શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને ….( કાવ્ય )
=============================================
હે પૂર્વજો પ્રેમે તર્પણ કરી પ્રેમથી આશીર્વાદ માંગીએ,
આપના આશીર્વાદ થકી જીવન સાચું અમે જીવીએ.
આપના સંસ્કારને આદર્શ થકી માનવતા ને ઉજાળીએ,
પરમાત્મા આપે મોઘેરો મોક્ષ એ ભાવના ઉચ્ચારીએ.
લખચોર્યાશી બંધનોથી મુક્તિને પ્રભુ શરણમાં બીરાજજો,
આપના અમીમય આશીર્વાદ સદા અમ પર રાખજો.
શ્રાદ્ધ કેરું રૂડું પર્વ આવ્યે અમો સહુ આપને સમરીએ ,
કાગ વાસ નાખીને ભાવતાં ભોજન આપને ધરાવીએ.
જન્મો જન્મ મળે મુજને આપ સરીખા પ્રેમથી પૂર્વજો,
અરજી ધ્યાને ધરીને આપ સહુ આશીર્વાદ વરસાવજો.
=============================================
સ્વપ્ન જેસરવાકર