સ્વચ્છતા અભિયાનમાં લાગોને…કાવ્ય


સ્વચ્છતા અભિયાનમાં લાગોને...કાવ્ય
==========================================================
સ્વચ્છતા અભિયાન
 
(રાગ= ચાંદીકી દિવાર ના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા— ફિલ્મ વિશ્વાસ )
 
આવ્યો છે અવસરિયો રુડો સ્વચ્છતા અભિયાનમાં લાગોને
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ પુજ્ય બાપુના આદર્શને ઉજાળોને...આવ્યો છે અવસરિયો.
જગદંબા જગ જનનીના આપણ સહુ બાળક છઇએ
ગૌરવંતી ગુજરાતના આપણ સહુ જન જન છઇએ
ગરવા ગુજરાતીનો સાદ સુણી (૨)એના ગોરવને વધારોને આવ્યો છે અવસરિયો.
ગામ કેરી ગલીયો ગલીયો સાફ કરીને સફાઇ કરીએ
શહેર કેરી શેરીયોને કચરા ગંદકીથી નિર્મુળ જ કરીએ
નવ નવ જન કેરો નાદ ગજાવી (૨)સફાઇ સંકલ્પ લેવડાવોને…આવ્યો છે અવસરિયો.
રસ્તાઓ વાળી ઝુડી સ્વચ્છતા અભિયાન સાર્થક કરીએ
દેશમાંથી ગંદકીને દુર કરી આરોગ્યના પથદર્શક બનીએ
‘સ્વપ્ન’સજાવી નરેન્દ્રભાઇનું (૨) સમગ્ર ભારતને ચમકાવોને… આવ્યો છે અવસરિયો.
 
==============================================================
 સ્વપ્ન જેસરવાકર (લોસ એન્જલસ..અમેરિકા)
============================================
સ્વચ્છતા અભિયાન શપથ પત્ર
===============================
 
હું સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)  શપથ લઉં છું કે ,
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફાઇ અભિયાનમાં હું અને મારું સમગ્ર કુટુંબ
તન મન અને ધનથી જોડાઇ જઇએ છીએ.
“હાલ અમે અમેરિકામાં છીએ પણ જ્યારે જ્યારે ભારત ભુમિમાં વતનમાં આવીશું ત્યારે એક
આખો દિવસ વતન ( મુ-જેસરવા તા- પેટલાદ જિલ્લો – આણંદ )તેમજ આજુબાજુના વિસ્તારની
સફાઇ માટે અવશ્ય જોડાઇશું .”
હું ગંદકી નહિ કરું તેમજ કોઇને કરવા નહિ દઉં એ સુત્ર અનુસાર પરદેશમાં રહીને પણ
ગ્રામજનો તેમજ યુવાનોને ફોન અને ઇમેઇલ દ્વારા સતત સંપર્કમાં રહી યુવાનોને પ્રોત્સાહિત
કરતા રહીશું તેમજ દર વર્ષે $ ૨૫૦ (ડોલર) અંદાજે ૧૫૦૦૦ રુપિયા ગ્રામ પંચાયતને મદદ
કરી તેમાંથી ઝાડુ સાવરણા પાવડા તગારાં જેવી સફાઇ માટે જરુરી સાધન સામગ્રી ખરીદી
આપવા સતત પ્રયત્નશીલ રહીશ.
આપના સફાઇ અભ્યાનમાં પરદેશમાં વસતા ભારતીય નાગરિકો પોતાના વતન રાજ્ય 
દેશને યેનકેન પ્રકારે મદદરુપ બને એવી ઝુંબેશ ચલાવવા સતત પ્રયત્નશીલ રહીશ.

 

 સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

જો આપ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ યોગદાન આપવા ઇચ્છતા હોય તો

નીચે જણાવેલ ઇ મેઇલ એડ્રેસ પર આપનો “સ્વચ્છતા અભિયાન શપથ પત્ર”

મોકલી આપશો. જેને પ્રિન્ટ કરીને માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને

મોકલી આપવામાં આવશે..>>>> સ્વચ્છતા અભિયાનમાં તન મન ધનથી જોડાવ.

swapnajesarvakar@yahoo.com

 
SWAPNAJESARVAKAR (GOVIND PATEL)
1013 S. ATLANTIC DRIVE
COMPTON , CALIFORNIA 90221
U.S.A

PHON- 310-844-7775

Advertisements

9 thoughts on “સ્વચ્છતા અભિયાનમાં લાગોને…કાવ્ય

 1. શ્રી ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન)

  જય વતન

  મનથી જોડાઈ ગયા છીએ..તેના સ્પંદનો વતનની વાટે લહેરાવાની તકો ઝડપીશું જ ..આપ ના આ અભિયાનના સાથી તરીકે જોડાતાં ખૂબ જ આનંદ થાય છે. પી.એમ. શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ મંગલ અભિયાન એ નિરોગી ભારતનું પ્રથમ સોપાન છે…આવો આ રાહે સ્વચ્છતાની આંધી પ્રગટાવીએ..

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. Suresh Jani

  To
  me

  ..
  Today at 12:44 PM

  “હાલ અમે અમેરિકામાં છીએ પણ જ્યારે જ્યારે ભારત ભુમિમાં વતનમાં આવીશું ત્યારે એક
  આખો દિવસ વતન ( મુ-જેસરવા તા- પેટલાદ જિલ્લો – આણંદ )તેમજ આજુબાજુના વિસ્તારની
  સફાઇ માટે અવશ્ય જોડાઇશું .


  ગજબના શપથ . હાર્દિક અભિનંદન.

  Like

 3. Patel, Jyoti
  To
  me
  Today at 9:47 AM

  Hello Fuva,

  This is a great cause. I don’t know much about this. Do you know if they are planning to have education classes about સ્વચ્છતા and health benefits? And also to have system like US where someone collects trash weekly or monthly?

  Just curious!

  Best Regards,

  Jyoti

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s