Monthly Archives: ઓક્ટોબર 2014

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.. ( કાવ્ય )


જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
================================================================
જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )
 
પ્યારા વાંચક મિત્રો ૩૧ ઓક્ટોમ્બર ના રોજ એકતા અખંડીતત્તાના સ્વપ્નદ્રષ્ટા
અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ આવે છે તો
ગીતના માધ્યમ દ્વારા તેઓને યાદ કરી તેમના કાર્યો અને ગુણોને જીવનમાં
ઉતારવા પ્રયત્નશીલ બનીએ એવી અભિલાષા સહ……
==============================================================
( રાગ:   આંધળી માનો કાગળ )
=================================================================================
ખેડા જીલ્લો   ખમીરવંતો ને ગૌરવવંતી  છે ગુજરાત
ઝવેરભાઈ ને ઘેર જન્મ્યા  છે  બળુકા બંધુ   બે   ભ્રાત.
                                જન્મ્યા છે  એ નડીયાદ  મોસાળે
                                વિઠ્ઠલ  અને વલ્લભ એવા નામે.
પ્રાથમિક શિક્ષણની  લીધી છે શિક્ષા  કરમસદ  ગામે
માધ્યમિક શિક્ષણ  મેળવ્યું છે  ભાઈ  પેટલાદ  મુકામે 
                                ઉચ્ચ શિક્ષણ માટે દીધો છે ડંકો,
                                વિલાયત   જવાનો નિર્ધાર પાકો.
બેરિસ્ટર બની ને જબરી  એમણે તો  કરી છે વકીલાત,
હિન્દુસ્તાન આવી  ગરીબોના બેલી બન્યા છે સાક્ષાત.
                                 ગાંધી બાપુ  કેરા  સંપર્કે  આવ્યા
                                પરદેશી  પોશાક ને પણ   તાગ્યા
બોરસદમાં જજિયા વેરો   ખેડામાં પ્લેગની મહામારી
લડતો માંડી સરકાર સામે  સેવાના  બન્યા ભેખધારી .
                                 દાંડી યાત્રામાં જ ચેતના જગાવી
                                 રાસમાં  વલ્લભ વડે ધૂણી ધખાવી.
ખેડૂતોના મહેસુલ વધારી ઘર જમીનની  જપ્તી ચલાવી
સરદાર પોકારે  બારડોલી  જાગ્યું  સરકાર પણ  ડોલાવી.
                              માફ થયું મહેસુલને સરકાર ગઈ હારી
                              કેવી રંગત લાવી  સરદારની સરદારી.
હિન્દ છોડોની  લડત લડ્યા ગાંધી  સાથે ખભે ખભો મિલાવી,
રાત દિવસ પરવા ના કરી ને રહ્યા જેલમાં  દિવસો વિતાવી. 
                             આઝાદીની ઉષાએ ઉગ્યો  આનંદ ને ઉમંગ
                             પ્રજાએ  સહુને વધાવ્યા  સરદાર કેરા સંગ  .
છસો  રજવાડા એક જ કર્યાને  ગુથી છે ભારત ભાગ્યની માળા
આઝાદી મળી ભવ્ય ભારત ભૂમિને અંગ્રેજોએ ભર્યા  છે ઉચાળા
                               એકતા અખંડીતત્તા  કેરી  હાંક જ  વાગી
                                જુનાગઢ  જાગ્યું ને  હૈદરાબાદ ગયું હાલી.
અમુલ કેરો મંત્ર જ આપ્યો ને પોલસનને  કર્યો  છે પડકાર
શ્વેત ક્રાંતિ  કેરા બીજ  રોપ્યા ને ખેડૂતોને કર્યા ખબરદાર
                               ગરીબ જનતાનો બન્યા સાચા હમદર્દી
                               જગમાં ગાજી સાચા જન સેવકની કીર્તિ
સોમનાથ   મંદિરે કરી અડગ  પ્રતિજ્ઞા  જીર્ણોધ્ધાર  કેરી
શુરવીર સરદારે  એક  અંજલી જળ લઇ  કરી એને  પૂરી
                               કાશ્મીર કેરું કોકડું  આજે પણ  ગુંચાવે
                              વારે ઘડીએ સરદાર કેરી યાદ  અપાવે
રાજઘાટ શાંતિઘાટ  વિજયઘાટ  ને ઘાટ ઘાટ  કેરી  હારમાળા
એકતાના પ્રહરી સરદાર કેરી જપે ભારતીય જન જન મનમાળા
                              કદી ના વિસરાશે અમ સરદાર પ્યારા.
                              જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.
====================================================================

સ્વપ્ન જેસરવાકર   

દિપાવલીની શુભકામના…નવા વરસનાં વધામણાં…. કાવ્ય


 
દિપાવલીની શુભકામના…નવા વરસનાં વધામણાં…. કાવ્ય
==============================================================
ગુજરાતી બ્લોગ જગતના વડીલો, મિત્રો, વહાલા બહેનો, વાચક
મિત્રો તેમજ જગતભરના ગુણીજનોને સંવત ૨૦૭૧  વર્ષના………
……………………..નુતન વર્ષાભિનંદન………………………………………..
Govindbhai%20Patel-USA[2]
           
રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
 =================================================
 આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને 
બેહજાર ઇકોતેરનાં વધામણાં કરી (૨)  નવા વરસને  વધાવો નેઆવ્યો.

 વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ

ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ

કાળી ચૌદશે  હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો નેઆવ્યો.

ઉલ્હાસ ઉમંગના પર્વનું  તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ

સુંવાળી મઠિયાં  મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ

અંતરમાં તો દિવડાને પ્રગટાવી (૨)શુભ દિપાવલીને વધાવો ને આવ્યો.
લાંચ નહિ લઇએ નહિ આપીએ એનો સંકલ્પ કરીને શપથ લઇએ
ગંદકી નહિ કરીયે ને કરે તેને રોકીને સ્વચ્છતાનો સંકલ્પ  ધરીએ
ભષ્ટાચાર કેરા ભોરિંગ નાથીને (૨)એક ટેક નેક ભારત બનાવો ને ...આવ્યો
મા ગરવી ગુજરાતના તો આપણે સહુ બાળક  છઈએ 
ગરવા ગુંણલા ગાઈને ગુજરાતી ભાષાનું જતન કરીએ
નરસિંહ નર્મદ મીરાં મેઘાણીજીના (૨) વારસાને તમે તો  વધારો નેઆવ્યો.
વૈષ્ણવજન તો તેને જ રે કહીએ  જે પીડ પરાઈ જાણે રે
ગુજરાતી દેશ વિદેશે વસી  ગરવા ગુજરાતને ગજાવે  રે 
 ભાષા વિકાસ કેરી પરબો જ માંડી (૨) ગરવી ગુજરાત સંસ્કૃતિ ઉજાળો નેઆવ્યો.
==========================================================
સ્વપ્ન જેસરવાકર

શ્રી પ્રજ્ઞાજુબહેન વ્યાસને જન્મ દિન વધામાણાં…કાવ્ય


શ્રી પ્રજ્ઞાજુબહેન વ્યાસને જન્મ દિન વધામાણાં…કાવ્ય

=============================================================

pragnaju vyas

મિત્રો આજે ૧૧ ઓકટોબરના રોજ…………………..

આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેનના  જન્મ દિને સર્વે

બ્લોગ મિત્રો તરફથી ખોબલા ભરીને શુભેચ્છા.

75 birthdayflower's=============================================================

(રાગ= ક્યા ખુબ લગતી હો બડી સુંદર દિખતી હો..ફિલ્મ- ધર્માત્મા)
(રાગ= મા અંબા આવે છે જગદંબા આવે છે.…ગરબો)

===========================================================

ઘેઘુર વડલો ઘમકે ને સાહિત્યરસનો થાળ ચમકે છે

હે અવનવી કૃતિઓથી નિરવ રવેના ભાવો ઝબકે છે

હાલોને બ્લોગ જગતે માણીએ…હો માણીએ

સાહિત્ય કેરી વાતોને જાણીએ…હો જાણીએ

ગીત ગઝલને લેખોની  શ્રેણીઓ પ્રગટે છે…નિરવ રવેના ભાવો ઝબકે છે.

સહુ બ્લોગરને આશિર્વાદ દેતાં..હો આશિર્વાદ દેતાં

એ બ્લોગર કેરે હૈયે વસી જતાં..હો હૈયે વસી જતાં.

બ્લોગે બ્લોગે પ્રતિભાવ એમનો છલકે છે…નિરવ રવેના ભાવો ઝબકે છે.

આવ્યું છે આજે  જન્મ દિન તણું  ટાણું .. હો દિનતણું  ટાણું.

સ્વપ્ન ઝુમીને ગાય છે એમનું  ગાણું..હો ગાય એમનું ગાણું.

બ્લોગરો ખોબલા ભરી શુભેચ્છાએ વધાવે છે…નિરવ રવેના ભાવો ઝબકે છે.

=====================================================================

સ્વપ્ન જેસરવાકર

સતભામાંજી નું રુસણું…(ભજન..રાસ)


સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )

=============================================

Posts

પરાર્થે સમર્પણ

OCTOBR – 6  – 2014

raslilaa krushna

બ્લોગર મિત્રો તેમજ વાંચકોને શરદ પુર્ણિમાની શુભ કામના.

 

આજના શુભ અવસરે ” પરાર્થે સમર્પણ “ ના આંગણિયે

  ૫૦૦ મી કૃતિ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

 ============================================================================

રમવાને આવો રે સતભામાં સુંદરી 

શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..

કામણગારી  કામણથી નયનો ભરી

રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..

રમવાને  હું શું આવું  શ્રી હરિ

જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…

સપનામાં સુખેય ના દીઠું જરી

પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…

ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે

તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..

મારા માનીતા  આ શું  બોલો તમે

ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…

પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી

દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..

નથી જ મળ્યું  પદ મને પટરાણી તણું

તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…

મનાવવા સતભામા ને   સ્વર્ગે ગયા

લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..

લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી

રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…

=============================================================

રચયિતા— અજ્ઞાત .

સંકલન–સ્વપ્ન જેસરવાકર