સતભામાંજી નું રુસણું…(ભજન..રાસ)


સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )

=============================================

Posts

પરાર્થે સમર્પણ

OCTOBR – 6  – 2014

raslilaa krushna

બ્લોગર મિત્રો તેમજ વાંચકોને શરદ પુર્ણિમાની શુભ કામના.

 

આજના શુભ અવસરે ” પરાર્થે સમર્પણ “ ના આંગણિયે

  ૫૦૦ મી કૃતિ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

 ============================================================================

રમવાને આવો રે સતભામાં સુંદરી 

શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..

કામણગારી  કામણથી નયનો ભરી

રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..

રમવાને  હું શું આવું  શ્રી હરિ

જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…

સપનામાં સુખેય ના દીઠું જરી

પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…

ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે

તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..

મારા માનીતા  આ શું  બોલો તમે

ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…

પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી

દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..

નથી જ મળ્યું  પદ મને પટરાણી તણું

તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…

મનાવવા સતભામા ને   સ્વર્ગે ગયા

લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..

લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી

રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…

=============================================================

રચયિતા— અજ્ઞાત .

સંકલન–સ્વપ્ન જેસરવાકર

4 thoughts on “સતભામાંજી નું રુસણું…(ભજન..રાસ)

  1. પ્રિય ગોવિંદભાઈ
    તમે હદ કરી 500 કવિતાઓ બનાવી , તમને મારા તરફથી 501 વાર ધન્યવાદ
    અને દિવાળી નવા વરસના અભિનંદન ખુબજ પ્રગતી કરતા રહો પરમેશ્વર તમને સાથ આપતો રહેશે . આતા ના પગમાં શક્તિ આવી। સત્યભામાનું રૂસણું રાસ વાંચીને દાંડિયા રસ લેવાનું મન થઇ ગયું .

    Like

  2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    સૌ પ્રથમ 500 મી રચના પ્રસિધ્ધિ બદલ કોટિ કોટો અભિનંદન.

    હવે બોર્ડની પરીક્ષા પુરી નવરાશ મળી.

    ” અંતે ડૉ કિશોર પટેલના પરિવાર તરફથી આપના પરિવારને તથા શ્રી. ચિમનભાઈના પરિવારને દિપાવલિની અનેક શુભકામનાઓ

    Like

  3. શરદ પુર્ણિમાની શુભ કામના.

    ૫૦૦ મી કૃતિ ના અભિનંદન

    યાદ
    આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
    રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.

    શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
    રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.

    રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
    આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.

    થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
    નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
    રૂઠયા રાધાજી મનાવ્યા ….

    ======================================================

    Liked by 1 person

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

      રાધજીનાં રુસણાનું નરસિંહ મહેતાનું લોક્પ્રિય ભજન માણવાની મઝા આવી

      આપના આશિર્વાદ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.