Monthly Archives: ડિસેમ્બર 2014

૨૦૧૪નાં પરાર્થે સમર્પણનાં લેખાં જોખાં


The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

૨૦૧૪નાં પરાર્થે સમર્પણનાં લેખાં જોખાં

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 56,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 21 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

મળવા જેવા માનવી-શ્રી અરવિંદ અડાલજા…શ્રી.પી.કે.દાવડા


 

 મળવા જેવા અનેરા માનવી- શ્રી અરવિંદ અડાલજા…શ્રી.પી.કે.દાવડા

===============================================================

ARAVIND ADALAJAA

અરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર

મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી

બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી.

પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો

કરી મળતી આવકમાંથી કુટુંબનો  નિભાવ થતો.

અરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું

શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSC પરીક્ષા પાસ કરી.

SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી,

૧૯૬૦ માં  અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર(Political Science) માં B.A. ની ડીગ્રી

મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની

સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ

થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો.

અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો

પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો

ઘડતા શીખવ્યો.”

B.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં

અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી

થોડી રાહત મળી.વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે

બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ

કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું,

“WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા

કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.

૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંત સાદાઈ પુર્વક થયા.

આદંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ. ૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા

દાંપત્યજીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦ માં કેન્સરની બિમારીથી અવસાન થયું.

અરવિંદભાઈ કલ્પનાબહેન વિષે કહે છે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ

સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી,

સાસરવાસમાં એક અત્યંત સમજદાર,કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”

clip_image004

અરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના

સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું

અવસાન થતાં બહેન અને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર

આવી પડી. આ સમયે તેઓજૂનાગઢમાં હતા.આમ એમના કુટુંબના છ અને બહેનના

કુટુંબના પાંચ મળી ૧૧ વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની

પત્ની કલ્પનાબેને  સિંહનો ફાળો આપ્યો.

એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ,

કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર

ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા,

ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ

સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને

એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને

પોતાના પગ ઉપર ઉભા કરી તેમનો સંસાર વસાવી આપ્યો.સંસાર ચલાવવાની

તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ”

બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”

અરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના

જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના

ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો

સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી,

એમણે સાદાઈથી લગ્ન કર્યા છે.ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું

જીવન વ્યતિત કરે છે.

અરવિંદભાઈ અંધ શ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી, શુકન-અપશુકન

વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે,

“આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી,

સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે.”

“પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ

પ્રેમથી વાપરે છે, અને ઉનાળાનાચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા

-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.”

” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની

હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને

ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશી

કયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી

કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે.

આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને

મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા

કોશિશ કરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ -પ્રતિષ્ઠા

કરવા છતાં ઇશ્વર આવે ખરો? “

આપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે.

જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય, સ્વર્ગ ના મળે

અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખાડી લાગણીઓનું

બ્લેકમેલીંગ કરવામાં આવે છે,આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ

એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી,

સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.

આજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર

હોવા છતાં,એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે.

એમના બ્લોગ

પોતાના વિચારો કોઈપણ જાતનાઆડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે.
એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.

==========================================================================

આલેખન==શ્રી. પી.કે. દાવડા

ક્રિસમસ શુભકામના સંદેશ ………


              ક્રિસમસ શુભકામના સંદેશ

===================================================================

જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને  નાતાલની શુભેચ્છા.

MERRY   CHRISTMAS   &      HAPPY HOLIDAY ……………….

ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા, દ્વેષની બાદબાકી

========================================

 ક્રિસમસ એટલે>>>>>>>>>>>>>>>>

 ક્રીસ – (  ક્રિશ્ના સાથે) મસ-  (મહમદ સાથે) સર્વેને. ( સર્વ ધર્મ સમભાવ )
=======================================================================
 X-MAS 
  X –(એક્સ એટલે બધા )  –  (માનવ )  A – (આવે )  S- (સાથે )
==============================================================
CHRISTMAS  
 C (ચાલો)  H (હવે)  R(રહીએ) I (ઈશ્વર) S (સાથે ) T (ત્યાં)  M મારું) A (અને) S (સર્વેનું.)
================================================================================
નાતાલ   એટલે >>>>>>>>>>>
  ના-   નામ   તા- તારું   લ – લઉં
=============================================================================
ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા
 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
=============================================================================
સ્વપ્ન જેસરવાકર    

મળવા જેવા માણસ….આદરણીય વડિલ શ્રી કેપ્ટન નરેન્દ્રજી….શ્રી પી. કે. દાવડા


મિત્રો,
આજના મળવા જેવા માણસ છે પાકિસ્તાન સામે બે યુધ્ધમાં લડી ચૂકેલા કેપ્ટન નરેન્દ્ર ફણસે.
તમે તમારા બ્લોગમાં આ પરિચય સમાવી એમનો સત્કાર કરી શકો છો.
 

 =====================================================================

મળવાજેવામાણસ૩૭ ...કેપ્ટન નરેન્દ્ર ફણસે

(કેપ્ટન નરેન્દ્ર ફણસે)

“તુમ્સે હી ઇસ વતનકી  જાન હે

તુમસે હી ઇસ વતનકા ઇમાન હે

જહાં તુઅસે હી ફુલ ખિલતેં હે દોસ્તો

ઉસી સર જમીંકા નામ હિન્દુસ્તાન હે “

આદરણીય વડિલ શ્રી કેપ્ટન નરેન્દ્રજીકો હમારા લાખોં સલામ.

======================================================

 નરેન્દ્રભાઈનો જન્મ૧૯૩૪માંવડોદરામાં એકસમ્પન્ન પરિવારમાં થયો હતો.

પિતાએ મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો. માતાનો જન્મ એક

જમીનદાર કુટુંબમાં થયો હતો.

તે સમયે સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા દર્શાવવામાં આવતી હોવાથી માતાનું

શિક્ષણ કેવળ ચોથા ધોરણ સુધી થયું

 નરેન્દ્રભાઈની  ઉમ્મરમાત્ર નવ વર્ષની હતી ત્યારે એમના પિતાનું અવસાન થયું.

પરિસ્થિતિમાં એવો બદલાવ આવ્યો, રહેવા માટે ફક્ત શહેરમાં એક ઘર રહી ગયું.

આજીવીકાનું અન્ય કોઈ સાધન હોવાથી માતા શહેરનું ઘર ભાડે આપી ગામમાં

રહેવા ગયા. ભાડાની અલ્પ આવકમાં પણ માતાએ આત્મનિર્ભરતા અને ગૌરવપૂર્ણ

રીતે ચાર સંતાનોને ઉછેર્યાનરેન્દ્ર તેમાં સૌથી મોટોમાત્ર ૫૫ વર્ષની  ઉમ્મરે

માતાનું પણ અવસાન થયું.

 નરેન્દ્રભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ સૌરાષ્ટ્રના અને  બનાસકાંઠાના અલગ અલગ

શહેરોમાં થયો. તે માત્ર સાત વર્ષના હતા ત્યારે એમના અપહરણનો એક નિષ્ફળ પ્રયત્ન

થયો હતો. એમના નોકરે એમને રાજકોટથી મુંબઈ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો,

પણ પિતાના એક મિત્ર પોલીસ અમલદાર હોવાથી, તાત્કાલીક કારવાઈ કરી નરેન્દ્રભાઈને

સુરેન્દ્રનગરથી બચાવી લેવામાં આવ્યા.

 માધ્યમિક શાળાનો અભ્યાસ એક વર્ષ ભાવનગર અને વર્ષ અમદાવાદમાં થયો.

૧૯૫૧માં ૧૬ વર્ષની વયે એમણે  SSC ની પરિક્ષા પસાર કરી. માધ્યમિક શાળાના

અભ્યાસ દરમ્યાન એમને તેમના એક શિક્ષકે વર્ગમાં લપડાક મારી હતી. અપમાન

સહન થતાં એમણે એજ્યુકેશન ઈન્સપેકટર પાસે ફરિયાદ કરી ને ન્યાય મેળવ્યો હતો.

આમ અન્યાય સામે લડી લેવાની વૃતિ એમણે નાનપણથી કેળવેલી. સમયગાળામાં

એમણે શ્રી અરૂણકાન્ત દિવેટિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યમાં રસ કેળવ્યો.

 SSC બાદએમણે ભાવનગરની મંગળદાસ જેશીંગભાઈ કોલેજ ઓફ કોમર્સમાંથી ૧૯૫૮માં

B.Com. ની ડીગ્રી મેળવી. અભ્યાસક્રમ દરમ્યાન સંજોગોવશાત ૧૯૫૫ થી ૧૯૫૭

સુધી અભ્યાસમાં રૂકાવટ પેદા થયેલી. કોલેજના અભ્યાસ દરમ્યાન એમને શ્રી વિજયરાય

 વૈદ્યપાસેથી ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો હતો.

 .Com. ની ડિગ્રી મેળવ્યા પછી, ૧૯૬૩ સુધી નરેન્દ્રભાઈએ L.I.C. ના એકાઉન્ટસ

અને ક્લેઈમ્સ વિભાગમાં નોકરી કરી.

 

 (કેપ્ટન નરેન્દ્ર ફણસે)army

“૧૯૬૨ના ચીન સાથેના યુધ્ધમાં ભારતની હાર થતાં દેશના યુવાનોમાં સૈન્યમાંજોડાઇ દુશ્મન

સામે લડવાનો જુવાળ આવ્યો હતો. સરકારે ગાળા દરમ્યાનઈમરજ્ન્સી કમીશન્ડ

ઓફીસરોની ભરતી શરૂ કરી, જેમાં નરેન્દ્રભાઈની પસંદગી થઈ.મહિના પૂનામાં જેન્ટલમન

કૅડેટની ટ્રેનિંગ પૂરી કરી નરેન્દ્રભાઈ સેકન્ડ લેફ્ટેનન્ટતરીકે રેગ્યુલર આર્મીમાં જોડાઈ ગયા.

આર્મીમાં જોડાવા માટેની પ્રેરણા એમને એમની માતાએ આપેલી.૧૯૬૫માં પાકિસ્તાન

સાથેના યુધ્ધમાં એમને મોખરાની હરોળમાં ઠેઠ સિયાલકોટસુધી લડવાનો મોકો મળ્યો.

ભારતે યુધ્ધમાં શાનદાર વિજય મેળવ્યો હતો.”

“૧૯૬૭ના વર્ષમાં તેમની નિમણૂંક કૅપ્ટન તરીકે થઈ. ૧૯૬૮માં તેઓ બોર્ડર સિક્યુરીટી
ફોર્સમાં કેપ્ટનના સમકક્ષ હોદ્દા સાથે જોડાયા. અ હીપણ એમને ૧૯૭૧ના પાકિસ્તાન
સાથેના યુધ્ધમાં પંજાબમાં મોખરાના મોરચે લડવાનો મોકો મળેલો, અને એમણે
દાખવેલા શૌર્ય બદલ એમને  રાષ્ટ્રપતિ દ્વારા ગેલેન્ટ્રી એવોર્ડ આપવામાં આવ્યો.”
એમણે એમના બન્ને યુધ્ધના અનુભવો પોતાના પુસ્તકજિપ્સીનીડાયરીમાં
લખ્યાછે. અમદાવાદના ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત પુસ્તક ખરેખર
વાંચવા લાયક છે.  
નરેન્દ્રભાઈના લગ્ન૧૯૬૫માં ટાન્ઝાનિયાના અનુરાધાબહેન સાથે થયા હતા.

એક arranged marriage હતા. ૧૯૬૫માં એમની દિકરી કાશ્મીરાનો જન્મ થયો

અને૧૯૭૦માં એમના દિકરા રાજેન્દ્રનો જન્મ થયો હતો.

૧૯૭૬માં કેપ્ટન નરેન્દ્ર સૈન્યમાંથી રાજીનામું આપી, એમના કુટુંબને લઈને  કાયમી

વસવાટ માટે લંડનગયા. રાજીનામું ના મંજૂર થવાથી કેપ્ટન નરેન્દ્રને ત્રણ મહિનામાં

ભારત પાછા ફરવું પડ્યું. એમનું કુટુંબ  લંડનમાં જ રોકાયું.

પાંચ વર્ષ સુધી અનુરાધાબહેને લંડનમાં નોકરી કરી અને બે બાળકોને ઉછેર્યા.

 ૧૯૮૧માં કેપ્ટનનરેન્દ્ર સેનામાંથી નિવૃતિ લઈ લંડન આવ્યા.

લંડનમાં નોકરી દરમ્યાન ૯૮૭માં લંડનની એકબરો કાઉન્સીલના સમાજસેવા

વિભાગે ચાલુ પગારે બે વર્ષનો ફૂલટાઈમ પોસ્ટ ગ્રૅજ્યુએટ કોર્સ કરવા મોકલ્યા.

લંડનની સાઉથ બેંક યુનિવર્સિટીમાંથી તેમણે સોશ્યલ સાયન્સીઝમાં પોસ્ટગ્રેજ્યુએટ

ડિપ્લોમા મેળવ્યો.

 લંડનના રહેવાસ દરમ્યાન અંડર ગ્રાઉન્ડ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ગુજરાતી લેખનની

પ્રવૃતિ ફરી શરૂ કરી અને એમના લખાણ અખંડ આનંદમાંકૅપ્ટનનરેન્દ્રના તખલ્લુસથી

પ્રગટ થવા માંડ્યા . આમ તો એમનો સૌથી પહેલો લેખ૧૯૫૭માં સ્વ. ચાંપશીભાઈ ઉદેશીના

નવચેતનમાં છપાયો હતો અને ત્યાર પછી ૧૯૭૯માં જનસત્તાની રવિવારનીઆવૃત્તિમાં

નરેન્દ્રના તખલ્લુસથી અવાર નવાર લેખ છપાતા

જોકે લેખનની ખરી કસોટી સ્વ. આચાર્ય શ્રી દિલાવરસિંહજી જાડેજાની રાહબરી નીચે

નીકળતાઅખંડ આનંદમાં થઈ.

તેમાં લગભગ દસેક જેટલા લેખ અ નેએક એકાંકિ નાટકપ્રસિદ્ધ થયાં,

જેમને ઘણો સારો આવકાર મળ્યો હતો.

લંડનના રોકાણ દરમ્યાન એમણે ૧૯૮૫માં  લંડનમાં રહેતા ભારતીય અંધજનો

માટે બોલતું અખબારકિરણ’, મૂળ કેન્યાનાં કલ્પનાબહેન પટેલની સાથે શરૂ કર્યું.

આજે પણ અખબારની ડિજીટલ આવૃત્તિ લગભગ ચારસો દૃષ્ટીની ક્ષતિ ધરાવતા

શ્રોતાઓને દઅઠવાડિયે  મોકલવામાં આવેછે.

નરેન્દ્ર્ભાઈના બન્ને બાળકો બ્રિટનમાં અભ્યાસ પુરો કરી, આગળની કારકીર્દી

માટે અમેરિકા આવી ગયા.

૨૦૦૦માં  નરેન્દ્રભાઈ અને એમના પત્ની પણ કાયમી વસવાટ માટે અમેરિકા

આવી ગયા. અમેરિકામાં એમની સાહિત્ય પ્રવૃતિ ચાલુ રહી.

૨૦૦૮માં એમણે જિપ્સીની ડાયરી નામે બ્લોગ શરૂ કર્યો.

તમે www.captnarendra.blogspot.com લીંક વાપરી બ્લોગની મુલાકાત લઈ શકો છો.

 નરેન્દ્રભાઈના ઘડતરમાં એમની માતાનું યોગદાન અતિશય મહત્વનું છે.

લખતી વખતે, શિવાજી મહારાજનું વીર માતા જીજાબાઈએ કરેલું  ઘડતર યાદ

આવી જાય છે.”

આ માતૃ ૠણ ચૂકવવા નરેન્દ્રભાઈએબાઈ” (મા) નામે એક પુસ્તક લખ્યું છે,

જે મૂળ એમની માતાએ મરાઠીમાં લખેલ ડાયરીનો અનુવાદ છે.

 નરેન્દ્રભાઇ કહે છે, મહાભારતમાં કર્ણનું વાક્ય: दैवायत्तंकुलेजन्ममदायत्तंतुपौरूषम्

“‘કયા કુળમાં જન્મ આપવો તે દૈવને આધિન છે; પરંતુ પુરુષાર્થ તો મારે આધિન છે”

તેમને બહુ ગમે છે.” ઉપરાંત ભાવનગર રાજ્યનો motto – ‘મનુષ્યયત્ન,

ઈશ્વરકૃપાકથનપણ એમને ખૂબ પ્રિય છે.”

 આમ તો જીપ્સીનો પ્રવાસ હજી ચાલુ છે.

 અંતમાં કેપ્ટન નરેન્દ્રફણસેને એક મિલીટરી ઢબની સલામ કરી લેખ પૂરો કરૂં છું.

 ==================================================================================

આલેખન==શ્રી પી. કે. દાવડા

ડૉ.શ્રી ચિંતન વૈષ્ણવ …આધુનિક યુગના દાર્શનિક…લેખ..શ્રી પી.કે.દાવડા


ડૉ.શ્રી ચિંતન વૈષ્ણવ …આધુનિક યુગના દાર્શનિક…લેખ..શ્રી પી.કે.દાવડા

ડૉ. શ્રી ચિંતનભાઈ વૈષ્ણવ….આધુનિક યુગના દાર્શનિક…લેખ..શ્રી પી.કે.દાવડા

  એક ઉમદા વિચાર વૈભવથી પાંગરતી પ્રતિભા, સાચે જ સમાજમાં એક ચેતના લાવે છે.

ભારતીય સંસ્કૃતિની માનસ ઘડવાની તાકાત થકી, સૌને ચીંતન કરવા પ્રેરે એવા વ્યક્તિત્ત્વનો

પરિચય, મળવા જેવા માણસની શ્રેણીમાં ,શ્રી દાવડા સાહેબના આભાર સાથે માણીએ..

સંકલન-રમેશ પટેલ(આકાશદીપ)

મળવા જેવા માણસ-૩૫ ….શ્રી ચિંતન વૈષ્ણવ

clip_image002 

ચિંતનભાઈનો જન્મ ૧૯૭૧ માં અમદાવાદમાં થયેલો. માતા-પિતા બન્ને

ડોકટર હોવાથી પૈસે-ટકે સુખી કુટુંબ ગણાતું. ચિંતનભાઈએ પ્રાથમિક અને

માધ્યમિક શાળાનો અભ્યાસ વડોદરાની એલેંબિક વિદ્યાલયમાં કરેલો અને

અહીંથી જ એમણે ૧૯૮૬ માં SSC અને ૧૯૮૮ માં HSC ની પરિક્ષાઓ પાસ

કરી. શાળામાં ચિંતનભાઈની ગણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં થતી, પણ એમનું

બારમા ધોરણમાં એમનું પરિણામ થોડું નબળું આવ્યું. આજે પાછું ફરીને જોતાં

એમને લાગે છે કે કદાચ બારમા ધોરણમા અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃતિઓમા

વધારે પડતો સમય આપવાથી આવું થયું હશે, દાખલા તરીકે એમણે ૧૯૮૭ માં

જ ક્લાસિકલ સંગીતમાં B.A. ની ડીગ્રી મેળવી લીધેલી.

 HSC માં ઓછા માર્કસ આવ્યા છતાં એમના માતા-પિતાએ ભવિષ્યનો વિચાર

કરી એમને બેંગ્લોરની R.V. કોલેજમાં Electronics and Communicationsના

કોર્સમા દાખલ કર્યા અને ૧૯૯૨ માં એમણે અહીંથી B.E. ની ડીગ્રી પ્રાપ્ત કરી.

આજે પણ ચિંતનભાઈ માને છે કે ઘરથી દૂર બેંગલોરમાં ગાળેલા આ ચાર વર્ષ

દરમ્યાન એમને જે ગુણીજનો અને વાતાવરણ મળ્યું કે તેણે જીવન વિષે

વિચારવાની એમની દ્રષ્ટી જ બદલી નાખી.

 બે વર્ષ ભારતમાં કામ કરી, ૧૯૯૪ માં ઉચ્ચ અભ્યાસ માટે ચિંતનભાઈ અમેરિકા

આવ્યા

અમેરિકામાં રહી એમણે ૧૯૯૬ માં M.S. in Electrical Engineering ની

ડીગ્રી મેળવી. ડીગ્રી મેળવ્યા બાદ એમણે Lucent Technologies-Bell Laboratories માં

નોકરી સ્વીકારી. મારો દિકરો ભાવેશ પણ આ જ કંપનીમાં કામ કરતો હતો.

ચિંતનભાઈ અને ભાવેશ મિત્રો બની ગયા હોવાથી, મારો ચિંતનભાઈ સાથે

આ સમય ગાળામાં પરિચય થયો. એ સમયે મારા અમેરિકામાં ટુંકા રોકાણ

દરમ્યાન જ હું ચિંતનભાઈની કેટલીક ખાસીયતોથી પ્રભાવિત થયો હતો.

એમની વાતચીતમાં ગંભીરતા, એમની મિત્રો પ્રત્યેની લાગણી, એમનો સંગીત

પ્રેમ અને એમની Brain Storming ની આદતે મારૂં ખાસ ધ્યાન દોરેલું.

clip_image004                      

જાન્યુઆરી ૨૦૦૦ માં ચિંતનભાઈના લગ્ન હેતલ બુચ નામની ગુજરાતી યુવતી

સાથે થયા. આજે ચૌદ વરસ પછી ચિંતભાઈ કહે છે કે મારા જીવનમાં મળેલી

અતિ પ્રેમાળ અને લાગણીશીલ વ્યક્તિઓમાં હેતલ મોખરે છે. લગ્નબાદ અમેરિકા

આવ્યા પછી તરત જ હેતલબેને પણ વધારે ભણવાનું શરૂ કરી દીધું અને Computer

વિષયક M.S. ડીગ્રી મેળવી લીધી.. હાલમાં આ દંપતી પોતાની સાડાચાર વર્ષની

પુત્રી સાન્વીના ઘડતરમાં ફાળો આપી રહ્યા છે.

clip_image006            

રીસર્ચ-ક્ષેત્રે અગ્રેસર એવી Bell Laboratory માં નોકરી કરવા છતાં પણ એક

વાત ચિંતનભાઈને વારંવાર ખટકતી કે, ટેકનોલોજીમાં એટલી પ્રગતિ પછી પણ

ગરીબી અને ભૂખમરા જેવી મૂળભૂત સમસ્યાઓનો હલ આપણે શામાટે લાવી શક્યા નથી?

થોડા વિચાર પછી તેમને એમ સમજાયું કે આ પ્રશ્નનો જવાબ આપવા તેમણે

engineering ઉપરાંત વિષયો સમજવા પડશે। આથી, 2003 માં આ

સારા પગારની નોકરી છોડી એમણે 2005 સુધી SM in Technology

and  Policy નો અભ્યાસ કર્યો અને 2005 થી 2009 સુધી Technology,

Policy, and  Management નો અભ્યાસ કરી Ph.D ની ડીગ્રી પ્રાપ્ત કરી.

આ જ્ઞાન પ્રાપ્તિ યજ્ઞ દરમ્યાન પાંચ વર્ષ માટે ઘર ચલાવવા એમને અને એમની

પત્નીને MIT ની Under Graduate Students Hostel ના વોર્ડન તરીકે

કામ કરવું પડેલું. આ પરિસ્થિતીને પણ Positive દ્ર્સ્ટીથી જોતાં ચિંતનભાઈ કહે છે,

“આ કામ કરતાં કરતાં મને યુવા માનસમાં ડોકિયું કરવાની તક મળી. મોટા ભાગના

ગોરા વિદ્યાર્થીઓથી ભરેલી આ MIT ની હોસ્ટેલના ઇતિહાસમાં, અમે પહેલા જ

અમેરિકામાં નહિં જન્મેલા, અને ગોરા નહિં એવા વોર્ડન હતા. પણ પ્રેમ અને

સમજદારીથી અમે વિદ્યાર્થીઓનો સારો એવો પ્રેમ સંપાદન કરેલો.”

 ચિંતન વૈશ્નવ MIT ની Sloan School  માં સીનીયર લેકચરર છે.તેમની રીસર્ચ

મહદઅંશે બે વિષયો ઉપર કેન્દ્રિત છે. મુખ્યત્વે, તેઓ આર્થિક અને સામાજિક ભીડમાં

જીવી રહેલ વિસ્તારોની સમસ્યાઓ માટે ટેક્નોલોજી અને વ્યવાસ્થાત્મક ઉપાયો

ઉપર શોધખોળ કરી રહ્યા છે.  તદોપરાંત, તેઓ ટેકનોલોજી માં આવતા ઝડપી

ફેરફારો ને કાર્યકરો, પ્રશાશકો અને નિયમનકારો કઈ રીતે સમજી શકે તેનો

અભ્યાસ કરી રહ્યા છે. તેમનું આ કામ ખેતીવાડી, ઈન્ટરનેટ અને ટેલીકોમ,

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, અને શહેરીકરણ ને સમજવામાં ફાળો આપી શકે તેમ છે.

ચિંતનભાઈ કહે છે કે તેમના કાર્યકાળ દરમ્યાન સૌથી યાદગાર પ્રસંગ એ રહ્યો છે

તેઓ MIT માં જે ક્લાસને ભણાવે છે તેમાં એક વાર રતન ટાટા આવેલા.

 ચિંતનભાઈની હાલની પ્રવૃતિઓ માત્ર બે વસ્તુઓ ઉપર કેંદ્રીત છે.

“(૧) શિક્ષણ આપવું, અને લોકોને પોતાનું જીવન સુધારવાની શક્તિ પ્રદાન

કરવા શોધખોળ કરવી. અને (૨) એમની આસપાસના લોકોને એમની શક્તિની

ચરમ સીમા સુધી પહોંચવામાં મદદરૂપ થવું. સ્કોલરશીપ અંગેની લોકોની મૂળભૂત

મુશ્કેલીઓનું સંકલન કરી સમાધાન શોધવા માટે પણ ચિંતનભાઈ કાર્યરત છે.

ચિંતનભાઈ માને છે કે રચનાશક્તિ નો ધ્યેય જનકલ્યાણ છે.”

ચિંતનભાઈ કહે છે એ ઈશ્વરનો આભાર માને છે કે ગાંધીજી સાથે નજીકનો સંબંધ

ધરાવતા એમના નાના શ્રી પ્રતાપરાય તુલજાપ્રસાદ છાયાએ એમને પ્રમાણિકતા

અને પરિશ્રમનું જે મહત્વ સમજાવેલું એનું એ પોતે કુતુહલ અને હિંમતથી

અનુસરણ કરવાની કોશીશમાં રહ્યા છે.

=================================================================

આલેખન શ્રી પી. કે. દાવડા સાહેબ

એકતા અખંડિતતાના શિલ્પીને શ્રધ્ધાંજલિ…કાવ્ય.


એકતા અખંડિતતાના શિલ્પીને શ્રધ્ધાંજલિ…કાવ્ય.

===========================================

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )

આજે ૧૫ ડિસેમ્બર એટલે એકતા અખંડિતતાના શિલ્પી

સરદારશ્રી વલ્લ્ભભાઇ પટેલની પુણ્યતિથી………

તો ચાલે આજે તેમનાં કાર્યો યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પીયે.

============================================

“સમરીયે આજ સરદારને જેમની પુણ્યતિથી છે આજ

 અખંડ હિન્દુસ્તાન કાજ રાજાઓનાં મુકાવ્યાં છે તાજ

 સાદાઇ સ્વાભિમાન ને એકતા કેરી જીવનમાં દેશદાઝ

 એકતા અખંડિતતાના શિલ્પીને સમરીયે સવાર સાંજ “

=============================================

સ્વપ્ન જેસરવાકર

મળવા જેવા માણસ… “શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ ”…શ્રી પી.કે દાવડાજી


મળવા જેવા માણસ “શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ ”…શ્રી પી.કે દાવડાજી
========================================
” કુરુક્ષેત્ર “….શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલ
==================================
યુદ્ધ કેરા મેદાનમાં થાય હાર જીતના જ લેખાં જોખાં

વૈચારિક  વિશ્વનીય મુદ્દાઓ મુલવે
ને કામ અનોખાં

જ્યાં નવી જર્સી પહેરી લોક ફરે ને ગજવે છે ગુજરાત

રાજાઓના સિંહ છે ને સત્ય વાત  કેરું પીરસે ઝવેરાત
====================================
સ્વપ્ન જેસરવાકર
bhupendra Raol-1
શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલ
શ્રી. ભૂપેન્દ્રસિંહ રાઓલનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૫૭માં મહેસાણા જિલ્લાના
વિજાપુર ગામમાં થયો હતો. એમનું વતનનું ગામ માણસા છે,
જે હાલ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. આઝાદી પહેલા માણસા ત્રીજા વર્ગનું
રજવાડું ગણાતું અને એના રાજકર્તા પાટણના સ્થાપક વનરાજ ચાવડાના વંશજો
હતા. આમ વનરાજ ચાવડાના સીધાવંશજ એવા ભૂપેન્દ્રસિંહ માણસા રાજવીના
ભાયાત ગણાય.
એમના દાદા શ્રી. મોતીસિંહજી જુના કડાણા સ્ટેટના દીવાન સાહેબ હતા,
જ્યારે પિતાશ્રી રતનસિંહજી વકીલ હતા અને વિજાપુરમાં વકીલાત કરતા.
માતા ત્રિકમકુંવરબા શાળાના શિક્ષણથી વંચિત હતા.
ભૂપેન્દ્રસિંહનો ઘોરણ ૧ થી ૪ સુધીનો અભ્યાસ નડિયાદની ન્યુ શોરોક 
પ્રાથમિક શાળામાં થયેલો. પાંચમાં ધોરણનો અભ્યાસ વિજાપુરની
પ્રાથમિક શાળામાં કરેલો. ધોરણ ૬ થી ૧૦ સુધીનો અભ્યાસ વિજાપુરની
આશ સેકન્ડરી હાઈસ્કૂલમાં થયો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી ધોરણ ૧ થી ૪
ફક્ત બે જ વર્ષમાં પાસ કરી નાખેલા અને ત્યાર પછી માધ્યમિક સ્કૂલમાં પણ
હંમેશાં ત્રીજો ચોથો નંબર આવતો. ગુજરાતી, ઇતિહાસ અને ભૂગોળ એમના
પ્રિય વિષય હતા. ૧૧ માં ધોરણમાં વડોદરાની એચ. જે. પરીખ હાઈસ્કૂલમાં હતા
, અને અહીંથી ૧૯૭૨ માં એમણે SSC ની પરીક્ષા પાસ કરી.
શાળાજીવનના સંભારણામાં તેઓ કહે છે:
 તમામ શિક્ષકો ખૂબ સારા મળેલા. પુરાણી સાહેબ નિસ્વાર્થભાવે સાર્વજનિક
અખાડામાં સવારે બોલાવી કુસ્તી અને દેશી વ્યાયામ શીખવતા. શાળા અભ્યાસ
દરમ્યાન ગુજરાતી પાઠ્યપુસ્તકમાં જે પાઠ આવે તેના લેખકનો પરિચય અને
એમના સર્જન કૃતિઓ વિષે માહિતી ટૂંકમાં અપાતી. હું તે લેખકના તમામ પુસ્તકો,
નવલકથાઓ,વાર્તા સંગ્રહો વિજાપુરની સાર્વજનિક લાઇબ્રેરીમાંથી લાવીને વાંચી
જતો.
આમ સૌથી પહેલા મેં ક.મા. મુનશી પછી ર.વ. દેસાઈ, ધૂમકેતુ, પન્નાલાલ પટેલ,
ઝવેરચંદ મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, ચુનીલાલ મડિયા, ગુણવંતરાય આચાર્ય 
જેવા અનેક નામી-અનામી સાહિત્યકારોને વાંચી નાખેલા.
આ બધું સાહિત્ય શાળા અભ્યાસ દરમ્યાન દસ ધોરણ સુધીમાં વાંચીને પૂરું કરેલું.” 
“અગિયારમાં ધોરણમાં હતો ત્યારે બરોડામાં બહુચરાજી રોડ પર આવેલા
રજનીશ સ્વરૂપમ ધ્યાન કેન્દ્રમાં બુધ અને શનિ-રવિ ઓશો રજનીશજીના
પ્રવચનોની કેસેટ મૂકતા, તે સાંભળવા જતો. આમ ઓશો રજનીશને
વાંચવાનું વ્યસન લાગેલું. ઓશોના લગભગ તમામ પુસ્તકો વાંચી નાખ્યા હશે.”   
ભૂપેન્દ્રસિંહ SSC  પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના
પ્રી-યુનિટમાં કૉમર્સ વિભાગમાં દાખલ થયા. અહીં જાણીતા સાહિત્યકાર
સુરેશ જોષી ગુજરાતીનો ક્લાસ લેતા. ત્યાર બાદ કૉમર્સ ફેકલ્ટીમાં દાખલ
થઈ B. Com. ની ડિગ્રી મેળવી. કૉલેજના આ વર્ષો દરમ્યાન એમનો
ઘણોખરો સમય હંસા મહેતા લાઇબ્રેરીમાં જતો.” 
તેઓ કહે છે કે, “મૂળ સાહિત્યનો જીવ એટલે કોઈ સારા સાહિત્યકાર
લેખકની કૃતિ હાથમાં આવી જાય તો એક બેઠકે પૂરી.”
Bhupendra Raol-2
(રજવાડી સાફા સાથે ભૂપેન્દ્રસિંહ)
B.Com. ની પરીક્ષા પસાર કરી ભૂપેન્દ્રસિંહ માતા-પિતા પાસે માણસા
પાછાં ફર્યા અને આઠ વર્ષ સુધી ઘરની ખેતી સંભાળી અને ક્રોસ બ્રીડ
ગાયોની પણ દેખરેખ કરી.
દરમ્યાનમાં ૧૯૮૨ માં એમના દક્ષાકુમારી સાથે લગ્ન સાથે થયા.
આ એમની પસંદગી સાથેના એરેન્જડ મૅરેજ હતા. ૧૯૯૨ માં
પત્ની સાથે વડોદરા પાછાં ફરી અને વીડીઓ શુટિંગ અને ફોટોગ્રાફી
ને વ્યવસાય તરીકે અપનાવેલો.
ભૂપેન્દ્રસિંહ અને દક્ષાકુમારીના ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને
હરપાલસિંહ એમ ત્રણ પુત્ર છે. ભૂપેન્દ્રસિંહને દીકરી ન હોવાનો થોડો
અફસોસ હતો પણ થોડા મહિના પહેલાં પુત્ર યુવરાજસિંહને ત્યાં પૌત્રી
તનીષાનો જન્મ થવાથી એમની એ ખોટ પણ પૂરી થઈ ગઈ.
Bhupendra Raol-3                                           (    ભૂપેન્દ્રસિંહ અને દક્ષાકુમારી)
૨૦૦૫ માં એમના સાસરિયાએ Sponser  કરેલા Visa ઉપર
ભૂપેન્દ્રસિંહ અમેરિકામાં સ્થાયી થયા. હાલમાં એમના ત્રણે પુત્ર
સહિત સમગ્ર કુટુંબ અમેરિકામાં જ સ્થાયી છે. અમેરિકામાં આવ્યા
બાદ એમણે અલગ અલગ કંપનીઓમાં નોકરી કરી. હવે એ
અમેરિકાના નાગરિક બની ગયા છે. એમના બચપણથી લાગેલા
સાહિત્યના રસને હંમેશાં જાળવી રાખ્યો.
અહીં અમેરિકામાં ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં નિયમિત હાજરી
આપી અનેક સાહિત્ય રસિક મિત્રો સાથે દોસ્તી કરી લીધી
. ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ અમેરિકાના તેઓ સભ્ય છે.
ગુજરાતી બ્લોગ જગતમાં ભૂપેન્દ્રસિંહ રાઓલ નામ ખૂબ જ જાણીતું છે.
બ્લોગીંગની પ્રવૃતિ વિષે તેઓ કહે છે:
 “ઘેર ઘેર ફરી સમાજસેવા કરવી બધા માટે શક્ય નાં હોય. ૨૦૧૦મા
બ્લોગ બનાવી લખવાનું શરુ કર્યું છે. અંધશ્રદ્ધા અને અવૈજ્ઞાનિક માન્યતાઓ
વિરુદ્ધ લખીને લોકોને વિચારતા કરવાનું ધ્યેય છે.બ્લોગ કુરુક્ષેત્રમાં
૪૨૪ લેખો લખીને મૂક્યા છે. ૩,૬૭,૮૧૬ હિટ્સ મેળવીને બ્લોગ ગુજરાતી
બ્લોગ વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યો છે.”
ભૂપેન્દ્રસિંહના તેજ તરાર લખાણો વાંચવા તમારે કુરુક્ષેત્રની મુલાકાત
http://raolji.com/ લિંક વાપરી લેવી પડશે.ફેસબુકના ગુજરાતી
સમૂહમાં પણ ભૂપેન્દ્રસિંહનું નામ ખૂબ પ્રસિદ્ધ છે. ફેસબુકમાં એમના ૫૦૦૦
મિત્રો સાથે અનેક ફોલોઅર્સ છે.
ભૂપેન્દ્રસિંહ પોતાને હિંદુ નાસ્તિક કહે છે. તેઓ કહે છે, “હિંદુ કોઈ ધર્મ
નહિ જીવન જીવવાનો એક તરીકો છે. હું ઈશ્વર વગેરેમાં માનતો નથી,
રીઅલીસ્ટીક એપ્રોચ ધરાવું છું.  વાસ્તવવાદી અને માનવતાવાદી એવા
મને હ્યુમન બિહેવીઅર અને ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાન ઉપર આધારિત
લેખ લખવાનું ગમે છે.”
એમના બે પુસ્તકો બહાર પડ્યા છે :
(૧) કુરુક્ષેત્ર મારા વિચારોનું અને (૨) માનવ મન એક ચક્રવ્યૂહ.
‘માનવ મન એક ચક્રવ્યૂહ’ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા લેખક
જય વસાવડાએ લખી છે, અને આ પુસ્તક નવભારત સાહિત્ય પ્રકાશન
દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન
ઉપર આધારિત છે.
========================================
આલેખન==આદરણીય શ્રી પી. કે. દાવડા,
ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા  

આદરણીય રેખાબેન સિંઘલ…મળવા જેવા માણસ..કે હળીમળી જતું વ્યક્તિત્ત્વ….પી. કે. દાવડા


આદરણીય રેખાબેન સિંઘલ…મળવા જેવા માણસ..કે હળીમળી જતું વ્યક્તિત્ત્વ….પી. કે. દાવડા

આદરણીય રેખાબેન સિંઘલ…મળવા જેવા માણસ..કે હળીમળી જતું વ્યક્તિત્ત્વ…ના ઓળખે એ નાત બહાર. પણ આવો સુંદર પરિચય તો શ્રી પી.કે.દાવડાજી આલેખે , ને આપણે મળવા જવા કેમ ન દોડી જઈએ?…સાહિત્યની સરવાણી હૃદયમાં રમાડતી તેમની પ્રતિભા ને લગન એ સાચે જ ગૌરવ છે….અભિનંદન સુશ્રી રેખાબેન અને પરિવારને.

ભિન્ન-અભિન્ન(રેખાબહેન સિંધલ)

તમને ગમતો રંગ લાલ-ગુલાલ
અમને લીલી નાગરવેલ

તમને ગમતું સોનેરી પ્રભાત
અમને રઢિયાળી રાત

તમે ગહન-જળે તરતા
અમે રેત કિનારે રમતા

તમે ભ્રમર, રસના ચાહક
અમે ફૂલ-પરાગના વાહક

ચાલ રમીએ હૂ-તૂ-તૂ-તૂ સાજન
તાળીના તાલે ચોગમ મહાજન

તમે ધસતા પૂર આવન
અમે પારોઠ પગલે જાવન

સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) 

Mrs.Rekhaben Sindhal

Mrs.Rekhaben Sindhal

મળવા જેવા માણસ-૩૪ (રેખાબહેન સિંધલ)

રેખાબહેનનો જન્મ ૧૯૫૬ માં ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ગામે થયો હતો.

એમના પિતા મેટ્રીક સુધીનો અભ્યાસ કરી મામલતદારના હોદ્દા સુધી પહોંચેલા,

જ્યારે માતા અભણ હતા. પિતાએ રીટાયર્ડ થયા બાદ ગીરમાં કેસર કેરીનો બગીચો

બનાવ્યો હતો, અને આમ કરનારા એ જીલ્લાના પ્રથમ ખેડૂત હતા.

રેખાબહેને સાતમા ધોરણ સુધીનો અભ્યાસ વેરાવળની જે.પી. પ્રાથમિક ખાનગી

શાળામાં કરેલો. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે જ એમના માતા-પિતાએ

એમનું સગપણ નક્કી કરી દીધું. ત્યારે તેમની ઉમ્મર માત્ર દસ વર્ષની હતી.

આઠમા ધોરણથી S.S.C.સુધીનો અભ્યાસ વેરાવળ ગર્લ્સ હાઈસ્કૂલમાં કર્યો

અને ૧૯૭૧ માં તેમણે S.S.C. પરીક્ષા પાસ કરી. શાળાના અભ્યાસ દરમ્યાન

રેખાબહેન ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં હંમેશાં સૌથી આગળ રહેતા.

S.S.C. માં ઉત્તીર્ણ થઈ એમણે રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજમાં

અભ્યાસ કરી, ૧૯૭૬ માં Micro-Biology વિષય સાથે B.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી.

B.Sc. નું છેલ્લું વર્ષ બાકી હતું ત્યારે જ, ૧૯૭૫ માં, એમના લગ્ન કરી દેવામાં આવ્યા.

સાસરિયાની ઉતાવળને લીધે રેખાબહેનના માતા-પિતાને આવું કરવું પડેલું.

આનાથી નારાજ થઈ, રેખાબહેને ભણવાનું અધવચ્ચે જ છોડી દેવાનું નક્કી કરેલું,

પણ અભણ છતાં હૈયાંસુઝ વાળી માતાએ શીખામણ આપી કે ભણતર નહિં હોય તો

ખેતરોમાં મજૂરી કરવી પડશે, માટે ભણતર પૂરૂં કરી લે. રેખાબહેને આ સલાહ સ્વીકારી

લઈ અભ્યાસ પૂરો કર્યો.

Mrs.Rekha Sindhal-2

   (રેખાબહેન અને એમના પતિ શ્રી પ્રતાપભાઈ)

૧૯૭૬ માં B.Sc. ની ડીગ્રી મેળવ્યા પછી આગળની કારકીર્દીનો વિચાર કરે

તે પહેલાંજ, એટલે કે ૧૯૭૭ માં એમણે બેલડાની બે દિકરીઓને જન્મ આપ્યો.

દિકરીઓ ત્રણ-ચાર વર્ષની થઈ એટલે તરત જ, શિક્ષકની નોકરી માટે અત્યંત

જરૂરી એવી B.Ed. ની પરીક્ષા ૧૯૮૧ માં પસાર કરી. કુટુંબની વિચાર સરણીને

અનુરૂપ થવા, ઉદ્યોગમાં સારી નોકરી મળતી હોવા છતાં એમણે  શિક્ષક તરીકેની

નોકરી સ્વીકારી. ૧૯૮૫ માં એમણે ત્રીજી દિકરીને જન્મ આપ્યો.

૧૯૮૯ સુધી શિક્ષક તરીકે કામ કર્યા બાદ, પોતાના અને સંતાનોના સારા ભવિષ્ય

માટે અમેરિકા ભણી દૃષ્ટી કરી. ૧૯૮૯ માં અમેરિકા સ્થિત એમની બહેને Sponsor

કરેલા Visa હેઠળ એમને ગ્રીનકાર્ડ મળતાં પતિ અને ત્રણ દિકરીઓ સાથે અમેરિકા આવી ગયા.

અમેરિકા આવ્યા બાદ એક-દોઢ મહિનામાં જ પતિ-પત્ની બન્નેને નોકરીઓ મળી જતાં

અમેરિકામાં જીવનની શરૂઆત થઈ ગઈ. રેખાબહનને Medical Technologist

તરીકે Clinical Laboratory માં કામ મળ્યું. અહીં કામ પ્રત્યેની ઇમાનદારી, સખત

મહેનત, નવું નવું શીખવાની ધગસ વગેરેને લઈને જીવનમાં સ્થિરતા આવવા લાગી.

અમેરિકનોની જેમ અંગ્રેજી બોલતાં શીખવા એમણે ખાસ વર્ગોમાં પ્રશિક્ષણ લીધું.

૧૯૯૪ સુધી આ ક્રમ જારી રહ્યો.

 

આ સમયગાળામાં એમણે ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમને વાચા આપવાનું

શરૂ કર્યું, એટલું જ નહિં પણ અમેરિકા સ્થિત અનેક ગુજરાતી સંસ્થાઓ સાથે જોડાઈ

અને એમના કાર્યોમાં સહભાગી થઈ અનેક લોકોનો પ્રેમ સંપાદન કર્યો.

૧૯૯૪ થી ૧૯૯૮ સુધી એમણે Chiorn કંપનીમાં Quality Control Technician

તરીકે કામ કર્યું. આ દરમ્યાન એમણે New England ના ભારતીય વિદ્યાભવનના

Public Relation કાર્યકર તરીકે પણ સેવાઓ આપી.

ગુજરાતી સાહિત્ય રસિકો સાથે મળીને એમણે રમેશ પારેખ, અનિલ જોષી, વિનોદ જોશી,

આદિલ મનસુરી જેવા કવિઓને સાંકળી લઈને કવિ ચંદ્રકાન્ત શાહ સાથે કવિસંમેલનોનું

આયોજન કર્યું અને તારક મહેતા અને મનુભાઈ પંચોલી જેવા મહાનુભવોના કાર્યક્રમો

યોજવામાં અગ્રેસર રહી  ગુજરાતી પ્રજાને એનો લાભ આપ્યો.

૧૯૯૭માં રેખાબહેનના કુટુંબે બોસ્ટનથી નેશવિલે-ટેનેસી સ્થળાંતર કર્યું અને

ત્યાં એક Mini Market ચલાવવાનું શરૂ કર્યું. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી

Vanderbilt University ના Pediatric cardiology માં Research Assistant

તરીકે કામ કર્યું. અહીં એમણે DNA અને DNA cloning નો અનુભવ મેળવ્યો.

આ સમયગાળામાં પણ એમણે Non-profit સામાજીક સંસ્થાઓમાં સેવાઓ આપી

અને સારા કામો માટે સંસ્થાને રકમ જમા કરવામાં મદદ કરી.

૨૦૦૫ માં રેખાબહેનને OUR LAB તરફથી Best trainer at a research

and medical laboratory award આપવામાં આવ્યો. હવે એમણે વિદ્યાર્થીઓને

ખાનગી ટ્યુશન્સ આપવાની શરૂઆત કરી. ૨૦૦૭ થી ૨૦૦૯ ની વચ્ચે આ પ્રવૃતિને

વેગ આપી પોતાના નિવાસસ્થાને વર્ગો ચલાવવાનું શરૂ કર્યું. સાથે સાથે ૨૦૦૭ માં

South Asian Heritage Group ની સ્થાપના કરી સંગીતકાર શેખર સેનને ‘કબીર’ના

મોનો એક્ટ માટે સ્પોન્સર કર્યા તેમજ પરેશ રાવલના નાટકો યોજ્યા. અને અમેરિકનો

સહિત ભારતિય લોકો માટે લાયબ્રેરી અને Cooking classes શરુ કર્યા. ૨૦૦૮ માં

એમણે રીડ ગુજરાતીની વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મેળવ્યું. ૨૦૦૮ માં જ પોતાનો

સ્વતંત્ર બ્લોગ www.axaypatra.wordpress.com  અને South Asian Heritage Group

માટે www.southaasianheritagegroup.com વેબ સાઈટ શરૂ કરી. રેખાબહેનના લખાણોની

મજા માણવી હોય તો એમના બ્લોગની મુલાકાત જરૂર લેજો. એમણે ત્રણ વર્ષ સુધી GAMT

(Gujarati Association of Middle Tennessee–a non profit organization) નું ટ્રસ્ટીપદ પણ સંભાળ્યું.

૨૦૧૨ માં Mathfactorial નામ આપી લાયસન્સ સાથે ગણિતના વર્ગો શરૂ કર્યા. ૨૦૧૧ મા

એમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘મારો અવિસ્મરણીય અનુભવ લખવા’ માટે પારિતોષિક

આપવામાં આવ્યુ.

૨૦૧૧ માં જ એમણે મુંબઈની SNDT યુનિવર્સીટીમાંથી ગુજરાતી વિષય સાથે M.A. ની

ડીગ્રી પ્રાપ્ત કરી. ૨૦૧૩ થી વેબ ગુર્જરીની સાહિત્ય સમિતિમાં જોડાયા બાદ એક વિભાગના

સંપાદનનું કાર્ય સંભાળી લીધું.

૨૦૧૩ માં એમની એક વાર્તા ઓસ્ટ્રેલીયાના રેડિયો સીડની ઉપર પ્રસારિત કરવામાં આવી,

આ અગાઉ ૧૯૮૨ માં પણ આકાશવાણી રાજકોટ ઉપરથી યુવાવાણી કાર્યક્રમમાં ઉત્તમ શિક્ષક

વિષે એમનો એક વાર્તાલાપ પ્રસારિત થયો હતો.

રેખાબહેનમાં લીડરશીપના ગુણો તો શાળાના સમયથી વિકસતા રહેલા, તરૂણ વયે

જ ફાધર વોલેસ જેવા ફીલોસોફર સાથે નિયમિત પત્રવ્યહવાર પણ કરતા. મુશ્કેલીઓ

સામે લડી લેવાનું વલણ એમણે નાનપણથી કેળવેલું. ગરીબી, ભેદભાવ, અવગણના વગેરે

રૂકાવટોને ઓળંગી જઈ, જીવનમાં એમણે જે પ્રગતિ કરી છે એ જોઈને સહેજે જ મારો હાથ

એમને સલામ કરવા ઉપડી જાય છે.

ફક્ત વીસ ડોલરની નોટ સાથે અમેરિકા આવ્યા બાદની મનોદશા વ્યક્ત કરતાં

રેખાબહેન કહે છે, “અહીં અમેરીકા આવ્યા ત્યારે શરૂઆતમાં તો ખોવાઈ ગયા જેવી દશા!

એક મહિનામાં નોકરી ન મળે તો માથે કરજ લઈ વીલા મોંએ દેશ પાછું ફરવાનું હતું.

ભાષાનો પ્રશ્ન સૌથી મોટો! પાસે કાર નહી (અમેરિકામાં કાર વગરનો માણસ એટલે કેદી).

દીકરીઓને ઘરે એકલી રખાય નહી.  ભાઈ-બહેન સાથ આપતા હતા પણ એ ટેમ્પરરી

વ્યવસ્થા હતી મુંઝવણનો પાર નહી.. કેમ કરીશું ?

એ પ્રશ્ન અજગરની જેમ ભરડો લઈને ભીંસતો હતો…આખરે મને લેબોરેટરીમાં રાતની

નોકરી મળી કે તરત કારના હપ્તા શરૂ કર્યા. દિવસે દીકરીઓને માટે હું ઘરે રહું અને

મારા પતિ કામ પર જાય. બંનેએ તનતોડ મહેનત કર્યા વગર છૂટકો ન હતો, કારણ કે

મારા પતિ પાસે ઉચ્ચ ડીગ્રી ન હતી અને આજીવિકા માટેના પૈસાની જરૂર માટે પરમાત્મા 

સિવાય કોઈનો આધાર નહી. ધીરે ધીરે આર્થિક તકલીફના વાદળો વિખરાવા માંડ્યા,

પણ યુવાન દીકરીઓ અને ભિન્ન સંસ્કૃતિ ! એક ઘડી ય રેઢી મૂકતા મન ન માને એટલે

 સાહિત્ય કે શિક્ષણમાં ડૂબવું પોસાય નહી..વળી એમના કોલેજના શિક્ષણ માટેની વ્યવસ્થાની

ચિંતા તો ખરી જ ! પરણાવવાની ચિંતાને તો દૂર જ રાખી હતી પણ આ બધી સાંસારિક

ચિંતાઓ જે બધાને જ હોય છે તે પરદેશની ભૂમિ પર અજાણ્યા સમાજ વચ્ચે અનેક ગણી 

વધી જાય છે તે દેશવાસીઓ ન સમજાય તેવી વાત છે.”

Mrs.Rekha -3

(રેખાબહેનના દોહિત્ર અરમાન અને રોનિત)

આજે પ્રભુ કૃપાએ રેખાબહેનનો સંસાર સુખી છે. બે દોહીત્ર સાથે અતિ આનંદની

પળો પસાર કરતા રેખાબહેન સામાજીક અને સાહિત્યની પ્રવૃતિઓમાં ઉમંગની

ભાગ લે છે. સ્વભાવે ખૂબ જ ઊર્મિલ રેખાબહેન જીવનની ફીલોસોફી તરીકે કહે છે,

“  જીવન એક આધ્યાત્મિક સફર છે અન્ય જીવનયાત્રીઓ સાથેના સંબંધોમા આપણે

આપેલા ભાવોના એવા જ પ્રતિભાવો આપણને મળે છે તેથી જો શુદ્ધ ભાવો આપીએ

તો શુદ્ધ સંબંધો વીકસે. અન્યના દોષો જોવાથી આપણા પોતાના અંતરની શુદ્ધિ જ

આપણે ગુમાવીએ છીએ. અન્યના ગુણ અને પોતાના દોષ જોવાની દ્રષ્ટિ કેળવવાથી

દિલમાં પ્રકાશ પથરાય છે.”

પી. કે. દાવડા