે અનુમાનનો. પરોક્ષરૂપે પણ એને ન પામી શકાય. જો આપણે એને પામવા હોય તો આપણી પોતાની અપરોક્ષ અનુભૂતિમાં જ પામી શકીએ. આ અપરોક્ષ અનુભૂતિ શું છે? ઈશ્વર પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ નથી, ઈશ્વર વસે છે આપણા અંતરાત્મારૂપે. આપણી અંદર જ એની અનુભૂતિ થાય, આપણા અંતરજગતમાં આપણા અહેસાસરૂપે એ વાતનું ધ્વનંત આ કથા દ્વારા પ્રાપ્ત થાય છે.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s