Monthly Archives: જાન્યુઆરી 2015

આજે ખોડિયાર જયંતિ:


જય ભારતે જામ્યો વિનોદ વિહાર દરબાર…કાવ્ય.


જય ભારતે જામ્યો વિનોદવિહાર દરબાર...કાવ્ય.

==========================================================================================

આકાશદીપ.,આનંદરાવ..વિનોદકાકા,સ્વપ્ન

              ડાબી બાજુથી…શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ),

            સાહિત્યકાર…ગુંજન ગુજરાતી માસિક(યુએસએ) શ્રી આનંદરાવ લીંગાવત,

            શ્રી વિનોદભાઈ પટેલ(વિનોદ વિહાર), 

                સ્વપ્ન જેસરવાકર

===============================================================================

બે હજાર પંદરની તારીખ સત્તરમી ને હતો શનિવાર

વહાલા વિનોદભાઇના જન્મ દિનનો અનેરો અણસાર

નિમંત્ર્યા મિત્રો આનંદરાવ આકાશદીપ જેસરવાકર

 વિનોદભાઇ સાથે જાગૃતિ સંજયભાઇનો જ પરિવાર

 મસ્ત મજાના માનવી એવો બ્લોગ છે વિનોદ વિહાર

રોટલા ઉંધિયું મગ ગોળ મિઠાઇ ખિચડી કઢીનો આહાર

 કેલિફોર્નિયાના અરટેશિયામાં  જય ભારતનો રણકાર

મિત્રો મલ્યા મોજ મઝા વાતો કરી થયો દિલમાં ઝંકાર

હસતા ગાતા  સદાયે સજાવો વિનોદ વિહાર શણગાર

જુગ જુગ જીવો ને સદા ખુશ રહો એ સ્વપ્નનો રણટંકાર

==========================================================

સ્વપ્ન જેસરવાકર

આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં….કાવ્ય.


વિનોદ વિહાર અધિપતિ આદરણીય વિનોદકાકાને જન્મ દિન વધામણાં…કાવ્ય.

========================================

આદરણીય વિનોદકાકા

happybirthday6.jpgજન્મ દિન શુભકામના

=========================================================================================

બે હજાર પંદરના જાન્યુઆરી પંદરમીની આજે છે સવાર. 

ફોન,એસએમએસ,મેઇલ દ્વારા અભિનંદો વિનોદ વિહાર.

સર્વેના માનીતા અને જાણીતા વિનોદભાઇનું જન્મ ટાણું.

૧૯૩૭માં ડાંગરવામાં રેવાભાઇને ત્યાં ગવાયું હતું ગાણું.

નિવૃતિમાંય એ શોધે પ્રવૃતિ સાનડિયાગોમાં રહ્યા  વસી.

લેખ કવિતા કે હાસ્ય કેરા ગુલાલથી સૌ દિલને જાય રંગી.

પુત્રો ને પુત્રી સાથે જ છ પૌત્ર પૌત્રીના બની રહ્યા છે દાદા .

સદાય હસમુખા ને ફોનમાં રણકો એવો કે ગમે એમની અદા.

જુગ જુગ જીવો ને જન્મ દિન ઉજવીએ ભેગા મળીને સદાય.

નામી અનામી બ્લોગરો કહે અભિનંદન સ્વીકારો  અમારાય.

ફુલોની છાબ કે સુંડલા ભરીને આપને ક્યાં દઇએ વધામણાં.

અંતર ઉમળકે શબ્દો ભરી આપને અભિનંદી કરીયે ઉજવણાં.

આતાજી,,સુરેશ,પ્રજ્ઞાજુ,દાવડાજી,કેપ્ટન નરેન્દ્રના ઝાઝા જુહાર.

ચંદ્રપુકાર,પ્રવિણ શાસ્ત્રી,આકાશદીપ,સાથે સ્વપ્નના છે નમસ્કાર.

============================================

સ્વપ્ન જેસરવાકર

પતંગ ગુજરાતના ગગને…. (કાવ્ય )


 

પતંગ  ગુજરાતના ગગને…. (કાવ્ય )
========================================

kite_festival_ahmedabad_india

gujarat kite festival

લ્યો  સ્નેહ  ની દોર આજે અમે ઢીલી મૂકી છે
 ગુજરાતના પતંગ રૂપી રચના  છૂટી મૂકી છે
 આપજો એને પવન આપના સ્નેહ કેરો
 વિશ્વગુજરાતી બ્લોગ પર  પતંગ  ચગાવી છે
 ગરવા ગુજરાતની એક પતંગ છે પ્યારી
 વિકાસના દોર થકી એને એવી શણગારી છે
 નહિ કાપી શકે કોઈ નરબંકો કદાપી એને  
 મહી,સાબર,નર્મદા,તાપી મચ્છુની પાણી પાઈ છે
 ગાંધી સરદાર રવિશંકર સાથે ઇન્દુચાચા ને
 કવિ નર્મદ,કલાપી, મેઘાણીની  વાણી વણાઈ  છે
 વાંચે ને વિચારે,  સજે ને સમજે ગુજરાત એ
 ગૌ સેવા કરો ને તલસાંકળીની મીઠાશ ભરાઈ છે
 ના જાતિ ના ધર્મ ના ઉચ્ચ નીચ ભેદભાવ  ઘટે
 રંગબેરંગી ગૌરવવંતા ગુજરાતની કહાણી લખાઈ છે
 ===========================
 સ્વપ્ન જેસરવાકર

૨૦૧૫ના નવા વર્ષનાં વધામણાં…કાવ્ય


   

૨૦૧૫ના નવા વર્ષનાં વધામણાં…કાવ્ય

====================================

ગુજરાતી બ્લોગ જગતના વડીલો, મિત્રો, વહાલા બહેનો, વાચક

મિત્રો તેમજ જગતભરના ગરવા ગુણી જનોને સને- ૨૦૧૫  વર્ષના………

……………………..વર્ષાભિનંદન………………………………………..

Happy-New-Year-2015-

               ( ચિત્ર માટે આભાર ગુગલ )

રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)

===================================

 આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને  

 બે હજાર પંદરનાં વધામણાં કરી (૨) નવા વરસને  વધાવો નેઆવ્યો.

 કદીયે ક્યાં  ઓળખતા જ હતા આપણે એક બીજાને રે

 બ્લોગ કેરા માધ્યમ થકી આપણે મળ્યા એક બીજાને રે

 મળી છે મિત્રતા અનેરી તો  (૨) લહાવો એનો આજ  લુંટાવો નેઆવ્યો.

 વિતેલા વરસની યાદો વધાવી મનમાં ભરી લઈએ

 બે હજાર પંદરને બળિયું બનાવી  કદમ કદમ વધીએ

 બ્લોગ જગત કેરા  મહિમાને (૨) જગ આકાશે ઝગમગાવો ને … આવ્યો

 ભાવ પ્રતિભાવોનો ભાવ ભરીને એકબીજાને સરાહી લઈએ 

 મીઠી મજાકની સાથે  ભાથું અનેરા સંદેશ  કેરું ભરી  દઈએ

 લેખ કવિતા વાર્તા ગઝલથી  (૨) ગરવી ગુજરાતી ગજાવો નેઆવ્યો.

 મા ગરવી ગુજરાતના તો આપણે સહુ બાળક  છઈએ 

 ગુણલા ગરવા ગાઈને ગુજરાતી ભાષાનું જતન કરીએ

 નરસિંહ નર્મદ મીરાં મેઘાણી કેરા (૨) વારસાને તો વધારો નેઆવ્યો.

 વૈષ્ણવજન તો તેને જ રે કહીએ  જે પીડ પરાઈ જાણે રે

 ગુજરાતી દેશ વિદેશે વસી  ગરવા ગુજરાતને ગુંજવે રે 

 ભાષા વિકાસ કેરી પરબો જ માંડી (૨) સ્વ સંસ્કૃતિને ઉજાળો નેઆવ્યો.

 ===============================================

સ્વપ્ન જેસરવાકર