ખુરશી માટે સરદાર સરદાર સરદાર કરતા નેતાઓને સવાલો


ખુરશી માટે સરદાર સરદાર સરદાર કરતા નેતાઓને  સવાલો.
==================================================

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા.. ( કાવ્ય )

(૧)૨૦૦૧ થી ૨૦૦૭  સુધી મોદી સાહેબ ને ભાજપના નેતાઓને સરદાર સાહેબ કેમ યાદ
આવ્યા જ નહિ.?
(૨)૨૦૦૭માં જ્યારે સુરતમાં પાટીદાર સંમેલન ભરવાની જાહેરાત થઇ ત્યારે રાતોરાત
કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કર્યો છે સરદાર સાહેબને ભુલાવી દીધા છે. એવી વાતોનો
જોરદાર પ્રચાર મારો શરુ કર્યો
કેમકે ૨૦૦૭ના ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવતી હતી.
અલ્યા એમણે તો ભુલાવી દીધા તમે શું કર્યું.? એ તો જણાવો ને .
(૩) પાટીદારો ભાજપથી વિમુખ ના થાય માટે  મત અને સતાની લાલચે મોટે ઉપાડે
જાહેરાત કરી કે અમે તેમની દુનિયામાં ન હોય તેવી મોટી પ્રતિમા બનાવીશું. પ્રતિમા
૨૦૦૭ થી બનાવો છો તે ક્યારે બનશે.?
(૪) મોદી સાહેબ દિલ્હીમાં રાજ ધાટ, વિજય ઘાટ, શાંતિ ઘાટ એવા અનેક ઘાટ છે. એ તો
આપ જાણતા હશો.
(૫)સરદારશ્રીનો એકતા અખંડિતતા ઘાટ કેમ નથી ? કોગ્રેસે ભુલાવી દીધા તો સવા
વરસમાં આપને યાદ આવ્યું ખરું.?
(૬) ઘણા બહાનાં કાઢે છે કે સરદાર સાહેબની અંતિમક્રિયા મુંબાઇમાં ચોપાટી પર થયેલી
તો મહારાષ્ટ્ર્માં ૧૯૯૫ થી ૨૦૦૦ સુધી ભાજપ ને શિવસેના સરકાર હતી તે દરમ્યાન
સરદાર સમાધિ સ્થળ કેમ ના બનાવ્યુ. આપ તો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી હતા. ?
હાલ આપ વડા પ્રધાન છો ને ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં છે.! એ જરા વિચારો.
(૭) ગુજરાતના પનોતા પુત્ર સરદારશ્રીનું સમાધિ સ્થળ કે ઘાટ સાબરમતી કિનારે
અમદાવાદમાં બનાવવાનો વિચાર આપને ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીમાં ક્યારેય કેમ ના
આવ્યો.?
(૮) મોદીજી આપ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે
અમદાવાદમાં શાહીબાગમાં સરદાર પટેલ મેમોરિયલ છે એની મુલાકાતે કેટલા વખત
ગયા છો. મને ખ્યાલ છે ત્યાં સુધી મનમોહનસિંહ વડા પ્રધાન તરીકે એ મેમોરિયલ
મુલાકાતે આવેલા ત્યારે જ આપ ત્યાં ગયેલા. ખરું ને.
(૯) સરદાર સરદાર સાહેબની બુમો પાડી આપે સરદાર મેમોરિયલ ને ગુજરાતના મુખ્ય
મંત્રી તરીકે કેટલી આર્થિક સહાય કરી?
(૧૦) ગુજરાતના હાલના મુખ્ય માંત્રી આનંદીબેને સરદાર મેમોરિયલની કેટલી વાર
મુલાકાત લીધી.?
(૧૧) ગુજરાતના ધારાસભ્યો કે પ્રધાન મંડળના સભ્યોએ સરદાર મેમોરિયલની કેટલી
વાર મુલાકાત લીધી.?
(૧૨) ગુજરાતના ધારાસભ્યો કે નેતાઓએ સરદારશ્રીના વતન કરમસદની મુલાકાત
લીધી છે ખરી?
(૧૩) એમનું જન્મ સ્થળ એમના મોસાળ નડિયાદમાં છે એ ખબર છે ખરી?
(૧૪) ૩૧ ઓકટોબરે કે ૧૫ ડિસેમ્બરે જી, આજતક , સહારા સમય કે બીજી ચેનલો ખાલી બે
મિનિટ જ સરદાર સાહેબને સમાચારોમાં સ્થાન આપે છે તે માટે સરદારનું ગાણું ગાતા
નેતાઓએ એના પત્રકારો કે સ્ટુડિયોમાં બેઠેલા એન્કરને આબાબતે કોઇ સવાલ પુછ્યો છે કે
વિરોધ નોધાવ્યો છે.?
(૧૫)મોદીજી આપે વડા પ્રધાન થવા સરદારશ્રીની મહાન પ્રતિમા માટે આપે દેશભરમાં
ફરી સભાઓ ગજવી કિસાનો પાસેથી લોખંડ ભેગું કર્યું તેની શું થયુ.? તે અત્યારે ક્યાં છે ?
કે પછી અદાણીજી એનો વહીવટ કરી ક્યાંક લોખંડની ખાણોનો વેપાર તો નહિ કરે ને ?
(૧૬) એમના જન્મ દિવસને ” એકતા અખંડિતતા દિવસ” જાહેર કર્યો ખરો.?
(૧૭)  અલ્યા જો સરદારશ્રીએ રજવાડાં એકત્ર કરી ભારતનું નિર્માણ ના કર્યું હોત તો આપ
સર્વે નેતાઓ ધારાસભ્યો સાંસદોપ્રધાનો કે મુખ્યપ્રધાન  કે વડા પ્રધાન ના બની શક્યા
હોત. અલ્યા જેમને લીધે આવું  ઉચ્ચ સ્થાન ને સુખ સગવડો ભોગવો છો એમને જ ભુલી
જાવ છો આવા નગુણા કેમ છો ?
(૧૮) રામના નામે પથરા તર્યા.
(૧૯) ગાંધીના નામે ગઠિયા તર્યા.
(૨૦) સરદારના નામે સાંઢિયા તર્યા.

=========================================================================

સ્વપ્ન જેસરવાકર ..
Advertisements

2 thoughts on “ખુરશી માટે સરદાર સરદાર સરદાર કરતા નેતાઓને સવાલો

 1. શ્રી ગોવિંદભાઈની સોંસરવી લાગે એવી તીરંદાજી છે…સાચા સરદાર થવું તો અઘરી વાત છે…તેમની કુનેહ ને જીવન ઉપાસનાના અમર ઈતિહાસ જ, ઘાટ બની ગૌરવ વેરશે..આ નવી સરદાર સરદાર રટતી છૂટક નેતાગીરી ,ને હુંકારા ધરવા દો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. સરદાર વિષે ખરેખર રસદાર વાતો લઈને ઘણા સમય પછી શ્રી ગોવિંદભાઈ ને એમના પોતીકા ફોર્મમાં

  બ્લોગમાં ફરી આવેલા જોઇને ઘણો આનંદ થયો.

  સરદાર વિષે લખેલી તમારી બધી હકીકતો મુદ્દાની છે . તમારે એ બધી નરેન્દ્ર મોદીને જણાવવા જેવી છે .

  તમારી આ વાત તો ખાસ અગત્યની છે.

  મોદી સાહેબ દિલ્હીમાં રાજ ધાટ, વિજય ઘાટ, શાંતિ ઘાટ એવા અનેક ઘાટ છે. એ તો

  આપ જાણતા હશો.સરદારશ્રીનો એકતા અખંડિતતા ઘાટ કેમ નથી ? કોગ્રેસે ભુલાવી દીધા તો સવા

  વરસમાં આપને યાદ આવ્યું ખરું.?

  Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s